________________
૯૦
તત્વાર્થાધિગમસૂત્ર મંડલના ચિહન હોય છે. કેટલાક તારા, સૂર્ય અને ચન્દ્રની ઉપર નીચે ગમે ત્યાં ગતિ કરે છે; તે અનિયતચારી ગણાય છે. અનિયતચારી તારા સૂર્યચંદ્રની નીચે ગતિ કરે છે ત્યારે ૧૦ યોજન નીચે જ્યોતિષ્ક સુધીમાં ગતિ કરે છે.
જ્યોતિષ્ક દેવોની ગતિ મનુષ્યોત્તર પર્વત સુધીના મનુષ્ય લોકપર્યત મર્યાદિત છે; તે ગતિ મેરુપર્વતની ચારે બાજુ પ્રદક્ષિણારૂપે છે. જેબૂદ્વીપમાં બે, લવણ સમુદ્રમાં ચાર, ધાતકી ખંડમાં બાર, કાલોદધિમાં બેંતાલીશ અને પુષ્કરાર્ધદ્વીપમાં બોંતેર એમ એકસો બત્રીશ સૂર્ય અને ચંદ્ર મનુષ્યલોકમાં છે. એક એક ચન્દ્રનો પરિવાર ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ, અને ૬૬,૯૭૫ કોટાકોટી તારાનો છે. લોકમર્યાદાના સ્વભાવથી જ્યોતિષ્ક વિમાન સ્વયંગતિ કરે છે; તેમ છતાં પણ અભિયોગિક દેવો અભિયોગ નામકર્મના ઉદયથી તેમજ ક્રીડાશીલ હોવાથી સિંહકૃતિમાં, ગજાકૃતિમાં, વૃષભાકૃતિમાં અને અશ્વાકૃતિમાં તેમનાં વિમાન ઉઠાવવાની ક્રિયા કરે છે.
સમય, આવલી, મુહૂર્ત, રાત્રીદિવસ, પખવાડિયું, માસ, વર્ષ, યુગ આદિ; ભૂત વર્તમાન અને ભવિષ્ય આદિ; સંખ્યય, અસંખ્યય, અનંત, આદિ અનેકરૂપે મનુષ્યલોકમાં કાળ વ્યવહાર પ્રવર્તે છે. મનુષ્યલોકની બહાર કાળ વ્યવહાર નથી; છતાં ત્યાં કોઈ કાળ ગણના કરે તો તે લોકપ્રસિદ્ધ કાળ વ્યવહારને અનુસરે છે, કારણ કે કાળ વ્યવહારનો આધાર નિયત ક્રિયા છે. સૂર્ય, ચન્દ્ર આદિની ગતિ તે નિયત ક્રિયા છે. જયોતિષ્કની ગતિ પણ સર્વત્ર નથી; તે મનુષ્ય લોક પૂરતી મર્યાદિત છે. સૂર્ય આદિની ગતિથી - દિન, રાત્રી, પક્ષ, માસ આદિ સ્થૂલકાળ વિભાગ