________________
બિન્દુમાં સિવું એટલે તત્ત્વાર્થ સૂત્ર
પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આ. વિજય હેમચન્દ્રસૂરિ
લોકોત્તર જિનશાસન તેના આગવા શ્રુત વારસાથી અત્યંત સમૃદ્ધ છે અને એજ એનો મજબુત પાયો છે. એના ઉપર જ જિનશાસનની ભવ્ય ઈમારત આજ વર્ષોના વર્ષો સુધી અનેક ઝંઝાવાતો વચ્ચે પણ અકબંધ રીતે ટકી શકી છે. જે
વિશ્વની વાત તો બાજુ ઉપર રાખીએ પણ એકલા ભારતમાં ય એટલા બધા દર્શનો/મતો/સંપ્રદાયો અને ધર્મો છે કે એમાંના કેટલાકનાં તો નામ સુધ્ધાં પણ આપણે જાણતા નથી પછી એના સિદ્ધાંતોની વાત જ શી કરવી?
તેમ છતાં જે કેટલાક દર્શનોને આપણે જાણીએ છીએ અને એના સિદ્ધાંતોને સમજાવતા સાહિત્યને આપણે અવલોકીયે છીએ ત્યારે નિઃશંકપણે આપણે કહી શકીએ છીએ કે જૈન દર્શનના જેવું ઊંડાણ અને વિસ્તાર અન્યત્ર ક્યાંય જોવા મળતાં નથી.
આપણે આપણા ઘરમાં જ આપણા સાહિત્યના વખાણ કરીયે છીએ તેવું નથી પણ અનેક જૈનેતર દેશી/વિદેશી ખ્યાતનામ વિદ્વાનોએ અનેક દર્શનોના ઊંડાણ પૂર્વકના અભ્યાસ/પરિશીલન પછી આ સત્ય તારવીને જગતના ચોકમાં જાહેર કર્યું છે એટલે એની
-
-
-
--
----
----
--
-
-