________________
૧૮૮
| તત્વાર્થાધિગમસૂત્ર ગતિ પ્રાપ્ત કરાવનાર તે ગતિનામ કર્મ છે. (૨) (એકેન્દ્રિય, ઢિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય-ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ) પાંચ જાતિ પ્રાપ્ત કરાવનાર કર્મ તે જાતિનામ કર્મ છે. (૩) (ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ) પાંચ શરીર પ્રાપ્ત કરાવનાર કર્મ તે શરીર નામ કર્મ છે. (૪) (હાથ, પગ, ઉદર, મસ્તક, પીઠ, આદિ અંગ છે; હાથ-પગનાં આંગળા તે ઉપાંગ છે; નખ, રેખા, વાળ, પર્વ; વેઢા આદિ અંગોપાંગ છે. તૈજસ અને કાશ્મણ શરીરના અંગોપાંગ હોતાં નથી. બાકીના ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરના અંગોપાંગ હોય છે, તે અંગોપાંગ પ્રાપ્ત કરાવનાર કર્મ તે અંગોપાંગ નામ કર્મ છે. (૫). પાંચ શરીરના જૂનાં કર્મ પુદ્ગલ સાથે નવા આસ્રવ પામતાકર્મનો સંબંધ કરાવનાર કર્મ તે બંધન નામ કર્મ છે. (૬) પાંચ શરીરના બંધાતા અને બંધાયેલ કર્મનો સંચય કરનાર કર્મ તે સંઘાતનામ કર્મ છે. (૭) (વજઋષભનારાચ, અર્ધઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કિલિકા અને સેવાર્ત-છેવટ્ટુ એ) છ પ્રકારની દૈહિક અસ્થિરરચના કરાવનાર કર્મ તે સંઘયણ નામ કર્મ છે. (૮) (સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, પરિમંડળ, સાદિ, કુન્જ, વામન અને હુંડ એ) છ પ્રકારની દૈહિક રચના કરાવનાર કર્મ તે સંસ્થાન નામકર્મ છે. (૯) (રક્ત, પીત, નીલ, શ્વેત અને કાળો એ) પાંચ પ્રકારના દેહનો વર્ણ પ્રાપ્ત કરાવનાર કર્મ તે વર્ણનામકર્મ છે. (૧૦) (સુગંધ અને દુર્ગધ એ) બે પ્રકારના દેહના ગંધ પ્રાપ્ત કરાવનાર કર્મ તે ગંધનામ કર્મ છે. (૧૧) (ખાટો, તૂરો, કષાયલો, મીઠો અને કડવો એ) પાંચ પ્રકારના દેહના રસ પ્રાપ્ત કરાવનાર કર્મ તે રસનામ કર્મ છે. (૧૨) (ચીકણો, લખો, ઠંડો, ગરમ, હલકો, ભારે, કઠણ અને સુંવાળો એ) આઠ પ્રકારના