________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૭૫ તે અસમીક્ષ્યાધિકરણ છે. બિનજરૂરી વસ્ત્ર, આભૂષણ, તેલ, ચંદન આદિ રાખવા તે ઉપભોગાધિકત્વ છે. આ પાંચ અનર્થદંડવિરમણ વ્રતના અતિચાર છે. . .
શારીરિક અંગોપાંગ ખરાબ રીતે વિના કારણ ચલાવ્યા કરવા તે કાયદુપ્રણિધાન છે. હાનિકારક અસંસ્કારી ભાષા બોલવી તે વચનદુપ્પણિધાન છે. વિકારવશ માનસિક ચિંતન તે મનોદુપ્પણિધાન છે. ઉત્સાહ વિના ગમેતેમ સામાયિક પૂરું કરવું, યોગ્ય સમયે ન કરવું આદિ અનાદર છે. એકાગ્રતાના અભાવે સામાયિકની સ્મૃતિ ન રહેવી તે મૃત્યંતર્ધાન અથવા મૃત્યુનુસ્થાપન છે. સામાયિક વ્રતના એ પાંચ અતિચાર છે. - સારી રીતે જોયા પ્રમાર્જન-કર્યા વિના મળ, મૂત્ર, ગ્લેખ આદિનો ત્યાગ કરવો તે અપ્રત્યવેક્ષિત અપ્રમાજિત ઉત્સર્ગ છે. સારી રીતે જોયા પ્રમાર્જન કર્યા વિના વસ્તુ લેવી મૂકવી તે અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત આદાનનિક્ષેપ છે. સારી રીતે જોયા પ્રમાર્જન કર્યા વિના આસન યા સંથારો પાથરવો તે અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિત સંસ્તારોપક્રમ છે. ઉત્સાહ વિના પૌષધ ગમે તેમ પૂરો કરવો, પર્વતિથિએ તે ન કરવો આદિ અનાદર છે. એકાગ્રતાના અભાવે સ્મૃતિભ્રંશ તે નૃત્યનુપસ્થાપન છે. પૌષધવ્રતના એ પાંચ અતિચાર છે.
સંચિત્ત વસ્તુનું સેવન એ સચિત્ત આહાર છે. બીજ કે ગોટલીવાળા પાકાં ફળ વાપરવા તે સચિત્તસંબદ્ધ આહાર છે. તલ, ખસખસ આદિ સચિત્ત વસ્તુ તેમજ કીડી, કુંથુ આદિ જીવ મિશ્રિત વસ્તુનું સેવન તે સચિત્ત સંમિશ્ર આહાર છે. માદક દ્રવ્ય કે તેવી વસ્તુનું સેવન તે અભિષવ આહાર છે. કાચાપાકા, અર્ધપકવ આહારનું સેવન-ત્તે દુષ્પકવાહાર છે. ઉપભોગ પરિભોગ વ્રતના એ પાંચ અતિચાર છે.