________________
તત્વાર્થાધિગમસૂત્ર
શુદ્ધ સમક્તિ પ્રાપ્તિનાં બે કારણો સૂત્રે કહ્યાં, સ્વભાવ ને ઉપદેશ ગુરુનો જેથી જીવ દર્શન લહ્યાં. (૩) અર્થ : તત્ત્વરૂપ પદાર્થની અંત૨માં રુચિ વિસ્તરતાં શુદ્ધ દર્શન પ્રગટે છે, જે ભવ તરવામાં મદદરૂપ છે. સૂત્રકાર સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાના (૧) સ્વભાવ અને (૨) અધિગમ એ બે હેતુકારણ બતાવે છે.
વ્યાખ્યા :
ભાવાર્થ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર આ ત્રણે આત્માના ગુણો છે. એ ત્રણે બીજરૂપે સૂક્ષ્મથી શરૂ થઈ અંતે વિરાટરૂપે વિકાસ પામે છે.
જીવને-પદાર્થને તેના મૂળ સ્વરૂપે સમજવાની રૂચિ થતાં જિજ્ઞાસા-જાણવાની ઇચ્છા થાય છે. તે જિજ્ઞાસા સંતોષવા પ્રથમ પદાર્થનું સામાન્ય જ્ઞાન-રૂપરેખાનું જ્ઞાન મેળવવું પડે છે. આ જ્ઞાન વિશેષરૂપે અવલોકન, અનુભવ અને આધારની કસોટીમાંથી પસાર થતાં તે શ્રદ્ધારૂપે પરિણમે છે. અયોગ્ય વિષયમાં શ્રદ્ધા અથવા યોગ્ય વિષયમાં અશ્રદ્ધા હોઈ શકે છે. આવી શ્રદ્ધાને જૈન દર્શન મિથ્યાદર્શન કહે છે.
અંધશ્રદ્ધા એ સદોષ શ્રદ્ધા છે, તે અધૂરા અવલોકન અને અનુભવનું પરિણામ છે. પદાર્થના અનંત ગુણ છે અને તેથી તેમાં અનંતશક્તિ પણ રહેલી છે. આમાંની કેટલીકનો સ્વીકાર અંધશ્રદ્ધાળુ કરે છે, આના પરિણામે પદાર્થમાં ન સમજી શકાય તેવા પરિણામ જણાતાં તેને ચમત્કાર માની પદાર્થમાં અતિપ્રાકૃત ગુણનું આરોપણ કરે છે. આવા પ્રસંગે જિજ્ઞાસુનું કર્તવ્ય તો એ છે કે પદાર્થની અનંત શક્તિમાની કઈ શક્તિનું, ક્યારે, કેવી રીતે, અને કેવું પરિણમન થયું તેનું અન્વેષણ કરી પોતાનો