________________
૧૦૪
તત્વાર્થાધિગમસૂત્ર સાતમે વળી ચૌદ સાગર, આઠમે સત્તર ખરે; આનતાદિક ચાર કલ્પ, અઢાર ઓગણીશ સાગરૂ, વીશ એકવીશ જઘન્ય આયુ, દેવ ધરતા મનહરૂ. (૨૬) રૈવેયકોના સ્થાન નવમાં, આદિ બાવીશ જાણવું, ત્રીશ સાગર સ્થાન નવમે, અલ્પ આયુ માનવું વિજયાદિ ચાર અનુત્તરોમાં, એકત્રીશ જ સાગરૂ, સર્વાર્થસિદ્ધ સર્વ રીતે પૂર્ણ તેત્રીશ મનહરૂં. (૨૭)
અર્થ : ભાવાર્થ : કલ્પોપન્ન દેવોના સૌધર્મ કલ્પમાં એક પલ્યોપમા, ઈશાન કલ્પમાં એક પલ્યોપમથી અધિક, સાન કલ્પમાં બે સાગરોપમ, માહેન્દ્ર કલ્પમાં બે સાગરોપમથી અધિક, બ્રહ્મ કલ્પમાં સાત સાગરોપમ, લાંતક કલ્પમાં દશ સાગરોપમ, શુક્ર કલ્પમાં ચૌદ સાગરોપમ, સહસ્ત્રાર કલ્પમાં સત્તર સાગરોપમ, આનત કલ્પમાં અઢાર સાગરોપમ, પ્રાણત કલ્પમાં ઓગણીશ સાગરોપમ, આરણ કલ્પમાં વીશ સાગરોપમ અને અશ્રુત કલ્પમાં એકવીશ સાગરોપમ એ પ્રમાણે જઘન્ય આયુષ્ય છે. કલ્પાતીત દેવોમાં નવ જાતિના રૈવેયક દેવોનું એક એક સાગરોપમ આયુષ્ય વધતાં, બાવીશથી ત્રીશ સાગરોપમનું અને ચાર અનુત્તર વિમાનનાં દેવોનું એકત્રીશ સાગરોપમનું જઘન્ય આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવનું જઘન્ય આયુષ્ય હોતું નથી. નારકજીવનું જઘન્ય આયુષ્ય : સૂત્ર - નારાપર દિયાતિવુ જરૂા.
ર વર્ષના પ્રથમાયામ્ II૪૪ll અનુવાદ : પ્રથમ નરકે અલ્પ આયુ, વર્ષ દશ હજારથી,
બીજી નરકે એક સાગર, કહ્યું સૂત્ર વિચારથી;