________________
૧૭૩
તત્વાર્થાધિગમસૂત્ર
ઉત્સર્ગ, વસ્તુ ગ્રહણસ્થાપન, વળી સંથારાતણી, દૃષ્ટિની પ્રતિલેખના વળી, પ્રમાર્જના સૂત્રે ભણી; દોષ ત્રણને એમ સેવે, પોસહે આદર નહિ, સ્મૃતિ ચૂકે દોષ-પંચક, પોસહ થાયે સહિ. (૨૦) સચિત્ત દ્રવ્ય, સચિત્ત બદ્ધ, સચિત્તની વળી મિશ્રતા, કાચી વસ્તુ કાચી પાકી, દોષ આહારે થતાં; ભોગ ને પરિભોગ, વસ્તુ ઉલ્લંઘે પરિમાણમાં, ગુણધરા તે દોષ સેવે, વ્રત તણા તે સ્થાનમાં (૨૧) સચિત્ત વસ્તુ હેઠ રાખે, ઉપર સચિત્ત મૂકતાં, અચિત્ત વસ્તુ હેઠ રાખે, ઉપર સચિત્ત ઢાંકતાં; વ્યપદેશને મત્સરપણું વળી કાળને ઉલ્લંઘતાં અતિથિ તણો સંવિભાગ સાથે, દોષ પંચક મૂકતા. (૨૨)
અર્થ : ઊર્ધ્વવ્યતિક્રમ અધોવ્યતિક્રમ, તિર્યગુવ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને મૃત્યંતર્ધાન એ પાંચ દિવિરમણ વ્રતના અતિચાર છે. આનયન પ્રયોગ, પ્રખ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુગલ પ્રક્ષેપ એ પાંચ દશાવિરમણવ્રતના અતિચાર છે. કંદર્પ, કૌક, માખર્ય અસમીત્યાધિકરણ અને ઉપભોગાધિત્વ એ પાંચ અનર્થ દંડ વિરમણ વ્રતના અતિચાર છે. કાયદુપ્પણિધાન, વચનદુપ્રણિધાન, અનાદર અને મૃત્યનુપસ્થાન એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિતમાં ઉત્સર્ગ, આદાન નિક્ષેપ અને સંસ્તારોપક્રમ, અનાદર અને સમૃત્યનુપસ્થાપન એ પાંચ પૌષધવ્રતના અતિચાર છે. સચિત્ત આહાર, સચિત્તપિધાન, સચિતસંમિશ્ર આહાર, અભિષવ આહાર અને દુષ્પકવ આહાર એ અતિથિ સંવિભાગ વ્રતના અતિચાર છે.