________________
આ રહ્યો તે શ્લોક :
“यस्तत्त्वर्थाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् ।
सोऽव्याबाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥"
કેટલી ભારપૂર્વકની આ રજૂઆત છે આ ગ્રન્થ. કદમાં ભલે નાનો રહ્યો પણ એ અનેક જૈન શાસ્ત્રોના નવનીત સ્વરૂપ સંગ્રહ છે. એકજ ગ્રન્થ દ્વારા જૈન દર્શનના સર્વ વિષયોને જાણવાની ઇચ્છાવાળાને બેશક આ ગ્રન્થ સૂચવી શકાય.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે પોતાના ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન' નામના વ્યાકરણમાં એક ઉદાહરણ તરીકે ‘‘૩ìમાસ્વાતિ સંગ્રહીતાર:'' એવો નિર્દેશ કરીને એમને સર્વોપરી સંગ્રહકાર તરીકેનું ગૌરવવંતુ બીરુદ આપવા પૂર્વક તેમના પ્રત્યેનો અહોભાવ પ્રગટ કર્યો છે.
એમની ‘પ્રશમરતિપ્રકરણ'' નામના પ્રકરણની રચના પણ ઘણી જ અદ્ભુત છે. એમાં કરવામાં આવેલું નિરૂપણ એવું સચોટ અને ચોટદાર છે કે સહૃદયી અભ્યાસીને એ અસર કર્યા વગર રહે નહી. આર્યા છન્દમાં કરવામાં આવેલી આ રચના પણ ઘણી મનોરમ્ય છે.
જૈન સાહિત્યમાં આંગળીને વેઢે ગણાય એવા ગ્રન્થકારોમાં એમનું નામ આંગલી હરોળમાં લીધા સિવાય. ચાલે તેમજ નથી. સિન્ધુને બિન્દુમાં સમાવવા જેવું ભગીરથ કાર્ય તેઓએ કર્યું છે.
આ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર સ્વોપજ્ઞ ભાષ્ય તથા નાની મોટી અનેક વૃત્તિઓ તથા રાજવાર્તિક, શ્લોક વાર્તિક વગેરે ઘણી રચનાઓ થઈ છે તથા ગુજરાતી, હિન્દી વિસ્તૃત,
<> * * * * * * * *
૧૦