________________
તત્વાર્થાધિગમસૂત્ર
૫૩ પરિણમાવવા તે ગર્ભ જન્મ છે. ઉત્પત્તિ સ્થાનમાં રહેલ વૈક્રિય પુદ્ગલરૂપ આહાર ગ્રહણ કરી તેને શરીરરૂપે પરિણાવવા તે ઉપપાત જન્મ છે.
જે સ્થાનમાં પ્રથમ સ્થૂલ શરીર યોગ્ય પુદ્ગલ જીવના કાર્પણ શરીર સાથે નીરક્ષીરની માફક એકમેક થઈ જાય છે તે ઉત્પત્તિસ્થાન યા યોનિ છે. યોનિ તે આધાર છે અને જન્મ તે આધેય છે. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શની તરતમતાના આધારે ઉત્પત્તિસ્થાન ચોરાશી લાખ છે; પરંતુ અહીં સંક્ષેપમાં નવ વિભાગ બતાવ્યા છે. જીવપ્રદેશથી ભરેલી યોનિ તે સચિત્ત યોનિ છે. જે એ રીતે નથી તે અચિત્ત યોનિ છે. કેટલોક ભાગ જીવથી ભરેલો અને કેટલોક તે વિનાનો હોય તે સચિત્તાચિતયોનિ છે. નારક અને દેવની યોનિ અચિત્ત છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યંચની યોનિ સચિતાચિત્ત છે; બાકીના પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય બે ઇંદ્રિય, ત્રિઈદ્રિય, ચતુરિન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિય (તિર્યંચ અને મનુષ્ય) એ સર્વેની યોનિ સચિત્ત, અચિત્ત અને સચિતાચિત્ત એ ત્રણ-પ્રકારની છે. શીતસ્પર્શવાળી યોનિ શીત અને ઉષ્ણ સ્પર્શવાળી યોનિ ઉષ્ણ યોનિ છે. જેનો કેટલોક ભાગ શીત અને કેટલોક ઉષ્ણ છે તે શીતોષ્ણ યોનિ છે. અગ્નિકાય તેજ:કાય જીવની ઉષ્ણ અને ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ તેમજ દેવની યોનિ શીતોષ્ણ છે. બાકીના ચાર સ્થાવર, પૃથ્વીકાય, અકાય, વાયુકાય અને વનસ્પતિકાય, ત્રણ વિકસેન્દ્રિય, અને સંમૂર્ણિમ પંચેન્દ્રિય (તિર્યંચ અને મનુષ્ય) તેમજ નારકજીવોની યોનિ શીત, ઉષ્ણ અને શીતોષ્ણ એ ત્રણ પ્રકારની છે. ઢંકાયેલી યોનિ તે સંવૃત અને ખુલ્લી યોનિ તે વિવૃત યોનિ છે. કેટલોક ભાગ ઢંકાયેલ અને કેટલોક ખુલ્લો હોય તે સંવૃતવિવૃત યોનિ છે.