________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૫૩ ઉપભોગ અને વીર્યના ગુણમાં વિઘ્ન નાખવા તે અંતરાય કર્મના આસ્રવ છે. | ભાવાર્થ : દુબુદ્ધિથી બીજાના સાચા જૂઠા દોષ પ્રગટ કરવા તે પરમિંદા છે, પોતાની ખોટી ડંફાસ મારવી તે આત્મપ્રશંસા છે. બીજાના છતા ગુણને છૂપાવવા તે સદ્ગણનું આચ્છાદન છે. પોતાના અછતગુણનું પ્રદર્શન તે અસગુણનું ઉદ્ભાવના છે. આ સર્વ નીચ ગોત્રના આસ્રવ છે. પોતાના દોષ જોવા અને પ્રકટ કરવા તે સ્વનિંદા છે. પારકાના ગુણ જોઈ તેની પ્રશંસા કરવી તે પરપ્રશંસા છે. પોતાના છતાં ગુણને છૂપાવવા તે સ્વગુણાચ્છાદન છે. પોતાના અછતગુણને તેમજ અવગુણને ન છૂપાવવા તે અવગુણનું પ્રકાશન છે. પૂજય-વ્યક્તિ યા વડિલ પ્રતિ બહુમાન, વિનય, યા નમ્રવૃત્તિ છે. જ્ઞાન, સંપત્તિ, બુદ્ધિ કુશળતા, આદિ અધિક હોવા છતાં અભિમાન ન કરવું તે
અનુત્સુકતા છે. | સૂત્ર અગીયારથી છવીશમાં નિર્દેશેલ મૂળ પ્રકૃતિના આશ્રવ તે સાંપરાયિક કર્મના ઉપલક્ષણ માત્ર છે. તેથી દર્શાવ્યા વિનાના તેવા બીજા આશ્રવ પણ તે તે મૂળ પ્રકૃતિના સમજી લેવાના છે. ઉદાચ આળસ, પ્રમાદ, મિથ્યાઉપદેશ આદિ જ્ઞાનાવરણ અને દર્શનાવરણના; વધ, બંધન, તાડન, તર્જન આદિ અસતાવેદનીયના આશ્રવ ગણાવ્યા નથી, પરંતુ તે અને તેવા બીજા દરેક પ્રકૃતિ માટે સમજી લેવાના છે. |
આશ્રવની બાબતમાં શાસ્ત્રનિયમ એવો છે કે સામાન્ય રીતે આયુષ્ય સિવાયની બાકીની સાત પ્રકૃતિનો બંધ એકી સમયે થાય છે; તદનુસાર એક પ્રકૃતિના બંધ સમયે બાકીની છ પ્રકૃતિનો બંધ માનવામાં આવે છે. આશ્રવ તો એકી સમયે એક એક