________________
તત્વાર્થાધિગમસૂત્ર અનુભવ વિશાળ બનાવવો. | ભાવના શ્રદ્ધાની પોષક છે, તેમ છતાં તેમાં સાવધાનતા અને વિવેક જરૂરનાં છે. આવા વખતે સાવધાનતા અને વિવેક ન હોય તો જીવમાં વેવલાપણું આવે છે; જે તેને અંધશ્રદ્ધામાં ખેંચી જાય છે. આ કારણે સૂત્રકાર પણ દર્શન પહેલાં સમ્યગુ શબ્દ મૂકી શ્રદ્ધા વિવેકપ્રધાન હોવી જોઈએ એમ દર્શાવે છે. પ્રાપ્તિક્રમ :
અનાદિ સંસારના પ્રવાહમાં ચારે ગતિમાં ભમતાં જીવ પોતે બાંધેલાં, નિકાચિત કરેલાં, ઉદયમાં આવેલાં, ભોગવાઈ ગયેલાં કર્મના પરિપાકરૂપ પાપ પુણ્યરૂપ ફળને અનુભવતાં, દર્શન જ્ઞાનરૂપ ઉપયોગના સ્વભાવથી અધ્યવસાયને પરિણાવતાં, કવચિત્ થતા વિશુદ્ધ પરિણામના કારણે અપૂર્વ ગણાતી એવી અપૂર્વકરણ નામે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાના પરિણામે રાગ દ્વેષરૂપ ગાંઠ ભેદાય છે, તે પછી અનિવૃત્તિકરણ નામે પ્રક્રિયા શરૂ થાય છે; જેમાં જીવના અધ્યવસાયની વિશુદ્ધિ અસંખ્ય ગુણી વધતી જાય છે. આના અંતે જીવને સમ્યગુદર્શન થાય છે. લક્ષણ : - પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનકમ્પા, અને આસ્તિકય એ સમ્યગદર્શન પ્રાપ્તિના ચિહનો છે. રાગ-દ્વેષની ગાંઠ ભેદાતાં ચિત્તની તટસ્થવૃત્તિ તે પ્રશમ છે; સાંસારિક સુખને દુઃખરૂપ માનવા તે સંવેગ છે; સાંસારિક બંધનથી છૂટવાની ઉત્કટ અભિલાષા તે નિર્વેદ છે; પ્રાણી માત્ર પરના મૈત્રીભાવના ૧. રાગ દ્વેષના કારણે સંચરિત થતા કર્મપ્રદેશોનો થતો સંબંધ તે બંધ છે.
આવો બંધ દઢ બને તે નિકાચન છે. ફળનો અનુભવ તે ઉદય છે. રાગ તેષરૂપ સ્નિગ્ધતા જતી રહેતાં કર્મનું ખરી પડવું તે નિર્જરા છે.