________________
-
૨૭૬
- તત્વાર્થાધિગમસૂત્ર શીતકાળમાં અગ્નિ સુખદ છે, સમીર સુખકર ગ્રીષ્મમાં, એમ વિવિધ વિષયે વેદતા સુખ આતમા સંસારમાં, જેમ કાષ્ઠનો ભારો મૂકી માને અમે સુખી થયાં, તેમ સર્વ જીવો દુઃખ ઘટતાં સુખી સંસારે રહ્યાં ૧૯. શુભ કર્મના ઉદયે મળે સંસારના સુખ સર્વદા, એ ઈન્દ્રિયોના ઈષ્ટ સુખને વેદના જીવો બધા; અન્તિમ અનુપમ એક ઉત્તમ અનુત્તમ સુખ સિદ્ધિના, સવિ કર્મના સંકલેશ છૂટે તૂટે બધુ અનાદિના ૨૦ સુખ સ્વપ્ન સંયુત સુખિ સમ આ મુક્તિને કઈ માનતા, પણ તે ઘટે નહિ સ્વપ્નમાં અભિમાન ને સ્પન્દન થતાં; શ્રમ થાક મદને આધિ વ્યાધિ, મદનને મોહ જાગતાં, દર્શનાવરણીય ઉદયે, સ્વપ્નને નિદ્રા થતાં તેરા આ વિશ્વમાં શિવ સુખ સમી નથી વસ્તુ જે સરખાવીએ, એ સુખ સાથે તેથી અનુપમ જાણીએ ભવિ ભાવીએ; હેતુ વડે જે જ્ઞાન ઉપજે ધૂમથી જેમ અગ્નિનું તે અનુમાન પ્રમાણ ને ઉપમાન ધેનુ ગવયનું રિરા પણ સિદ્ધિ સુખના જ્ઞાન સાધન હેતુ અતિ અપ્રસિદ્ધ છે, માટે જ અનનુમેય અનુપમ સિદ્ધિના સુખ સિદ્ધ છે; અરિહન્ત શ્રી ભગવંત કેવળજ્ઞાની જાણી ને કહે, એ શાશ્વતા સુખના વિશદ વૃત્તાન્ત ભવિજન સદ્દહ ર૩ કુયુકિતથી ભરપૂર અધૂરી પરીક્ષા છદ્મસ્થની, શુભ ચિત્તવૃત્તિ ને ભમાવે કુટિલ વાત કુટસ્થની; વિતરાગ વચને જાણીએ સંશય કદી નવ આણીએ, શિવ પન્થમાં વિચરી વરી શિવસુન્દરી સુખ માણીએ રજા.
ક પર કિ.