________________
૧૪
તત્વાર્થાધિગમસૂત્ર - ભાવાર્થ ગ્રાહ્ય વિષયને ઇન્દ્રિય ગ્રહણ ન કરે ત્યાં સુધી જ્ઞાન કાર્યમાં તેની પ્રવૃત્તિ થતી નથી. આ કારણથી મતિ જ્ઞાનની ઉત્પત્તિમાં પહેલું કારણ ઇન્દ્રિયો છે. ત્યાર પછી જ્ઞાનકાર્યમાં મનની પ્રવૃત્તિ શરૂ થાય છે, તેથી તેની ઉત્પત્તિમાં બીજું કારણ મન છે. આ જ્ઞાનની પ્રાપ્તિમાં અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર ક્રમિક પગથિયાં છે.
ઇન્દ્રિયો પાંચ છે : (૧) સ્પર્શ ઓળખનાર શક્તિ તે સ્પર્શનેન્દ્રિય છે. ૨) રસાસ્વાદ ઓળખનાર શક્તિ તે રસનેન્દ્રિય છે. (૩) ગંધ પારખનાર શક્તિ તે ધ્રાણેન્દ્રિય છે. (૪) રૂપ, રંગ, આકાર આદિ પારખનાર શક્તિ તે ચક્ષુરિન્દ્રિય છે. (પ) શબ્દ પારખનાર શક્તિ તે શ્રોત્રેન્દ્રિય છે. મન એ ઇન્દ્રિય નથી; પરંતુ અનિન્દ્રિય છે. પાંચ ઇન્દ્રિય અને મન એ છમાંના દરેક દ્વારા અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર ગણતાં મતિજ્ઞાનના ૬ x ૪ = ૨૪ ભેદ થાય છે.
કલ્પના રહિત રૂપરેખાનું જ્ઞાન તે અવગ્રહ છે. તેનો વિકાસ થતાં ઉદ્ભવતી વિચારણા તે ઈહા છે. તે પર એકાગ્રતાથી વિચાર કરી તુલના કરી નિશ્ચય કરવો તે અપાય છે. તે નિશ્ચયને અવધારવો-યાદ રાખવો તે ધારણા છે. ધારણા તે વિષયનું ફરી જ્ઞાન થવામાં શીધ્રતા માટે સાધન બને છે. सूत्र - बहुबहुविधक्षिप्रानिश्रिताऽसंदिग्धध्रुवाणां सेतराणाम् ॥१६॥ અનુવાદ : અલ્પ બહુ બહુવિધ એકવિધ ક્ષિપ્રા ને અક્ષિપ્ર છે,
અનિશ્ચિત, નિશ્ચિત, સંશયયુક્ત ને વિયુક્ત છે; ધ્રુવ ને અધ્રુવ ગ્રાહી એમ બાર ભેદને, છએ ગુણી ગુણો ચારે થાશે ભેદ બે અઠ્ઠાસીએ. (૧૨) અર્થ : અલ્પ અને બહુ, અલ્પવિધ અને બહુવિધ, ક્ષિપ્ર