________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૮૭
सूक्ष्मपर्याप्तस्थिरादेययशांसि सेतराणि तीर्थ
॥
ત્ત્વ હૈં નૈન વૈશ્ન તાશા બનાવીનામ્ ॥૪॥
અનુવાદ : ગતિ, જાતિભેદે તનુ, ઉપાંગે, બંધ, સંઘાતન ગણ્યા, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જ ભણ્યા આનુપૂર્વી ગતિવિહાયે, ચૌદ ભેદો માનવા, પરાઘાત, શ્વાસોશ્વાસને વળી, આતપ સ્વીકારવા. (૧૧) ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થંકર, નિર્માણને ઉપઘાતના, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર શુભ બહુભાતના. સૌભાગ્ય ને આદેય, સુસ્વર, સુયશ દશમો જાણીએ, સ્થાવર દશને સાથ ગણતા, બેંતાલીશ પિછાણીએ (૧૨) ગોત્ર કર્મ સાતમું છે, ઉંચ, નીચ બે ભેદમાં, અંતરાય કર્મ આઠમું છે, દાન લાભ જ ભોગમાં; ઉપભોગ વીર્ય એ પાંચ ભાવો અટકતા જે કર્મથી, અંતરાય કર્મ કલંક ટાળો, સૂત્ર સમજી મર્મથી. (૧૩) અર્થ : નામ કર્મની બેંતાલીશ પ્રકૃતિ આ પ્રમાણે છે. ચૌદ પિંડપ્રકૃતિ, સ્થાવરદશક અને ત્રસદશક, ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી અને વિહાયોગતિ એ ચૌદ પિંડપ્રકૃતિ કહેવાય છે. આઠ પ્રત્યેકપ્રકૃતિ ત્રસદશક અને સ્થાવરદશકના નામ અને તેની સમજૂતી ભાવાર્થમાં આવશે. ઉચ્ચ અને નીચ એ ગોત્રના બે પ્રકાર છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચમાં ઉપસ્થિત થતું વિઘ્ન તે અંતરાય પાંચ પ્રકારનું છે.
ભાવાર્થ : (૧) (નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ) ચાર