________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૫
અને અક્ષિત્ર, નિશ્ચિત અને અનિશ્રિત, સંદિગ્ધ અને અસંદિગ્ધ, ધ્રુવ અને અધ્રુવ એ બાર પ્રકારને ઉપરોક્ત ચોવીશે ગુણતાં મતિ જ્ઞાનના ૨૮૮ (બસો અઠ્ઠાશી) ભેદ થાય છે.
ભાવાર્થ : એક એ અલ્પ અને અનેક એ બહુ છે. એકવિધ તે અલ્પવિધ અને અનેકવિધ તે બહુવિધ-પ્રકાર છે. ત્વરિત એ ક્ષિપ્ર અને વિલંબથી એ અક્ષિપ્ર છે. હેતુ દ્વારા સિદ્ધ તે નિશ્ચિત અને હેતુ દ્વારા અસિદ્ધ તે અનિશ્રિત છે. સંશયાત્મક તે સંદિગ્ધ છે અને સંશયરહિત તે અસંદિગ્ધ છે. અવયંભાવી તે ધ્રુવ અને કદાચિત્શાવી તે અધ્રુવ છે. અલ્પ અને બહુ, અલ્પવિધ અને બહુવિધ એ ચાર વિષયની વિવિધતાના કારણરૂપ છે; જ્યારે બાકીના આઠ ક્ષયોપશમની તીવ્રમંદતાના કારણરૂપ છે.
પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એ દરેક દ્વારા અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા થાય છે; આ રીતે ૨૪ (ચોવીસ) ભેદ થયા, તેમાંના દરેકના ઉ૫૨-દર્શાવ્યાનુસાર બાર બાર ભેદ થાય છે. તે ગુણતાં મતિજ્ઞાનના ૨૮૮ ભેદ થાય છે. સૂત્ર - અર્થસ્થ
માા
સંતનાવગ્રહઃ ॥છૂટા न चक्षुरनिन्द्रियाभ्याम् ॥१९॥
અનુવાદ : આ સર્વ ભેદો અર્થના છે, સુણો વ્યંજનના હવે, નયન ને મનના વિના તે થાય એમ જ્ઞાની કહે; બહુ આદિક બારને ઈંદ્રિય ચારે ગુણતાં,
પચાસમાં બે ભેદ ઉણ વ્યંજન અવગ્રહના થતા. (૧૩) વિશેષ : ઉત્પાતિકી ને કાર્મિકી વળી કહી પારિણામિકી, વૈનયિકી એમ ચારે બુદ્ધિ મતિમાંહે સંગ્રહી; ત્રણ શતક ઉપર ચાર દશકા ભેદ સર્વે મેળવો,