________________
તત્વાર્થાધિગમસૂત્ર
૫૧ પહોંચાડે છે ત્યાં તેને શરીર રચના યોગ પુદ્ગલગ્રહણરૂપ આહાર હોય છે. બે વિગ્રહગતિનાં ત્રણ સમયમાંનો પહેલો અને છેલ્લો એ બે સમય આહારના હોય છે અને વચ્ચેનો એક સમય અનાહાર દશાનો હોય છે. ત્રણ વિગ્રહવાળી ગતિમાં પણ બે વિગ્રહવાળી ગતિ અનુસાર સમજવાનું છે. વિશેષમાં એટલું જ કે કાર્મણશરીર વધારામાં ત્રીજો વળાંક લેવડાવી ઉત્પત્તિસ્થાને પહોંચાડે છે. આમાં ચાર સમયમાંના પહેલા અને છેલ્લા એ બે સમયમાં જીવને આહાર હોય છે; પરંતુ પહેલા અને બીજા વળાંકના બે સમય અનાહારક દશામાં હોય છે. સંભવની અપેક્ષાએ કયાંક ક્યાંક પાંચ સમયની ચાર વિગ્રહની ગતિ પણ માનવામાં આવે છે અને - તેના વચ્ચેના ત્રણ સમય અનાહારક દશામાં માનવામાં આવે છે.
એક વિગ્રહવાળી ગતિને પાણિમુક્તા, બે વિગ્રહવાળી ગતિને લાખલિકા અને ત્રણ વિગ્રહવાળી ગતિને ગૌમુત્રિકા એ રીતે પણ ઓળખાવાય છે. - ઋજાગતિથી મોક્ષે પહોંચતાં મુમાન જીવ કર્મમુક્ત હોવાથી તેને કાશ્મણ શરીરનો યોગ નથી. ઋજુગતિથી તથા વક્રગતિથી પરભવ ગતિ કરતા જીવને કાશ્મણ શરીરનો યોગ હોય છે; પરંતુ પૂલશરીર ન હોવાથી મનોયોગ અને વચનયોગ એ બે યોગ હોતા નથી. જન્મ, યોનિ અને સ્વામી : સૂત્રઃ - સમૂઈના પપાતા = રૂા
सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तधोनयः ॥३३॥ जराऽवण्डपातजानां गर्भः ॥३४॥ नारकदेवानामुपपातः ॥३५॥ शेषाणां संमूर्च्छनम् ॥३६॥