________________
તત્વાર્થાધિગમસૂત્ર
૪૧ આત્મા સાથેનો પૌગલિક સંબંધ તે દ્રવ્યબંધ છે. જીવની રાગદ્વેષ આદિ વાસના તે ભાવબંધ છે.
સંસારી જીવ પણ અનંત છે. તેના વિભાગ બે રીતે સૂત્રકારે બતાવ્યા છે : પ્રથમ વિભાગ મનના સંબંધ પર નિર્ભર છે, તે રીતે મનસહિત અને મનરહિત એબે પ્રકારના સંસારી જીવ છે. જેની સહાયથી વિચાર કરી શકાય તેવી આત્મશક્તિ તે ભાવમન છે; આ આત્મશક્તિને વિચાર કરવામાં મદદગાર સૂક્ષ્મ પુદ્ગલસ્કંધો તે દ્રવ્યમાન છે. મનવાળા જીવ સંજ્ઞી અને મનવગરના જીવ અસંશી કહેવાય છે. અહિં મનવાળા અને મનવગરના એ પ્રકારના સંસારી જીવન વિભાગ કર્યા છે તે દ્રવ્યમનની અપેક્ષાએ છે. ભાવમન તો સર્વ જીવોને હોય છે. દ્રવ્યમનની સહાય વિના એકલા ભાવમનથી વિચારણા પ્રવૃત્તિ થઈ શકતી નથી.
સંસારી જીવનો બીજો વિભાગ હલનચલનની શક્તિ પર નિર્ભર છે. આ શક્તિ પણ બે પ્રકારની છે. ત્રાસ દૂર કરવાની ઈચ્છાથી થતી હલનચલનની ક્રિયા, તે સ્વાભાવિક હલનચલનની શક્તિ છે. અન્યની મદદના કારણે પણ પરતંત્ર એવી હલનચલનની શક્તિ તે કૃત્રિમ હલનચલનની શક્તિ છે. હલનચલનની સ્વાભાવિક શક્તિ-દ્ધિઇદ્રિય-બે ઇંદ્રિય, ત્રિ ઇંદ્રિયત્રણ ઇંદ્રિય, ચતુરિન્દ્રિય-ચાર ઇંદ્રિય, અને પંચેન્દ્રિય-પાંચ ઇંદ્રિયવાળા જીવોમાં હોય છે. તે લબ્ધિ-શક્તિ-ત્રસ કહેવાય છે. હલનચલનની કૃત્રિમશક્તિ અગ્નિકાય-તેજ:કાય અને વાયુકાય એ બે પ્રકારના જીવોમાં હોય છે; તે ગતિ=સ-ઔપચારિક ત્રાસ કહેવાય છે. ગતિત્રસ જીવ સ્થાવરની કોટીના છે; કારણ કે તેની ગતિ સ્વતંત્ર નથી. સ્થાવર જીવ હલનચલનની શક્તિ વિનાના .