Page #1
--------------------------------------------------------------------------
________________
વિશ્વન્સાહિત્ય અકાદમી ગ્રંથમાળા - ૧૫
જ્ઞાની ભકતની પ્રતિભા
[જ્ઞાની કવિ શ્રી. રાયચંદભાઈ]
લેખક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ
મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્ય ત્રણ છે ? રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૌલૌંચે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે” નામના પુસ્તકથી, ને રસિકને અનટુ ધિસ લાસ્ટ’– સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.”
– ગાંધીજી
પ્રકાશક વિશ્વ-સાહિત્ય અકાદમી સરદાર-બ્રિગેડ હૅલ, ૧૭૦, સત્યાગ્રહ છાવણી,
સેટેલાઈટ, અમદાવાદ-૧૫
For Personal & Private Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
વિશ્વસાહિત્ય અકાદમી થથમાળા - ૧૫ . .
જ્ઞાની ભકતની પ્રતિભા
(જ્ઞાની કવિ શ્રી. રાયચંદભાઈ]
લેખક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ
“મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમને આશ્રય લે.”
– ગાંધીજી.
જs
પ્રકારાક વિશ્વસાહિત્ય અકાદમી સરદાર-બ્રિગેડ હોલ, ૧૭૦, સત્યાગ્રહ છાવણ,
સેટેલાઈટ, અમદાવાદ-૧૫
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: ડૉ. રજનીકાન્ત જોશી - મંત્રી વિશ્વ-સાહિત્ય અકાદમી સેટેલાઇટ, અમદાવાદ-૧૫
મુદ્રક પુત્ર છે. પટેલ પરિવાર પ્રેસ, રાતરાણી-ફૂલવાડી આશ્રમ, અમદાવાદ-૧૫
પહેલી આવૃત્તિ, પ્રત ૧૦૦૦
મુખ્ય વિક્રેતા ? નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૧૪
અને વિશ્વ-સાહિત્ય કિતાબ ઘર, સરદારબ્રિગેડ હૉલ, ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ફેન! ૬૭૫૧૫૦૧ : ૬૭૪૬૫૭૮
૧૧, ઑકટોબર, ૧૯૯૯ શ્રી. મગનભાઈ દેસાઈ જન્મ-શતાબ્દી
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન શ્રી. મગનભાઈ દેસાઈએ “જ્ઞાની કવિ શ્રી. રાયચંદભાઈનું જીવનચરિત્ર લખવાનું શરૂ કરેલું. તે જીવનચરિત્ર લખવાનું તેમને શાથી જરૂરી લાગેલું, તેની એક નોંધ તેમણે “શ્રીમદ્ રાજચંદ્રને જીવનબોધ” નામની પુસ્તિકા તેમના સ્વ૦ મિત્ર મણિભાઈ વાઘજીભાઈ પટેલને નિમિત્તે ચાલતી ગ્રંથમાળાના મણકા તરીકે પ્રસિદ્ધ કરવા વિચારેલી, તેની શરૂઆતમાં મૂકવા લખેલા નિવેદનનાં પાનાં અચાનક તેમના કાગળમાંથી મળી આવ્યાં તે ઉપરથી જણાય છે. ગાંધીજીનાં વાક્યો ટાંકીને તે લખાણની શરૂઆત થાય છે –
“મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે: ટૉલ્સ્ટૉય, રસ્કિન અને રાયચંદભાઈ - ટૉલ્સ્ટોયની તેમના અમુક પુસ્તક (વૈકુંઠ તારા હૃદયમાં છે.') દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી; રસ્કિનની તેના એક જ પુસ્તક “અન્ટ ધિસ લાસ્ટ થી જેનું ગુજરાતી નામ ‘સર્વોદય’ મેં રાખ્યું છે; અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. ' “હિંદુધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા.
સને ૧૮૯૩ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજજનેના ખાસ સંબંધમાં આવેલો. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. જોકે મારો તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલો, તે પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી.
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
“મારું એક કર્તવ્ય હું સમજી શક્યો. જ્યાં સુધી હિંદુધર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય, ત્યાં સુધી મારા જન્મને ધર્મ મારે ન જ તજવો જોઈએ.
“તેથી મેં હિંદુ અને બીજાં ધર્મપુસ્તકો વાંચવાં શરૂ કર્યા : ખિસતી, મુસલમાની પુસ્તકો વાંચ્યાં, લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમની આગળ મારી શંકાઓ મૂકી; તેમ જ હિંદુસ્તાનમાં જે ઉપર મારી કંઈ પણ આસ્થા હતી તેમની જોડે પત્રવ્યવહાર ચલાવ્યો.
તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તે મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો.
તેનું પરિણામ એ આવ્યું કે, હું શાંતિ પામ્યો; હિંદુધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એ મનને વિશ્વાસ આવ્યો.
આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા, એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ, તેને ખ્યાલ વાંચનારને કંઈક આવશે.”
આટલાં ગાંધીજીનાં વાક્યો ટાંકીને શ્રી મગનભાઈ દેસાઈ આગળ જણાવે છે કે, “ગાંધીજીના જીવનને (ખાસ કરીને તેમના અધ્યાત્મવિકાસના ક્ષેત્રો) અભ્યાસ કરનારે તેમના ઉપર આવો પ્રબળ પ્રભાવ ધરાવતી આ વ્યક્તિ વિશે જાણવું જોઈએ, - એવી સામાન્ય ધર્મજિજ્ઞાસાથી હું કવિ રાજચંદ્રનાં લખાણો વાંચવા પ્રેરાયો. ગાંધીજીની વિચારસૃષ્ટિ”
૧. ઈ.સ. ૧૮૯૧ના જુલાઈ માસમાં “જે દિવસે હું વિલાયતથી પાછા ફરી મુંબઈ પહોંચ્યો, તે જ દિવસે રાયચંદભાઈની સાથે મારી ઓળખાણ થઈ” – એમ તેમણે જણાવ્યું છે.
૨. “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” પા. ૪૨; સં. મુકુલ કલાથી).
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
વાંચતાં (ઈ.સ. ૧૯૨૨માં) મેં કવિશ્રીની તેમના ઉપરની અસર વિષે જાયું, અને મને થયું કે, એ પુરુષને પરિચય કાંઈક તે મેળવવા જોઈએ. ત્યારે એક મિત્રો મારા હાથમાં “શ્રીમદ્ રાજચંદ્ર'ને ગ્રંથ મૂક્યો. (આ સમયે હું બોરસદમાં રહેતો હતો, ત્યાં કવિના ભકતનું એક ધર્મકેન્દ્ર ચાલતું હતું, ત્યાંથી તેમના “અક્ષરદેહ'ને આ ગ્રંથ મને તે મિત્રો આપેલો.) અને મને યાદ છે તે પ્રમાણે, હું તેને ઠીક રીતે જોઈ ગયો. “ઠીક’ કહું છું એટલા માટે કે, તે વર્ષની મારાં વાચનની નોંધપોથી જોતાં એ ગ્રંથમાંનાં કેટલાંક ટાંચણ પણ તેમાં મને મળી આવ્યાં.”
ત્યાર પછી, શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી અંગે લેખ લખવાને આવતાં શ્રી. મગનભાઈએ (જુઓ આ પુસ્તક પરિશિષ્ટ -૨) જણાવ્યું છે કે, શ્રીમદ્ રાજચંદ્રની જાણ (ગાંધીજીની જગમશહૂર “આત્મકથા’ વાટે) જગતભરમાં ફેલાઈ હોવા છતાં, શ્રીમનાં જીવનકાર્ય તથા બોધ-વચને તેમ જ સાહિત્યનો ઘટતો અભ્યાસ થયો છે એમ ન કહી શકાય:ગુજરાતના સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક લોકજીવનના ઇતિહાસમાં કવિશ્રીનું ટૂંકું જીવન પણ એક અનોખું પ્રકરણ બની શકે એવું પ્રભાવશાળી અને મૌલિક હતું.. આપણા આવા મહાપુરુષોને અભ્યાસ આદરપૂર્વક થવો જોઈએ. તો જ નવ-ધર્મસંસ્કરણનું જે યુગપ્રવર્તક કાર્ય હવે આપણા સ્વતંત્ર રાષ્ટ્ર કરવાનું આવે છે, તે કરવામાં સાચી મદદ અને ધરતીના ધાવણ જેવું સચોટ પોષણદાયી સત્ત્વ મળે.'
અને શ્રી. મગનભાઈ દેસાઈ આટલું કહીને જ ભા ન હતા. તેમણે તે અગાઉ જ શ્રીમદ રાજચંદ્રનું એક મોટું અને અને અભ્યાસપૂર્ણ જીવનચરિત્ર લખવાના વિચારથી કામ આરંભી જ દીધું હતું. તે અર્થે તેમણે જોઈતી ઘણી સામગ્રી ખાસ કોશિશ કરીને ભેગી કરી હતી અને તેનો ઊંડા ઊતરી અભ્યાસ આરંભ્યો હતે. એ વસ્તુ તે તે પુસ્તકોમાં તેમણે મૂકેલી નોંધદર્શક કાપલીઓથી જણાય છે.
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
પરંતુ ગીતાના વિવરણની પેઠે તેમનું આ બીજું અગત્યનું પુસ્તક પણ અધૂરું જ રહ્યું. ૩૪ પ્રકરણ સુધી તે આવ્યા અને ૩૮ પ્રકરણ સુધીની નામાવલી તૈયાર કરી રાખીને “ઇ૦ ઇ૦’ એમ નોંધ કરી, આગળ પણ પ્રકરણો થશે, એવો ખ્યાલ તેમણે રાખ્યો હતો. લગભગ પચીસેક પ્રકરણો છપાઈ રહ્યાં ત્યારે હજુ કેટલું લખાણ આગળ આવશે એમ પૂછતાં તેમણે કહ્યું હતું કે, એટલાં બીજાં તો આવશે જ!
મહાપુરુષોને પણ ઉચિત – અધિકારી જીવનચરિત્ર લેખક મળવા એ તેમનું ખુશનસીબ ગણાય છે. ગુજરાતના આ જ્ઞાની-ભક્ત-કવિ મહાપુરુષનું જીવનચરિત્ર પૂરું થયું હોત, તો એ ગુજરાતી વાચકો માટે કેવી મોટી ખુશનસીબી ગણાત! પરંતુ એ બાબત હવે વિશેષ ખેદ કરવો અસ્થાને છે.
શ્રી. મગનભાઈએ પોતાના પુસ્તકની સામગ્રી ઘણાં પ્રકાશનેમાંથી વીણીને ભેગી કરી છે. તે સૌના પ્રકાશકોને તે સામગ્રી ઉતારવા બદલ આભાર માની, આ જીવનચરિત્ર ગુજરાતના બડભાગી વાચકવર્ગને સાદર કરીએ છીએ.
સંક્ષેપ શ્રી.૧ = શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ-૧ શ્રી.૨ = શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ-૨
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
છે
૦
m
U
V
*
૪૬
૫૧ ૫૪
બ
હ
અનુક્રમણિકા ૧. માતા-પિતા ૨. વિદ્યાભ્યાસ ૩. મુમુક્ષા અને જ્ઞાનદય ૪. જિજ્ઞાસુ ગૃહસ્થ ૫. “પરોપકારાય સતાં વિભૂતયઃ” ૬. જ્ઞાની ભક્ત ૭. “સમુચ્ચય-વય-ચર્યા” ૮. “મોક્ષમાળા” અને “ભાવનાબોધ” ૯. “બીજા ભવમાં પ્રવેશ ૧૦. જૈન ધર્મતત્ત્વનિષ્ઠા ૧૧. વ્યવહારશુદ્ધિયોગ ૧૨. નવધર્મપ્રવર્તનનો મને રથ ૧૩. જૈન ધર્મ સુધારણું ? ૧૪. મહત્વાકાંક્ષા ને ધર્મતત્ત્વ-સમભાવ ૧૫. “કેશવમ્ પ્રતિ ગચ્છતિ” ૧૬. અવધાન-શક્તિનું અધ્યાત્મ ૧૭. સાંપરાય-દ્રષ્ટિ અને અધ્યાત્મ-પ્રવેશ ૧૮. જ્યોતિષનો અભ્યાસ ૧૯. ઉપાધિ અને ઉદાસીનતા ૨૦. સદ્ગથ-સમાગમ ૨૧. શાસ્ત્રાભ્યાસ ૨૨. “જિનેશ્વરની ભક્તિ” ૨૩. જૈન મત વિ૦ વેદમત ૨૪. વેદમત-સમાગમ ૨૫. સદ્ગુરુશરણની ભાવના
ર
ઈ
હ
હ
હ
૧૦૬ ૧૧૩ ૧૧૯ ૧૨૫ ૧૨૯ ૧૩૯ ૧૪૫ ૧૬૦
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૭૬
૧૮૫. ૧૯૩.
૨૬. જૈન પ્રતિમા-પૂજા અને ઈકવર-ગુરુ-ભાવ ૨૭. જીવ, જગત અને તેનું અધિષ્ઠાન ૨૮. કાલ-દર્શન અને મુમુક્ષતા ૨૯. પ્રેમભક્તિની ઝંખના ૩૦. અખંડ પ્રેમ-ખુમારી ૩૧. “સ્થાપિતે બ્રહ્મવાદ હિ!” ૩૨. બ્રહ્મજિજ્ઞાસુને વિષાદયેગ ૩૩. “જ્ઞાનીના માર્ગને વિચાર” ૩૪. સમાધિમાર્ગ,
ઉપસંહાર પરિશિષ્ટ - ૧ પરિશિષ્ટ -૨
૨૦૫. ૨૧૪ ૨૨૩ ૨૩૭
૨૪૯ ૨૫.
૨૭૨.
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા
જ્ઞાની કવિ શ્રી. રાયચંદભાઈ
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
માતા-પિતા શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સં. ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે, કાઠિયાવાડના વવાણિયા ગામમાં થયો હતો. તેમના પિતાશ્રી શ્રી. રવજીભાઈ પંચાણભાઈ મહેતા તથા પિતામહ વૈષ્ણવ હોઈ કૃષ્ણભક્ત હતા. એટલે શ્રીમદ્ કુટુંબધર્મ વૈષ્ણવ હતો. પોતાની આત્મકથારૂપે તેમણે “સમુચ્ચયવયચર્યા” નામનો એક નાનો લેખ (જુઓ, શ્રી. ૧-૨૨૮) તેમની ૨૨ વર્ષની ઉંમરે લખેલો, તેમાં તે જણાવે છે:
“મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતાર સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે એ અવતારોમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી.....
નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતે; વખતોવખત કથાએ સાંભળતા; વારંવાર અવતાર સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો; અને તેને પરમાત્મા માનતો, જેથી તેને રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી.ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગકર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે, તે મને દૃઢ થઈ ગયો હતો, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહિ, માટે જૈન લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતે હતો, એટલે કે, તે મને પ્રિય. નહોતી.”
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા કવિનો જમાનો તથા તેમના બાળપણના ધર્મસંસકાર સમજવામાં આ તેમની નોંધ ખપની છે. તે હોનહાર બાળક હતા, અને સરળ ભાવથી શ્રદ્ધા ધરીને તે વયે પણ ચાલતા હતા.
તે પોતે પોતાના સ્વભાવ વિષે જણાવે છે:
“તે વેળા પ્રીતિ – સરળ વાત્સલ્ય – મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતો; સર્વમાં ભ્રાતૃભાવ હોય તે જ સુખ, એ મને સ્વાભાવિક આવડયું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારની જુદાઈના અંકુરો જો કે મારું અંત:કરણ રડી પડતું.”
આવી પ્રેમાળ વૈષ્ણવી વૃત્તિ તેમને સહજ હતી.
ઉપરાંત તેમના જીવનમાં જૈન ધર્મ-પ્રવાહ પણ એવી જ સ્વાભાવિકતાથી વહેતો હતો.
શ્રીમનાં માતા દેવબાઈ જૈન કુટુંબમાંથી આવેલાં હતાં. આમ તેમના જીવનમાં હિંદુ ધર્મસંસ્કૃતિના બે મોટા જીવન-પ્રવાહો – જૈન અને વૈષ્ણવ, એ બેઉને સુંદર સંગમ થયો હતો.
વવાણિયાનાં બીજાં વણિક કુટુંબ જૈન હતાં. એટલે માતાની જૈન અસર ઉપરાંત એમને આસપાસથી પણ જૈન વાતાવરણ મળ્યું હતું. એને પ્રભાવે તે વૈષ્ણવધર્મી જ્ઞાન ઉપરાંત જૈનધર્મી જ્ઞાન પણ મેળવવા લાગેલા. ઉપર ઉલ્લેખેલા લેખમાં તે એ અંગે પણ કહે છે કે:
જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે તે બધાની ફળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં, કાંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી... ...કંડીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેથી વાદ કરતા અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણસૂત્ર' ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યાં. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત અને જીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
માતા-પિતા વૈષ્ણવના પ્રિય હતા; અને જગત્કર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહિ. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું.”
આમ છતાં, જેન અને વૈષ્ણવ ધર્મની જીવન-પ્રણાલીમાં જે સૂક્ષ્મ એક ભેદ છે, તે તેમની બાળવયના આ કાળે પણ ધ્યાનમાં આવ્યો હશે એમ કહેવાય : એવી જાગ્રત વિવેકબુદ્ધિ ભરેલી વિચક્ષણતા તેમનામાં નાનપણથી રહેલી જોવા મળે છે. તે લખે છે:
જ્યાં સ્ત્રીઓ ભોગવવાને ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હય, રંગરાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય, ત્યાંથી આપણા આત્માની સત્ શાંતિ નથી. કારણ, એ ધર્મ-મત ગણીએ, તે આ સંસાર. ધર્મમત-યુક્ત જ છે; પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે ...તે પછી અધર્મસ્થાનક કયું? (કોઈ) એમ કહે કે, પેલાં ધર્મમંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે, તો તેને મારે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાને છે કે, તે પરમાત્મ-તત્ત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિ જાણતા નથી.”
વાત્સલ્ય સાથે વૈરાગ્ય અને પરમાત્મ-તત્ત્વની ભક્તિ – આ પ્રકારની સંયુતિ શ્રીમના જીવનમાં હતી. આ તેમનું કથન તેમના ૧૩ વર્ષના આયુ સુધીનું છે. આવા પ્રચુર ધર્મવારસાની સાથે એમણે પોતાનું જીવન શરૂ કર્યું હતું.
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
વિદ્યાભ્યાસ પ્રથમથી જ રાયચંદભાઈ પ્રતિભાશાળી બાળક હતા. સાત વર્ષે એમણે શાળામાં અભ્યાસ શરૂ કર્યો. ૧૧મા વર્ષ સુધી તે ચાલ્યા. અમૃતિ તેમની એટલી બધી તીવ્ર હતી કે, એક વાર પાઠ સાંભળ્યું કે તે યાદ રહી જ. પિતે તે વિષે જણાવે છે:
અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યો હતો કે, જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ શરૂ કર્યો હતો તેને જ, ગુજરાતી કેળવણી'. ઠીક પામીને, તે જ ચોપડીને પાછો મેં બોધ કર્યો હતો !”
'આ તેમની શક્તિની તેમને પોતાને પણ પારખ હતી. દરેક મનદુરસ્ત બાળકને હોવું ઘટે એમ, એમને પોતાની શક્તિ અજમાવવાની તથા તેને ખીલવવાની પૂરી મહત્ત્વાકાંક્ષા હતી. તે પોતાના આત્મવૃત્તાન્તમાં કહે છે, “રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી.” એને લીધે એમણે આ તેમની સ્મૃતિશક્તિને સારી રીતે કરી અને કેળવી એમ કહેવાય. આ તેમની શક્તિનાં તે પ્રદર્શન પણ કરતા, એટલી નાની વયે પણ એમ ન કરવાનું એમનામાં શરમાળપણું નહતું. કેટલાય લોકો એમની પાસે આ શક્તિનું પારખું જોવા આવતા અને તે તેમને બતાવતા; અને સાથે સાથે તેમનામાં પ્રથમથી જ હતી તે ધર્મજિજ્ઞાસાને પણ કાંઈક પરિચય વાર્તાલાપ દ્વારા આપતા. સામાન્ય સમાજમાં શક્તિના આવા ચમત્કારની ધાર્મિક અસર ઊપજે છે, એ આપણે જાણીએ છીએ. કવિશ્રીની અવધાનશક્તિની આવી ચમત્કારી અસર થઈ હશે, એમાં નવાઈ નથી. અહીં એટલું કહેવાનું પ્રયોજન છે કે,
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
વિધાભ્યાસ : બાળવયમાં કવિ આ પ્રકારની મહામંડાવાળા હતા; તે વૃત્તિ માત્રામાં પરિશુદ્ધ થઈને રાખી પ્રગટ થઈ, તે એ પછીનાં વર્ષોનો મિના સાધક જીવનનો પુરુષાર્થ ગણાય.
બાળક રાજચંદ્રની આવી અવધાનશક્તિ સાચે જ ચમત્કારી હતી. સાડા સાત વર્ષે તે શાળામાં દાખલ થયા. એક માસમાં તો તેમણે આંક પૂરા ક્ય. વડા વિદ્યાર્થીએ તેમને પહેલી ચોપડી શરૂ કરાવી હતી. પછી તો તેમણે પોતે સાતે ચોપડી પૂરી કરી અને પિતે શીખેલી પહેલી ચોપડી એના શિક્ષક પેલા વડા વિદ્યાર્થીને જ શિખવાડી! - આઠ વર્ષની વયે તે કવિતા લખવા લાગ્યા. શીધ્ર કવિની શક્તિ તેમનામાં હતી. તેરમે વર્ષે તેમણે રાજકોટમાં ભણવાનું શરૂ કરેલું. તેમાં તેમણે કેટલું કરેલું એ ખબર નથી. તે અંગ્રેજી ભણ્યા નહોતા.*
૨૨મા વર્ષમાં લખેલા તેમના એક પત્રમાં આ વિષે આવું લખેલું જોવા મળે છે:આ “શિશુવયમાંથી જ એ વૃત્તિ (એટલે કે, વિવેક-વૈરાગ્ય અને મુમુક્ષાની) ઊગવાથી કોઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શકયો, (કે) અમુક સંપ્રદાયથી શાઆભ્યાસ ન થઈ શક્યો.....અને તે ન થઈ શક્યો તેની કાંઈ ચિંતા થતી નથી. કારણ, એથી આત્મા અધિક વિકલ્પી થાત. અને વિકલ્પાદિ કલેશોનો તો નાશ જ કરવો છેડ્યો હતો. એટલે જે થયું તે સારું જ થયું.” - તેરમાં વર્ષ પછી શ્રીમદ શાળાનો અભ્યાસ છોડ્યો; અને પછી ઘેર ખાનગીમાં નવા નવા વિષયોનું જ્ઞાન – જાતે અભ્યાસ વડે તે મેળવવા લાગ્યા. સંસ્કૃત અને પ્રાકૃતના નિયમિત અભ્યાસ વગર તેઓ
તે છે આ વિષે તેમની બેધ (મોરબી, ચૈત્ર વદ ૮, ૧૯૫૫) મળે છે, તે આજે જ્યારે અંગ્રેજી વિષે અતિમાન સમય છે, તે વખતે ધ્યાન માત્ર લાગશે - “અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હોત તે. ક૯૫ના વર્ધાત. કલ્પનાને તે છાંડવી છે. ભણેલું મૂલ્ય છૂટકો છે. ભૂલ્યા વિમા વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે.” (શ્રી. ૨-૭૫૩) :
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા તે ભાષાના ગ્રંથો સરળતાથી વાંચી લેતા ને યથાર્થ સમજતાં. તત્વજ્ઞાન, એમનો શેખનો પ્રિય વિષય લાગે છે. પડ્રદર્શન, જૈન ગ્રંથ વગેરે તેમણે વાંચ્યાં હતાં, એવી માહિતી મળે છે. એમ કરતાં તેમણે પિતાના વિચારોને ઠીક ઠરેલ અને ચોક્કસ કર્યા હોય એમ લાગે છે. પંદરમાં વર્ષમાં લખેલા તેમના “સ્ત્રીનીતિબોધક” નામના કાવ્યગ્રંથ પરથી અને સત્તરમે વર્ષે લખેલા “બાલાવબોધ – મોક્ષમાળા' નામની ૧૦૮ શિક્ષાપાઠોની એક માળા પરથી આ અનુમાન કરાય. એ ગ્રંથોમાં એમણે જે નીતિ બોધી છે અને ધર્મતત્ત્વ પ્રતિપાદન કર્યું છે, એ પંદર વર્ષના કિશેર પાસેથી, બાકી, કેમ કરીને સંભવે? એમ કહી શકાય કે, જે જ્ઞાનપ્રાપ્તિ એમણે પોતાની મેળે અપ્રમાદથી સ્વાધ્યાય દ્વારા આ વર્ષે દરમ્યાન કરી, તે એવી તો પ્રબળ માનપૂર્વક ગાંઠેલી હતી કે, એ નાની વયે પણ એને અક્ષરબદ્ધ કરી ચોક્કસ કરવાનું એમને સહજ
કુરણ થયું અને એમણે આ બે ગ્રંથો લખ્યા. એમ લખીને પિતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપ્યું અને જ્ઞાનપ્રાપ્તિની શ્રવણ આગળથી મનનની પાયરી સાધી. સાધકની શ્રવણદશા પછી આ દશા સહજભાવે આવે છે. શ્રીમના જીવનમાં એ આટલી નાની વયે બન્યું એ એમની તીવ્ર પ્રતિભાને જ આભારી ગણાય.
આ પ્રતિભાને દર્શક વિભાગ તે આ કાળે તેમનામાં પ્રગટેલી તેમની અવધાનશક્તિ હતી. એ શક્તિ એમણે જ્ઞાનપૂર્વક ખીલવતાં ખીલવતાં શતાવધાન સુધી પહોંચાડી, અને તેને જાહેર પ્રયોગ પોતાની ૧૯ વર્ષની વયે દેખાડ્યો. તે વેળાનાં અંગ્રેજી તથા ગુજરાતી છાપાંમાં તેને માટે તેમની જે પ્રશંસા કરવામાં આવી હતી એ એટલી જ ભારે .
હતી.
- શ્રીમદના નાનપણમાં બીજી એક ચમત્કારી શક્તિ પ્રગટી હતી, તે જાતિસ્મરણની. તે પિતાના પૂર્વજન્મ જાણીને તે પરથી કહેતા કે,
પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું” અને એમ જણાવીને ૨૬ મા વર્ષમાં લખેલા એક પત્રમાં
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
વિદ્યાભ્યાસ તેમણે કહ્યું છે કે, “એ વાક્ય પૂર્વ ભવના કોઈ જોગનું સ્મરણ થતી. વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેણે પુનર્જન્માદિ ભાન કર્યા છે, તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને એ વાકય લખ્યું છે.”
જ્ઞાનની આવી જ બીજી ગૂઢ ચમત્કારી શક્તિ પણ વર્ણવવામાં આવે છે –
કચ્છથી બે ભાઈએ તેમની શક્તિની તારીફ સાંભળી તેમને મળવા આવ્યા. ત્યારે રાયચંદભાઈ રાજકોટ તેમને મોસાળ હતા; ત્યાં તેઓ ગયા. તેઓ અજાણ્યા હતા; છતાં રાયચંદે તેમને મળતાં તેમનાં નામ દઈને આવકાર આપ્યો. આથી તેઓને નવાઈ લાગી. “તમે કેમ જાયું કે અમે આવીએ છીએ?” શ્રીમદે કહ્યું, “આત્માની અનંત શક્તિ છે, તે વડે અમે જાણીએ છીએ.”
લોકમાનસ ઉપર આવા ગૂઢજ્ઞાનની શક્તિ ભારે અસર કરે છે : તેનાથી પ્રેરાઈ લોકોમાં અમુક શ્રદ્ધાભાવ પણ પ્રગટે છે, અને તેને આધારે કેટલાક સાધનામાંથી ચળીને આવી સિદ્ધિમાં રાચે છે. રાયચંદભાઈના કેસમાં આમ ન બન્યું : તે અંતરમાં જાગ્રત મુમુક્ષુ હતા.
એમની આ બધી શક્તિઓ જોઈને “મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજંટે શ્રીમદ્ યુરોપમાં જઈને અ, અજાયબીભરી શક્તિના પ્રયોગે બતાવવાનું આગ્રહભર્યું સૂચન કર્યું.” તથા કાશી જઈ વધુ વિદ્યા પ્રાપ્ત કરવાની વાત પણ કેટલાકે કરી. . પરંતુ શ્રીમદે તે કશાને સ્વીકાર્યું નહિ. અને પછી તેમણે આવી શક્તિઓ બતાવવાનું બંધ જ કર્યું હતું. પ્રશંસા અને અવધાનશક્તિને આવો ઉપયોગ લોકેષણાને ઉત્તેજિત કરી સાધકને આડરૂપ બને, એ રાયચંદભાઈ સહજ રીતે પામી ગયા, અને તેમાં પછી તેમણે અરુચિ જ બતાવી હતી. તે જે ધારત તો આ શક્તિઓને જોરે પોતાની નાનપણની ભાર્ગવર્યાદિની મહત્ત્વાકાંક્ષા સેવી શકત. પરંતુ તેમાં પણ પછીના કાળમાં પલટો થઈ ગયો. અને તેની સાથે એમના શાનદયી કે આત્માર્થી જીવનનો પ્રારંભ થાય છે.
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
મુમુક્ષા અને જ્ઞાનદય અપૂર્વ અવસર એ કયારે આવશે,
ક્યારે થઈ બાહ્યાંતર નિર્ગથ છે? સર્વ સંબંધનું બંધને તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહપુરુષને પંથ જો? આ કડીથી શરૂ થતું કાવ્ય કવિએ તેમની ૧૮ વર્ષની ઉંમરે* લખેલું. તે એમના જીવનના ઉત્તરાર્ધ આદરાયેલા પુરુષાર્થને મુદ્રારૂપ મંત્ર ગણાય. શાલીન વિદ્યાભ્યાસ તે કયારને બંધ થયો હતે. સ્વાધ્યાય અને લેખન રૂપે ચિંતન-મનન ચાલતાં હતાં. મહત્ત્વાકાંક્ષાના મને રથો પણ હવે નરમ પડતા હતા : તેમાં રહેલી વ્યર્થતા તે જોવા લાગ્યા હતા. ૧૩ વર્ષની ઉંમર બાદ, પિતાની દુકાને બેસવાનું ચાલુ ક્યું હતું. ત્યાં બેઠા પણ તે વાચન લેખન દ્વારા પોતાનો સ્વાધ્યાય કરતા.
આ બધા વ્યવહારકમમાં વૈરાગ્યનો ઉદય થઈને ધરમૂળથી પલટો આવ્યો, તેનું નિવેદન તેમણે કરેલું જોવા મળે છે. ૨૨ વર્ષના એક લેખમાં આ દિશાપલટા વિષે તે લખે છે:-
. આ કાવ્યનો લેખન-સમય આમ ગાંધીજીએ તેમનાં રાયચંદભાઈનાં સંસ્મરણોમાં કહ્યો છે, તે પરથી છે. પરંતુ શ્રી. ૨- પ્રા. ૬૪૩ જણાવે છે કે, તે કવિશ્રીના ૩૦ મા વર્ષનું હશે; જે કે તે નીચે ટીપમાં કહે છે કે, “આ કાવ્યને નિણત સમય મળતો નથી.” છતાં, ત્યાં “વવાણિયા, સં. ૧૯૫૩” તે બતાવ્યું છે. તે શા પરથી હશે, તે જણાવ્યું નથી. કાવ્યને ભાવ તથા તેની ઊર્મિ પરથી તે ૧૮મા વર્ષને ભાવક હોય એમ માનીએ, તો તે ગાંધીજીની સ્મૃતિને આધારે બંધ બેસી શકે.
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
રાણા અને જ્ઞાહિત્ય
૧૧ “આ દેહમાં મુખ્યત્વે બે ભવ કર્યા છે. . . . નાનપણની નાની સમજણમાં, કોણ જાણે કયાંથી મોટી કલ્પનાએ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી; અને સુખમાં પણ મહાલય, બાગ, બગીચા, વાડીવાડીનાં કાંઈક માન્યાં હતાં. મોટી કલ્પના તે, આ બધું શું છે, તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું , પુનર્જન્મ નથી, પાપે નથી, પુણે નથી; સુખે રહેવું ને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહિ પડતાં, ધર્મવાસના કાઢી નાંખી, કોઈ ધર્મ માટે જૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ. થોડો વખત ગયા પછી એમાંથી એર જ થયું. જે થવાનું મેં કયું નહતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કાંઈ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયો. કોઈ ઓર અનુભવ થયો. અને એ અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવો હતો. તે ક્રમે કરીને વધ્યો; વધીને અત્યારે એક “હિ હિ"ને જાપ કરે છે.”
એટલે શ્રીમના જીવનમાં વીસ વર્ષ પછી નવો ભવ ઊઘડ્યો, નવું દર્શન થયું; કહે કે, તે ખરેખર દ્વિજ બન્યા.
એ ઘટના કેવી રીતે બની એનું અવલોકન કે પૃથક્કરણ કરવું મુશ્કેલ છે. આવા પ્રકારના જીવનપલટા જેને થાય છે, એને એ
અચાનક ફેરફાર’ જ લાગે, નવો ભવ જ લાગે. અને એમાં બીજાએ કાર્યકારણભાવ સાંધવો એ મુશ્કેલ છે. એ જ સૂક્ષ્મ આંતર અનુભવને ભક્તા “ઈશકૃપા “ગુરુકૃપા' જેવા વાચકોથી વર્ણવે છે. એને જ ઉપનિષદોમાં આવા ગૂઢાર્થક વિધાનથી બોલાય છે –
ચમ્ gષ વૃyતે તેના સ્ટમ્સ: |
तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ।। (એ આત્માં જેને વરે છે કે જેના પર અનુગ્રહ કરે છે, તેને જ તે પોતાનું સ્વરૂપ બતાવે છે.).
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા " એમાંથી આપણ સામાન્ય લોકો એટલું ગ્રહણ કરીએ કે, અનન્ય જિજ્ઞાસા અને અવિરત યત્નની ઉત્કટતા જોઈએ. કવિ રાયચંદભાઈને વિષે એટલું ચોક્કસ સાચું કે, જે પ્રતિભાશક્તિ ને જિજ્ઞાસા શ્રીમહ્માં હતી, તેણે તેમને માતાપિતા પાસેથી મળેલા ધર્મ-વારસાને વેલાવી તેમાંથી આ નવનીત નિપજાવ્યું હતું.
ઉપરાંત, આ અરસામાં એક બીજી મહત્ત્વપૂર્ણ ઘટના એ બની કે, તેમણે સં૦ ૧૯૪૪ની સાલમાં, એટલે વીસ વર્ષની વયે, લગ્ન કર્યું ને પોતાના જીવનમાં એક ભારે ફેરફારની શરૂઆત કરી. તેમનાં પત્ની તે ગાંધીજીના પરમ મિત્ર સ્વ૦ ઝવેરી રેવાશંકરભાઈ મહેતાના મોટાભાઈનાં પુત્રી થાય. આ લગ્નથી શ્રીમદ્રને બે પુત્ર અને બે પુત્રી થયાં હતાં. તેમાંથી એક નામે જવલબહેન અત્યારે હયાત છે, એમ એક મિત્રો હમણાં તા-૨૭-૧૨-૬૭ લખ્યું.)
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
જિજ્ઞાસુ ગૃહસ્થ શમણ સંસ્કૃતિની એક સિદ્ધાન્ત જેવી માન્યતા એમ લાગે છે કે, અધ્યાત્મ-જીવનમાં અકર્મણ્યની સિદ્ધિને સાર સંન્યાસ જરૂરી સંસ્કાર છે. રાજકુમાર સિદ્ધાર્થ તેમ જ જ્ઞાતપુત્ર વર્ધમાનના જીવનમાંથી એમ જોવા મળે છે. ગીતામાં અર્જુન પણ એ જ પ્રશ્ન, મૂળે જોતાં, શ્રીકૃષ્ણને કરે છે.
સંન્યાસની દીક્ષા વડે આ પ્રકારની અકર્મણ્યતા જીવનમાં અંગીકાર કરવી, એવો નિવૃત્તિ-માર્ગ હિંદના પ્રાચીન ધર્મ-તત્ત્વ-સંસ્કૃતિમાં ઊંડે રહેલો છે, એમ જરૂર કહી શકાય. શ્રીમદ્ રાજચંદ્રના જીવનનો ઉદય એ માર્ગે પોતાની દિશા નથી પકડતો, એ એમના વિકાસમાં એક નોંધપાત્ર બિંદુ ગણાય. અને એ સામાન્ય સંસાર-વ્યવહારમાં પડેલા આપણ સર્વ લોકોને માટે પ્રેરક છે; કેમ કે, સૌ કાંઈ સંન્યાસ કે દીક્ષા લઈ ન શકે, છતાં સૌએ પોતાનો ઉન્નતિ-માર્ગ તે લેવો જ રહ્યો;-જે જ્યાં હોય ત્યાંથી તેણે પોતાની જન્મ-પ્રતિ-જન્મ વિકાસયાત્રા ખેડતા જવું, એ મનુષ્યને માટે સ્વાભાવિક છે : તેનો સ્વભાવ જ મૂળે અધ્યાત્મ તરફ ઢળેલો છે -માયોધ્યામમુખ્યત એ જ ભાવ વ્યક્ત કરવાને માટે પેલું ઉપનિષદ-ઋષિ-વચન છે – આત્માને અર્થે જ, ખરું જોતાં, બધી જ કામનાઓને આભાસ થતો રહે છે.*
*"... न वा अरे सर्वस्य कामाय सर्व प्रियं भवति आत्मनस्तु હાય સર્વ શિવ મહિલા ” (યૂલા ચ૦ ૪, ૫, ૬) - પતિ, જાયા, પુત્રો, વિત્ત, પશુ, બ્રાહ્મણ-ક્ષત્રિય-લેક, દેવ, વેદ, ભૂત- અરે સર્વ આપણને પ્રિય લાગે છે, તે એમના કામનાને લીધે નહિ,
આત્માની કામનાને લીધે.”
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિ - રાયચંદભાઈના જીવનનો આ સમય તેમની કુમારાવસ્થાથી શરૂ થતે જોવા મળે છે. વિદ્યાભ્યાસકાળથી જ તેમનામાં ધર્મજિજ્ઞાસા અને જ્ઞાનપ્રાપ્તિ માટે અનુરાગ જોવા મળે છે. નાનપણથી જ સ્વબુદ્ધિથી વિચાર કરીને ચાલવાની પ્રકૃતિવાળા પુરુષ તે છે. એને જ પુરાવો તેમની નોંધપોથી પાર વિનાને આપે છે. એને આધારે તેમને આ અતિ પ્રેરક બેધપૂર્ણ જીવનકાળ જોવા જેવો ગણાય.
શ્રીમદે વીસમે વર્ષે આશ્રમફેર કર્યો – બ્રહ્મચર્ય છોડી ગાઈશ્યને સ્વીકાર કર્યો, એ એક ભારે મહત્ત્વની અને જીવનમાં ક્રાંતિકારી ઘટના લાગે છે. એણે શ્રીમના જીવનને નવો ઝોક આપવામાં એક બાહ્ય પણ અસરકારક નિમિત્ત ઊભું કર્યું. કઈ મનોદશામાં એમણે આ ફેરફારનો નિશ્ચય કર્યો એ તપાસવા આપણી પાસે પૂરતી સામગ્રી નથી. જે થોડીઘણી છે તે પરથી એટલું અનુમાનીએ કે, શ્રીમદ્ તેમના વીસમા વર્ષ સુધીમાં એટલા બધા વૈરાગ્યદૃઢ નહોતા થયા, કે જેથી લગ્નની જંજાળમાં પડવાનું નિશ્ચિત રૂપે તે નકારે. એ એમના પ્રારબ્ધનું ઉદય-કર્મ હતું, એમ કહીએ. એમ છતાં તે જગત આત્મા હતા. પોતે જે નવપ્રયાણ કરે છે, તેમાં કેવી હોશિયારી ને ખબરદારીથી વર્તવું છે, તે તેમણે નોંધપોથીમાં ઉતાર્યું છે, તે પરથી જોઈ શકાય છે:
ગૃહસ્થાશ્રમ વિવેકથી કરવો. લોકઅહિત પ્રણીત કરું નહિ. ધર્મ વડે અર્થ પેદા કરું. તારો (પ્રભુને) સિદ્ધાંત તૂટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. સ્વાર્થે કોઈની આજીવિકા તેડું નહિ. જીવહિંસક વેપાર કરું નહિ. સ્વસ્ત્રીમાં સમભાવથી વવું. અબ્રહ્મચર્ય સેવું નહિ. નીતિ વિના સંસાર ભોગવું નહિ. દશાંશ કે.ધર્મમાં કાઢું. સ્ત્રી વિદ્યાર શાળી શોધું, કરું. પુત્રીને ભણાવ્યા વિના રહે નહિ. તેઓને ધર્મપાઠ શિખવાડું. કુટુંબને સ્વર્ગ બનાવું. સૃષ્ટિને સ્વર્ગ બનાવું, તે કુટુંબને મેલ બનાવું.”
આવો સંસાર ચલાવવા માટે અમુક આત્મબેલ કે ચારિત્ર્ય ધારણ કરવું પડે છે, તે વિના એ નીતિબોધ પથીમાં જ રહે. ખરુ
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
જોતાં, ચારિત્ર્ય ઘડયે જ તેમ થી નીતિ કરી શકે છે. કવિની ધમાં આ પ્રકારની આત્મસંશુદ્ધિ અર્થે અનેકવિધ સંકલ્પ પણ ઊતરેલ, જોવા મળે છે. જેમ કે, “પ્રમાદ કોઈ કૃત્યમાં કર્યું નહિ. મને વીરત્વની વૃદ્ધિ કરું, અયોગ્ય વિદ્યા સાધુ નહિ. નિર્માલ્ય અધ્યયન કરું નહિ. વિચારશક્તિને ખીલવું. આળસને ઉત્તેજન આપું નહિ. દિનચર્યાને ગેરઉપયોગ કરે નહિ. ઉત્તમ શક્તિને સાધ્ય કરું. ચારિત્ર્યને અદ્ભુત કરવું. વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. શક્તિને ગેરઉપયોગ કરું નહિ. પ્રત્યેક વસ્તુનો નિયમ કરું. નિયમ વગર વિહાર કરું નહિ. ખેટો ઉદ્યમ કરું નહિ. અનુઘમી રહ્યું નહિ.”
જીવનના જે ક્ષેત્રો વિહરીએ, તેમાં વિવેકમય ઉત્તમતાની સાધના કરવાને માટે ઉત્કટતા ધરવી, તે અર્થે નિશ્ચયપૂર્વક પ્રયાણ કરવા વ્રતનિયમ ધરીને ચાલવું, એ પ્રકારની કવિની આ વૃત્તિ જોઈ ગાંધીજીની એવી જ વૃત્તિ યાદ આવે છે; આ પ્રકારનું સમાનધર્મીપણું આ બે પુરુષોની આત્મ-બંધુતાનું સહજકારણ બન્યું હશે, એમ સહેજે જોઈ શકીએ. કવિની આ ગુણશક્તિ જોઈને ગાંધીજી તેમના ભણી આકર્ષાયા હતા, એમ જાણવા મળે છે.
આવો જિજ્ઞાસું સાધક શ્રદ્ધાથી જ્ઞાનોપાસનામાં સહેજે લાગે છે. તેને જીવનના ઊંડા ઉદ્વેગથી અંતરમાંથી જ આત્મ-જિજ્ઞાસા જાગતી જાય છે – તેના સાંત્વનને માટે યોગ્ય ગુરુ-ગ્રંથ-કે સત્રાંગ ખોળે છે – તેને તે મળી રહે છે. ' ' કવિના જીવનના આ કાળે આવી જ્ઞાનપાસનાને માટે પણ અમુક વ્રતસંકલ્પ જેવું થયેલું હશે, તે તેમની નોંધપોથીમાં જોઈ શકાય જેમ કે. . “કોઈ દર્શનને નિદું નહિ. એકપક્ષી મતભેદ બધું નહિ. અજ્ઞાનપણને આરાધું નહિ. પરમાત્માની ભક્તિ કરું. તત્ત્વ આરાધતાં લોકનિદાની ડરે નહિ. તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરું.”
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની શાની રહિત આ વૃત્તિથી જ્ઞાનપ્રાતિ માટે સ્વાધ્યાય સાથે પ્રવચન રૂપ સંકલ્પ પણ ઉદ્ભવેલા જોવા મળે છે. જેમ કે, “જ્ઞાનનો ઉદ્ધાર કર. જદા. જુદા ધર્મોપદેશના ગ્રંથો વહેંચવા. જુદા જુદા ધર્મગ્રંથ યોજવા. મતમતાંતરનું સ્વરૂપ સમજાવવું. જે મનુષ્યો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવા ઇચ્છતા હોય, તેમના વિચારને સહાયક થવું. કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું. અસત્યને ઉપદેશ આપું નહિ. આજીવિકા માટે ધર્મ બધું નહિ. ગુણ વગરનું વકતૃત્વ સેવું નહિ.”
કવિના જિજ્ઞાસુ ગૃહસ્થજીવનને ચિતાર ઉપરનાં કેટલાંક તેમનાં અનુભવરૂપ ટાંચણો પરથી મળે છે. હિંદુ આશ્રમવ્યવસ્થામાં ગૃહસ્થજીવન ભેગસ્થાન નથી, પરંતુ વિવેક અને અપ્રમાદથી સતત જાગ્રત રહેતું પુરુષાર્થસ્થાન છે, – એ સમજવા કવિનું દૃષ્ટાંત ઉત્તમ બોધદાયી ગણાય. એમાંથી જ સ્વત: ધર્મપૂત કામ, અર્થ સધાય છે – જીવનની પૂર્ણતાને પરિપાક પેદા થાય છે: આગળના આશ્રમોમાં સહેજે જીવન સંકાન્ત થાય છે. કવિની સાધના એવી તે ઉત્કટ હતી કે, લગ્નજીવન અંગીકાર કર્યા પછી થોડા જ વર્ષોમાં તે આવા ધર્મમય ગૃહસ્થ-જીવનમાંથી સહેજે વાનપ્રસ્થમાં પ્રવેશ કરી શકે છે. - ગૃહસ્થ જીવન વિષેની કવિશ્રીની મીમાંસા,તેમની સાધનાના એક મહત્ત્વના ભાગ તરીકે,– જોવા જેવી છે. લગ્નની જંજાળ સ્વીકારીને ચાલનાર ગૃહસ્થાશ્રમી પુરુષ તેમાંથી આગળ કઈ રીતે વાનપ્રશ્યમાં પ્રવેશ સાધી શકે, તેના બોધરૂપે તેની સૂક્ષ્મ મીમાંસા એમાંથી સાધકો પામી શકશે.
બાવીસમા વર્ષમાં “સ્ત્રીના સંબંધમાં મારા વિચાર’ એ મથાળે કરેલી નેધમાંથી (જુઓ શ્રી. ૧-૨૨૦) આ ઉતારો તેમની ત્યારની મનેદશાને કાંઈક દ્યોતક છે :
સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે, તે અદ્ભુત આનંદમય જ છે. માટે
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
- એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપયોગ”ની છે
પ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂ જત મેહનીયને (એટલે કર્મને) ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજી સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય, એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું.” .
- એમ જણાવી, કવિ “સ્ત્રીના સંબંધમાં મારા વિચાર” દર્શાવતાં લખે છે (શ્રી.૧-૨૨૦) માં, ગૃહસ્થ જીવનમાં પણ બ્રહ્મચર્યા કેમ સાધવી, તેના એક સૂક્ષ્મ જીવન-વ્રતનું નિરૂપણ થયેલું જોવા મળે છે. ગાંધીજીએ તેમનાં આશ્રમ-વ્રતોમાં ગૃહસ્થ પણ બ્રહ્મચર્ય વ્રત લેવું ઘટે, એમ રજૂ કર્યું છે. કવિના વિચારોમાં એની સાથેનું સામ્ય વરતાઈ આવે છે. પૂર્વોપાર્જિત સ્ત્રી-સંગ પ્રવર્તે તેમાં સાધક કઈ ભાવનાથી વર્તે તે શાંત સમાહિતતા પામે તે “વિચારતાં નીચે પ્રમાણે સમાધાન” કવિએ મેળવ્યું –
“સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનને સંબંધ રાખવો. અંત:કરણથી કોઈ પણ પ્રકારે માબહેન અને તેમાં અંતર ન રાખવો.મેહકર્મને વશે ઉપભોગ લેવાય છે; ત્યાં યોગની જ સ્મૃતિ રાખી, “આ છે તો હું કેવું સુખ અનુભવે છું!' – એ ભૂલી જવું. (તાત્પર્ય– એ માનવું અસત્ છે)...........જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારચેષ્ટાને કાયાએ અનુભવ કરતાં 'પણ ઉપયોગ નિશાન પર જ રાખવે.
તેનાથી કંઈ સંતાનોત્પત્તિ થાય છે, તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું; પણ એમ ચિતવવું કે...પાછો તેમાં કાં ભૂલી જાય છે! – મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે, એ શી વિચિત્રતા છે. એક
“ ઉપયોગ” શબ્દનો પ્રયોગ કવિ વિશેષ અર્થમાં કરે છે – “કોઈ પણ વસ્તુને જે વડે બોધ થાય તે વહુ.” સંજ્ઞા, સાવધાની, જાગૃતિ એ સામાન્ય ન થાય? - શા .
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ (જડ પદાર્થને), તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં.”
ભેગની વસ્તુઓના ઉપયોગમાં પણ આ ઢબે દોષાનદર્શન કરવું એ જ્ઞાનનો અર્થ છે – મુમુક્ષુના પાથેયમાં એક વસ્તુ છે, એમ ગીતાકાર (અ) ૧૩-૮) જ્ઞાનના અર્થમાં જ કહે છે. કવિ આ પ્રકારની વૃત્તિથી લગ્નજીવનમાં પણ પોતાની નિગ્રંથ થવાની આત્મ-સાધના કરનાર પુરુષ હતા. પૂર્વના ભવે કરીને તે ગૃહાશ્રમી બન્યા છતાં પ્રયત્નવાન બનું છું, એમ તે સ્પષ્ટ કહે છે (શ્રી. ૧-૨૨૧):
“સ્ત્રી સંબંધમાં કાંઈ પણ રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જિનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.”
- “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં આ ૨૦-૨૧મા વર્ષની નોંધ ચાર જ પાનાં જેટલી ટૂંકી છે. તે જોતાં શ્રીમદ્ રાજચંદ્રના આંતર યુદ્ધનું અનુમાન કરી શકાય છે. એક જ દુ:ખ એમાં એ રડે છે:–
“એ જીવ, તું ભૂલ મા. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહિ મળે. . . . અત્યારે હું કોણ છું, એનું મને ભાન નથી.”
એ ભાન આવે- એ ભૂલમાંથી નીકળી જવાય, એને ઉઘત પ્રયત્ન આ વર્ષોમાં જોરથી જાગ્રત થાય છે. દરેક સાધકના જીવનમાં, રાજકુમાર સિદ્ધાર્થ પેઠે, મારનો જય કરવાનું અથવા અર્જુન પેઠે ઊંડા વિષાદ-સાગરને તરી જવાનું – પરિપુનાં અંધારા ઉલેચવા જેવું, એક પલકે આખા જગતના સંમેહના અંધકારનો ચમકારો જોઈને તમ્મર ખાવાનું,- જે કહો તેવી વૈતરણી પાર કરવાની ઊડી મનોયાતના કોક ને કોક રૂપે તે આવે જ છે. શ્રીમનાં આ વર્ષે એવા સમયનાં હતાં, એમ એમના જીવનની આરસી જેવી તેમની નોંધપોથી જોતાં જણાય છે. જીવાત્માએ મેળવવાના, માર પરના એ જયનું એક જ સાધન છે, અને તે અનન્ય તથા ભક્તિનમ્ર સતત જાગૃતિ અથવા અપ્રમાદ છે. પુરુષાર્થમણિ રાજચંદ્ર એ અપ્રમાદ ધડો લેવા જેવી રીતે સાધ્યો હતો.
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
પરોપકારાય સતામ વિભૂય: 7 - બ્રહ્મચર્યાશ્રમ પછી ગાઈશ્યમાં પ્રવેશ કરતા સમાવર્તનને અંગે – કહો કે, માનવ જીવનની વિકાસયાત્રાના આગળના તબક્કાને માટે, સુપ્રસિદ્ધ પ્રાચીન આદેશ છે – પ્રતિવ્યમ્ - પ્રમાદ ન કરતો. અને તેવી ગફલત ન થવા દેવાનાં સ્થાન ગણાવતાં તેમાં ધર્મપાલન ઉપરાંત સ્વાધ્યાય અને પ્રવચન ગણાવ્યાં છે. ધર્માન પ્રતિવ્યમ્...સ્વાધ્યાયપ્રવેવના ન પ્રવતવ્યમ્ | કવિના જીવનમાં જ્ઞાનનિષ્ઠાના સ્વાધ્યાય અભ્યાસ ઉપરાંત સમરસિક પુરુષ સાથે તેના વિનિમય-રૂપ “પ્રવચન'વ્યવસાય પણ અવિરત ચાલતો જોવા મળે છે. બીજાનું પણ કલ્યાણ ચાહતા રહી, તદર્થે ઉદ્યમ કરવાનું પરોપકારી જીવન સાધકની દિનચને બીજો ભાગ — બીજું પાસું છે. માત્ર તે આત્મ-પ્રીત્યર્થે હેય: એક હાથે કરેલું કે દીધેલું બીજો હાથ ન જાણે, એવી નિર્લોભ નિષ્કામ વૃત્તિ તેમાં હોવી જોઈએ. પેલું પ્રસિદ્ધ સૂત્ર એ વિષે જાણીતું છે – “પરોપકારાય સતાં વિભૂતય:” – સજજન કે સાધુજન અથવા સપુરુષની વિભૂતિઓ પરોપકારાર્થે જ હોય છે. અને ચતુરાશ્રમવ્યવસ્થામાં બીજો આશ્રમ વ્યક્તિત્વની આ વિભૂતિઓ ખીલવવા માટે જ હોઈને, તેના આધારરૂપ ગણાય છે. કવિના ગૃહસ્થ જીવનમાં આ પ્રકારને સેવાભાવ કે પરોપકાર-વૃત્તિ તેમ જ સંસાર-સુધારાની નજર પણ બરોબર જોવા મળે છે. આ કાળમાં તેમણે સ્ત્રીઓ માટે નીતિની ગરબાવલી રચેલી, એ ખાસ નોંધપાત્ર ગણાય. તેમની નોંધપોથી જોતાં, પિતાના જીવનની ઉન્નતિને માટે આ કાળે વિચારેલો નીતિબોધ ટક જવા મળે છે –
એ
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
રાની ભક્તની પ્રતિભા - “આહાર, વિહાર, નિહારની નિયમિતતા; અર્થની સિદ્ધિ આર્ય જીવન ઉત્તમ પુરુષોએ આચારણ કર્યું છે; પરહિત એ જ નિજહિત સમજવું અને પરદુ:ખ એ પોતાનું દુ:ખ સમજવું; નીતિના બાંધા ઉપર પગ ન મૂકવો, જિતેંદ્રિય થવું; વિવેકબુદ્ધિથી સઘળું આચારણ કરવું; જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું; સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી; આત્મજ્ઞાન અને સજજન-સંગત રાખવાં.”
: ગીતાકારે જ્ઞાનની વ્યાખ્યા કરી છે (અ) ૧૩૮) તે અહીં યાદ કરવા જેવી છે. કવિજીવનમાં આ કાળે આવા જ્ઞાનની રમૂજ વિલસતી જોવા મળે છે. (જુઓ ૨૦ મા વર્ષે લખેલું “વચનામૃત', બી ૧૧૭મ કવચ સપ્તશતી” પા. ૧૫૪) ..' આ અરસામાં એમણે ધનપ્રાપ્તિ પણ કરવા માંડી હતી. શ્રીરામકૃષણ પરમહંસ કહેતા એમ, કામિની ઉપરાંત કાંચન એ જીવનું મોટું બીજું પ્રલોભન છે. કવિશ્રીની એ વિષે પણ સ્પષ્ટ મતિ હતી; એમાં ભૂલ ન ખવાય એટલા એ જાગ્રતાત્મા હતા. લક્ષ્મી વિષે એમણે એક સ્નેહીને (મુંબઈ, પોષ વદ ૧૦, બુધવાર, સં૦ ૧૯૪૪ રોજ) પત્ર લખેલે તેમાં કહે છે –
“લગ્ન સંબંધી તેઓએ મિતિ નિશ્ચિત રાખી છે, - તે હતી ૧૯૪૪ મહા સુદ ૧૨) તે વિશે તેઓને આગ્રહ છે તે ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી.
. “લક્ષ્મી પર પ્રીનિ નહીં છતાં, કોઈ પણ પાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત, એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાને બહુ વખત નહોતે. પણ એ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (પષની)ને રોજ અહીંથી રવાના થાઉં છું.” (પરંતુ લક્ષ્મીને માટે લાલસા તે કેમ જ રખાય છે એટલે પત્રમાં આગળ તેમણે લખ્યું છે – “પરા કરતાં વખતે લક્ષ્મી
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
“પરેરાએ સત્યમ વિભૂતયઃ” અંધા, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી.”(શ્રી. ૧-૧૮૯).
આ પત્ર કવિએ, લગ્ન-જીવનમાં પ્રવેશ કરવા પૂર્વે, મુંબઈથી જેતપર શ્રી. ચત્રભુજ બેચરને (પોષ વદી ૧૦ રોજ) લખ્યો હતો. તેમાં ત્યારની એમના આત્મમંથનની કાંઈક ઝાંખી જોઈ શકાય. આ સમયનો એ એક જ પત્ર સંઘરાયેલે તેમના ગ્રંથમાં મળે છે, તે પત્રમાં આગળ તે આમ લખે છે:– * “ આપણે અન્યોન્ય સંબંધ છે તે કંઈ સગપણનો નથી, પરંતુ હૃદય-સગપણનો છે. પરસ્પર લેહચુંબકને ગુણ પ્રાપ્ત થયો છે. એમ દશિત છે છતાં, હું વળી એથી પણ ભિન્ન રૂપે આપને હૃદયરૂપ કરવા માગું છે. જે વિચારો સઘળી સગપણતા દૂર કરી, સંસારયોજના દૂર કરી, તત્ત્વવિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મકવરૂપ-વિચારથી અહીં આગળ લખી જાઉં છું.
તેઓ શુભ પ્રસંગમાં સવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓનાં હૃદયમાં છે કે? આપ ઉતારશે કે? કોઈ ઉતારશે કે? – એ ખ્યાલ પુનઃ પુન: હૃદયમાં પર્યટન કરે છે.. ' ' “નિદાન. સાધારણ વિવેકી જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તિની વિકટોરિયાને દૂર્વાભ – કેવળ અસંભવિત છે – તે વિચારો તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઇચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તે તે પદાભિલાષી પુરુષના ચારિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારો માત્ર આપને દર્શાવું છું. અંત:કરણ શુકલ અદ્ભુત-વિચારોથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો!” (શ્રી. ૧- ૧૮૯૧૯૦)
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
. જ્ઞાની ભક્તની પ્રતિભા લગ્ન પૂર્વેને આ પત્ર, ગૃહસ્થજીવનમાં પ્રવેશકાળની તેમની મન:સ્થિતિ બતાવે છે. તે પછી તેમના આ વર્ષનાં જે લખાણ સંઘરાયાં છે, તે લગ્ન બાદના સમયનાં છે. તેમાં બેએક બાબતો, કવિની, આ સમયની સાધના કેવી હતી, તે બતાવતી હોઈને નેધપાત્ર છે:
અષાઢ વદ ૩, બુધ, સં. ૧૯૪૪, વવાણિયાથી પત્ર છે, તેમાં તે લખે છે કે, “આ એક અદ્ભુત વાત છે કે, ડાબી આંખમાંથી, ચાર પાંચ દિવસ થયાં, એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે કે દેખાવ દે છે. મારી દૃષ્ટિમાં વારંવાર તે જોવામાં આશ્ચર્ય ઉપજાવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી, નિમિત્તા કારણ કઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં, બપોરના ૨-૨૦ મિનિટે, એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી, આ થયું હોય એમ જણાય છે. અંત:કરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે. કારણ કંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું, વિશેષ એ સંબંધી હવે પછી લખીશ.” (શ્રી. ૧- ૧૯૦)
વવાણિયાથી, તે પછીના બીજા એક પત્ર (શ્રાવણ વદ ૧, સેમ, સં. ૧૯૪૪) માંનું એક વાકય સંઘરાયેલું મળે છે, “વામનેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે.”
તે પછીના ત્યાંથી જ બીજા પત્રમાં (શ્રાવણ વદ ૦)), સં. ૧૯૪૪) આ સમયની પોતાની દિનચર્યા (કોકને પત્રમાં) લખી છે. તેમાં કહે છે:–
તે ઉપાય એછી છે, એ આનંદજનક છે. ધર્મકરણીને કંઈ વખત મળત હશે.
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
“પરેષમારાય સાઇ વિભૂતયઃ” ૨૪ - “ધર્મકરણીને થોડો વખત મળે છે; આત્મસિદ્ધિને પણ થોડો વખત મળે છે; શાસ્ત્રપઠન અને અન્ય વાચનનો પણ થોડો વખત મળે છે; થોડો વખત લેખનક્રિયા રોકે છે; થોડો વખત આહાર-વિહાર-ક્રિયા રોકે છે; થોડો વખત શૌચક્રિયા રોકે છે; છ કલાક નિદ્રા રેકે છે; થોડો વખત મનોરાજ રોકે છે; છતાં છ કલાક વધી પડે છે. સત્સંગનો લેશ અંશ પણ નહિ મળવાથી બિચારો આ આત્મા વિવેકઘેલછા ભગવે છે.” (શ્રી. ૧- ૧૯૦-૧)
કવિશ્રી મુખ્યત્વે જ્ઞાન-ધ્યાન-યોગી હતા. જીવનનાં આ વર્ષોમાં તે બહારનો કામધંધો તો કરતા; પરંતુ એમના આંતરયોગ આ પ્રકારે પ્રવતિ હતી, અને તે અંગે આવો તેમનો નિત્યક્રમ બન્યો હતો. - ધંધામાં પડતા પહેલાં નાનપણથી (લગભગ ૧૩-૧૪ વર્ષના થયા ત્યારથી, - ત્યારના સંસાર-જીવનના લકિક સાધારણ વર્ણધર્મ મુજબ, એમ પણ તેને સમજીએ તો પણ વાંધો નહીં.–) રાયચંદભાઈ તેમની પિતાની દુકાને બેસતા; તેમ છતાં, તે ઉંમરે પણ તે સાવધ હતા, એમ જોવા મળે છે. “સમુચ્ચયવયચર્યા માં તે જણાવે છે:
“દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યાં છે. રામ ઇનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે. સંસારી તૃષ્ણા
ઓ કરી છે. છતાં કોઈને મેં ઓછો અધિકો ભાવ કહ્યો નથી, કે કોઈને એણું અધિકું તેળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.”
તેમનો ધંધે ઝવેરીનો હતો. એમની શક્તિ અજાણે પણ અહીં ઝળકી ઊઠી. એકવીસમા વર્ષમાં એ આ ધંધામાં પડયા અને “ઘણા ટૂંક ખતમાં એક સારા ઝવેરી તરીકેની નામના મેળવી.” - ધંધામાં તેમના એક ભાગીદાર, નામે શ્રી. માણેકલાલ ઝવેરીએ આ અંગે કહ્યું હતું કે, “એકવીસ વર્ષની વયે જાહેરમાં દેખાવ દેવો બંધ કરી દીધો અને વ્યાપારમાં પડયા. લગભગ ૧૦ વર્ષ સુધી શરાકી આદિને અને ઝવેરાત વગેરેને મોટો વેપાર ખેડ્યો. પાપારમાં
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
કેવી કુશળતા હતી કે તે તેવી. સાથે વ્યાપાર સંબંધીને પ્રસંગ પાંડનારાઓથી જાણવાથી તેની વ્યાપાર-કુશળતા માટે ઘણા ઊંચા અભિપ્રાય મળશે.”
“શ્રીમદ્ રાજચંદ્રની સાથે મારે લગભગ ૧૫ વર્ષને પરિચય હતે; તથાપિ તેમાંથી ૭-૮ વર્ષ છેમારે તેમની સાથે વ્યવહારમાં એક ભાગીદાર તરીકે સંધ રહ્યો હતે. અતિ પરિચય પરસ્પરનું મહત્વ ઓછું કરે છે, એમ દુનિયાને અનુભવ છે; તથાપિ આપને મારે જણાવવું જોઈએ કે, તેઓની દશા એવી આત્મમય હતી કે, મારો . ભક્તિભાવ તેઓ પ્રત્યે દિન-પ્રતિદિન વર્ધમાનતા પામતો ગયેલો. વ્યાપારના પ્રસંગે એવા છે કે, ભાગીદારોના સંબંધમાં ઘણી વખત મતભેદ ઉત્પન્ન થાય છે, કેટલીક વખત પરસ્પરનાં હિત અથડાય છે. આજે આપણે સર્વને અનુભવ છતાં, મારે કહેવું જોઈએ કે...મારો ભાગીદારીને (સંબંધ) જેટલાં વર્ષ રહ્યો તેમાં તેઓ પ્રત્યે અતિ પરિચયથી મને તેના પ્રત્યે કિંચિત્ માત્ર ઓછા મહત્ત્વનું કારણ ન મળ્યું, કે કોઈ દિવસ એકબીજાને વ્યવહાર સંબંધી જુદાઈ ન લાગી. એનું કારણ બીજું કંઈ નહિ, પણ તેઓની ઉચ્ચ આત્મદશાની જે છાપ અમારે વિષે પડતી હતી, તે જ હતું.”
એમ જણાવી તે ભાઈ કહે છે કે “સ્વાનુભવ-દર્પણ' નામે ગ્રંથ છે, તેથી “આપ સર્વ પરિચિત છે;” કેમ કે, “એ ગ્રંથથી મારે જે સહન કરવું પડયું છે, તે સર્વ કોઈના જાણવામાં છે. આ (ગ્રંથ) મેં શ્રીમાનને અર્પણ કરેલ છે. તેથી મારી તેઓ પ્રત્યેની પૂજ્ય ભાવના પ્રથમથી જ કેવી છે, તેનો આપને ખ્યાલ આવશે.” એ અર્પણપત્રિકામાં તે કહે છે કે, “જેમનાથી અધ્યાત્મ માર્ગમાં મારી પ્રીતિ થઈ, જેમને મમત્વને આગ્રહ છૂટયો છે, જેમને સુખદુ:ખ પર ઉદાસીનતા રહેતી, અને જેમના સત્સંગના લાભથી અનેક મનુષ્યોએ ઘણા કાળનો દુરાગ્રહ મૂકે, રાગદ્વેષ ઘટાડવાની પ્રવૃત્તિ આદરી છે, એવા શાંત, દાન્ત, વૈર્યગાંભીર્યાદિ અનેક સગુણાકૃત અંતરાત્મવરૂપ, આત્મા પરમાત્માની
-
*
છે
'
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
“પરે૫કારાય સતામ વિભૂતયઃ” ૨૫ ઐકયતાના રસિક પ્રસંગમાં આવનારને શ્રી.વીતરાગ-પ્રણીત યથાર્થ માર્ગ જણાવનાર એવા પૂજ્યશ્રીને મારા ઉપરના અનેકાનેક ઉપકારના સ્મરણાર્થે આ યોગીન્દ્ર દેવના આશયને લઈ લખેલ ગ્રંથ, નિજશ્રીના આશયોને ઘણી ઘણી રીતે મળતી આવે એવી ૧૦૮ શ્લેકરૂપી માળા નિજીને નમ્રપણે અર્પણ કરું છું....”
- એમ અર્પણ પત્રિકામાંથી જણાવીને તે લેખક આગળ શ્રીમદ્ની વેપારમાં આવડત અંગે લખે છે – “અમારી ભાગીદારીનાં કેટલાંક વર્ષ તો સાહસિક વ્યાપારનાં ખેડાણોમાં ગયેલાં, અને તે સમયે તેની વ્યાપારઅને વ્યવહારકુશળતા એવી ઉત્તમ હતી કે, અમે વિલાયતના કેટલાંક વ્યાપારીઓ સાથે કામ પાડતા હતા, તેઓ અમારી કામ લેવાની પદ્ધતિથી દેશીઓની કાબેલિયત માટે પ્રશંસા કરતા હતા. અમારા આ વ્યાપારમી કૂંચીરૂપ, ખરું કહીએ તે, શ્રીમાન રાજચંદ્ર હતા.” (“રાજ જયંતી * વ્યાખ્યાનો,” વા. ૨૪-૨૬ )
- આમ ધંધો કરતા ને તેમાં ફાવતા છતાં, તેમનું તત્ત્વચિંતન અને “ઉદાસીભાવ બન્યાં જ રહેતાં. ધંધામાં ઘરાક સાથે સદે પરવારીને તરત પાછા તત્ત્વની અગાધ ગુફામાં ગરક થઈ જતાં તેમને વાર નહિ લાગતી. પાસે જ નોંધપોથી હોય તે લઈને, આજ આપણે જે જ્ઞાનભંડાર તેમની પાસેથી પામ્યા છીએ, તે તેમાં ટપકાવતાં.
- આ પ્રકાર નિરંતર ચાલતા રહેતા ચિંતન-મનન અને ધ્યાન ઉપરાંત વર્ષમાં થોડોક કાળ તે ધંધામાંથી ફારેગ થઈ એકાંતમાં કયાંક જઈને રહેતા ને ચિંતન-મનન-નિદિધ્યાસનમાં કાઢતા. આપણને એમ જ લાગે કે એ પુરુષ તે મુખ્યત્વે ધંધાદારી કે દુનિયાદારીને વરેલા દુકાનદાર " હતા કે જગતમાં ભૂલા પડેલા જ્ઞાની ભક્ત પુરુષ હતા !
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્ત ગીતાકાર જગતના માનવના બે સર્ગ બતાવે છે – ૧. દુકૃતી કે નરાધમ રાક્ષસ, ૨. સુકૃતી ભજન અને ભક્તજનેમાં ચાર વર્ગ પાડે છે – અર્થાથ, આર્ત, જિજ્ઞાસુ, અને જ્ઞાની. કવિ જિજ્ઞાસુ ગૃહસ્થીમાંથી થોડા જ સમયમાં જ્ઞાની ભક્તની વાનપ્રસ્થ કોટિમાં પહોંચે છે: આ એમનો પુરુષાર્થ અભ્યાસીઓને ખૂબ પ્રેરક બની શકે છે. કવિની. નોંધ તથા પત્રો ઈ૦ સાહિત્યમાંથી આ પ્રકારને અભ્યાસ કરવા. જેવો છે. તેમના નાના ભાઈ મનસુખલાલે ઈ. સ. ૧૯૧૩માં બહાર. પાડેલા “રાજજયંતી વ્યાખ્યાને ” પુસ્તકની પ્રસ્તાવનામાં આ પ્રકારની. જરૂર અંગે લખતાં સાચું કહ્યું છે કે –“જો (કવિના અક્ષરદેહ રૂપે ગ્રથિત થયેલા) એ વિચારોનું શાસ્ત્રીય (“સાયટિફિક '), ટીકાકારી. (‘ક્રિટિકલ'), તુલનાત્મક (“કંપેરેટિવ'), અને માનસશાસ્ત્રીય. (“સાઈકૉલૉજિકલ') પૃથક્કરણ (“એનેલિસિસ') કરી, તેનાં હાર્દોનું શોધન કરી, તેની, તેઓનાં અંગત (“પર્સનલ') અને આત્મિક (“ સ્પિરિટ્યુઅલ’) જીવનવિભાગોની સાથે લગાવટ (“ઑલિકેશન) કરવામાં આવે, અને પછી તેને મંકેડારૂપ ગોઠવી એક સળંગ સાંકળને આકાર આપવામાં આવે, તો તેના ચરિત્રમાં નિવાસિત થયેલા જુદા જુદા પ્રકારની વિશિષ્ટતા તથા નિગૂઢ (‘રિડલ્સ”)નું ગીર અને વાસ્તવિક દર્શન થઈ શકે.”
કવિશ્રીના જીવનનાં આ બેચાર વર્ષે તેમના આંતર. જીવનમાં ભારે નિર્ણાયક સ્વરૂપનાં હતાં. આપણે જોયું કે, જુવાનીમાં શરૂમાં વિચારે નાસ્તિક જડવાદી તે હતા. તેમાંથી કાળે કરીને તેમનામાં શ્રદ્ધા.
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
સાની ભારત જગી, તથા પિતાના ઉગ્ર બુદ્ધિયોગથી – ઊંડાં ચિંતન મનન અને નિદિધ્યાસન વડે, મહા જ્ઞાની ભક્ત પુરુષની વિરલ કોટિએ પહોંચ્યા. આ પુરુષાર્થનું સ્વરૂપ તેમનાં લખાણોમાંથી સમજવા જેવું ગણાય.
શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મજીવનના વિકાસક્ષેત્રો લગ્નજીવનમાં પ્રવેશ પૂર્વજન્મના યોગે કરીને હોય, એમ માની શકાય : ગીતાની ભાષામાં, પૂર્વના તે યોગભ્રષ્ટ પુરુષ હશે, એમ કહેવાય. અધ્યાત્મ સાધના મરણથી ખતમ ન થતાં, નવા જન્મે પાછી ત્યાંથી એની મેળે શરૂ થાય છે; એવો આત્મ-જીવનના વિકાસને નકશો છે, એમ ધર્મશાસ્ત્ર બતાવે છે. કવિ રાજચંદ્ર પોતાના આંતર વિકાસનું પોતાના અંતરમાં નિગૂઢ આ ચિત્ર જોઈને જ કદાચ પિતાના પૂર્વજન્મની વાત કરી શકતા હશે.* તેમણે પિતાના લગ્ન અને સંસાર-જીવનને પૂર્વજન્મનું પ્રભાવક એવું ‘મેહનીય કહીને વર્ણવ્યું છે.
વિ૦ નં૦ ૧૯૪૬ માં એક જણને તેમણે લખેલા પત્રમાં જોવા મળે છે કે, “કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસણી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાને છે, તેને સો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું (કેંદ્ર મોહનું) તે નિમિત્ત છે, મહને રહેવાનો અનાદિ કાળને પર્વત છે. પ્રત્યેક અંતર ગુફામાં જાજવલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ (એટલે કે, શ્રદ્ધાને આવિવેશ) થવી
વિ. સં. ૧૯૪૫ માં, “[ અંગત ]' કરીને લખાયેલા મળતા. તેમના એક કવિતમાં આવી કડીઓ છે :
અધ્યામની જનની તે ઉદાસીનતા. લધુવયથી અદ્ભુત થયે, તત્વજ્ઞાનને બધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેધ?
જે સંસ્કાર થ ઘટે, અતિ અભ્યાસે કાંય; ' વિના પરિશ્રમ તે થયે, ભવશંકા શી ત્યાંય?
(શ્રી. પી.-૨૨૦)
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભાવની અતિભા સંભવે, માટે ત્યાં અ૫ભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિસ્થી - થવું, અહ૫-આવકારી થવું, અ૫-ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, અ૫-ગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ ટોયસ્કર છે. (શ્રી, ૧- પા. ૨૩૬). - એમ સ્ત્રી સંગ વિષેની સાવધાની તે મુમુક્ષુ ગૃહસ્થને, સ્વાનુભવ-માંથી, આપે છે . . . . . . . . - પરંતુ, તે પરથી સ્ત્રીનિંદા જેવી ભાવના તે નથી કરતા, તેઓ એમ જુએ-સમજે છે કે, કામ-સંસાર જીવાત્માના પિતાનો દેષ છે. સં9 -૧૯૪૪ માં લગ્ન પછી એકાદ વર્ષે લખેલા લેખ (“સ્ત્રીના સંબંધમાં -મારા વિચાર”) માં તેમણે આ અંગે કહેલું, ઉપર આપણે જોઈ ગયા – “ સ્ત્રીમાં દૈષ નથી, પણ આત્મામાં દોષ છે; ” વગેરે. (જુઓ પા. ૧૬)
આ પ્રકારે પોતાના અંતરમાં આત્મ-પરિચય ધરાવતા જાગ્રત પુરુષ તે હતા. લગ્ન અને સંસારનું બંધન પૂર્વોપાર્જિત હેય- શનવજન્મ જ એવો છે, તેમાં વાંધો નથી; તેનો સદુપયોગ કરી તેમાંથી આગળ - જવાનો પ્રયત્ન કરવા સાવધ હોવું જોઈએ. અને કવિ તેમાં મહા ઉત્કટ પ્રયત્નવાન હતા. તેમના ગૃહસ્થજીવનને વિષે એક ભાઈને ૧૯૪૬ માં (એટલે કે, લગ્ન બાદ બે વર્ષે) લખ્યું કે- ' * “ગૃહસ્થાશ્રમી જેને લઈને કહી શકાય છે તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણો પરિચય પડયો નથી; તો પણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે, અને તે પરથી તેને અને મારા સંબંધ અસંતોષ-પારા થયો નથી; એમ જણાવવાને હેતુ એવો છે કે, ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયોગી થાય છે. મને કાંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છે કે, મારો ગુહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી, તેમ
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
ઉચિત સંતોષપાત્ર પણ નથી- તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ. હોવાથી પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે. તે
“ તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત. થવાનું અધિકતર સૂઝે છે, અને ખચિત તે તત્ત્વજ્ઞાનને વિવેક પણ આને ઊગ્યો હતો; કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે, તેને યથાયોગ્ય સમાધિ-સંગની અપ્રાપ્તિને લીધે, તે વિવેકને, મહાખેદની સાથે, ગણ કરવો પડ્યો; અને ખરે! જો તેમ ન થઈ શકહ્યું હતું, તે તેના (પત્રલેખકના) જીવનને અંત આવત..
જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે; બાહ્ય તેની પ્રાધાન્યતા રાખી શકાતી નથી, એ માટે અકથ્ય ખેદ થાય છે; તથાપિ જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે.
“કોઈ કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે; તે વેળા તે વિવેક પર કોઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહું જ મુંઝાય છે. જીવનરહિત થવાની – દેહત્યાગ કરવાની દુ:ખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે; પણ એવું ઝાઝો વખત રહેતું નથી; અને એમ જ્યારે રહેશે ત્યારે ખચિત દેહત્યાગ કરીશ, પણ અસમાધિથી નહીં પ્રવતું, એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. (શ્રી. ૧- ૨૪૨) : : , પૂર્વજન્મની નિયતિને કારણ માની, આમ ગૃહાશ્રમ અંગીકાર કરવામાં કવિએ મનમાં એક પ્રકારનું સમાધાન મેળવ્યું હતું, અને તેમાંથી આગળ વધવાનો પ્રયત્નવાન બન્યા હતા. સાધક-જીવનમાં તે પ્રયત્નનું સ્વરૂપ જાણીતું છે... માણસે જીવનમાં સુકૃતી કે પુણ્યકર્મી બનવું જોઈએ – એ ધર્મનાં પ્રમાદૂ ન રાખવું જોઈએ. કવિશ્રી આવી પવિત્ર જીવન ક વન કરીને જીવનમાં વણાર જાગ્રત વિવેકશાની
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા જીવાત્મા હતા. આ કાળના તેમણે કેટલાક તેમના પત્રોમાં અંતે સહી કરતાં આ ભાવ પ્રકટ કર્યો છે. જેમ કે, તેમણે આવી રીતે સહી કરી છે - વિ૦ રાયચંદના પુરુષોને નમસ્કાર સમેત પ્રણામ વાંચશે.” (શ્રી, ૧ - ૨૦૪) “વિ૦ ધર્મજીવનના (ધર્મોપજીવનના) ઇચ્છક રાયચંદ રવજીભાઈના વિનયભાવે પ્રશસ્ત પ્રણામ.” (સદર, પા૦ ૨૧૬)
આવા પરપોની મનોદશા ઊંડા વિષાદરૂપ અંધકારમાં પુરાયા જેવી હોય છે; અને તે જ ભૂમિમાં શાનદયની ઘડી સંતાયેલી હોય છે. કવિએ આ કાળની પોતાની દશાનું આવું ચિત્ર તે સમયનાં તેમનાં લખાણમાં નોંધેલું મળે છે; તે પરથી ટૉલ્સ્ટૉયની જ્ઞાન-ધર્મોદય વેળાની કારમી સ્થિતિ યાદ આવે છે.
ટૉસ્ટોય તેમના જીવનના ઉત્તરાર્ધમાં આવી અકળામણની અંધારઘાંટીમાં સપડાયા, ત્યારે તેય આત્મઘાત સુધી જવાની તૈયારીમાં હતા, એવું આત્મનિવેદન મળે છે. અહીંયાં ગાંધીજીએ પોતાના આત્મઘાતનો અનભવ-પ્રસંગ “આત્મકથામાં ટાંક્યો છે, તે પણ અભ્યાસીઓ યાદ કરી શકે. જીવનમાં સત્ય-પ્રયત્નશીલ ઉત્કટ આત્માઓને ઊંડા અજ્ઞાત -આત્મમંથનકાળે કેવું કેવું થઈ જાય છે, તે બતાવતી આ બાબતે છે. કવિશ્રીના જીવનમાં તેમના લગ્ન પછીનાં ત્રણ ચાર વર્ષ આ પ્રકારની હૃદયગ્રંથીની અઘરી ઘાંટીનાં ગયા લાગે છે.
આ સમયની તેમની આંતરદશાને આબેહુબ ચિતાર આપતી તેમણે કરેલી એક નોંધ (વિ૦ સં. ૧૯૪૫) સાધનાર્થીઓએ જોવા જેવી છે. તે કહે છે:- . .
દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય, તે ખચિત તેના શિરોભાગમાં હું આવી શકે. આ મારાં વચને વાંચીને કોઈ વિચારમાં પડી જઈ, ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે, અને કાં તો ભ્રમ ગણી વાળશે. પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. - “તમે મને સ્ત્રી સંબંધી કાંઈ દુ:ખ લેખશો નહિ, (લક્ષ્મી, કીર્તિપુત્ર સંબંધી લેખશે નહિ; ભય સંબંધી લેખશો નહિ, અથવા સર્વથી લેખશે નહિ; મને દુઃખ બીજી રીતનું છે.
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
- સાની મન . તે દરદ વાતનું નથી, કફનું નથી, કે પિત્તનું નથી, તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણો તે બધાય છે અને ન ગણે તે એકકેનું નથી. પરંતુ મારી વિજ્ઞાપના તે નહિ ગણવા માટે છે, કારણ, એમાં કોઈ એર મર્મ રહ્યો છે.” . અને આ મર્મ બીજો કાંઈ નહિ, પણ તેમનામાં બ્રહ્મજિજ્ઞાસા જાગી: તેમની અધ્યાત્મ-જાગૃતિ તે હતી: પૂર્વજન્મની અધૂરી અધ્યાત્મયાત્રાને તૂટેલો તાર સહેજે સંધાઈ જઈને આત્મોદયને સૂર્ય વિશેષ કળાએ તપવાને માટે ચડતો થતા હતા અને આ સ્થિતિનું સચોટ સુંદર વર્ણન, ઊંડા અનુભવથી નીતરતી સરળ વાણીમાં, તેમણે સદરહુ ધમાં આગળ લખતાં નીચેના શબ્દોમાં આપ્યું છે:
“તમે જરૂર માનજો કે, હું વિના-દિવાનાપણે આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાત, વવાણિયા નામના નાના ગામનો, લક્ષ્મીમાં સાધારણ એવો, પણ આર્ય તરીકે ઓળખાતા દશા શ્રીમાળી વૈશ્યનો પુત્ર ગણાઉં છું. આ દેહમાં મુખ્યત્વે બે ભવ કર્યા છે.” – એમ જણાવી એક સંસારી જીવનના સામાન્ય ભવને ‘અમુખ્ય” કહે છે અને અસામાન્ય એવા સાધક જીવનને ઉદય તે મુખ્ય ભવ મનાવે છે; અને તે બે ભવોનું વર્ણન કરતાં આગળ કહે છે :
“અમુખ્ય હિસાબ નથી. નાનપણની નાની સમજણમાં કોણ જાણે ક્યાંથી મોટી કલ્પનાઓ આવતી.” (આ ઉતારો આગળ આપ્યો છે, ત્યાં જુઓ પા. ૧૧.).
આ બેહિસાબ કલ્પનાઓને ઘ એટલે જ કાણસાપ- જીવોને જન્મથી લાગેલો સ્વભાવસિદ્ધ કામ-શ. અને ઉપરની તેમની નોંધમાં કવિશ્રી સાફ જણાવે છે કે, “સુખે રહેવું અને સંસાર ભગવો એ જ કતકયતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાંખી. કોઈ ધર્મ માટે જૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં.” ટૂંકમાં, સમજો કે, હૃદયમાં સાંપરાય-શ્રદ્ધાને ઉથ થતાં પહેલાંની સંસારભોગની પાર્થિવ દૃષ્ટિ એ હતી : એક પ્રકારની પરમ નાસ્તિકતા કે જડવાદ જેવો ભાવ એ હતો,
અજ્ઞાનના અંધકારની આ વૈતરી, નચિકેતા પેઠે, મરણને સન્મુખ
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની થવાની શકતિભા કરવા જતાં જણાય છે; એને કવિશ્રી પૂર્વજન્મનાં સુકૃતના પુણ્ય તરી જાય છે; એ વસ્તુના અનુભવને “કોઈ ઓર મર્મ” કહીને આગળ. પિતાની દશા વર્ણવે છે:--
થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. જે થવાનું. મેં કયું નહોતું; તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કાંઈ મારું પ્રયત્ન પણ નહતું; છતાં અચાનક ફેરફાર થયો: કોઈ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય; જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તે હતો. તે ક્રમે કરીને વધ્યો; વધીને અંતે. એક “હિ હિ”ને જાપ કરે છે.
છે અને એમ મર્મ પામતાં તે “દુખિયાં મનુષ્યોના પ્રદર્શનમાં શિરેભાગમાં” રહેવાના અનુભવી જીવાત્મા શમ પામે છે – જડવાદમાંથી આત્માને ચેતનવાદ જડી જાય છે, અને તે અંગે તેઓ, ઉપર કહેલી નોંધમાં પોતાની સ્થિતિ આગળ આમ વર્ણવે છે:: “હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહીં હોય, અથવા ભયાદિક હશે, તેથી દુ:ખ હશે તેવું કંઈ નથી; એમ ખચિત સમજજો.” (મીરાંબાઈ, આવી નિષ્ઠા સિદ્ધ થતાં, તેમના એક ભજનમાં. એમ જ કહે છે:- “ફિકર નહીં મુઝે તરનનકી..') * અને આગળ પોતાની પૂર્વોપાર્જિત જમ્મુ-કારણ-રૂપ વાસના વિષે ધતા હોય એમ તે આ નેધમાં આગળના વાક્યમાં કહે છે –
સ્ત્ર સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને મને રોકી શકતે. નથી. બીજાં કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી; તેમ કોઈ ભયે મને બહુલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ર. છે અને વર્તના એર છે. એક પક્ષે તેનું કેટલોક કાળ સુધી સેવન કરવું સંમત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે. પણ દુ:ખ એ છે કે, જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કૂ ઘેરે છે.? એટલેથી પતનું નથી; પણ તેને લીધે નહીં ગમતા પદાર્થો જોવા, સંઘ, સ્પર્શલ પદ્ધ અને એ જ કારણ છે. પ્રિયા પર છે
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકત મહારંભ, મહા-પરિગ્રહ, કોધ, માન, માયા, લેભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણ-ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણોથી જોવાં પડે છે, એ મહા ખેદ છે. અંતરંગચર્યા પણ કોઈ સ્થળે ખોલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા મને થઈ પડી એ જ મહા દુઃખમત્તા કહો.” (શ્રી. ૧-૨૨૨-૩)
આ કાળે સાધક સત્સંગ, સગુરુ, સમરસિક સહસાધકની મૈત્રી ઇ૦ વસ્તુઓ સહેજે ઝંખે છે; અને એનું દુ:ખ જ એને રહે છે. આ જ સ્થિતિ જ્ઞાની ભક્ત-પદની પરમ પ્રપત્તિના ઉદયકાળની સ્થિતિ છે. અને કવિ તે સ્થિતિની ઝાંખી પામે છે, જેને માટે ગીતાકાર (૭-૧૮) કહે છે–જ્ઞાન વામૈવ મે મતમ્ II
ધર્મજાગૃતિનાં એમનાં આ વર્ષોમાં તેમણે ઊંડું આત્મ-મંથન તથા શાસ્ત્રજ્ઞાન માટે ચિંતનમનન કરીને અંતરમાં નિષ્ઠા મેળવી. તથા બીજી તરફ એમને સમરસિક અનેક મિત્રોને સત્સંગ પણ મળ્યો. કેટલાક લોકો એમની પાસે ધર્મજિજ્ઞાસાથી આવતા, તેમનાં તે શંકા-સમાધાન કરતા, અધ્યાત્મશાસ્ત્રનાં સનાતન સત્યો પોતે જે રીતે સમજતા હતા તે (કહો કે, તે વિષયના વડા વિદ્યાર્થી પેઠે) તેમને સમજાવતા.
ગાંધીજી આ વેળા દક્ષિણ આફ્રિકા હતા. બેઉની ઓળખાણ તો આ અગાઉની થઈ હતી. ગાંધીજી માટે આ વર્ષે ભારે ધર્મમંથનનાં હતાં. દક્ષિણ આફ્રિકાના ખ્રિસ્તી સમાજમાં તેમને સ્વધર્મ વિશે શંકાઓ ઊઠતી. એના નિવારણ સારુ એમણે શ્રીમદ્નું શરણ ખેળ્યું; અને, એથી પોતે ધર્મપરિવર્તન કરતા અટકયા ને હિંદુધમાં પોતાની શ્રદ્ધા પુન: સ્થાપિત થઈ, એમ એમણે એકરાર કર્યો છે.
જ્ઞા૦-૩,
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
“સમુચ્ચય-વયચર્યા શ્રીમદ્ના નાના ભાઈ મનસુખલાલે “રાજજયંતી વ્યાખ્યાનની તેમની પ્રસ્તાવનામાં, “શ્રીમદ્ રાજચંદ્રના વિચારોનાં પૃથક્કરણપૂર્વક હાર્દો શોધવા માટે અને પછી તેને એક જીવનવ્રતના ઘાટમાં મૂકવા માટે” (તેમના સમગ્ર અક્ષરદેહના સાધનો ઉપયોગ કરીને) પ્રયત્ન થવો જોઈએ, એમ ઠીક કહ્યું છે. આ પ્રકારે પોતાના સમુચ્ચય-વયની ચર્યાનું પોતે જ વિહંગાવલોકન કરીને, “સમુચ્ચય-વર્ય-ચર્યા” નામથી આત્મ-સમીક્ષા કરતી એક નાનકડી નોંધ શ્રીમદ પિતે, તેમના ૨૩ માં વર્ષ દરમિયાન, તે મથાળે લખેલી મળે છે. (તેની લખ્યા-મિતિ બતાવી છે – મુંબઈ, કારતક સુદ, ૧૫, ૧૯૪૬; એટલે કે, તેમની ૨૩મી જયંતી)
આ ઉમરનું તેમનું આ આત્મ-નિવેદન કવિની પ્રતિભા અને વિભૂતિ કેવી હતી, તે બતાવે છે. તે જ્ઞાનયોગી હતા અને પોતાનું સૂક્ષ્મ આત્મ-પરીક્ષણ કરતા રહેતા નવજુવાન જાગ્રદાત્મા હતા, એમ તે ટૂંકી આત્મકથા પરથી પણ જણાઈ આવે છે. તેમાં તે એમના જીવનનાં પ્રથમ ૨૨ વર્ષને સૂમ નકશો – તેની ટૂંકી રૂપરેખા આપણને દોરી આપે છે, એમ માનીએ.
- શરૂમાં જ તે જણાવે છે કે, “આજે મને સામાન્ય* ગણતરીથી ૨૨ વર્ષ પૂરાં થયાં. ૨૨ વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મ સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે.
- એટલે કે, પૂજન્મોનાં વસો ન ગણતાં, એ અલૌકિક ગણતરીથી વાત ન કરતાં, એમ સૂચવવા “સામાન્ય ” વિશેષણ વાપરતા લાગે છે.
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
સમુચ્ચય-વયચર્યા” નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મોજાં, અનંત દુ:ખનું મૂળ, – એ બધાંને અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચારો કર્યા છે, તે જાતિના અનેક વિચારો તે અલ્પ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિ:સ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અ૫ વયમાં મહતું વિચારો કરી નાંખ્યા છે; મહતું વિચિત્રાતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર
ભાવથી આજે હું દૃષ્ટિ દઈ જોઉં છું, તે પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજને આકાશપાતાળનું અંતર છે, તેને છે અને આને છેડો કોઈ કાળે જાણે મળ્યો મળે તેમ નથી. પણ શોચ કરશો કે, એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન-ચિત્રન કર્યું છે કે નહીં? – તો ત્યાં એટલું જ કહી શકીશ કે, લેખન-ચિત્રન સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીને સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુન: પુન: મનન કરવા ચોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરુપાયથી ક્ષમા ઈચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે
સ્કૃતિની ઇચ્છાને દબાવી – તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા, ધીરે ધીરે બનશે તે, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; પણ સમુચ્ચયવય-ચર્યા સંભારી જાઉં છું.”
આમ એક ગંભીર આત્મકથા લખવાની પ્રસ્તાવનાને શોભે એવો પ્રગભ પ્રારંભ કરીને, તેને તે સાગપાંગ લખતા નથી, તેમ છતાં તેઓ પોતાનાં પ્રથમ ૨૨ વર્ષની ચર્ચાના મુખ્ય માર્ગખંભ બતાવે એવી ટકી નેધ છે, તે વયની આત્મસાધનાનું પોતાનું સંભારણું કહી જ
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા છે. તેમાંથી જે એમના અધ્યાત્મ-જીવનવિકાસની કમઢોણી નિહાળી શકાય છે, તે જોઈએ:
નાનપણનાં વર્ષો જોતાં. મહાકાંક્ષાનો ગગનવિહાર સેવતો એક હોનહાર બાળક આ છે, એમ એમાંથી મળે છે: “સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે
સ્મૃતિમાં છે કે, વિચિત્ર ક૯૫ના – કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજયા વગર – મારા આત્મામાં થયા કરતી હતી. રમત-ગમતમાં પણ વિજ્ય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી.”
પોતાની સામાન્ય શરીર-પ્રકૃતિ અંગે તે કહે છે – “ હાડ ગરીબ હતું.” અને ત્યારે બાળવયની મુગ્ધાવસ્થા હોઈને, તે કહે છે, “અત્યારનું (એટલે કે, ૨૩ મે વરસે છે તેવું) વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હેવાથી પુનઃ પુન: તે સાંભરે છે.” - સાત વર્ષની બાલ્યાવસ્થા વિષે આમ વર્ણવીને, “પછીનાં અગિયાર વર્ષ સુધીને કાળ કેળવણી લેવામાં હો”, તેને મમાંશ નિરૂપતાં તે બેએક વસ્તુઓ પોતાની પ્રતિભાની નોંધે છે – “ સ્મૃતિ એવી બળવત્તર હતી, કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યમાં આ કાળે આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતા. વાત-વહ્યો, રમતિયાળ અને આનંદી હતે ...તે વેળા પ્રીતિ – સરળ વાત્સલ્યતા મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇરછત, સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારની જુદાઈના અંકુરો જો કે મારું અંત:કરણ રડી પડતું. તે વેળા કલિપત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી....” “ તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથ – નાના – આડાઅવળા મેં જોયા હતા; જે પ્રાયે હજી સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
“સમુચ્ચય-વય-ચર્યા” સુધી મારાથી સ્વાભાવિક રીતે ભકિપણું જ સેવાયું હતું; હું માણસ જાતને બહુ વિશ્વાસુ હત; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.”
આ તેમનું આર્જવભર્યું બાળપણ તથા સ્મૃતિશક્તિ આદિ સોને નથી હોતાં. તે વિષે આત્મામાં ઊંડા ઊતરી નિરીક્ષણ કરતાં જ કવિને
જાતિસ્મરણજ્ઞાન' જેવી ચમત્કારી શક્તિમાંથી પૂર્વજન્મજ્ઞાન અને પુનર્જન્મનું તત્ત્વ અવગત થયું હશે, એમ માનીએ.
આગળ પિતાની વયચર્યા વર્ણવતાં, ૧૩ વર્ષ સુધીને અંગે વળી વિશેષ એક બે વાતો કરે છે. તેમાં પોતાના પિતામહની કૃષ્ણ-ભક્તિનો “ઉલ્લેખ કરીને કહે છે કે, “મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી..........અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો અને તેને પરમાત્મા માનત; જેથી તેનું રહેવાનું જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ, તો કેવી મજા પડે! – એ જ વિકલ્પના થયા કરતી. તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જો કે સમર્થ વૈભવી થવાની ઇચ્છા થતી. “પ્રવીણસાગર’ નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતે; તે વધારે સમજ્યો નહ; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથા-કથન શ્રવણ કરતા હોઈએ, તે કેવી આનંદદાયક દશા,– એ મારી તૃષ્ણા હતી.” - આ વયે જે મને રાજ્ય કુમારાવસ્થામાં જાગે છે, તે આસપાસના સંસાર કુમાર માનસ પર જે પ્રત્યાઘાત પાડે, તે બતાવી શકે છે કે, તે તે કુમારની આત્મદશાની મને ભૂમિકા કેવી ઉદયમાન હશે. આ સમયે તે વૈષ્ણવ ધર્મ પ્રત્યે રુચિ અને જેનો પ્રત્યે મુગ્ધ જુગુપ્સાભાવ - પિતાને હતા, એમ નેધે છે. પણ પછીથી “હળવે હળવે તેમનાં પ્રતિક્રમણ સૂત્ર ૮૦ પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત-જીવથી
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ, અને પેલાએ (એટલે કે, વૈષ્ણવધર્મમાં) પણ રહી.”
આમ તેમનાં ૧૩ વર્ષને આત્મ-ચિતાર રજૂ કરીને, શ્રીમદ્ કામકાજની દુનિયાના જીવનમાં પ્રવેશ કરે છે: “પછી હું મારા પિતાની દુકાને બેસતો; અને મારા અક્ષરની છટાથી કચ્છ-દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે ત્યાં જતો.”...
આટલાથી આ “વયચર્યા અને તેમના પિતાને લેખ પૂરો થાય છે. તેનો તાંતણો આગળ શોધવાને માટે, તેમની સાધનાનું આરસી જેવું દર્શન આપતાં, તેમનાં તે પછીના જીવનનાં વર્ષોનાં લખાણો ફેફસવાં જોઈએ. તેમના તે લેખમાં અંતે એક વસ્તુ, તેને આગળને તાર પકડવામાં નિદર્શક કહેવાય એવી, તે લખે છે -
(દુકાને બેસતો ત્યારે) “કોઈને મેં ઓછો અધિકો ભાવ કહ્યા નથી, કે કોઈને મેં ઓછુંઅધિકે તળી દીધું નથી, એ મને ચોકસ સાંભરે છે.”
એક વણિકને માટે વ્યવહાર-રોજગારમાં આવી શુદ્ધતા ને શુચિતા વિરલ ગુણ ગણાય; તે એમને નાનપણથી સિદ્ધ છે.
અને વ્યવહારશુદ્ધિના નીતિધર્મને એ ગુણ રાયચંદભાઈમાં નાની વયેથી સહજસંસિદ્ધ હતો, એ એમની વિભૂતિમત્તાનું નોંધપાત્ર લક્ષણ છે. મુમુક્ષાના પાથેયને માટે પ્રારંભિક દૈવી સંપદા જ એ છે, એમ જાણીએ; અને સર્વ ધર્મ-શાસ્ત્રો તેમના પ્રણીત નીતિધર્મના નિચોડ રૂપે આટલું તો બતાવે છે. પવિત્ર અને સુખી ગૃહસ્થજીવનને માટે આ તે વિહિત નીતિધર્મ છે. મુમુક્ષાનો ચાહક એથી આગળ વધવા માગનારો જિજ્ઞાસુ ગૃહસ્થ છે, અને રાયચંદભાઈ તેવા હતા, તે આપણે આગળનાં પ્રકરણોમાં જોઈ આવ્યા.
નીચેનું આ દૃષ્ટાન્ત, એમના ઝવેરી તરીકેના વેપારી જીવનકાળ દરમિયાનનું, તે વિશે લાક્ષણિક હેઈ, નેધપાત્ર છે:
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
“સરથમવાર્યા” મરહૂમ મિત્ર ત્રિવનદાસ ભાણજી, કે જે તેના અંગત પરિચિત હતા, તેઓ એક વાત એમ જણાવતા કે, એક વખત એક મોતીના વ્યાપારી આરબ ગૃહસ્થ શ્રીમાનને બોલાવ્યા. તેઓ તેમની (ત્રિભોવનદાસની) સાથે ત્યાં ગયા. ત્યારે મજકુર આરબ ગૃહસ્થ તેમને મેતીને કેટલાક જથો બતાવ્યો. આ મોતી અરબસ્તાનના એક વ્યાપારીનાં હતાં, અને તેની બજારમાં સારી કિંમત ઊપજી શકે તેમ હતું. આરબ ગૃહસ્થને શ્રીમાન તરફ માનભર્યો પ્યાર હતા. તેમણે તેમને મોતી ખરીદવાનો આગ્રહ કીધે, ને તેથી સારો લાભ થશે જ એવી વકી બતાવી. શ્રીમદે મોતી જોયાં અને ભાવને આંકડો નક્કી કરવાનું આરબ ગૃહસ્થ ઉપર જ છોડ્યું. તે ગૃહસ્થના ધ્યાનમાં, આ મોતી પિતાનાં નથી તેથી તેનો ભાવ અમુક રકમ સુધી જ લેવાનો છે, તે રહ્યું નહિ; અને તેમણે ચોકસ રૂા. એક ચવનો ભાવ માંડ્યો. અંતે સહીસિક્કો કરી સોદો નક્કી કીધે. રસ્તામાં પાછા વળતાં શ્રીમદે તેમને (ત્રિીને) કહ્યું કે, આ વ્યાપારમાં આપણને સારો ફાયદો થશે; કેમ કે, બજારમાં નહીં ઊપજે તોય તેને સવાયા સુધી ભાવ ઊપજશે, અને તેથી એકંદરે આપણને રૂા. ૨૫ થી ૩૦ હજાર મળશે.
“શ્રીમાનના ગયા પછી મજકુર આરબ ગૃહસ્થ પોતાના મોટા ભાઈને આ સેદાની તમામ વાત કરી. મોટા ભાઈને તે માલના તમામ વહીવટની ખબર હતી કે, આ માલ અરબસ્તાનના પોતાના એક આડતિયાનો છે. આથી તેણે તેને ઠપકો આપ્યો. સોદો નક્કી થઈ ગયા હતા, એટલે તેનાથી તો કાંઈ બોલાય તેમ નહોતું. બીજે દિવસે તે વ્યાપારીએ શ્રીમાનને બેલાવ્યા ને અસ્પષ્ટ રૂપમાં આ વાતને ઈશારો કર્યો. શ્રીમાન તરત જ સમજી ગયા કે, મારા પરના ભાવને લીધે તેમણે મને ખટવવા યત્ન કીધો, પણ પોતે જ પોતાની વિસ્મૃતિને લીધે ફસાઈ પડયા છે, ને સોદો કેન્સલ કરવાનું કહી શકતા નથી, પણ તેમની વૃત્તિ તેમ જણાય છે. એક બાજુથી ૩૦ હજારની થેલી ને તે પણ વ્યવહારની વાજબી રીતે પ્રાપ્ત થયેલી, ને બીજી બાજુથી
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
છે
જ્ઞાની ભલાની પ્રતિભા પિતાને લાભ આપનારને પિતાના લાભ માટે જ નુકસાની. આવે પ્રસંગે હરકોઈ વ્યવહાર-કુશળ માણસ શી રીતે વર્તશે? સોદો કેન્સલ થઈ શકે તેમ નથી; આરબ ગૃહસ્થ પણ માલ આપી દેવા તૈયાર છે; તૈયાર ન હોય તે કોર્ટનાં બારણાં તે માલ આપવાને ખુલ્લાં છે.
પણ આ સાચા ત્યાગી મહાત્માએ શો જવાબ આપ્યો? આટલે જ કે, “શેઠ, માલ આપને છે; મેં હજી પૈસા ભર્યા નથી, માલ આપના જ હવાલામાં છે. તમે તો મને લાભ આપવાને મારા પરના પ્રેમને લીધે આ માલ આપવો ધાર્યો હતે; પરંતુ આપના ઘરમાં ખાડો પાડી હું લાભ લેવાની ઇચ્છા કરું એ કેમ બને? તમારા ગજવા પર કાતર મૂકી હું મારું ગજવું તર કરું કે?' ઘણી ખુશીથી તેણે જ સહી સિક્કાવાળો કાગળ ફાડી નાંખ્યો!
“સોદો રાજી ખુશીથી કેન્સલ કરી ૩૦ હજારની રકમ પરથી પિતાને હાથ ઉઠાવી લીધેલો જોઈ આરબ ગૃહસ્થ તે ચકિત જ થઈ ગયો, અને તેના હૃદયમાં અતિ માનભરી લાગણી ઉત્પન્ન થઈ. તેણે અરબસ્તાન પોતાના આડતિયા સાથે સંદેશા ચલાવી અને તે સઘળો માલ એકાદ રૂપિયો વધારે ભાવ લઈ શ્રીમાનને જ આપ્યો. ને તે બજારમાં દોઢાં કરતાં વધારે ભાવથી વેચાયો. આથી શ્રીમાનને તો જે લાભ મળવાનો હતો, તેથી ઘણો મોટો લાભ મળી ગયો.”
આ કિસ્સે કાંઈક લંબાણે મેં અહીં ઉતાર્યો છે. તે તેમના ભાઈની સંપાદિત ચોપડી “રાજયંતી વ્યાખ્યાન”માંથી રા. જીવાભાઈ અમીચંદના વ્યાખ્યાન (પાન ૧૧૯) માંથી છે. એ વર્ણવીને તે ભાઈએ આગળ કહ્યું છે કે, “આ તે એક જ દૃષ્ટાન આપ્યું. પણ તેમની તમામ ઇહલૌકિક ને પારઊંકિક પ્રવૃત્તિમાં આવી ત્યાગવૃત્તિ પ્રબળપણે પ્રવર્તતી હતી.”
આને ત્યાગવૃત્તિ કહેવા કરતાં વ્યવહારમાં પ્રામાણિકતા કે ઈમાનદારી કહેવી જોઈએ. વેપારીમાં “શાઇલૉક-વૃત્તિ નિંદ્ય જ નહીં,
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
“સમુચ્ચય-વય-શ્ચર્યા” ધૃણાપાત્ર છે, એમ શેકસપિયરે તેથી જ બતાવ્યું છે. આ કથામાં કામઅને ત્યાગ નથી, પણ તેને ધર્મયુક્ત “ઉપયોગ’ કરવામાં આવ્યો છે. અને એ જ વસ્તુ સાંસારિક જીવન માટે પણ સુખસંપદા-દાયી છે, એમ વ્યાસ મુનિ પેલા તેમના પ્રસિદ્ધ શ્લોકમાં તેથી જ કહે છે:
ऊर्ध्वबाहुः विराम्येषः न च कश्चित् शृणोति माम् ।
धर्मादर्थश्च कामश्च स धर्मः किं न सेव्यते ॥ . અને ગીતામાં તો આ જ વસ્તુને એટલે સુધી જતા સૂત્રવાકયથી કહી કે, ધર્માવિરુદ્ધો મૃતેષ સામે મરતમ |
જીવન-વ્યવહારમાં ધર્મનો મહિમા ઐહિક સુખ માટે જ ગાયો છે; છતાં તે વિરલ હોય છે. પરંતુ જે ગૃહસ્થ જાગ્રત બની જિજ્ઞાસાથી મુક્તિ-મુખ બને, તેવા મુમુક્ષુને માટે તો આ વ્યવહારશુદ્ધિનો શુચિધર્મ પ્રાથમિક સાધન જ છે. શ્રીમદનાં લખાણોમાં આવો બેધ તેમણે એક જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તર રૂપે (વવાણિયાથી માહ, ૧૯૪૫) લખેલ તે સંઘરાયો છે; (શ્રી,૧ - પા. ૨૦૨) તેમાંથી આ ઉતારું છું:
“પ્રશ્ન- વ્યવહારશુદ્ધિ કેમ થઈ શકે?
ઉત્તર- વ્યવહારશુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે. છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે, આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારવૃત્તિથી થાય, તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના રાવ જિજ્ઞાસુ છે. વ્યવહારશુદ્ધિથી
જ્યારે સુખ છે, ત્યારે તેની આવશ્યકતા પણ નિ:શંક છે.” " અને આમ વ્યાખ્યા બાંધીને ઉપજવ” કે આજીવિકા માટેના વ્યવહાર વિષે વિગતવાર તેમણે લખ્યું છે, અને અંતે તે કહે છે કે, “એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો.” આગળ તે આ લખાણ પૂરું કરી શક્યા નથી, તેથી તેની અપૂર્ણ દશામાં પ્રસિદ્ધ છતાં, તેનું સૂક્ષ્મ અનુભવશુદ્ધ વિવેચન જિજ્ઞાસુ ગૃહસ્થ માટે ભારે માર્ગદર્શક : બને એવું છે.
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા - આ રીતે તેમણે પોતે પોતાની જીવન-વ્યવસ્થિતિ કરવા સતત. કેવો ઉગ્ર પ્રયત્ન કર્યો હતો, તે ઉપર મોતીને કિસ્સો સચોટ બતાવે છે. સામાન્ય ગૃહસ્થના વ્યવહારની તુલનાએ એમાં એક વિશેષતા હતી, અને તે એ કે, તેમનો વ્યવહારશુદ્ધિ-યત્ન કેવળ સુખભેગન કે સ્વર્ગકામનાને મર્યાદિત કામાર્થી ગૃહસ્થધર્મ નહોતો; તે “અપવર્ગ” કે મોક્ષની દૃષ્ટિવાળા જિજ્ઞાસુ ગૃહસ્થને યત્ન હતો. આ યત્નના સારરૂપ એવી એક માર્મિક નેધ, તેમની રોજનિશીમાં લખેલા એક લખાણમાં મળે છે. (શ્રી, ૧૨ પા. ૨૬૪); તે તેમના ૨૩મા વર્ષ દરમિયાનની (મુંબઈ, અષાડ સુદ ૫, રવિ, ૧૯૪૬) છે. તેમાં એ કહે છે
“જયારે આ વ્યવહારો પાધિ ગ્રહણ કરી, ત્યારે તે ગ્રહણ કરવાને, હેતુ આ હતો:–
“ભવિષ્ય કાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે. દુ:ખદાયક થાય, તોપણ થોડા વખતમાં ભેળવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.
“એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું:-.
“ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસ પર ન આવે તે સારું
“ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત; ખચિત . કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુ:ખને સહન કરી, ક્રમની સાચવણીના. પરિસહને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી નું અચળ રહે. અત્યારે કદાપિ વસમું અધિકતર (વધારે પડતું?) લાગશે; પણ. પરિણામે તે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઈશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુ:ખી થઈશ; પશ્ચાત્તાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચને ઘટમાં ઉતાર – પ્રીતિપૂર્વક ઉતાર.”
એમ પિતાના અનુભવમાંથી નોંધાને, રોજનિશીના આ લખાણમાં આગળ તે લખે છે તેમાં, વ્યવહારમાં અન્ય સગાંસંબંધી તથા સ્નેહી
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
સચવય-ચર્યા” સંબંધી અને પ્રત્યે કેવો ભાવ ધરીને વર્તવું, તેને વિગતવાર બંધ વિચારીને લખે છે:–
૧. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે, એમ માન.
૨. તારી (આત્મ-) પ્રશંસા કરીશ નહીં; અને કરીશ તે તું જ હલકો છે એમ હું માનું છું.
૩. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તને તેમાં સિદ્ધિ નહીં મળે, વા વિદન નડશે; તથાપિ દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે.
૪. તું વ્યવહારમાં જેનાથી જોડાયો છે, તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ....કંઈ મારું વિપરીતાચરણ મનવચન-કાયાએ થયું, તે તે માટે પશ્ચાત્તાપી થઈશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી, સ્વને પણ તમારે ૯ષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તે તમારો ઉપકાર માનીશ, અને તેને ખરો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં, માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશો નહીં; તમારી ઇચ્છાનુસાર તમે વજો તેમાં મારે કાંઈ કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ કોણીમાં વર્તવા દેતાં કોઈ રીતે તમારું અંત:કરણ ટૂંકું કરશો નહીં; અને ટૂંકું કરવા ઇચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. તે કોણિને સાચવવા મારી ઇચ્છા છે.......અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણિ તમને અપ્રિય હશે તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી તમારી સમીપથી, તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતે લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઈશ.”
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા ગાંધીજીએ દલપતરામની પેલી અવગુણ-ગુણ અંગેની રોપાઈ “શઠમ્ પ્રત્યપિ સત્યમ ભાવની)માંથી જે બોધ પિતાને માટે લીધે, તેને મળતી આ શ્રીમની વસ્તુ છે.
જિજ્ઞાસુ ગૃહસ્થ વ્યવહારમાં પ્રવૃત્તિ તે સૌ લોકો પેઠે કરે છે, પરંતુ તેની વૃત્તિમાં– અંતરમાં ફરક હોય છે. આ ફરકને જ આત્મવિવેક કે વૈરાગ્ય અથવા પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ શોધવી, એમ વર્ણવાય છે. ગીતાકારની પરિભાષામાં આ યત્નને સમતાપૂર્વક ચિત્તપ્રસાદને સમાધિભાવ પામવાને માટેની નષ્કર્મ-સિદ્ધિ માટેને યત્ન કહ્યો છે – જેના પ્રારંભમાં તે જગતના સમગ્ર વ્યવહાર પ્રત્યે ધારણ કરીને (અ) ૨-૧૩, ૧૪) ચાલવાને ભાવ વર્ણવે છે:
मात्रास्पर्शास्तु कौतेय शीतोष्णसुखदुःखदाः। आगमापायिनः अनित्याः तान् तितिक्षस्व, भारत । यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥ આ પ્રકારને કામાવિરુદ્ધ કે નિવૃત્તિ-પરાયણ નષ્કર્મધર્મ કે મહાન છે, તે બતાવતું નીચેનું કવિનું ઉદ્બોધન, આ જ વર્ષે (વાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૧૧, ભેમ, ૧૯૪૬) “ધર્મેચ્છક ભાઈ ખીમજી”ને પત્રમાં લખેલું, તે “પવિરુદ્ધ સૂતેષુ મોડમ”ના ભાષ્યરૂપ - સુંદર વિવેચન જેવું ગદ્યકાવ્ય અહીં જોવા જેવું છે:
ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મજા (મૂળમાં ‘મિજા’ પદ છે) છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે;
ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે;
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
સમુચ્ચય-જય-ચર્યા” ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેના વિહાર છે, ધર્મ જ જેને નિહાર (!) છે;
“ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેને સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે; -
એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્ય-દેહે પરમાત્મા. દશાને શું આપણે નથી ઇચ્છતા? ઇચ્છીએ છીએ. તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ નથી દેતા.” (શ્રી. ૧, પા. ૨૫૦)
એટલે કે અપ્રમાદ અને સત્સંગ સતત સતેજ સક્રિય સેવવા. જોઈએ. એ જ “સ્વાધ્યાય-પ્રવચન”ને સારભાગ છે. અને એ સ્વાધ્યાય-પ્રવચન એટલે પ્રત્યક્ષ જીવનમાં શું કરવું, એ શ્રીમદના આ કાળના જીવનનો ખાસ નોંધપાત્ર ભાગ સાધક અભ્યાસીઓને માટે છે.
૨૩મા વર્ષે પૂરી થયેલી “સમુચ્ચય-વય-ચર્યા” અહીં આગળ અટકે છે. જીવનમાં વ્યવહારશુદ્ધિ આચરતાં કેમ મોક્ષાર્થે ચિત્તશુદ્ધિ સાધી શકાય, તેને સૂક્ષ્મ વ્યવસાય કવિના જીવનનાં આ વર્ષોમાં શરૂઃ થાય છે. કવિની ચિરાદશાની આરસીરૂપ તેમનાં આ સમયનાં લખાણે આ વ્યવસાયનું બારીક સ્વાત્મ-નિરૂપણ કરે છે. તેમાંથી કેટલાક અંશ. અલગ પ્રકરણ રૂપે જોવા ઠીક થશે.
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાળા” અને “ભાવનાબોધ ૧૭ મા વર્ષમાં કવિશ્રીએ “મોક્ષમાળા (બાલાવબોધ)” ગ્રંથ લખ્યો; તે પછીને બીજે વર્ષે તેમણે “ભાવનાબોધ (દ્વાદશાનુપ્રેક્ષા
સ્વરૂપ-દર્શન” લખી, “વૈરાગ્યાધિની કેટલીક ભાવનાઓ તેમાં” ઉપદેશી. બાદ ૧૯મું વર્ષ શતાવધાનકાળનું છે, જે દ્વારા તેમણે પિતાની પ્રતિભા-શક્તિનો ચમત્કાર જગતને દેખાડ્યો. તે બાદ વીસમા વર્ષમાં “મહાનીતિ” તેમ જ તેનાં “વચનામૃત” લખીને તે દ્વારા પિતાના નવ-ધર્મપ્રવર્તનને માટેની, કહો કે, શ્રમણ-ધર્મ-સેના યોજવાના મને રથ કર્યા. અને ત્યાં જ પૂર્વનાં પ્રારબ્ધ-કર્મનો ઉદય થયો, અને અધ્યાત્મ યાત્રા માટે જીવનમાં આગળની દિશા પૂર્વજન્માનુયોગે આવી લાગી. આમ ટૂંકમાં આ સમય સુધીની “સમુચ્ચય-વયયાત્રાની રૂપરેખા જોવા મળે છે.
કવિશ્રીની કલમે વ્યવસ્થિત રૂપે લખાયેલા પ્રબંધ તરીકે જોઈએ તો, તેમાં મુખ્ય એક “મોક્ષમાળા” એમના સ્વાધ્યાય અને અભ્યાસને પરિણામે, તેમના ચિત્તમાં નીતરી રહેતો સાર છે, એમ કહેવાય.
તેના ઉપદ્યાતનું પહેલું જ વાક્ય કહે છે, “નિગ્રંથ પ્રવચનને અનુકૂળ થઈ સ્વલ્પતાથી આ ગ્રંથ ગૂંથું છું. પ્રત્યેક શિક્ષા વિષય રૂપી મણિકાથી આ પૂર્ણાહુતિ પામશે. આડંબરી નામ એ જ ગુરુત્વનું કારણ છે, એમ સમજતાં છતાં, પરિણામે અપ્રભુત્વ રહેલું હોવાથી એમ કરેલું છે, તે ઉચિત થાઓ! ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષો કંઈ ઓછા થયા નથી; તેમ જ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતા રૂપ નથી; પણ વિનય રૂપે તે ઉપદેશકોનાં ધુરંધર પ્રવચનો આગળ કનિષ્ઠ છેઆ પ્રથમ દર્શન અને બીજા અન્ય દર્શનમાં તત્વજ્ઞાન તેમ જ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાળા” અને “ભાવનાબેધ” તિરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય-સાધનો શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રો પ્રકાશ્યાં છે, તેનો સ્વલ્પતાથી કિંચિત તત્ત્વસંચય કરી, તેમાં મહાપુરુષોનાં નાનાં નાનાં ચરિત્રો એકત્ર કરી, આ મોક્ષમાળાને વિભૂષિત કરી છે. તે “વિદગ્ધમુખમંડન’ ભવતુ.”
આમ ઉપઘાતમાં કહીને, આગળ પ્રાસ્તાવિક રૂપે તે ગ્રંથનું બીજ તથા પ્રયોજન આદિ નિરૂપતાં કહે છે, “આ એક સ્યાદવાદતવાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તવ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું.”
“આ પુસ્તક ભણી, હું ધારું છું કે, સુજ્ઞ વર્ગ કટાક્ષ દૃષ્ટિથી નહીં જોશે. બહુ ઊંડાં ઊતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે! મધ્યસ્થતાથી એમાં તરવજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે.
“આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો હેતુ ઊછરતા બાળ યુવાનો અવિવેકી વિઘા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવવાને પણ છે.........”
બીજી એક જગાએ તેમણે આ ગ્રંથ વિષે એમ જણાવ્યું છે કે, મોક્ષમાળા' અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી...” કુલ ૧૦૮ શિક્ષાપાઠ એમાં છે. “બાલાવબધ” માટે તેની કલ્પના હોઈ, તેની શૈલી પણ તેવી છે. આમ એક ગુઢ તત્ત્વ-વિષયને વિષે આટલી વયે શબ્દબદ્ધ નિરૂપણ કરવું, એ કવિશ્રીની અવધાન અને આકલન શક્તિને મહા નમૂન જ છે.
જીવનની સાધના કરવામાં તે માટે પ્રયત્ન સારાંશે બે ભાગમાં વિચારી શકાય-સમજબુદ્ધિમાં બેઠેલું તત્ત્વજ્ઞાન અને તદનુરૂપ સુશીલનું ચારિત્ર્યગઠન. તેમાંનું પહેલું અંગ (“જ્ઞાનયોગ-વ્યવસ્થિતિ” તેને કહી શકીએ.) આ ગ્રંથમાં ગૂંથ્યા પછી, તેને જીવનમાં ઉતારવાને માટે સંશુદ્ધિ કરવી ઘટે, તે અર્થે “ભાવનાબેધ” નામે ગ્રંથ પછીથી ૧૮ મા વર્ષમાં કવિ
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
1. શાની ભકતની પ્રતિભા શ્રીએ રચ્યો. આ “ભાવનાબોધ"નું જ ઉપનામ “વૈરાગ્યબોધિની” માનીએ તેય વાંધો નહીં.
યોગશાસ્ત્ર કહે છે કે, જીવનમાં ભાવનાની સંશુદ્ધિ કરવામાં તેની . ચાવી રૂપ કેન્દ્રભાવ હોય તો તે ચિત્તપ્રસાદ-પૂર્વક “સંયમ” કેળવવો. એ છે. અહીં “સંયમને પારિભાષિક અર્થ પણ સમજવો જોઈએ. સંયમ એટલે ધારણા, ધ્યાન, સમાધિ; ચિત્તને સંશુદ્ધ કરીને સ્વસ્થ સ્થિર બુદ્ધિથી તવાવબોધ પામવાનું સાધન એ ત્રણ વસ્તુઓ છે.
અને બુદ્ધિને મેહ-અજ્ઞાનમાં નાંખનાર મહાકારણ કામક્રોધ છે – રાગદ્વેષ છે, તંદ્રમોહ છે. તેથી સંયમનું રહસ્ય પોતાના અંતરમાં વૈરાગ્યભાવની કેળવણી કરવી એ જ બને છે. આથી “ભાવનાબોધ’ વૈરાગ્યની. કેળવણીને માટે માર્ગદર્શક બાર ભાવનાઓ સમજાવે છે. સરળ શૈલીમાં એમ કરીને, કવિએ વૈરાગ્યના અનુશીલનનો ઊંડો અભ્યાસ કરવાને નકશો જ જાણે આલેખ્યો છે.
તેના ઉપોદઘાતમાં શરૂમાં જે પહેલું વાકય લખે છે –“ ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશે છતાં, ઉજજવળ આત્માને સ્વત:વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે.”...સઘળાં પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. જેથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે, પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં વિશ્વમ પામે છે....” અને વૈરાગ્યમણિ રાજર્ષિ “યોગીંદ્ર ભર્તુહરિને પેલો મહાક–
ભેગે રોગભય, કુલે યુતિભય,
વિને નૃપાલા ભયમ્ માને દૈન્યભય, બલે રિપુભય,
રૂપે તરુણ્યા ભયમ્ શાએ વાદભર્ય, ગુણે ખલભય,
કાયે કૃતાન્તા ભયમ્
સર્વ વસ્તુ ભયાન્વિત મુવિ ખૂણામ, : !' : વૈરાગ્યમેવાભયમ I .•
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
“મેક્ષમાળા” અને “ભાવનાબેધ” ૪૯ - એ ટાંકીને કહે છે કે, “મહાયોગી ભર્તુહરિનું આ કથન સુષ્ટિમાન્ય એટલે સઘળા ઉજજવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્ત્વજ્ઞાનનું દહન કરવા એમણે સકળ તત્ત્વવેત્તાઓનાં સિદ્ધાંત-રહસ્ય રૂપ અને સ્વાનુભવી સંસારશોકનું તાદૃશ ચિત્ર આપ્યું છે.....યોગેંદ્ર ભર્તુહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણ-સમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભર્તુહરિ સમાન, અને ભવું હરિથી કનિષ્ઠ, એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે.......વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પિતાનાં પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્ય છે, તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કાંઈક આવી જાય છે – “અહો લોકો! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરો! ઉપયોગ કરો!”
આમ અનેક તત્ત્વજ્ઞાનીઓનો ઉલ્લેખ કરીને, મહાવીર સ્વામી અંગે વિશેષે કરીને લંબાણથી લખતાં કહે છે:- “મહાવીરનો એક સમય માત્રા પણ સંસારનો ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે......પવિત્ર “ઉત્તરાધ્યયન સૂત્રમાં આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્ત્વાભિલાષીનાં મુખકમળથી મહાવીર કહેવરાવે છે કે,
અધુવે અસાસયંમિ
સંસારંમિ દુષ્માઉરાએ; કિ નામ હુજ કર્મો
જેણાહે દુગ્ગઇન ગચ્છિજ્જા.' અધૂવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુ:ખ છે; હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં?” જ્ઞ૦-૪
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા એમ કહીને આ તેમના “ભાવનાબોધ” પ્રબંધમાં કવિ, (“ખરું સુખ શામાં છે?” એવા મથાળાના) તેના ઉપઘાતમાં અને સમારોપ કરતાં કહે છે –
એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરી, હે માનવી, આત્માને ઉજજ્વળ કર” (શ્રી.૧-૧૨૪)
અને પોતે એ પુરુષાર્થને માટે “વૈરાગ્યાધિની કેટલીક ભાવનાઓ,” “પ્રથમ દર્શન” પ્રકરણ શરૂ કરે છે, એમાં ઉપદેશવાનો સંકલ્પ કરીને, “વૈરાગ્યની અને આત્મહિતૈષી વિષયોની સુદઢતા થવા માટે બાર ભાવનાઓ તત્ત્વજ્ઞાનીઓ કહે છે,” એમ નિરૂપે છે.
આ પ્રબંધ પૂરો નથી થયો લાગતો. પરંતુ શ્રીમદ્ભા જીવનના આ સમયે તે કઈ મહાવસ્તુની સાધનામાં – શેના ચિંતનમનનમાં હતા, તે આ બતાવે છે : જગતના અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓએ બોલી વિવેકબુદ્ધિને સાર ગ્રહણ કરે છે, અને મહાવીર સ્વામીના બોધને મુખ્ય રુચિપાત્ર કહીને, તે અર્થે વૈરાગ્યની સાધનાને માટે બાર ભાવનાઓને કમ બાંધે છે, અને તે દરેક પર વિવેચન કરતાં ૧૦ “ ચિત્ર” નામે પ્રકરણ લખે છે.
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
બીજા ભવ 7 માં પ્રવેશ ૧૭મા અને ૧૮મા વર્ષે રાયચંદભાઈએ અનુક્રમે લખેલા બે પ્રબંધ - “મોક્ષમાળા' અને “ભાવનાબોધ', એક બાજુથી જોતાં, તેમની અવધાન અને અભ્યાસશક્તિના નિદર્શક નમૂના રૂપે કહેવાય; તે બીજી બાજુએથી વિચારતાં, તેમાં દ્વિવિધ સૂચકતા ભરેલો અર્થ સમાયો ગણાય:- ૧. કવિ આ પ્રબંધ “સર્વજનહિતાય’ – “સર્વજનબોધાય” એવા પરોપકાર-ભાવે પ્રેરાઈને કરે છે, તે એક વાત; આ તેની બહિરંગ બાજુ થઈ. તેની અંતરંગ બાજુ એ છે કે, ૨. એ દ્વારા કવિના આંતરજીવનનો વિકાસ કઈ રીતે થતા હતા, તે સમજવાને માટે આત્મકથન રૂપે પણ આ પ્રબંધો સારા નિદર્શક ગણાય.
આ બે પ્રબંધો બાદ, ૨૦મા વર્ષમાં તેમણે “મહાનીતિ' કે વચન સપ્તશતી’ પ્રબંધ તૈયાર કર્યો. તે પણ ઉપર પ્રમાણે બહિરંગી અને અંતરંગી ઉભયાવાળો સમજી શકાય. આ નીતિ-સપ્તશતક, તેમણે તૈયાર કરવા માટે ધારેલી “શ્રમણ-સેનાને માટે પૂર્વતૈયારી રૂપેની નીતિજીવન-માળા હતી. તેવી નીતિથી ચાલતા ત્યાગી વેરાગી પુરુષો દ્વારા તે પિતાની ધારણા મુજબનું નવ-ધર્મ-પ્રવર્તન કરવા માગતા હતા.
એને અર્થ એ પણ ખરો કે, તે પોતે જાતે એ નીતિબોધને પિતાને માટે માનતા હતા – પિતાના જીવનમાં અનુસરતા હતા; એટલું જ નહિ, એ પ્રકારનું ધર્મપ્રવર્તક નીતિ-જીવન-ચિત્ર તેમણે તે સમયમાં કામ કરવાને માટે ઉપયોગી અને આવશ્યક માન્યું. એટલે કે, પિતાના સમયે કઈ નીતિ – ક જીવન-વ્યવહાર કવિ જરી અને ઉપકારક માને છે; તેથી કરીને, તે કાળે જે ચાલુ છે, તેને કઈ રીતે કરને સંશુદ્ધ કરવા
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
જ્ઞાની ભકતની પ્રતિભા જેવો છે, તે વિશેના વિચારો – તે પ્રકારનું તેમનું વ્યવહાર-શુદ્ધિ-દર્શન આ તેમના પ્રબંધમાં અનાયાસે ઊતર્યું ગણાય. ''
અને આ લખાણો તેમણે કેટલી ત્વરાથી કર્યા હતાં! તે બતાવે છે કે, તેમણે જે બધું જોયું તેને સતત પોતાના અંતરમાં ઘૂંટયા જ કર્યું, અને તેના પરિપાક રૂપે તેને નિચોડ, – તેમની અસાધારણ અવધાન-શક્તિના બળે કરીને, – ધોધમાર શબ્દબદ્ધ થયો.
એટલે, તેમની આ ત્રણ કૃતિઓ, તેમના જીવનનાં આ મહત્ત્વનાં પરિવર્તક વર્ષોને સમજવા માટે, ખૂબ મદદરૂપ બની શકે. તેમને બહિરંગ રૂપે જોઈએ તે તે બતાવે છે કે, કવિશ્રીના અંતરમાં આ કાળે, પિતાના આગળના જીવનમાર્ગને માટે, જૈન નવધર્મપરિવર્તનને મને રથ ઘડાયો, અને તેની સફળતા માટેનાં પગલાં તે આયોજવા લાગ્યા; અને અંતરંગ રૂપે જોઈએ તે, કવિ આ મહાકાર્યને માટે પોતાના જીવનને ઘડીને તેને સફળ કરવા લાયક બનવાને માટેની આત્મસાધનામાં લાગે છે.
નાનપણમાં વિવિધ પ્રકારની મહાકાંક્ષા ભરેલા મરથે ફૂટતા, તેમને ત્યારની નાદાન ઉમરના કુદરતી ઉછાળા તેમણે ગણાવ્યા છે. પરંતુ તેમાં એક મર્મ નિગૂઢ હતો, તે એ કે, તેમાંથી એ જુવાનનું હોનહારપણું જણાઈ આવતું હતું : એ કાચી ઉંમરના ઉછાળાની અંદર એક એવી ઊર્મિનો આવેશ સંતાઈ રહેલ હતો, કે જે પછીનાં જીવનવિધાયક ચિંતન-મનન તથા સ્વાધ્યાય-પ્રવચનાદિના તપ દ્વારા આકાર પામીને જીવન ઘડતો હતો. - ઉપર જોયા તે ગ્રંથ, રાયચંદભાઈના જીવનની પુખ્ત વયે, આ પ્રક્રિયા જે પાંચ-સાત વર્ષોમાં થઈ, તેનું સ્વરૂપ સમજાવી શકે એવા – તે પ્રક્રિયાની દિશા અને પ્રરૂપણા બતાવનારા ગણાય. ટૂંકમાં કહીએ તે, આ કાળે રાયચંદભાઈ પોતાને માટે અમુક પ્રકારની જીવનનિષ્ઠા સંશુદ્ધ કરી લે છે અને તે નિષ્ઠાના દર્યા અને તેના પ્રેરણાબળથી લગ્નજીવનને “ બીજો ભવ” અંગીકાર કરે છે, અને તેમાં દૃઢતાથી પગલાં માંડતા આત્મસાધનામાં આગળ વધે છે.
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
બીજ ભવ”માં પ્રવેશ
૫૩ આ પુખ્ત વય એટલે એમના જીવનને, ૧૬ થી ૨૩ વર્ષની ઉમરને કાળ. આ દરમિયાન તે એમના મુખ્ય પ્રબંધો લખે છે, તેમાં પિતાના શાસ્ત્રાભ્યાસને જ સાર આપે છે એટલું જ નહિ, આસપાસના પોતાના સંસારજીવનને પણ વિવેકવિચાર કરીને – તેને તોલ બાંધીને તેમાં વર્ણવે છે, અને તે મુજબ પોતાના અંગત જીવનને અને પોતાના સમાજના જીવનને પણ ઘડવાને માટે કમર કસે છે. અને આપણે જોયું કે, આ સમુચ્ચય-વય-કાળનું બરોબર આત્મનિરીક્ષણ કરીને તેમણે આ બધું વિચાર્યું છે. અને તેમ કરવામાં કોઈ માર્ગદર્શક વ્યક્તિ તેમના ગુરુ કે ઉપદેશક રૂપે હોય એમ જણાતું નથી. હા, શાસ્ત્રના સગ્રંથોને તે બરોબર કસીને વાપરે છે, અને તેના અંતે પોતાની જીવનનૌકાને નકશે નક્કી કરે છે. એમ કહેવાય. અથવા ગુરુ હોય તો તેમના અંતરમાં બિરાજતો ઈશ્વર કહો; કે જે ગુરુઓને ગુરુ છે – જીવમાત્રને હાજરાહજૂર ગુરુ છે – શાશ્વત અંતર્યામી રૂપે દરેકના હૃદયમાં બિરાજે છે. શ્રીમદ્ અને ગાંધીજીમાં આ સમાન લક્ષણ ગણાય કે, તેઓએ આવા ગુરુની જ દીક્ષા લીધી –- તેમણે કોઈની કંઠી ન બાંધી. શ્રીમ “બીજા ભવ’માં પ્રવેશ આ પ્રકારે થયો.
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૦
જૈન ધર્મતત્ત્વનિષ્ઠા ૨૦ વર્ષના થયા ત્યાં સુધીમાં રાયચંદભાઈની ધર્મ-નિષ્ઠા, (આમ તે જન્મ વૈષ્ણવ હોવા છતાં), જૈન ધર્મની સર્વોપરિતા પ્રત્યે લગભગ દૃઢ થઈ ચૂકી હોય એમ જોવા મળે છે, તેમ દર્શાવતાં અનેક વચનો (૧૭ મા વર્ષમાં લખેલી તેમની) “મોક્ષમાળા'માં મળે છે; અને એમ દર્શાવવા શાસ્ત્રાર્થક કે વાદવિવાદી ચર્ચા તેમાં છે. જેમ કે, જુઓ તેના “શિક્ષાપાઠ’નાં તત્ત્વાવબોધ પ્રકરણો. (શ્રી,૧ -પા. ૧૧૨ ઇ૦) “જે જે હું કહી ગયા છે તે કંઈ કેવળ જૈન કળથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે તેમ આ પણ નિ:શંક માનજો કે, હું જે કહું છું તે અપક્ષપાત અને પરમાર્થ-બુદ્ધિથી કહું છું.....વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃત માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે...”
જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચાર-સંકલનાથી ભરેલું દર્શન છે, કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ જૈનના અકકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તોપણ પાર પામીએ નહીં, તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી...” (શ્રી.૧પા. ૧૧૨-૩).
આમ પોતાની સિદ્ધાંતી જ્ઞાનનિષ્ઠા રજૂ કરીને જૈન ધર્મ-દર્શન પરની મુખ્ય અન્ય ધર્મી (મુખ્યત્વે હિંદુ) ટીકાઓનું ખંડન-મંડન કરતાં તે કહે છે:
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મતત્વનિષ્ઠા છે “....જ્યારે એક દર્શનને પરિપૂર્ણ કહી વાત સિદ્ધ કરવી હોય ત્યારે પ્રતિપક્ષની મધ્યસ્થ બુદ્ધિથી અપૂર્ણતા દર્શાવવી જોઈએ. અને એ બે વાત પર વિવેચન કરવા જેટલી અહીં જગ્યા નથી.”
છતાં કાંઈક જે લખ્યું છે તેમાં તે જૈન દર્શન “નાસ્તિક” કહેવાયું, તે આક્ષેપ નોંધે છે. એમાં તે કહે છે:
“મને બહુ આશ્ચર્ય લાગે છે કે, કેવળ શુદ્ધ પરમાત્મ-તત્ત્વને પામેલા, સકળ દૂષણ-રહિત, મૃષા કહેવાનું જેને કાંઈ નિમિત્ત નથી, એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને પિતે તો જાણ્યું નહીં, પોતાના આત્માનું, હિત તો કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્રા દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? યદિ હું સમજું છું. કે, એ કહેનારા એનાં તત્તવોને જાણતા નહોતા. વળી એના તત્ત્વને જાણવાથી પોતાની શ્રદ્ધા ફરશે, ત્યારે લોકો પછી પોતાના આગળ કહેલા મતને ગાંઠશે નહીં; જે લૌકિક મતમાં પોતાની આજીવિકા રહી. છે, એવા વેદોની મહત્તા ઘટાડવાથી પોતાની મહત્તા ઘટશે; પોતાનું મિથ્યા. સ્થાપિત કરેલું પરમેશ્વરપદ ચાલશે નહીં; એથી જન તત્ત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી બંધ કરવા લોકોને એવી ભ્રમ-ભૂરકી આપી. કે, જેન નાસ્તિક છે .(સદર, પા. ૧૧૩)
“પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે કે, જૈન દર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે ........”(સદર પા. ૧૧૪) | * આ તત્વના વાદવિવાદમાં અહીં આપણે ન ઊતરીએ. જગતની. ઉત્પત્તિની બાબતમાં વિવિધ ધર્મો પિતાની તર્કબુદ્ધિ અને શ્રદ્ધા પ્રમાણે આ-તે વાદ સ્થાપે છે. વિજ્ઞાનવાદો પણ ચાર્વાકથી માંડીને ચાલે છે. એ. વાદવિવાદને અંત ભાગ્યે આવે છતાં આ ઉંમરે શ્રીમદ્ તેમાં ઠીક ઠીક ગૂંથાયેલા હશે, એમ જણાય છે. અને તે. અંગે તેમણે પિતાની, શ્રદ્ધાબુદ્ધિ જૈન દર્શન અને નિગ્રંથ આદર્શ ઉપર સ્થિર કરી, એમ જણાય
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
૫
જ્ઞાની ભક્તની પ્રતિભા
છે. છતાં તેમાં પંડિતની શાસ્ત્રાર્થક તર્કબુદ્ધિ નહોતી; પરંતુ સાધકે પોતાને માટે આ વિષે જે માન્યતા બાંધીને ચાલવું ઘટે, તે માન્યતા સ્થિર કરવા માટે હતી, એમ આપણે માનીએ.
એમ કહીને આગળ ચર્ચા કરતાં, તે પછીના શિક્ષાપાઠ ૯૮ માં લખે છે, તે પણ જોવા જેવું છે:
“ જે ન્યાયથી જય મેળવી શકતા નથી તે પછી ગાળા ભાંડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાન્તા શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તેાડી ન શકયા, ત્યારે પછી ‘જૈન નાસ્તિક હું, સા ચાર્વાકમેસે ઉત્પન્ન હુઆ હૈ', એમ કહેવા માંડયું. પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે.......આપના વેદ-વિચારો કઈ બાબતમાં જૈનથી ચડે છે? આમ જ્યારે મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કોઈ સાધન રહે નહીં. જે સત્પુરુષોનાં વચનામૃત અને યોગબળથી
આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્ત્વજ્ઞાન અને 'મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષો શૃંગારમાં રાચ્યા પડયા છે, સામાન્ય તત્ત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેના આચાર પણ પૂર્ણ નથી, તેને ચડતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્ય સ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મ-સ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહાળતાનું સૂચવન કરે છે ! ”
આ પ્રકારે આ વાદવિવાદમાં કહીને, છેવટે સાધકની સમજબુદ્ધિથી તેના સમારોપ કરતાં કવિશ્રી આગળ અંતે કહે છે:—
“ પરંતુ જગત માહાંધ છે; મતભેદ છે ત્યાં અંધારું છે; મમત્વ અને રાગ છે ત્યાં સત્ય તત્ત્વ નથી; એ વાત આપણે શા માટે ન
વિચારવી ! ” ( શ્રી.૧-૧૧૫)
-
મુંડક ઉપનિષદ કહે છે એમ આત્મતત્ત્વવસ્તુ દર્શનની શાસ્ત્રાર્થી વસ્તુ નથી; તે કાંઈ તર્કથી મેળવવાની સ્થિતિ કે ખંડનમંડનથી તત્ત્વસભા જીતવાની વસ્તુ પણ
નથી.
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મતનવનિષ્ઠા પરચ ાાન વર્મવિતાનું શ્રાદ્ધ નિર્વેરમ્ ભાયાત્ ...... નાયતમાં પ્રવચન આખ્યા, ન મેપા, ન વહુના મૃતેને .. नायामात्मा बलहीनेन लभ्यः, न च प्रमादात् तपसा वाप्यलिंगात् ।। एतैः उपायैः यतते यस्तु विद्वान् तस्यैष आत्मा, विशते ब्रह्मधाम ।। અથવા તૈત્તિરીય ઉપનિષદ કહે છે એમ – यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।
आनंदं ब्रह्मणो विद्वान् न बिभेति कुतश्चन ॥
એટલે કે, વાતની વાત એ છે કે, સાધકે પોતાને માટે પોતાનું પાત્ર અનેક શાસ્ત્રોના મહાસાગરમાંથી ભરી લેવાનું છે, તેમ કરીને પોતાની તરસ છિપાવીને માર્ગે પળવાનું છે; એમાં કેવળ પંડિતાઈની તર્કબાજી કે શાસ્ત્રાર્થ-પ્રવચનાદિ વગેરેને અમુક સુધીની જ મર્યાદા છે. -આથી શ્રીમદ્ તેમની ઉપર ટાંકેલી વિવાદ-ચર્ચાનો સમારોપ કરતાં (શ્રી ૧-૧૧૫) આમ કહે છે:
હું એક મુખ્ય વાત તમને કહું છું કે, જે મમત્વ રહિતની અને ન્યાયની છે. તે એ છે કે, ગમે તે દર્શનને તમે માને. ગમે તો પછી તમારી દૃષ્ટિમાં આવે તેમ જેનને કહો, સર્વ દર્શનનાં શાસ્ત્ર-તત્ત્વને જુઓ, તેમ જૈન તત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યોગ્ય લાગે, તે અંગીકાર કરો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરો, પણ તત્ત્વને વિચારો.”
શ્રીમદ્ નાનપણથી મુમુક્ષા-ભાવને સહેજે વર્યા હતા. એમની આ વૃત્તિ પરથી, એમને વિષે, સાક્ષરશ્રી બOGOઠાએ વિ. સં. ૧૯૬૬ની -રાજચંદ્ર જયંતી પ્રસંગે વ્યાખ્યાન આપતાં કહેલું કે –
શ્રી. રાજચંદ્રજી સાથે મારો પોતાનો પરિચય બહુ જ અછડતો હતે. એ પરિચયથી અને એમના ગ્રંથ તથા કાગળો વાંચવામાં આવતાં અને એ જન્મના તપસ્વી ('બોર્ન ઍસેટિક) લાગેલા હતા, અને મારી બહેબ કેટલાંક વર્ષ ઉપર એક મિત્ર કાગળમાં લખ્યો હતો. આ તો એમની સાથે ગાઢ પરિચયમાં આવેલા તેમ જ જૈન
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા શાસ્ત્રોના સારા અભ્યાસી એવા એકથી વધારે વિદ્વાનોએ તે દિવસ પછી આજ સુધીમાં પિતાની અનુમતિની સાથે જાહેર કરે છે....” (રાજયંતી વ્યાખ્યાને, પા.૧૪૩-૪)
આપણે આ સમયના આપણા સમાજ ભણી જોઈએ તે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં અમુક આચાર-શૈથિલ્ય જોવા મળતું હતું. તે સામે જ, દાઇ તા, સ્વામી સહજાનંદજીએ પિતાને સ્વામીનારાયણ સંપ્રદાય અલગ સ્થાપ્યો. આ કાળમાં અમુક સંસાર-સુધારકોએ આક્ષેપ કરેલો તેને અદાલતમાં કેસ લડવો પડેલો. કદાચ તત્કાલીન સંજોગોની ભૂમિકામાં કવિશ્રીએ ઉપરના લખાણમાં (વેદ-ઉપનિષદાદિ તત્ત્વદર્શનને અન્યાય કરી દે એવું) કાંઈક ટીકારૂપ આરોપણ કર્યું હોય, તે તેમાં તે સમયની સમાજસ્થિતિનું આગંતુક અને પ્રર્વતમાન વાયુમંડળ જ માની શકાય. બાકી તેમની દૃષ્ટિ સ્વતંત્ર બુદ્ધિવાદી હતી, એમ તે છેવટે કહે છે. છતાં તેમને જૈન તત્ત્વદર્શન અને નિગ્રંથપદની. સાધનામાં અદ્રિતીય શ્રદ્ધા બેઠી હતી, એમ તે કહેવું જોઈએ. (નિર્ગથપદ ઝંખતું એમનું કાવ્ય આ જ સમયે તેમની હદયવીણામાંથી રણકેલું.) અને તેમાં તેમની સાધક પ્રતિભાની જે વિશેષ પ્રકૃતિ હતી, તે એનું નિમિત્ત મનાય.
- સાધકો પોતપોતાની વિશેષ પ્રકૃતિ મુજબની રુચિથી સાધનમાર્ગ લે છે–એમ જ હોઈ શકે. તે દૃષ્ટિએ જોઈએ તો, કવિની પ્રકૃતિ, અગાઉ એક જગાએ જોયું એમ, અવ્યકતપાસક તત્ત્વજ્ઞાનીની કે સાંખ્યબુદ્ધિની હતી. કુશાગ્ર બુદ્ધિ અને મહા બળવાન અવધાનશક્તિ એમાં કારણ હોય. છતાં એ બધાને અંતેય, દરેક સાધક પિતાની તત્ત્વનિષ્ઠા કેળવી. લઈને પોતાની શ્રદ્ધા ઘડી લે છે; કેમ કે, છેવટે શાન કે પરમસિદ્ધિ તે વિના સંભવે નહિ, એ અધ્યાત્મવિદ્યાને જાય છે.
એ ન્યાયે લેતાં કહેવાય કે, શ્રીમદે આ. શ્રદ્ધા જૈનદર્શનાનુસાર મહાવીર સ્વામીની નિગ્રંથામાં કેળવી હતી. અને તે વિશે ૧૭ વર્ષની.
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મતત્વનિષ્ઠા વણે લખેલી તેમની ક્ષમાળા” નાં “ધર્મધ્યાન' પ્રકરણોમાં (જુઓ શ્રી,૧પા. ૯૮ થી ૧૦૦) કહે છે, તેમાંથી તેનું કારણ જાણવા મળે છે :
ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે. આ, રૌદ્ર, ધર્મ, અને શુકલ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થક રૂપ છે.....(પા.૯૮)
અહીં ધ્યાનને બદલે “ભક્તિ' શબ્દ મૂકીને જોઈએ તે ગીતાકાર. ૪ ભક્ત-પ્રકારે બતાવે છે – આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ તથા જ્ઞાની, એ યાદ આવશે. વસ્તુતાએ એક જ સરખું વિવેચન – અલબત્ત, પરિભાષા-ભેદે – આ ગણાય. અસ્તુ.
એમ ધ્યાનના ચાર પ્રકાર ગણાવીને શ્રીમદ્ આગળ તેનું શાસ્ત્રીય પંચીકરણ કહેતાં તેનાં ચાર લક્ષણ અને અવલંબન વગેરે ગણાવે છે; એ બધી જૈન શાસ્ત્રીય ધ્યાન-મીમાંસામાં વિશેષ ન ઊતરીએ. સૌ કોઈ જાણે છે કે, આત્મ-સાધનાનો શાસ્ત્રીય માર્ગ આત્મસંયમને દવાનયોગ, છે; – જેનું નિરૂપણ ભારતના અધ્યાત્મ-ઇતિહાસમાં “યોગવિદ્યા’ કે યોગશાસ્ત્ર રૂપે મળે છે. રાયચંદભાઈએ એ વિષેના એમના શાસ્ત્રાભ્યાસમાંથી પિતાને માટે અમુક તારવણી કાઢી, તે “મોક્ષમાળા'માં ઉતારી. એમાં નોંધપાત્ર વસ્તુ એ છે કે, સામાન્ય ગૃહસ્થો માટે એ વિચાર છે. અને એ જ વિચારથી શ્રી. હેમાચાર્યો પણ પોતાનું યોગશાસ્ત્ર' રચ્યું. તેમાં યોગની વ્યાખ્યા એ જ કરી કે, “યોગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર્ય – એ રત્નત્રય."*
શ્રીમદ રાજચંદ્રની સાધના આ રત્નત્રય વડે મુખ્યત્વે હતી, એમ કહી શકાય. તેમાં જ્ઞાન અને શ્રદ્ધા અંગે જૈન તત્ત્વ વિષે એમની જે વિશેષ વૃત્તિ હતી, તે નિર્વિવાદ છે. તેમ છતાં, તેમાં તે જડાગ્રહી નહોતા; છેવટે તે વ્યક્તિની બુદ્ધિને પ્રામાણ્ય માનતા હતા. સાર એ છે કે, સાધકે પોતાની જ્ઞાનનિષ્ઠા તાપૂરતી બાંધીને ચાલવું જોઈએ છે: તે વસ્તુ તેના " - આ અંગે વધુ વિચારવા છે તે જુએ– “ગશાસ્ત્ર” હેમા થાર્યકૃત) સંપાદક, ગોપાળદાસ પટેલ
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા અંતરના આધારને માટેની જરૂર હોય છે, તેમાં “આ સાચું કે તે, આ આ મોટું કે તે, એવી અહમહેમિકા નથી હોતી. નહિ તે તે વસ્તુ સાધકને માટે બાધક બની જાય છે. સાધના પંડિતાઈ કે શાસ્ત્ર નથી, તે જીવનકળા છે – આપકળા છે. એ કળા રાયચંદભાઈએ પોતાને માટે જેવી યોજી, તેમાં જૈન ધર્મતત્વદર્શને અગત્યનો અગ્ર ભાગ ભજવ્યો હતો.
. એમાં એક એવો વિચાર કદાચ ઉદ્ભવે કે, જન્મે જે વૈષણવ હતા તે, આ રીતે કયાં કારણે કે સંગ-સોબતની અસરથી, જૈન તત્વ તરફ વિશેષ -વળ્યા હશે વારુ? આ અંગે તેમણે જ કહ્યું કે, “ પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યાં....” (જુઓ પા. ૪). આવા ગ્રંથાભ્યાસ તરફ તે નાનપણમાં વળ્યા, તેમાં નિમિત્તિ તે કાળે તેમના જન્મસ્થાનમાં મળતી સોબત હશે. આ સમયે જૈન યતિ-મુનિઓના આવા સંબંધ સહેજે મળતા એમ ગાંધીજીએ એમના નાનપણનું વર્ણન કરતાં “આત્મકથામાં '(પૃ૦ ૩૫) કહ્યું છે :
વળી પિતાજી પાસે જેને ધર્માચાર્યોમાંથી કોઈ હમેશાં આવે. પિતાજી તેમને વહેરાવે પણ ખરા. તેઓ પિતાજી સાથે ધર્મની તેમ જ વ્યવહારની વાતો કરે.”
એવું કાંઈક આ સમયે વવાણિયામાં પણ ચાલતું હશે માનીએ. પરંતુ તેમાં કોઈ વ્યક્તિવિશેષની અસર હોય, તો તેવી માહિતી મળતી નથી. રાયચંદભાઈએ પોતે, પોતાના સ્વાધ્યાયબળથી – પોતાના ગ્રંથાભ્યાસમાંથી પોતાની જ્ઞાનનિષ્ઠા કેળવી હતી, એમ લાગે છે.
અને એમાંથી જ તેમનામાં જૈન ધર્મ-સમાજની સુધારણાનો મનોરથ પણ કેળવાયો. જેમ કે, જો કે, મોક્ષમાળામાં “પંચમકાળનું સ્વરૂપ વર્ણવીને કહે છે, “(ત) જાણીને વિવેકી પુરુષો તત્ત્વને ગ્રહણ કરશે.”(શ્રી ૧૧૦૪) અને તેમ પિતે કરે છે: પરિણામે “તત્ત્વાવબોધ'નો પોતાનો નિર્ણય (“મોક્ષમાળાના શિક્ષાપાઠ ૮૨ થી ૯૮ માં, શ્રી.૧-૧૦૪થી ૧૧૪) લખે છે; અને એ લંબાણનિરૂપણને અંતે “શિક્ષાપાઠ ૯૯ - સમાજની અગત્યવર્ણવતાં લખે છે, કે જે ખાસ જેવા યોગ્ય છે:
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મતત્વનિષ્ઠા આંગ્લભૌમીઓ સંસાર સંબંધી અનેક કલાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે? – એ વિચાર કરતાં આપણને તત્કાલ જણાશે કે, તેને બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું. કલાર્કીશલ્યના
એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષની ઊભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું? તે ઉત્તરમાં એમ આવશે કે, લક્ષ્મી, કીર્તિ અને અધિકાર.”
આમ, યુરોપથી અંગ્રેજ પ્રજાના રાજ્યમાં હિંદમાં જે નવો સુધારો જોવા મળે, તેને એક્ઝપાટે આ પ્રકારે સાર-કયાસ કાઢીને કવિ તે પાઠમાં આગળ લખે છે –
“એ એમનાં ઉદાહરણ ઉપરથી એ નીતિનાં કલાકૌશલ્યો શોધવાને હું અહીં બંધ કરતો નથી, પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા, તેમ જ ધર્મવિદ્યાને પ્રફુલિત કરવા એક મહાન સમાજ સદાચરણી, શ્રીમંત અને ધીમંત બંનેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે, એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદ-મતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા
જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી, કીર્તિ, અને અધિકાર સંસારી કળાકશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તે સર્વ સિદ્ધિ સાંપડશે. મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઇચ્છું છું કે, તે કૃત્યની સિદ્ધિ ઉચિત થઈ જેનાંતર્ગચ્છ-મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્ય-મંડળનું લક્ષ્ય આવો; અને મમત્વ જાઓ.’
આમ એક દીદ અને વ્યાપક દૃષ્ટિએ, પૂર્વ અને પશ્ચિમની બે સંસ્કૃતિઓના મિલનરૂપ હિંદના અંગ્રેજ શાસન-સમયે, “સમાજની અગત્ય વિચારતાં શું ઉચિત કાર્ય છે, તે આમ નિરૂપે છે. એમાં રાયચંદભાઈ
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા ત્યારના સંસારના સમગ્ર “મનુષ્ય-મંડળ'ને લક્ષમાં લે છે, એ તેમની પ્રતિભાને અંશ આજના યુગમાં વિશેષ આકર્ષક બને છે.'
ઉપર પ્રમાણે “સમાજની અગત્ય” નિરૂપીને, તે પછીના ૧૦૦મા શિક્ષાપાઠમાં (“મનોનિગ્રહનાં વિદનો”) કહે છે –
વારંવાર જે બંધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે, આત્માને તારો અને તારવા માટે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સલ્ફીલને સેવો. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા, તે તે માર્ગ મનોનિગ્રહતાને આધીન છે. મોનિગ્રહતા થવા લક્ષની -બહોળતા કરવી યથોચિત છે.”
અને એમ જણાવી આગળ લખતાં, કવિ એ બળતામાં વિદનરૂપ દોષો તરીકે ૧૮ વસ્તુ ગણાવે છે, અને કહે છે કે, “એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે, ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી. અતિ ભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં, પણ કેવળ ભેગત્યાગવૃત જેણે ધર્યું છે, તેમ જ એ એક્કે દેશનું મૂળ જેના હૃદયમાં નથી, તે પુરુષ મહદ્ભાગી છે.” (શ્રી ૧-૧૧૬).
આ પ્રકારની “નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા” જેને ગીતાકાર કહે છે (૧૮-૫૦ થી ૫૫), તેને મળતી જૈન “નિગ્રંથ-પદ-વાચી નિષ્ઠા શ્રીમદે આ સમયે કેળવી અને તે ભાથું બાંધી તેમના બીજા ભવ'માં આગળ ચાલ્યા, – એમ તેમનાં આ કાળનાં લખાણો બતાવે છે.
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૧
વ્યવહારશુદ્ધિગ ૨૧મા વર્ષે કવિશ્રીએ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો, તથા ધંધામાં લાગ્યા હતા. આ વય સુધીના એમના મુખ્ય સહજ જીવનભાવો જોઈએ તે, જીવનના સર્વ વ્યવહારમાં પ્રામાણિકતા કે ઈમાનદારી મોટો એક ગુણ હતો. વીસમા વર્ષનાં તેમનાં લખાણોમાં “મહાનીતિ” નામથી “વચન સપ્તશતી’ પ્રકરણ છે; તે આ જ્ઞાનયોગી પુરુષના ચિત્તમાં એ વયે, – વ્યવહારશુદ્ધિની સાધનાને અંગે જિજ્ઞાસુ માનવે પોતાની જીવનચર્યાને વિષે કેટલી ઝીણી નીતિરીતિઓ વિચારવી ઘટે છે, – તે બતાવે છે. તેની સાથે એ પણ એમાં જોઈ શકાય છે કે, તે ઉમરે (૨૦મું વર્ષ તે છે) કવિએ તે વિશે કેટલું વિગતવાર, ઊંડું અને વ્યાપક સંસાર-નિરીક્ષણમાંથી આકલન કર્યું છે.
આ “મહાનીતિ”માં “વચન સપ્તશતી' નામથી ૭૦૦ બોધવચને લખાયાં છે. તે બાદ, “વચનામૃત” મથાળે ૧૨૬ વચને છે, તેમાં ૧૬મા વચનમાં આ “વચન સપ્તશતી”ને ઉલ્લેખ કરીને કહ્યું છે કે, “(એને) પુનઃ પુનઃ સ્મરણમાં રાખે.” (શ્રી.૧-૧૭૬).
તથા તે (૨૦) વર્ષમાં તેમના આત્મબંધુ જેવા શ્રી. ચત્રભુજ બેચરને મુંબઈથી લખેલા પાંચ પત્રો મળે છે, તેમાં પણ આ “વચન સપ્તશતી”ની મહાનીતિને ઉલ્લેખ છે અને તે પત્રોમાં કવિએ આ કાળે પોતાના અંતરમાં એક જે મને મંથન ચાલતું, તેને ગુહ્ય ચિતાર અંગત રૂપે આ મિત્રને લખ્યો છે. તે પરથી આ “મહાનીતિ'નું પ્રયોજન કેવળ આત્મબોધાર્થે જ નથી, પરંતુ એક નવધર્મ-પ્રવર્તનના પ્રસ્થાન રૂપે છે. એમ જણાય છે.
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
ઉક
જ્ઞાની ભકતની પ્રતિભા કવિના જીવનમાં નવધર્મપ્રવર્તનની આ લોકોપકારી વસ્તુ તેમની પ્રતિભાનો એક નોંધપાત્ર અંશ બતાવે છે. તે વિશે હવે પછી અલગ પ્રકરણમાં જોઈશું. અહીંયાં એ નોંધવું જરૂરી છે કે, કવિએ તેમના ૨૦મા વર્ષે વિચારીને શબ્દબદ્ધ કરેલી આ “વચન સપ્તશતી”ની એ મહાનીતિ મુજબ શ્રીમદ્ પોતે પોતાના જીવનને આ સમયે ઘડતા હતા. અધ્યાત્મ-માર્ગના યાત્રીને માટે, આ પ્રકારની નીતિચર્યા અમુક અધ્યાત્મયોગશક્તિ જ પેદા કરે છે. જેમ કે, જુએ શ્રી. હેમાચાર્ય તેમના યોગશાસ્ત્રમાં, યોગની વ્યાખ્યામાં જ, તેને એનું પ્રથમ અંગ જ ગણાવે છે. અથવા ગીતાકારે એને ભાવસંશુદ્ધિ કહીને આવી જીવનચર્યાને એક તપ સમાન જ વર્ણવી છે; અથવા “દૈવી સંપદ”ના સંદર્ભમાં એ જ વાત કહેતાં અભયની સાથે બીજે નંબરે એને સવસંશુદ્ધિ કહી છે; અને તે પછી ત્રીજે સ્થાને “જ્ઞાનયોગ-વ્યવસ્થિતિને કહી છે, કે જેનો પાયો જ આ ભાવ- કે સવ- સંશુદ્ધિ કે ચિત્તશુદ્ધિ જ છે. એમ આ વ્યવહારશુદ્ધિની વસ્તુ સાધકને માટે ૌતિક મહીં, આધ્યાત્મિક એક યોગબળ જ બને છે, જેને આધારે તે આગળની જ્ઞાનયાત્રા ખેડવાનું સામર્થ્ય પામે છે.
આ જ વસ્તુને બીજી એક રીતે વિચારીએ તે, માનવ જીવનમાં બે નખા અંશ બતાવી શકાય – એક તેના બાહ્ય જગત કે સંસાર સાથેના સંસર્ગથી નીપજતા વર્તન વ્યવહારનું બહિરંગ; - જેનો ઊગમ, તેના અંતર્લોક કે તેના સ્વભાવ કે અંતરમાંથી છે; - એ અર્થમાં જોકે તે સાવ બહિર ન ગણાય. આ અંતર એને જીવનનું બીજું, – કહો કે, અંતગ છે, કે જેને પણ સાવ અંતનું તે ન જ કહેવાય; કેમ કે, તેના ભાવો બાહ્ય જગતના ઈઢિયાર્થો કે પદાર્થોની જોડે, – આપણા અંતરનાં રાગદ્વેષ, વાસના, ને કામક્રોધાદિ વડે -સંધાયા છે. આમ છતાં, આપણી સમજૂતીની સ્પષ્ટતાને ખાતર, આ બે અંગને આપણે અંતરંગ ને બહિરંગ જુદાં માનીને કહીએ કે, તેમાં માનવ જીવનનું બહિરંગ -
For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
વ્યવહારશુદ્ધિગ તે સંસારના સંગમાંથી પ્રવર્તતે વ્યવહાર-જીવન-ભાગ છે, કે જેને સ્થૂળ રૂપે સંબંધમાં આવીને જગત જુએ જાણે ને સ્પશીને ચાલે છે. અને બીજું અંતરંગ એટલે જીવનને આંતર મને લોક કે ચિત્તભાગ; કે જે સાધારણ રીતે જગત જુએ જાણે કે પામી શકે નહિ,– એને અનુમાનથી કપીને ચાલે છે. આ આંતર જીવન આપણી સૂક્ષ્મ કામહેતુસૃષ્ટિ છે; જેને વિશે કહેવાય છે કે, તે જ બંધ-મોક્ષનું કારણ છે; જેથી તેની સંશુદ્ધિ કરવી એ સાધનાનો આદિ કાંડ છે.
તેથી કરીને આ બે ભાગ સાવ અલગ અને નોખાં બે ખાનાં નથી; એક જ માનવ-વ્યક્તિત્વનાં બે પાસાં છે – દ્વિદળના કણ પેઠે જડાયેલાં છે. પરંતુ માનવ ચિત્તની રચના ભારે વિલક્ષણ છે. તેનાં. બહિરંગ તથા અંતરંગ આમ ઓતપ્રોત છતાં, તેમાં એવું સંભવે છે. કે, મનમાં એક અને કર્મમાં બીજું, કહેણીમાં એક ને રહેણી-કરણીમાં બીજું, – આ મિથ્યાચાર અને દંભ વર્તનનો દુર્ગુણ છે. માનવચિત્ત. તેના બહિરંગ-અંતરંગ વચ્ચે દંભનો સેતુ રચીને, અંદર એક ને બહાર બીજું – એવો આચાર-વિચાર પ્રયોજતો જોવા મળે છે. આવો દંભાહંકારયુક્ત વ્યવહાર લોકમાં લોભ અને કામરાગથી સંભવે છે. ગીતાકાર આવા વ્યવહાર અંગે જ કહે છે કે, તે સત્કારમાન-પૂજાથે દંભથી ચાલે છે. (જુઓ અ૦૧૭-૧૮). - રાયચંદભાઈમાં આ દુર્ગુણ લેશમાત્રા નહોતે, એમ તેમના પરિચિત સજજોએ કહ્યું છે. જેમ કે, ગાંધીજીએ કહ્યું છે કે, “તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે, પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય, એમ મેં નથી જોયું.”
શ્રી. જીવાભાઈ અમીચંદ કરીને તેમના સમકાલીન એક સજજને કવિના આ ગુણ વિષે લાંબું વિવેચન કરતાં, મુંબઈમાં તેમના (૧૯૧૦માં) જયંતી-વ્યાખ્યાનમાં કહ્યું છે, sto-4
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૬ . જ્ઞાની ભક્તની પ્રતિભા
“શ્રીમદ્ સ્કૂલ જીવન (એટલે કે, ઉપર બહિરંગ કહ્યું તે) પહેલેથી છેલ્લે સુધી એવો અખંડ બોધ આપી રહ્યું છે કે, જેવા હો તેવા જ દેખાઓ ને જેવા દેખાવા ધારતા હે તેવા થાઓ. આપણે -ન હોઈએ તેવા દેખાવાને યત્ન નહિ કરવો. જોકે દુનિયાને આ બોધ કડવો લાગે તેમ છે, પણ ઉન્નતિ-ક્રમ તેને અવલંબી જ રહે છે. લાંબા કાળથી જ દુનિયાને એવી કુટેવ પડી ગયેલી છે કે, પોતે જેવી હોય તેવી દેખાવાને યત્ન કરતી નથી, પણ તેથી વધારે સારી દેખાવાને મિથ્યા પ્રયત્ન કરે છે. જેવી દેખાવાની ઇચ્છા હોય છે, તેવી થવાનો તે પ્રયત્ન કરતી નથી; અર્થાત, પોતે પાત્ર ન હોય છતાં પાત્રો છે એમ માની લે છે, અથવા પાટાતા બતાવવા દંભ રચે છે, પણ પાત્રતા લાવવા યત્ન કરતી નથી. અલબત્ત, આ બાબતમાં દુનિયા કેટલીક ‘વાર આત્મનિરીક્ષણ-શક્તિને અભાવે ભૂલ ખાય છે, ને કેટલીક વાર પિતાના સામર્થ્યનું ભાન હોય છે તો સારા દેખાવાની લાલસાએ લુચ્ચાઈ વાપરે છે. અમુક કામ કરવાની પોતાની અશક્તિનું ભાન હોય છતાં તે કામ કરવાનું દુનિયા માથે લે છે ને પછી અધવચમાં તે કામ અડધું મૂકી રઝળાવે છે. આથી ઘણાક ગોટાળા ઊભા થાય છે, ને ઘણાક નિર્દોષ ભોળા જીવોને હાનિ પહોંચે છે.”
એમ જણાવીને શ્રી. જીવાભાઈ, તેમના વ્યાખ્યાનમાં આગળ કવિશ્રીની આવી નિખાલસ દંભરહિત ઋજુતા દર્શાવવા, કવિના આ આ કાળના જીવનમાંથી દાખલો ટાંકે છે, તેમાં કવિની પ્રતિભાની એક નોંધપાત્ર બાજ જોવા મળે છે. તેને તેના પ્રકરણમાં જોવી ઠીક થશે,
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
- ૧૨ નવધર્મપ્રવર્તનને મનોરથ જૈન ધર્મની દુઃસ્થિતિ* જોઈને કવિને એક વખત તેને સુધારવાનું - નવું ધર્મપ્રવર્તન કરવાનું પરાક્રમ કરવા સુધીના મનોરથો આવેલા અને તે તેમણે સંક૯૫પૂર્વક સેવ્યા હતા, એમ તેમનાં (૨૦માં વર્ષનાં) લખાણમાંથી દેખાય છે. તેની જ સાથે વૈરાગ્યભાવનું ઉત્કટ અનુશીલન પણ તે કાળમાં ચાલતું હતું. કહો કે, કવિના જીવનનો ૧૭ થી ૨૦ વર્ષને, આ એમના લગ્ન પૂર્વેનો ગાળો, ખરેખર ઊંડો આત્મમંથનકાળ હતે. આ બંને ભાવોનું ઝાંખું દર્શન કરાવતો પત્ર મુંબઈથી સં. ૧૯૪૩માં લખેલો, એમાં (શ્રી. ૧-૧૮૭) કવિ કહે છે:
“તમારી પત્રિકા પહોંચી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં, મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી. તો પણ તમે મારા હૃદયરૂપ, એટલે પહોંચ ઇ0 લખી શકું છું. હું કેવળ હૃદયત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું.
હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાય છે. મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે, હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું.'
આશુપ્રજ્ઞ રાજચંદ્ર . • જૈન ધર્મની દુઃસ્થિતિ વિષે કાંઈક ચિતાર આ પછી અલંગ પ્રકરણમાં આપ્યું છે. : -
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા દુનિયા મતભેદના બંધનથી તત્ત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એકે ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે, જે ધર્મ પ્રવર્તાવીશ જ.
મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી કોષ્ઠ ધર્મ સ્થાપન કરીશ.
અત્રો એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે.
“સાર્સે મહાનીતિ (જુઓ શ્રી.૧૧૫૪) હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે.
આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે. મારા હદયરૂપ અને ઉત્કંઠિત છો, એટલે આ અદભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશો.
તમારા ગ્રહ મને અહીં વળતીએ બીડી* દેશે. મને આશા છે કે, તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણા સહાયક થઈ પડશે, અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદ્ભુત હોવાથી આવા વિચાર લખતાં હું અટક્યો નથી.
“હમણાં જે શિષ્યો કર્યા છે, તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી; ના આપણી છે. હમણાં તો સો બસો ચોતરફથી તૈયાર રાખવા, કે જેની શક્તિ અભુત હોય.
* ગ્રહદશા વિષેને આ ઉલ્લેખ કવિની તે વિષેની માન્યતા દર્શાવે છે. પૂર્વજન્મ, પૂર્વજાતિજ્ઞાન છે. વિશેનાં તેમનાં મંતવ્ય પણ આની. છેડે યાદ આવે છે.
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
નવધર્મ પ્રવર્તનને અનેરથ “ધર્મના સિદ્ધાંતો દૃઢ કરી, હું સંસાર ત્યાગી તેઓને ત્યગાવીશ. કદાપિ હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ આપીશ.
“સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું, એમ કહું તો ચાલે.
જુઓ તો ખરા! સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ!
“પત્રમાં વધારે શું જણાવું? રૂબરૂમાં લાખે વિચાર દર્શાવવાના છે. સઘળું સારું જ થશે. મારા પ્રિય મહાશય, એમ જ માનો.
હર્ષિત થઈ વળતીએ ઉત્તર લખો. વાતને સાગર રૂપ થઈ રક્ષા આપશો.
ત્યાગીના ય.” અને આ પછી બીજો પત્ર “મુંબઈ બંદર, સોમવાર, ૧૯૪૩” રોજ તેમને (શ્રી.૧- ૧૮૮) લખે છે
રજિસ્ટર પત્ર સહ જન્મગ્રહ પહોંચ્યા છે. હજી મારા દર્શનને જગતમાં પ્રવર્તન કરવાને કેટલોક વખત છે. હજી હું સંસારમાં તમારી ધારેલી કરતાં વધારે મુદત રહેવાનો છું. જિંદગી સંસારમાં કાઢવી અવશ્ય પડશે તો તેમ કરીશું...કોઈ પ્રકારની અડચણ નહીં આવે. પંચમકાળમાં પ્રવર્તન કરવામાં જે જે ચમત્કારો જોઈએ, તે એકત્ર છે અને થતા જાય છે. હમણાં એ સધળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. એ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું છે.
તમારા ગ્રહને માટે તેમ જ દર્શન-સાધના, ધર્મ ઇત્યાદિ સંબંધી વિચારો સમાગમ દર્શાવીશ. હું થોડા વખતમાં સંસારી થવા ત્યાં આવવાનો છું. તમને આગળથી મારા ભણીનું આમંત્રણ છે
લિ. રાયચંદ્ર” અંતમાં “સંસારી થવા ત્યાં આવવાનો છું...” લખ્યું છે, તે ત્યાર પછી સં. ૧૯૪૪ના મહા સુદ ૧૨ નાં કવિનાં લગ્ન થવાનાં હતાં,
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
૦
જ્ઞાની ભક્તની પ્રતિભા તે વિશેનો ઉલ્લેખ છે. અને આ પત્રવ્યવહાર સં. ૧૯૪૪ના શરૂના મહિનામાં તે જ ભાઇ ચત્રભુજ જોડે આગળ ચાલુ છે. મુંબઈ, કારતક સુદ ૫, ૧૯૪૪ રોજ, “લિ. રાયચંદના જિનાય નમ:” એવી સહીને પત્ર છે, તેમાં લખે છે:- “મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેજો. આપના સંબંધી હું ચિંતાતુર રહીશ. જેમ બને તેમ. આપણા ભાઈએમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજો. એમ કરવું મારા પર કૃપા ભરેલું ઠરશે. વખતનો રૂડો ઉપયોગ કરતા રહેજો; ગામ નાનું છે તોપણ. નિરંતર સઘળા પ્રકારથી નિશ્ચિત રહેશોજી.”
તે પછી મુંબઈ, પોષ વદ ૧૦, બુધવાર, ૧૯૪૪નો બીજો પર છે, તેમાં લગ્ન સંબંધી મિતિ નિશ્ચિત થઈ તે અંગે સંમતિ દર્શાવીને (અગાઉ જોયું તે) લક્ષ્મી સંબંધી લખે છે. (શ્રી.૧-૧૮૯):
લક્ષ્મી પર પ્રીતિ નહીં, છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો... પરા કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી.”
અને આગળના માટે કલ્પાતા મહાકાર્ય અંગે પણ અંતે ઉલ્લેખ કરતાં કહે છે કે, “જે પદ આજ રાજયશ્રી ચક્રવર્તિની વિકટોરિયાને દુર્લભ – કેવળ અસંભવિત છે – તે વિચારો, તે વસ્તુ અને પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ...”; અને એમ કહીને અંતે કહે છે, આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારો માત્ર આપને દર્શાવું છું. અંત:કરણ શુકલ અદ્ભુત “આ વિચારોથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો!”
આ લાંબે પત્રવ્યવહાર કવિશ્રીના આ કાળે વર્તતા અંતરજીવનનો ખ્યાલ આવે તે માટે અહીં ઉતાર્યો છે. એ જ સમયે તે સંસારીનું ગૃહસ્થજીવન પણ સ્વીકારે છે. આ વિચિત્ર વિસંવાદ લાગે, પરંતુ જેઓ.
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
૭
.
નવધર્મ પ્રવર્તનને મનેરથ જીવાત્મ ના અધ્યાત્મજીવનની ગૂઢ ગતિ જાણે છે, તેઓ એમાં કદાચ સૂક્ષ્મ સંવાદિતા કે એક-અધ્યાત્મ-સૂત્રતા ભાળી શકે.
કવિ જે પત્રમાં મા નવધર્મપ્રવર્તનની પુરુષાર્થ-વસ્તુ અને તેના પરાક્રમને વર્ણવે છે, તેમાં જ તે સહજભાવે પોતાના ભાવી લગ્નની વાત પણ કરે છે. અને ગયા પ્રકરણમાં આપણે એ જ જોતા હતા કે, કવિ દંભરહિત સરળ પુરુષ હતા શ્રી. જીવાભાઈ અમીચંદ કહે છે એમ
જેવા હો તેવા જ દેખાએ; ને જેવા દેખાવા ધારતા હો, તેવા થાઓ.” “આપણે ન હોઈએ તેવા દેખાવાનો યત્ન નહિ કરવો.”
અને તેનો દાખલો કવિના જીવનમાંથી આપતાં, તે ઉપરની જ કવિની પ્રતિભાના વિષયને લઈને કહે છે, તે વસ્તુ એક નોખા પ્રકરણ રૂપે જોવા જેવું કવિ-જીવનનું પાસું છે. તે લખે છે.:
શ્રીમાનના જીવનવ્યવહારને એકાદ પ્રસંગ, તેમની જેવા હોઈએ તેવા દેખાવાની નિખાલસ વૃત્તિને ચિતાર આપી શકશે. મતમતાંતરોને લીધે જૈન માર્ગની છિન્નભિન્ન સ્થિતિ થઈ ગઈ છે. તેને પુનરુદ્ધારા કરવાની પોતાની ઇચ્છા હતી, અને તે ઇચ્છા પાર પાડવાને કેવા સામર્થ્યની જરૂર છે, કેવાં કેવાં વિદનો આડે આવે તેમ છે, તે સઘળાનો સંપૂર્ણ વિચાર તેમણે કર્યો હતો; ને વિદનની પ્રબળતા છતાં, પરમ કારુણ્ય સ્વભાવથી અને તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી તેમણે તે કામ હાથમાં લેવા ધાર્યું. પરંતુ તે જ વખતે તેમણે પોતાના સામર્થ્ય પર નજર નાંખી અને આત્મનિરીક્ષણથી પોતાના સામર્થ્યમાં કાંઈક ઊણપ પિતાને જણાઈ. આથી નિશ્ચય કીધો કે, સ્વરૂપાનુસંધાન પામ્યા પછી સર્વ સંગ પરિત્યાગ કરવો, ને સર્વ-સંગ-પરિત્યાગ પણ ત્યારે જ કરવો કે
જ્યારે સર્વ પ્રકારની સાંસારિક સંપત્તિએ જાતે મેળવેલી હોય; આ - ત્યાગ પછી જ શાસન-ઉદ્ધારનું કામ હાથમાં લેવું. તે પહેલાં, અન્ય પુરુષોની પેઠે, ઉદ્ધારક સ્વરૂપે બહાર દેખાવું નહિ. તેમને એમ લાગ્યું હતું કે, જાતે મેળવેલી અઢળક સંપત્તિને ત્યાગ દુનિયાને અતિ દિવ્ય
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા લાગે છે, ને તેવા ત્યાગથી દુનિયામાં ત્યાગી તરફ પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. આ લોકશ્રદ્ધાને લીધે ત્યાગીના પ્રયત્ન સફળ નીવડે છે. ભગવાન બુદ્ધદેવનો ત્યાગ દુનિયા અભિનંદે છે તે પણ આવા જ કારણથી.
“આમ નિશ્ચય પર આવ્યા પછી તેમણે પોતાની મનોરથ-સૃષ્ટિ પાર પાડવાનો યત્ન આરંભ્યો. સ્નેહી વર્ગમાંથી આ વખતે શાસન-ઉદ્ધારક સ્વરૂપે બહાર પડવાનું પણ ઘણું દબાણ કરવામાં આવ્યું. પરંતુ સર્વને એકસરખો જ જવાબ વાળ્યો કે, જ્યાં સુધી પોતે ધારેલા સંજોગોમાં મુકાય નહિ, ત્યાં સુધી તે કામ હાથમાં લેશે નહિ. પ્રત્યુત્તરમાંનાં કેટલાંક વાક્યો આ પ્રમાણે છે:
અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહિ માનીએ ત્યાં સુધી “પ્રગટ માર્ગ” કહી શકીશું નહિ......”
‘પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાય કહેવો, એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિ જોગ પરિસમાપ્ત થાય નહિ, ત્યાં સુધી મૌનપણામાં એ જ અવિચાર અથવા નિર્વિચાર રાખ્યો છે. અથવા તે વિચાર હાલ કરવા વિશે ઉદાસીનપણું વર્તે છે.”
આમ કવિનાં જ વચન ટાંકીને તેમની પ્રતિભાની આ વસ્તુને સમારોપ કરતાં શ્રી. જીવાભાઈ પટેલ અંતે કહે છે:
કેવું નિખાલસ હૃદય ! આજ તે, જે શક્તિ પોતાનામાં નથી તે છે, એમ દુનિયાદારી લઈને પોતાને તથા અન્યને ઠગે છે. પરંતુ આ સાધુચરિત્ર બતાવે છે કે, જેવા હો તેવા દેખાઓ.”
અહીં નોંધપાત્ર બાબત એ છે કે, શ્રીમદે સંસાર-સુધારક કે શાસન-ઉદ્ધારક બનાવાની લોકવાસના સેવી હતી, છતાં ઉપરના કારણસર તેને સંયમમાં લીધી હતી; એમાં જે વિવેકવિચાર છે, તે આ પુરુષની લોકોત્તરતા બતાવે છે.
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
નવધર્મપ્રવર્તનને મનોરથ અહીં આપણને અત્યારની આપણી દેશ-સ્થિતિ અને નેતાગીરીને જે રોગ ફેલાયો છે તે યાદ આવશે. વ્યાખ્યાનકારે તેની માર્મિક ટકોર કરી જ છે; પરંતુ, ખાસ તો અહીં ગાંધીજીની પ્રતિભા અને સાધના યાદ આવે છે. તે પણ જેવા હોઈએ તેવા દેખાવું, એવી આરસી જેવી રહેણી-કરણી અને જીવનચર્યાના, એમના આદરણીય રાયચંદભાઈ જેવા જ, અઠંગ સેવક હતા. પરંતુ પ્રકૃતિએ તે સુધારક હતા, સત્યના પ્રયોગકાર હતા; અને તે અંગે કહેતા કે,
પ્રચારનું કામ મેં એક જ રીતે કરી જાણ્યું છે: આચારથી અને આચારની જોડે જિજ્ઞાસુ સાથે વાર્તાલાપથી.” (તે ઉપરાંત લખાણ, પત્રકારી ઇ, પણ અહીં સમજી લેવું ઘટે.)
એમણે જીવનમાં જાહેર સેવાનો રાહ લઈ, તેમાં અધ્યાત્મ-સાધના જોઈ, જાણી, અને અનુસરી. તે સાધના કરવાને માટે જ પોતાની સત્ત્વસંશુદ્ધિનો આત્મયોગ સતત સાધતા જતા; એમ પોતે કરતા ને જેઓ સાથે થવા માગે તેમને સાથે લઈને જીવનચર્યા ઘડતા અને ખીલવતા. એમ કરતાં તેમણે એમની જીવન-વ્રત-માળા શોધી, જાતે અમલમાં આણીને સંશુદ્ધ કરી, – એક પ્રકારને સત્ય-અહિંસા-વ્યવહાર-યોગ જ પ્રયોજ્યો. શ્રીમદ્ભી પ્રતિભા, આની તુલનામાં જોતાં, જુદી જણાયા વિના નથી રહેતી. અધ્યાત્મયોગની પરિભાષામાં આ ભેદને ટૂંકમાં -કહીએ તો, શ્રીમદ સાંખ્યયોગની જ્ઞાનનિષ્ઠા ધરાવતા હતા; ગાંધીજી કર્મયોગની સત્ય-પ્રયોગ-નિષ્ઠા ધરાવતા ભક્ત જીવનયોગી હતા. જોકે, આ ફરક તત્વત: મૌલિક નથી, એમ પણ અધ્યાત્મવિદ્યા કહે છે; બંનેને એક સમજે તે ખરું સમજ્યો છે. (જુઓ ગીતા, અ૦ ૫.૧ થી ૫) છતાં બાહ્યત: જોતાં, સાધનાનો પ્રકાર નોખો પડતો દેખાય. શ્રીમદ્દન સાધનાપ્રકાર અવ્યક્તોપાસક હતો; તેની દૃષ્ટિએ ગાંધીજી વ્યકતપાસક (ગીતાની પરિભાષામાં) કહી શકાય.* અને એમાં અવ્યકતોપાસક ગતિ મેળવવી
* આ ભેદનું નિરૂપણ ગીતાકાર અ. ૧૨માં ગ્લૅ. ૧ થી ૧૫ માં કરે ' છે, તે જેવું આના અભ્યાસીને રસપ્રદ લાગશે.
For Personal & Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૪
જ્ઞાની ભકતની પ્રતિભા દેહધારીને માટે અઘરી છે: શ્રીમ સાધના-પ્રકાર આ કઠણ રહે. હતું. તેની વિભૂતિ, વૈરાગ્ય અને ચિંતન-મનન-ધ્યાન-નિદિધ્યાસનનો સતત તીવ્ર અભ્યાસ, એ છે. શ્રીમદે આ વસ્તુ જૈન દર્શનની પરંપરા અને પરિભાષામાં મુખ્યત્વે જાણી હતી, અને એના ક્રમની ગુણશ્રેણી તેમણે એમના પેલા પ્રખ્યાત ભજન “અપૂર્વ અવસર”માં વર્ણવી છે. આ ગુણશ્રેણી ચડી ચૂક્યા વિના ધર્મસુધારણાનું કાર્ય ન થઈ શકે – ન કરવું જોઈએ, એ શ્રીમન્નાં સમજ-સંકલ્પ ખરેખર સ્તુતિપાત્ર છે. આથી તે આ વિષે મૌન સેવીને તથા પોતાના નિકટના મિત્રોને પણ તેમ જ કરવાનું કહીને, પોતે ઉત્કટ ભાવે આ સાધનામાં પ્રથમ લાગે છે; અને તેમાં સિદ્ધિ મેળવ્યા ઉપર પેલું કાર્ય મોકૂફ રાખે છે.
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૩
જૈનધર્મ સુધારણા શ્રી. રાયચંદભાઈએ જૈનધર્મની પરિસ્થિતિ વિષે જે જોયું,– જે પરથી તેમનામાં તેના સુધારક તરીકે કામ કરવાની ઊર્મિ જાગી, - તે બાબતમાં “રાજબોધ'ના સંપાદક શ્રી. લખમજી હીરજી મૈશેરી (તેની પ્રસ્તાવનામાં) નીચે પ્રમાણે લખે છે:
“શ્રીમાન રાજચંદ્ર જ્યારે સમાજ સમક્ષ સન્મુખ આવ્યા, ત્યારે જૈન સમાજની સ્થિતિ અનેક પ્રકારના મતમતાંતરોમાં મશગૂલ હતી. લોકોને એવું મનાવવામાં આવ્યું હતું કે, પોતે જે કુળમાં જન્મ્યા હોઈએ, તે કુળના સંપ્રદાયના ધર્મ-વિચારો ગમે તેવા હોય, પરંતુ તેને વળગી રહેવામાં જ કલ્યાણ છે. આ ઇલાકાની તરફમાં જૈનના બે મુખ્ય ગચ્છમાં અનેક અલ્પ અલ્પ બાબતમાં વિખવાદ ચાલ્યા કરતો હતો. સં. ૧૯૪૩ની સાલ;- કે જે સાલની લગભગનાં વર્ષો “સમકિત સાર’ અને “સમકિત શહોદ્ધાર” રૂપી કલેશોનાં સ્થાન હતાં, ત્યારે માત્ર ૧૮ વર્ષની વયે, શ્રીમદ્ રાજચંદ્ર જૈન માર્ગની દશાનું નીચે પ્રમાણે અવલોકન કરી શક્યા હતા :
- ““જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથીથી જંજાળ માંડી બેઠા છે. મહાવીર ભગવાનના ભણીથી. ઉપાસક વર્ગનું લક્ષ ગયું; માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા; જેનું પરિણામ દૃષ્ટિગોચર છે. અંગ્રેજોના શોધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર ૨૦ લાખ (છેલ્લા વસતિપત્રક પ્રમાણે લગભગ ૧૩ લાખની
૭૫
For Personal & Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા છે.) લગભગ છે. એ પ્રજા તે શ્રમણોપાસકની છે. એમાંથી, હું ધારું છું કે, નવ તત્ત્વને પઠન રૂપે બે હજાર પુરુષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક જાણનારા તે આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હોય. જ્યારે આવી સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી પડયા છે. સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદ-સ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગરછનાં મતમતાંતરને ટાળવા, તેમ જ ધર્મવિદ્યાને પ્રફુલિત કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલ તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા જયાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી શાસનની પણ ઉન્નતિ નથી. વાડામાં બેસી રહેવા કરતાં મતમતાંતર તજી એમ કરવું ઉચિત છે. હું ઇચ્છું છું કે, તે કૃત્યની સિદ્ધિ થઈ જૈનાંતર - ગ૭ મતભેદ ટળો, સત્ય સ્વરૂપ ઉપર મનુષ્ય મંડળનું લક્ષ આવો અને મમત્વ જાઓ.”
એમ કવિશ્રીના શબ્દો ટાંકીને આગળ શ્રી. મૈશેરી તેમની પ્રસ્તાવનામાં કહે છે:
“આ વિચારો સં. ૧૯૪૩ની સાલમાં સમાજ સમક્ષ મૂક્યા હતા. આ સમય એવો હતો, કે જ્યારે સમાજનો લક્ષ્ય બહુધા મતમતાંતરનાં રક્ષણ કરવામાં અને શુષ્ક ક્રિયાઓમાં કલ્યાણ માની લેવામાં આવતું હતું. જ્ઞાન, આત્મજ્ઞાન કે તત્ત્વજ્ઞાનનો લક્ષ્ય જ લગભગ આવરણ પામી ગયો હતો.”
જેમાં મુખ્ય બે શાખાઓ જાણીતી છે – વેતાંબર અને દિગંબર. આમ જણાવી શ્રી. મૈશેરી આગળ લખે છે:
“લગભગ બે હજાર વર્ષ થયાં, તેઓની વચ્ચે અભિપ્રાય-ભેદ એવો થઈ ગયો હતો કે, કેમ જાણે તેઓ એકબીજાના પ્રતિપક્ષીઓ
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ સુધારણા હોય. શ્રીમાન રાજચંદ્ર આ બે શાખાઓના સંબંધમાં આ પ્રમાણે અભિપ્રાય ધારણ કર્યો હતો:
શરીરાદિ બળ ઘટવાથી, સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક વેતાંબરપણેથી વર્તમાનકાળ જેવા કાળમાં ચારિત્રને નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમ જ વસ્ત્રનો આગ્રહ કરી, દિગંબર વૃત્તિને એકાંતે નિષેધ કરી, વસ્ત્રમૂર્છાદિ કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. દિગંબરપણું અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારી-યોગે ઉપકારના હેતુ છે. એટલે જ્યાં સુધી જ્ઞાનીએ જેમ ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે.”
“ શ્રીમાન રાજચંદ્રના આ વિચારો સં. ૧૯૫૩માં લખાયા છે; અને ત્યાર બાદ જ જૈનના સર્વ સમુદાયોમાં મતમતાંતર ટાળી. અવિભક્ત જેન-સ્થિતિ લાવવાને ઘણો પરિશ્રમ ચાલી રહ્યો છે.”
સાંપ્રદાયિકતા વિશેની આ પ્રકારની વિવેકબુદ્ધિ-નિષ્ઠ આલોચના પણ રાયચંદભાઈની પ્રતિભાનો એક મહત્ત્વનો ભાગ દર્શાવે છે. આત્મશ્રદ્ધાની બુદ્ધિનિષ્ઠાથી હરકોઈ વાતને વિચાર-વિવેક કરવાની આ તેમની રીતિ જોઈને જ ગાંધીજી તેમના ભણી આકર્ષાયા હતા.– જોકે, તેમના આકર્ષણનો પ્રારંભ તો, પ્રથમ દર્શને કવિની ચમત્કારી અવધાન શક્તિ જોઈને થયો હતો. ઈ.સ. ૧૮૯૧માં બારિસ્ટર થઈ ગાંધીજી મુંબઈ ઊતર્યા તે વાત કરી, “આત્મકથામાં આગળ તે લખે છે:- .
દા. મહેતાને આગ્રહ મને પોતાને ત્યાં જ ઉતારવાનું હતું, એટલે મને ત્યાં જ લઈ ગયાં. તેમણે) જે ઓળખાણો તેમને ઘેર કરાવી તેમાંની એક નોંધ્યા વિના ન ચાલે. તેમના ભાઈ રેવાશંકર . . જગજીવનની સાથે તે જન્મની ગાંઠ બંધાઈ. પણ હું જેમની વાત કરવા ઇચ્છું છું તે તે કવિ રાયચંદ અથવા રાજચંદ્રની. દાક્તરના મોટા ભાઈના તે જમાઈ હતા, ને રેવાશંકર mજીવનની પેઢીના.
For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા ભાગીદાર અને કર્તાહર્તા હતા. તેમની ઉંમર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહોતી. છતાં તે ચારિત્ર્યવાન અને જ્ઞાની હતા, એ તો હું પહેલી જ મુલાકાતે જોઈ શક્યો. તે શતાવધાની ગણાતા હતા....આ શક્તિની મને અદેખાઈ થઈ, પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુને પરિચય મને પાછળથી થયો. એ હતું એમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્રય, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા, એમ મેં પાછળથી જોયું.
હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે મુક્તાનંદને નાથ વિહારી રે,
ઓધા જીવન-દારી અમારી રે....” એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જપણ તે તેમના હૃદયમાં અંકિત હતું.”
જીવનમાં પરમ અનુભૂતિના આ આદર્શને જ ગીતાકારે પેલા એક જ શ્લોકમાં (અ) ૭-૧૧) કહી નાંખ્યો છે:
बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते ।
वासुदेवः सर्वम् इति स महात्मा सुदुर्लभः॥ આ પ્રકારને અધ્યાત્મ-જીવન-વિકાસ કવિનાં છેલ્લાં વર્ષોમાં મુખ્યત્વે થયું હતું. તે સાથે તેમને મને રથ જૈન ધર્મસુધારણા વિષે હત; અને તે અંગે પ્રથમ પતે જ્ઞાનનિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ તથા દુનિયાની નજરમાં બળવાન ગણાય એવી વિભૂતિ સાધીને ચાલવું જોઈએ,
એ પ્રકારના ભાવથી, સુધારણાનું પરમાર્થ-કાર્ય તરત હાથ ન ધરવું, -એમ આપણે શ્રી. જીવાભાઈ પટેલે કરેલા વ્યાખ્યાનમાંથી આગળ જોઈ આવ્યા. “.અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહિ માનીએ ત્યાં સુધી “પ્રગટ માર્ગ” કહી શકીશું નહિ – એમ કવિનું
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉ3
જૈનધર્મ સુધારણા જ વાક્ય તેમણે આ સંબંધે ટાંક્યું છે. ત્યાં સુધી તે, બીજી તરફ, આ “ઉદ્ધારક સ્વરૂપે” બહાર આવવાની પૂર્વતૈયારી રૂપે ભાવી શિષ્યગણ તૈયાર કરવાની ભાવના સેવીને ચાલતા હતા, એ પણ શ્રી. ચત્રભુજને આ કાળે લખેલા પત્રોમાંથી જોઈ શકાય છે.
પછી આ વસ્તુને અંગે આગળ શું થયું – કવિશ્રીએ શું કર્યું, તે જાણવાની ઇચ્છા સહેજે વાચકને થશે. જેને આધારે આ વિષે ઝાઝું કહી શકાય એવી સામગ્રી (અત્યાર સુધીના અભ્યાસમાં) ઓછી જોવા મળી છે. કોઈ ખંતીલા સંશોધકે આ કામ લેવા જેવું ખરું. છતાં, એક બે બાબતે એ વિષે લાગે છે તે જણાવું:
રાયચંદભાઈની સહજ આજન્મ પ્રતિભા તેમની કુશાગ્ર બુદ્ધિ અને હેરત પમાડે એવી સ્મૃતિ કે અવધાન-શક્તિ હતી. આથી જ તે નાની ઉંમરમાં પણ અનેકધર્મી વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ અદભુત ત્વરાથી કરી શક્યા. એટલું જ નહિ, તેના દહન રૂપે, પોતાની સ્વતંત્ર ભાષામાં તેનો સાર મૌલિક ઢબે આપતા ગ્રંથો તેમણે લખ્યા; અને આ ગ્રંથો તેમણે સમાજના વ્યાપક લોકશિક્ષણને સાધવાની પ્રચારભાવનાથી – પરોપકારબુદ્ધિથી રચ્યા હતા. પોતાના આત્માર્થે જે શાસ્ત્ર-અભ્યાસ કરતા ગયા, તેને સર અન્ય સૌને તે પરગજુ પુરુષ લખીને કહેતા પણ ગયા. તેમનું ગ્રંથ-લેખન-કાર્ય આ રીતે પણ જોવા જેવું છે. તેમાં તેમની પેલી સુધારક વૃત્તિનો ભાવ રહેલો હતો.
આ બાબતમાં “રાજબોધ'ના સંપાદક અને કવિનાં સમકાલીન શિષ્ય-મિત્ર સમા શ્રી. મૈશેરી તેમની ઉપર ટાંકેલી) ચોપડીના પ્રારંભે કવિની ટુંકી જીવનકથા આલેખે છે, તેમાંથી નીચેનું ઉતાર્યું છે:
છૂટી છવાયી કવિતા સિવાય તેમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે. તેમની “મોક્ષમા” ક્યારની પ્રસિદ્ધિ પામી ગઈ છે; આ ગ્રંથ જૈન ધર્મની કૂંચી સમાન છે. આ તેમણે ૧૭ વર્ષની વયે રચ્યો હતો. તેમના અપ્રસિદ્ધ ગ્રંથો (આ લખાણ ઈ.સ. ૧૯૦૯નું હોઈ, ત્યારે તે અપ્રસિદ્ધ
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા હશે. હવે તે પ્રસિદ્ધ થયા છે.મ.) ગાધિરાત્રિ તથા પંડ્યાતિય અને આત્માંના વિષય પર કેટલાક નિબંધો છે.”
આમ જણાવીને તે લેખક આગળ જણાવે છે કે,
“જૈનધર્મ તથા તેના તત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાન્ત કર્મવાદ છે. કર્મવાદમાં તેમને અખંડ શ્રદ્ધા હતી. તેમને આ કર્મવાદ પર પ્રમાણે સાથે એક પુસ્તક લખવાને અને ભગવાન મહાવીરે પ્રકાશેલા સિદ્ધાંતો પર ગ્રંથમાલા લખવાને વિચાર હતો; પરંતુ દુર્ભાગ્યે લાંબી માંદગીને સબબે તેમ તેમનાથી થઈ શક્યું નહિ.
વળી તેમણે ધર્મના કેટલાક સિમ્બાને પ્રતિપાદિત કર્યા હતા. જૈન અને બૌદ્ધ સાહિત્યનું સંભાળપૂર્વક નિરીક્ષણ કર્યા પછી તેઓ એવા નિર્ણય પર આવ્યા હતા કે, મહાવીર અને બુદ્ધ બંને ભિન્ન મહાન પુરુષો હતા; તેના સિદ્ધાંતો તદ્દન જુદા હતા; અને જૈનધર્મ એ બૌદ્ધધર્મની શાખા છે, એવી યુરોપીય પંડિતેની જે માનીનતા હતી, તે બરાબર પ્રમાણ સહિત નથી. તેઓ કહેતા કે, જૈનોના બે હજાર વર્ષનાં પ્રાચીન હસ્તલિખિત પુસ્તકો પરથી સ્પષ્ટ રીતે જણાય છે કે, મહાન મહાવીર અને મહાન બુદ્ધ એ ધાર્મિક પ્રતિસ્પર્ધીઓ હતા. શ્રીમદ્ આ પણ નિશ્ચિત રૂપે પ્રતિપાદિત કરતા કે, જનની બે મુખ્ય શાખા, નામે દિગંબર અને શ્વેતાંબર, દેશની અનિયમિત સ્થિતિને લઈને જન્મ પામેલ છે.”
એમ તેમણે તેમના શાસ્ત્રાભ્યાસને આધારે મૌલિક સંશોધન રૂપે કેટલાંક નવ-વિધાને રજૂ કરેલાં, એવું નોંધીને શ્રી. મૈશેરી તેમના લેખના અંતે કહે છે :
શ્રીમદ્ રાજચંદ્ર દરેક રીતે લાક્ષણિક સિદ્ધિથી અંકિત પુરુષ હતા ...તેમની માનસિક શક્તિઓ અદભુત રીતે ચમત્કૃતિવાળી હતી; તેમ જ તેમના ચારિત્રની નૈતિક ઉન્નતિ ચકિત કરનાર હતી. સત્ય અને તેમનો આદર, વ્યાપારમાં અત્યંત ચીવટથી નૈતિક તત્ત્વોને વળગી
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ સુધારણું રહેવાનું વન, ગમે તેટલી વિરુદ્ધતા છતાં, જે ખરું તેઓ માનતા તે કરવાની તેમની નિશ્ચિત વૃત્તિ, અને તેમને કર્તવ્ય સંબંધે ઉચ્ચ આદર્શ, – જેઓ તેમના સહવાસમાં આવતા, તેમનામાં પ્રેરણા કરી તેમની ઉન્નતિની શ્રેણી પર ચડાવતાં. તેમની બાહ્યાકૃતિ ડિમાકવાળી ન હતી, પરંતુ આંતરિક શાંતિ અને ગાંભીર્ય તે તેમનાં જ હતાં. તેમનું ધર્મો તથા તત્ત્વજ્ઞાન સંબંધી વિશાળ અને યથાસ્થિત જ્ઞાન, તેમની સમજાવવાની અદભુત શક્તિ, અને ઉપદેશ કરવાની તેમની દિવ્ય પદ્ધતિ હોવાથી, તેમના ઉપદેશો પૂર્ણ લક્ષપૂર્વક સાંભળવામાં આવતા હતા. ઉશ્કેરનાર સંજોગો હોય ત્યારે પણ તેમનો આત્મસંયમ એટલો બધો પૂર્ણ હતો, તેમની મધ્યરથ રીતે સમજાવવાની શક્તિ એટલી બધી મહાન હતી, અને તેમની હાજરી એટલી બધી પ્રેરણાત્મક હતી કે, જેઓ તેમની સાથે વાદવિવાદ કરી તેમના ઉપર જય મેળવવાની બુદ્ધિએ આવતા, તેઓ તદ્દન તેઓથી વશ થઈને તેમની આદરપૂર્વક સ્તુતિ કરતા જતા હતા.”
આ પ્રકારનું વર્ણન ગાંધીજી વિશે પણ તેમના કેટલાક મુલાકાતીઓએ કર્યું છે, એ અહીં યાદ આવે છે. અંતે શ્રી. મૈશેરી પિતાના લઘુ લેખન સમારોપ કરતાં, કવિના ધર્મસુધારણાના મનોરથ વિશે કહે છે, – જે આપણી વિચારણામાં પ્રસ્તુત છે, – તે હવે જોઈએ:
“હિંદની વર્તમાન દશા પર શ્રીમદ્ રાજચંદ્રને ખેદ થતો અને તે દૂર કરવાને હમેશાં ઇચ્છા ધરાવતા હતા. વર્તમાન સામાજિક અને રાજકીય પ્રશ્નો પરના તેમના વિચારો ઉદાર હતા. તેઓ કહેતા કે, જૈનોમાં જ્ઞાતિભેદ જેવું કાંઈ પણ હોવું જોઈએ નહિ; કારણ કે, જેટલા જૈનો છે તેમને એક જ પ્રકારનું જીવન-વર્તન રાખવાનું હોય છે. બધા સુધારકોમાં જે સુધારક પવિત્રાતમ આશયથી અને દાંભિક વૃત્તિ વગર સુધારાનું કાર્ય કર્યા જાય છે, તેમને શ્રીમદ્ ઉચ્ચતમ પંક્તિ આપતા. વર્તમાન કાળના ધર્મગુરુઓનો દોષ એ કારણથી કાઢતા હતા શા૦–૬
For Personal & Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા કે, તેઓ, સ્વ-સંપ્રદાયના મોહથી આગ્રહી ઉપદેશ કરી, કાલના ફેરકારનું લક્ષ રાખતા નથી; પોતાને પ્રભુના અવતાર તરીકે કહેવડાવવાની ઇચ્છાથી પોતાનું ખરું કર્તવ્ય વારંવાર ભૂલી જાય છે, અને જે શક્તિ પિતામાં ન હોય છતાં તેને દાવો કરવાનો ગર્વ રાખે છે. તેનાં પાછલાં વર્ષોમાં એ તે સ્પષ્ટ જણાતું હતું કે, શ્રીમદ્ પોતાના જીવનને સંદેશ ધર્મગુરુ તરીકે આપવાની તૈયારી કરતા હતા. પરંતુ દુર્ભાગ્યે મરણે વચમાં પડી તે સંદેશ પૂર્ણ થતાં અટકાવ્યો છે. છતાં મુંબઈ ઇલાકાના જૈનમાં એક નવીન જીવન ઉપજાવવામાં શ્રીમદ્ વિજય પામ્યા છે. સાધારણ રીતે એવું મનાય છે કે, જો તેઓ વધુ જીવ્યા હોત તો હાલના જૈનધર્મની સંપૂર્ણ દર્શનની ક્રાંતિ કરી હતી, અને મહાન મહાવીરે જે વાસ્તવિક ઉપદેશ આપ્યો છે, તે ઉપદેશ લોકોને શીખવ્યો હોત. જૈનધર્મના અનેક ગચ્છભેદો કાઢી નાંખી, મહાવીરે સ્થાપેલો એક સામાન્ય ધર્મ સ્થાપવાને તેઓને વિચાર હતો. આવી ઉપયોગી જિંદગી અપકવ વયે ઉપયોગમાં આવતી બંધ પડી, તેથી દેશને ચોખે ગેરલાભ થયો છે.”
અહીં મને એમ વિચાર આવે છે કે, જો શ્રીમદ્ લાંબું આયુષ્ય પામ્યા હતા, અને તેમના આત્મબંધુ ગાંધીજી ૧૯૧૪ બાદ હિંદમાં આવ્યા તે કાળે એ બે મહાજનો સાથે આવ્યા ને વર્યા હોત, તો હિંદમાં કેવો ઇતિહાસ જોવા મળત વારુ! પરંતુ ભગવાન એને રહે અને તેવા પોતાના (માનવને અજ્ઞેય જ રહેતા એવા) સૃષ્ટિ-સંકેતથી જ, તેના આવા પુરુષોને પોતાના દિવ્ય સાધન રૂપે વાપરે છે; અને તે પુરુષો પણ તે પૂરતા તેની યોગમાયાથી કે સુવર્ણમય પાત્રથી ઢંકાયેલા સત્યમાં જ રમે છે – ઈશ્વરી સંકેતનો મહત્ત્વાગ્રહ જીવનમાં લઈને ઝૂઝે છે. શ્રીમદ્ગી અવધાનશક્તિ અને તે વિષેનો ભાવ એનો દાખલો ગણાય. અથવા ગાંધીજીના જીવનમાં જોઈએ તે, એ પોતાના અંતકાળે જ પામ્યા કે, હિંદની પ્રજા તેમણે બતાવેલી સબળની અહિંસાથી નહીં, પણ વર્જ્ય ગણેલી એવી નિર્બળની અહિંસાથી ચાલતી હતી. જીવનભર આવું માયાવરણનું અજ્ઞાન રહ્યું તેથી જ તે હિંદ સ્વરાજને માટે અવતારી ઢબે ઝૂઝી શકયા, અને છેવટે જ્ઞાન પામતાં વિદાય થયા.
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૪
મહત્ત્વાકાંક્ષા અને ધર્મતત્ત્વ-સમભાવ
શ્રીમાનની મહત્ત્વાકાંક્ષા પોતે સંપૂર્ણપણે સ્વાત્મહિતમાં સ્થિર થયા બાદ, અવિભક્ત જૈન માર્ગ બનાવવાની હોઈ, તે જૈનમાર્ગને પુનરુદ્ધાર ઇચ્છતા હતા. એટલે, સામાન્ય લોકો એવું માની લેવાની ભૂલ કરે કે, તેઓનો ઇરાદો નવો પંથ ચલાવવાનો હતો, તો તે કેવળ સ્વાભાવિક છે” – આ પ્રમાણે કવિજીના નાના ભાઈ મનસુખલાલ મહેતાએ વિ. સં. ૧૯૬૬ની કવિની જયંતિની સભામાં (મુંબઈ) કહ્યું હતું.
અને એમ જણાવીને એમણે આગળ એવું પણ કહ્યું હતું કે, “મને એક ષ્ટિએ નવો પંથ ચાલવાનું કહેનારા સત્ય પણ લાગે છે. તે શી રીતે? – એટલું તો ખરું કે, કંઈ પણ ગરછ-મમત્વબુદ્ધિ રાખ્યા વિના અવિભક્ત જૈનધર્મ જોઈએ, એવી અભિલાષા હાલના જમાનાના વર્ગમાં ઉત્પન્ન થઈ છે. આ અભિલાષા મૂળ અને પ્રથમ શ્રીમાન રાજચંદ્રમાં ઉત્પન્ન થઈ હોવાથી, એ અભિલાષા ધરાવનાર વર્ગને શ્રીમાનના વિચારના અનુસરનારા તરીકે ઓળખાય એ સ્વાભાવિક છે; અને જો એળખાય તે સામાન્ય સમુદાય તેઓને શ્રીમાનના પંથી તરીકે ઓળખે તો તેમાં કાંઈ અસ્વાભાવિક નથી..આ નવો વર્ગ સ્વાભાવિક રીતે પોતાના આદર્શરૂપ પુરુષ પ્રત્યે બહુ માન અને શ્રદ્ધા તથા ભક્તિ બતાવે છે......શ્રદ્ધા અને ભક્તિ એવી અપૂર્વ ચીજ છે કે, તેના વેગને લીધે મનુષ્યો ઘણી વેળા લૌકિક દૃષ્ટિનો ખ્યાલ ન કરતાં પિતાના જ વિચારમાં દૃઢ રહે છે. ભક્તિની અપેક્ષાએ ભક્તિની હદ -અમર્યાદિત કરવાથી આત્માને લાભ જ થાય છે; (કેમ કે, તેમાં તેને
૮૩
For Personal & Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા ઇષ્ટદેવને શ્રદ્ધાભાવ તેને અંગત રૂપે સાધનાબળ પ્રેરી શકે છે. – મ.); પણ સામાન્ય સમુદાયને તે અમર્યાદિત હદ સહન કરવાની સહિષ્ણુતા રાખવાની પ્રકૃતિ હોતી નથી...શ્રીમાનના સંબંધમાં પણ આમ બનેલું મને તો લાગે છે.”
આમ વિભૂતિ-પૂજાથી પંથ-સંપ્રદાયની લોકશ્રદ્ધા જન્મે છે; એ જ લોકમાનસ-પ્રક્રિયા મોટા ધર્મો પ્રત્યે પણ હોય છે, જેને લઈને ધર્મોને નામે સારાસારીની સરસાઈની તકરારો અને શાસ્ત્રાર્થો તેમ જ વિતંડાવાદ, – અરે જેહાદો સુધીનું – ચાલવું જોઈએ છીએ. જૈન તત્ત્વદર્શનાદિ વિષે શ્રીમદ્ ની શ્રદ્ધા ભક્તિમાં પણ એ પ્રકારનું પરિણામ તેમનાં શરૂનાં શાસ્ત્ર ભ્યાસકાળના વર્ષોમાં નીપજેવું લાગે છે. પરંતુ તેમાં કેવળ પાંડિત્યની તર્કભાષા નહોતી – સાધકની શ્રદ્ધાભક્તિ હતી; તે કારણે તે સ્વબુદ્ધિના પોતાના પ્રમાણુને છેવટનું કહે છે; એ વસ્તુ તેમની. પ્રતિભાની જ્ઞાની ભક્ત પ્રકૃતિ બતાવે છે. શેય શું છે, તે પરત્વે તેમની શાસ્ત્રાર્થ-અભ્યાસ-દૃષ્ટિ જે બંધાઈ હતી, તે મુખ્યત્વે જૈન દર્શનાનુસાર, હતી, અને તેને અપનાવીને તે પોતાની મોક્ષસાધનામાં લાગ્યા હતા, એટલો સાર એમાંથી આપણે લઈ શકીએ.
જે તે કોઈ ધર્મ-સંપ્રદાયના આદિપુરુષના અવસાન બાદ, લોકઇતિહારમાં ખીલીને ચાલતા કોઈ પણ મહાન ધર્મમાં, કાળે કરીને (રૂઢિ અને પ્રતિષ્ઠાના અભિમાન પૂર્વક) અમુક જડતા આવીને, અનિષ્ટ: લાગે એવા રૂઢાચાર ૮૦ રૂપે સડો પેસે જ છે. માટે તો જે તે સંપ્રદાયો કે ધર્મોમાં પુનરુત્થાન કરનારા મહાપુરુષો પેદા થતા જ રહે છે. વૈષ્ણવ ધર્મમાં જ નહીં, જૈનધર્મમાં પણ, ૧૯મા સૈકામાં આવું વિપરિણામ જોવા મળતું જ હતું, – જેની સામે કવિશ્રીને જીવ ઊકળતો હતો; અને તે અંગે બને તો કાંઈક કરવાની તેમની મહેચ્છા હતી. પરંતુ, તે કામ. મહંતાઈ કે ગુરૂવાદી પંથ શરૂ કરવાનું કે ચલાવવાનું નથી; પણ સહજરૂપે સાધવાનું દયા-પરોપકાર-કાર્ય છે; અને એમ કરવાને માટે જાતે.
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
મહત્વાકાંક્ષા અને ધર્મતત્વ-સમભાવ ૮૫ જરૂરી આત્મસાધના કરીને લાયકાત પ્રથમ મેળવવી જોઈએ, એમ તે સમજ્યા હતા; આ એમની વિશેષતા હતી. એનો ઉલ્લેખ કરીને તે જ વર્ષની (સં. ૧૯૬૬) શ્રીમદ-જયંતી-સભામાં સાક્ષર શ્રી. કૃષ્ણલાલ મેo ઝવેરીએ પણ (“યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ: ભવતિ' એ શ્લોક ટાંકીને વિવેચન કરતાં કહેલું જોવા મળે છે:
“જેન સંપ્રદાયનાં મૂળ તો પણ ઘણાં મંદ આચાર-વિચારોથી આચ્છાદિત થઈ ગયેલાં, તે આચ્છાદન દૂર કરી એ સંપ્રદાયનો પુનરુ
દ્ધાર કરી પાછો તેને તેની અસલ વિશુદ્ધતાએ પહોંચાડવો, એ પોતાની જિંદગીના પાછલા ભાગમાં શ્રીમાન રાજચંદ્રનો ઉચ્ચ આશય હતો. અલબત્ત, એવાં પગલાં ભરનારને મોટી મુશ્કેલી વચ્ચે કામ કરવું પડે છે. કેટલાએક સમજીને અને કેટલાએક વગર સમજે, એમ તેમના ઘણા - શત્રુઓ થવાનો સંભવ છે.......વળી જો નવો સુધારો અમલમાં આવે, તે જૂના આચારો વડે જે લોકોનું પોષણ થતું હોય, જેઓ તેને લીધે માન ખાટી જતા હોય, તેમને પણ નુકસાન થાય છે, અને તેથી તેઓ પણ કમર બાંધી એવા નવા સુધારકો સામે પડવા મંડી પડે છે. એ ભાવને ઉદેશીને જ કવિ કહે છે કે, રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તાવવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે, કવિશ્રીને નવો ધર્મ – નવીન સંપ્રદાય પ્રવર્તાવી પોતાને તેના આચાર્ય તરીકે ગણાવું હતું........આ બાબતને તેમના લેખમાંથી બિલકુલ ટેકે મળતો નથી. ઊલટો તેમનો આદર્શ તો, મેં આગળ જણાવ્યું તે મુજબ, એ સંપ્રદાય પર જે કુચાલ વહેમ વગેરેનો પડદો પથરાઈ ગયો હતો, તે દૂર કરવાનો હતો....” (મનસુખલાલ, જયંતી વ્યાખ્યાન, પા. ૧૫૨-૩)
આ પ્રકારનું કામ જ સ્વામી દયાનંદે ૧૯મા સૈકાના પૂર્વાર્ધમાં હિંદુધર્મ અંગે કરવા આર્યસમાજ સ્થાપ્યો હતો, તેમ જ સ્વામી સહજાનંદે વૈષ્ણવ ધર્મમાં સુધારારૂપે નવો ભક્તિસંપ્રદાય (વલ્લભપંથી હવેલી
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા ધર્મથી અલગ) સ્થાપ્યો હતો, અને તેમ જ ખ્રિસ્તી મિશનરીઓ પણ આ સૈકામાં હિંદભરમાં (અંગ્રેજ રાજ્યની છત્રછાયામાં) તેમને ધર્મ પ્રવર્તાવવા મથતા હતા. પરિણામે, એ બધા ધર્મોમાં ચડસાઈ-સરસાઈનો સ્પર્ધાભાવ આવી જઈ, પરસ્પર-નિંદાસ્તુતિને વાદવિવાદ પણ ખૂબ જ ચાલતો હતો. થિયોસોફી, બ્રહ્મસમાજ, વેદાન્ત, સ્વામી રામકૃષ્ણને ભક્તિજ્ઞાન-માર્ગ, ઇ૦ અનેક નવ ધર્મપ્રવાહને આ લોકયુગ હતો. એ યુગમાં જ, જેમ કે, ગાંધીજી હોઈને, તેમને પણ આવી ધર્મોમાં સરસાઈની બુદ્ધિજન્ય ધર્માન્તરના વિચાર આવતા. તેમાંથી જ તેમણે કવિ રાજચંદ્રને આશરો લીધેલો; અને તે બધા મંથનકાળમાંથી પોતાના સર્વધર્મસમભાવના સિદ્ધાંતને તત્ત્વાચાર પામ્યા હતા; કે જે વસ્તુ આ કાળના જગદવ્યાપી ધર્મયુગને અંતે તેમણે જગતને આ ક્ષેત્રે ભેટ રૂપે આપી છે;– જેને પરિણામે ધર્માન્તરની આખી દુષ્ટિમાં જ ફેરફાર થયો છે: આજે એવી અમુક-તમુક-ધર્મી સાંપ્રદાયિક દૃષ્ટિ ઉદાર નથી ગણાતી; અને નાસ્તિક છતાં અમુક વિજ્ઞાનવાદી નીતિધર્મબુદ્ધિ કે વ્યાપક માનવધર્મદૃષ્ટિ રૂપે પણ એક પ્રકારની નવી તત્વનિષ્ઠા પેદા થાય છે; - જેવી તત્ત્વનિષ્ઠાનું અમુક ઢબે નિરૂપણ, દાત), ગીતાકાર, –અર્જુનના નીચેના પ્રશ્નના જવાબમાં, — અ) ૧૭માં કરે છે :
ये शास्त्रविधिमुत्सृज्य यतन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का ? (જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામી કે હિંદુ) કોઈ ધર્મશાસ્ત્રની નિષ્ઠા હો, સાંખ્યની તત્ત્વજ્ઞાન-નિષ્ઠા હો કે કર્મયોગની ભક્ત-નિષ્ઠા હો, કે પછી સ્વતંત્ર માનવ હૃદયની (નાસ્તિકમાંય ખપે એવી) આંતરનિષ્ઠા હો, – છેવટે તે બધા ભેદો, જીવનસિદ્ધિની દૃષ્ટિએ, મૌલિક નથી; તે સાધનાભેદો જ છે; મૂળ વાત સાધના છે; અને કવિ રાજચંદ્ર એ વિષે સાવ સ્વસ્થ સંનિષ્ઠ વૃત્તિ ધરાવે છે.
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૫
કેશવમ પ્રતિ ગરછતિ ?? કવિની આ પ્રકારની ઉદાર ધર્મદૃષ્ટિ અને વૃત્તિ બતાવતાં તેમના સમકાલીન ભક્ત-મિત્ર શ્રી. માણેકલાલ ઝવેરી (રાજજયંતી વ્યાખ્યાન, પા. ૩૫૬) કહે છે:
“તેનું એક પદ, કે જેને વિષય શ્રીમાન્ રાજચંદ્રના શબ્દોમાં કહીએ તો, “જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દૃષ્ટિભેદ છે', – તે પદ આપની સમક્ષ મૂકું છું:
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં વ્યાપ્યા માનો તેહ. તેહ તત્ત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ જે મૂળ, સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તે જ અનુકૂળ.'
અર્થાત, તેઓને કહેવાનો આશય એ છે કે, આત્માનો વસ્તુત: સ્વભાવ જે દ્વારાએ સિદ્ધ થાય, તે જ ધર્મ પોતાને અથવા પિતાને અનુકૂળ છે એમ સમજવું.તેઓને મુખ્ય બોધ જ એ હવે કે, ધર્મમમત્વ એ આત્માને કર્મથી મુક્ત કરનારું સાધન નથી, પણ કર્મબંધનનું સાધન છે.”
કવિશ્રીની આ પ્રકારની મૂળગામી ધર્મદૃષ્ટિ અને તલસ્પર્શી પહોંચ વિશે તેમણે પોતે (મુંબઈ બંદર, આસો વદ ૨, ગુરુ, ૧૯૪૪ રોજ) લખેલા એક પત્રમાં ઉત્તમ નિરૂપણ મળે છે. તે લખે છે –
...વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી સર્વ-સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં....આ કાળની અપેક્ષાઓ . . મન-વચન-કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરી, એ જ મોક્ષને
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
૯૯
જ્ઞાની ભકતની પ્રતિભા
માર્ગ છે. જગતના સઘળા દર્શનની – મતની ાદ્ધાને ભૂલી જજો; જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો; માત્ર તે સત્પુરુષોના અદ્ભુત યોગસ્ફુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશે.
“ આ તમારા માનેલા ‘મુરબ્બી’ માટે કોઈ પણ પ્રકારે હર્ષશાક કરશે નહીં. તેની ઇચ્છા માત્ર સંકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવાદેવા નથી. ..જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેગાં કર્યાં છે, તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજું કંઈ ઇચ્છતા નથી; પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સંતાપ રાખજો; આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ, તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે, જો મુક્તિ ઇચ્છે છે તે સંકલ્પ-વિકલ્પ, રાગદ્વેષને મૂક.........જ્યાં ત્યાંથી રાગદ્ર ષ-રહિત થવું, એ જ મારો ધર્મ છે. ......આત્મભાવમાં સઘળું રાખજો; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી મિત્રને કંઈ હર્ષ-શે।ક કરવા યોગ્ય જ નથી. પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણા સર્વાંમત ધર્મ છે, અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશેા નહીં. દેહ જેના ધર્મપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે.” (શ્રી,૧-૧૯૧-૨)
આત્મ-સાધનામાં પ્રકારાન્તરો નથી એમ નથી; ધર્મસંપ્રદાયા, વિવિધ પીર-પેગંબર કે ગુરુ-અવતારો, ઇ0 તેવા પ્રકારાન્તરો જ મનાય; અને સાધક પોતપોતાની સંસ્કાર-સમૃદ્ધિ તેમ જ રુચિ પ્રકૃતિ તથા સત્સંગ-સંજોગો મુજબ, તેમાંથી અમુકને અપનાવે છે. પરંતુ તે
For Personal & Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
“કેશવમ પ્રતિ ગછતિ” 'વિશે ઝનૂની મમતા અથવા જેહાદી ઉભાવ જુદી વસ્તુ છે. દરેક જણ પોતપોતાના પંથસંપ્રદાયને ખરેખર અપનાવે અને એમ સૌ કોઈ કરી શકે એવો સર્વ-ઉદારભાવ આવશ્યક છે; અને એની ઉપર શ્રીમદ્ ભાર મૂકે છે. છતાં તે પોતાની રુચિ મહાવીર સ્વામીની બોધેલી સર્વ-સ્વરૂપ-ભાવના પર વિશેષ છે, એમ કહે છે; અને એમાં તેમના સર્વ-ઉદાર-ભાવને ક્ષતિ નથી. પોતાને માટે જે સમ્યગ લાગ્યું તે દર્શન પોતે પોતાના જીવનમાં ઉપયોગમાં આણવા પસંદ કર્યું, એટલું જ. અને એમ તેમનો “મુંબઈ, ૧૯૪૪” તારીખ માંડીને “અપૂર્ણ મળેલ” (એમ નીચે ધનો) એક લેખ છે (શ્રી ૧- ૧૯૩), તેમાં કહ્યું છે. આ લેખ આ દૃષ્ટિએ ચર્ચા સમજવામાં ઉપયોગી છે, તેમાં કહ્યું છે –
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેંદ્રિયપણું – આટલા ગુણો જે આત્મામાં હોય, તે તવ પામવાનું ઉત્તમ પાત્ર છે....
“અનાદિ કાળના મહાશત્રુ-રૂપ રાગ, દ્વેષ, અને મેહના બંધનમાં તે પિતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ – એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે...
સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મોહરહિત પુરુષનું બાંધેલું નિગ્રંથ-દર્શન વિશેષ માનવા યોગ્ય છે.
એ ત્રણ દોષથી રહિત, મહા અતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ – તેણે મોક્ષના કારણ રૂપે જે ધર્મ બોધ્યો છે, તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતાં હોય, પણ તે એક પદ્ધતિએ હોવાં જોઈએ; આ વાત નિ:શંક છે.
અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય, તો તેમાં તીર્થંકર દેવની એક પદ્ધતિને દોષ નથી, પણ તે મનુષ્યોની સમજણશક્તિનો દોષ ગણી શકાય.
For Personal & Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા અત્યારે વીતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે; પણ સતરૂપ, જ્યાં સુધી વીતરાગ છેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય, ત્યાં સુધી કહી. . શકાય નહીં ...
આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જન દર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અ૫; અને જે છે, તે મુકત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા, અને વીતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમાપ્યું છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તે દર્શનની દશા જોઈ કરૂણા ઊપજે તેવું છે; રિથર ચિત્તથી વિચાર કરી જોશો તો આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે.” (સદર, પા. ૧૯૫) *
પિતાની નિષ્ઠા અને જેનતત્ત્વ-દર્શન વિશેની સમજબુદ્ધિ રજૂ કરવાને માટે એક ગ્રંથ રૂપે લખવા કપેલા એવા અધૂરા લેખમાંથી ઉપરનું લાંબું અવતરણ છે. તેમાં શ્રીમની ધર્મ-તત્ત્વ-બુદ્ધિ અને જૈન નિગ્રંથ આદર્શ વિષેની શ્રદ્ધા તથા તેના પ્રતીક રૂપે માનેલા મહાવીર સ્વામી પ્રત્યેની ભકિત – ટૂંકમાં આપણને જોવા મળે છે.
અને આ એમનાં લક્ષણોને સમજવાની ચાવી રૂપે એક સૂત્રાત્મક વાકય તેમણે (મોરબી, ચૈત્ર વદ ૧૦, ૧૯૪૫ના રોજ) મુંબઈ શ્રી. ખીમજી દેવજી નામે ભાઈને લખેલા પત્રમાંથી અંતે ઉતારું છું –
“એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે, શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી; મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. (શ્રી, ૧-૨૦૧૭)
શાસ્ત્રો સાધનાના માર્ગો શબ્દોમાં વર્ણવે છે; તેમનો અર્થ પામવાને માટે તે શબ્દોની અંદર નિગૂઢ રહેતી વસ્તુ લક્ષમાં આવવી જોઈએ. તે તે સાધક પોતે પોતાના અનુભવના બળે જ પ્રત્યક્ષ કરી શકે, કેમ કે, તેમાં તેને સૂક્ષ્મ મર્મ પામવાપણું આવે છે – જરૂરી છે. શ્રીમદ્
For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
કેશવમ પ્રતિ ગચ્છતિ” પાસે આ સાધકતાની જિજ્ઞાસા છે, જીવનમાં તેનું જ ઉત્કટ અનુશીલન તે કરે છે. અને તેવા પુરુષો પામે છે કે, સર્વ માર્ગોનું વહેણ છેવટે એક “કેશવ પ્રતિ ગચ્છતિ.” અને એ સારની એક નોંધ શ્રીમદે આ સમયે કરેલી મળે છે. શાસ્ત્રોનો ઉપયોગ છેવટે મોક્ષમાર્ગ બતાવવામાં જ છે ને? અને તે માર્ગ છે; – સત્ય છે, એક છે; ભલે તેની ગલીકૂંચીઓનાં નામનાં પાટિયાં વિવિધ શાસ્ત્રો પોતપોતાના દેશકાળનાં લોકોનાં આગમ-બુદ્ધિ ઇ૮ મુજબ) જુદાં – જુદી ભાષા-પરિભાષામાં -- વર્ણવે. કવિની (વવાણિયા, ફાલ્વન સુદ ૯, રવિ, ૧૯૪પના રોજની) નોંધ આમ કહે છે (શ્રી.૧-૨૦૫):
“મોક્ષના બે માર્ગ નથી. જે જે પુરુષો મેક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે; વર્તમાન કાળે પણ તેથી જ પામે છે; ભવિષ્ય કાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્યતા નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળ મોક્ષ પાયા નથી, વર્તમાન કાળે પામતા નથી, અને ભવિષ્ય કાળે પામશે નહીં....તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગે પામતાં અટક્યા છે, તથા અટકશે, અને અટકળ્યા હતા......
“કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર: ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે.....
વિશેષ શું કહેવું? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ - નિગ્રંથ આત્મા જ્યારે યોગ્ય ગણી તે આત્મત્વ અર્પશે – ઉદય આપશે, ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે.
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૯૨
જ્ઞાની ભકતની પ્રતિભા મતભેદ રાખી કોઈ મેક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મત- ભેદને ટાળ્યો, તે અંતત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.”
કેવી દૃઢ ભાષા – દઢ વાણી! છતાં છેવટે એ નોંધમાં વાકય છે:- “કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષર-લેખ થયો હોય તો તે -ક્ષમા થાઓ. એ પ્રયાસના સમેત અટકું છું.”
' કવિ-જીવનની ૨૨ વર્ષ સુધીની “સમુચ્ચયચર્યાનો નિચોડ આ તેમની નોંધ ટૂંકમાં આપી દે છે. અનાત્મમાંથી આત્મ-શ્રદ્ધામાં હનુમાનકૂદકો આ કાળે તે મારી ચૂકે છે: શાસ્ત્રપ્રામાણ્યને પાર કરીને – યોગસૂત્રકાર કહે છે એમ, – “શ્રદ્ધાવીર્યસ્મૃતિને “સમ્યકોગ” પોતે, પોતાના અંતરમાંથી સંશોધન કરી લે છે. કઠોપનિષદ આ માનસપરિવર્તનને જ ટૂંકમાં કહે છે – “શ્રદ્ધામાવિવેશ.” – શ્રદ્ધાને આવેશ જીવનમાં પ્રવેશ્યો. કવિ આ સમયે આ પ્રકારનો “શ્રદ્ધામાં પ્રવેશ” પામે છે.
For Personal & Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૬ અવધાન-શક્તિનું અધ્યાત્મ રાયચંદભાઈની પ્રતિભાશક્તિમાં તેમની ચમત્કારી સ્મરણશક્તિ કે સ્મૃતિ-વૃત્તિ મહત્ત્વની એક હતી. આ વૃત્તિને આધારે તે ગ્રંથાભ્યાસ ખૂબ ઝટપટ કરી શકતા એટલું જ નહિ, તેને કેળવીને તેમણે શતાવધાન શક્તિનો ચમત્કાર પોતાને માટે હાંસલ કર્યો હતો; – જેને લઈને તેમને જીવનમાં શરૂમાં જ સારી એવી જાહેરાત અને લોકપ્રિયતા મળી હતી.
આ બધે પોતાની પ્રતિભાને સંભાર લોકો પર ચમત્કારની છાપ પાડીને, અમુક લૌકિક શ્રદ્ધાભાવ પેદા કરી શકે છે; એ તે જાણતા હતા. અને તે વડે ધર્માચાર્યપદ કે તેવું લોક-પ્રતિષ્ઠા-સ્થાન જમાવવામાં તેનો ખપ લેવાય છે. રાયચંદભાઈને નાનપણમાં આ પ્રકારના એના ખપની જાણ હતી, અને તેમને તે કાળે મહત્ત્વાકાંક્ષા પણ હતી; એટલે, પોતાની સ્મૃતિશક્તિને કેળવીને શતાવધાનતા સુધી પહોંચાડી હતી; તેનું તે પ્રદર્શન કરતા. ૧૯મા વર્ષે તેનો જાહેર સમારંભ મુંબઈમાં થયો, તેથી ત્યારના ગોરા ચીફ જસ્ટિસ સુધીના લોકમાં તેમની ખ્યાતિ પ્રસરી હતી. પરંતુ, એ પછી શ્રીમદે એ શક્તિનો એવો ખપ લીધે નહીં તેવી વિભૂતિની ચમત્કારશક્તિ દાખવીને લોકમાં તેને આધારે ધર્મ-પ્રવર્તન કરવાનું કામ લેવાનું વિચારપૂર્વક –યું. એના પ્રભાવથી સાચો ધર્મલાભ ઉન્ન થવાને બદલે સાંપ્રદાયિક મઠ-મહંતાઈ કે ગુરુવાદની પંકવાદી સંકુચિતતા જ જન્મ – એમાંથી નરી લોકવાસનાનું બંધન વધે. શ્રીમદે આ ભાવથી પિતાની સ્મૃતિશક્તિને ચમત્કારી દેખાવમાર્ગ છોડયો, એ એમની પ્રતિભાની વિશુદ્ધ અધ્યાત્મ-શક્તિ બતાવે છે. અને પોતાના લોકોત્તર . એ અવધાન બળને ઉપગ આત્મસિદ્ધિની તેમની સાધનામાં કરવા.
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા તરફ તે વળ્યા હતા. એમ તેમણે તે શક્તિનું ઊર્ધીકરણ સાધ્યું હતું એ જ અવધાન-શક્તિથી તેમના ચિત્તમાં “જાતિસ્મરણ”ને સંસકાર ઉદય પામી શકયો હતે: તે પોતાના પૂર્વજન્મ જાણે છે, એમ તેથી અનુભવી શક્યા હતા. (આ બાબત અલગ વિશેષ વિચાર હવે પછી.) . - વીસમા વર્ષથી જે નવો ભવ” જીવનમાં ઉદ્ભવ્યો પોતે અનુભવ્યો એમ કહે છે, તેમાં આ સ્મૃતિશક્તિને આત્માર્થે સદુપયોગ શરૂ કર્યો, એ નોંધપાત્ર છે. એવા તેના ઉપયોગને પરિણામે કેટલીક વસ્તુઓ તેમને સાંપડી તે, મુમુક્ષુ કે સાધક જીવનના અભ્યાસ અર્થે, સમજવા જેવી છે. તેમનાં લખાણોમાંથી તે જોઈએ.
૧૯મું વર્ષ તેમના અવધાનકાળનું પ્રમુખ વર્ષ છે. તે વર્ષનું જે લખાણ સંઘરાયેલું મળે છે, તે એક પત્ર જેટલું જ છે. આ પત્ર (શ્રી ૧-૧૫૧) વવાણિયાથી, “મિ. ૨. ૬-૧-૮-૧૯૪૨”નો “મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે” લખાયો છે. રવજીભાઈએ કેટલાક પ્રશ્ન કરેલા, તેમાં (તેમના જવાબો રૂપે લખાયેલા આ પત્ર પરથી અનુમાન જાય છે કે,) અવધાનની તેમની ચમત્કારી શક્તિ અંગે પૂછયું હશે, એમ લાગે છે. તેનો જવાબ લખતાં, “પ્રવેશક” રૂપે જે લખ્યું છે તેમાંથી અનુમાની શકાતો કે પરખાતો કવિશ્રીની પ્રતિભાને એક ગુણ નોંધવા જેવો છે:
સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિને કિંચિત્ ભાગ ભળે ત્યારે, નહીં તે નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિને સામાન્ય અર્થ પણ આમ થાય છે કે, પોતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મતુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય, તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી ઉપરથી જણાવતાં અહીં મેં આચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલ નથી.”
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
અવધાનશકિતનું અધ્યાત્મ મતલબ કે, (આને સાદી ભાષામાં મૂકીએ તો પોતે મિયા આત્મશ્લાઘા કરતા નથી, પરંતુ જો પોતા વિષે કાંઈ કહેવું જ પડે તો આત્મનિંદાને કે ખોટી નમ્રતાને વ્યર્થ દેખાવ પણ ન કરવો ઘટે. “જેવા હોઈએ તેવા દેખાવા”ના તેમના (અગાઉ આપણે જોયા તે આર્જવરૂપી) ચારિત્રય-ન્યાયને જ આ પર્યાય છે, એમ ગણાય. અને સં. ૧૯૪૬ના પોષ સુદ ૩, બુધ, મુંબઈની તેમની રોજનીશીમાં “નીચેના નિયમ પર બહુ લક્ષ આપવું.” એમ લખીને ૬ વાત કરી તેમાં ચોથો નિયમ આવો છે – “જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય, તે વાત ઉચ્ચારવી જોઈએ.” (શ્રી.૧-પા. ૨૬૨)
રવજીભાઈના પત્રને ઉપર મુજબને “પ્રાવેશક” કરીને, તે લખે છે તેમાં પોતાનાં બાવન અવધાન ગણાવીને, તે માટે ““સરસ્વતીને અર’ એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે” એમ નોંધે છે. પરંતુ પત્રમાં ખાસ તે લખે છે તેમાં આ પોતાની શક્તિની કેટલીક સૂક્ષ્મ મીમાંસા કરી છે, તે જોવા જેવું છે. તે કહે છે:
આ બાવન કામ એક વખતે મન:શકિતમાં સાથે ધારણ કરવાં પડે છે...ટૂંકમાં આપને કહી દઉં કે, આ સઘળું યાદ જ રહી જાય છે. (હજુ સુધી કોઈ વાર ગયું નથી.) આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે, તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહીં આગળ ચીતરવું વૃથા છે.”
એટલે કે, આ શક્તિ વિશે તેમાં મનન કરવા જેવો તેને ભાવાર્થ જે છે, તે ગુઢ આત્મગમ્ય છે; તેને રૂબરૂ મળે કહી શકાય, તેથી લખ્યો નથી. પરંતુ, પત્રના પછીના ભાગમાં તે વિશે કેટલુંક ટૂંકમાં કહે છે તેમાં, સ્મરણ ઉપરાંત વિમરણની માનવ આત્માની શક્તિ વિષે પણ જાણવા જેવું તે કહે છે:
તેર મહિના થયાં દેહાપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે...અવધાન એ -આત્મશક્તિનું કર્તવ્ય અને સ્વાનુભવશ્ય જણાવ્યું છે...”
For Personal & Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા એટલે કે, અવધાન આત્માની અનેક શક્તિઓમાંની એક છે; તેને ઉદ્યોગ જીવનમાં કર્તવ્ય-બુદ્ધિથી કરવો જોઈએ. અને તેથી જ કરીને, હવે પછી રાયચંદભાઈ એ ચમકારી શક્તિનું પ્રદર્શન-પાત્ર અનુશીલન કરવાને બદલે, આત્મજ્ઞાન અને જીવનની ગુણકમ-પ્રગતિને અર્થે સાધનામાં કરવા ઉઘત થાય છે. ગીતાકાર (૧૫-૧૫) માનવ આત્મા વિષે કહેતાં એ જ ભાવનું વર્ણવે છે:सर्वस्य चाहं हृदि संनिविष्टः मत्तः स्मृतिः ज्ञानम् अपोहनं च।
એ બધા છતાં – वेदैश्च सर्वैः अहमेव वेद्यः वेदान्तकृत् वेदविदेव चाहम् ।।
પરમ જ્ઞાનોપદાર્થને પામવાને માટે માનવને મળેલી મૂળશક્તિઓમાંની જ એક સ્મૃતિવૃત્તિ છે. તે બધાના ઉપયોગ વડે, ભણવાનું ને વાંચવાનું સાદું વિદ્યાભ્યાસનું કામ માંડીને અંતિમ વેદાન પણ પામવાનું છે. તેથી એ શક્તિઓને ઉત્તરોત્તર સૂક્ષ્મ ઉપયોગ કરવાનો રહે છે. પોતાના અંતરને જાણવાનું પણ એ જ સાધન છે; કેમ કે, જીવાત્માનું અંતર એટલે જ તેના સ્વભાવ કે સૂક્ષ્મદેહમાં સંચિત પરાપૂર્વની
સ્મૃતિઓથી રચાયેલો ભાવ-દેહ કે વાસનાશરીર. મનુષ્ય જીવનમાં એને પોતે જાતે જ પામવાનો છે ને? એ કામ, તત્ત્વત: જોતાં, મૂળે ચિત્તમાં સંચિત પડેલી વાસના-વસ્તુઓના અવધાનની શકિત કેળવીને જ સંભવે છે; એને જ યોગશાસ્ત્રમાં ધારણા, ધ્યાન, સમાધિનો સંયમ કહે છે. આને જ ચિત્તશુદ્ધિ પણ કહેવાય છે, જેની પ્રક્રિયા છે – “શ: શનૈ: ઉપરમેત બુદ્ધયા વૃતિ-ગૃહીતયા” (ગીતા, ૬-૨૫) બુદ્ધિપૂર્વક વૃતિથી અંતર્મુખ બનીને, સંચિત ચિત્તસૂષ્ટિનું નીંદામણ કરવાનું છે. અને આત્માર્થીએ આ પોતાની શક્તિને તે તરફ જતી થાય તેમ કેળવવી જોઈએ. પરમ જ્ઞાનને માટે જરૂરી લાગે તે આત્માર્થે જાણવાનું, એટલે, ખપનું સંઘરવું અને ના-ખ૫નું વર્જવું કે વિસ્મરણ ખાતે નાંખવું, - એમ આ જ્ઞાનવિધિ હોય છે. કવિ આ વસ્તુને જ માર્મિક સમજનો વિષય કહેતા હશે,. એમ એમના “અવધાન’ વિષેનાં લખાણોમાંથી અનુમાની શકાય છે.
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૭ સાંપરાય-દુષ્ટિ અને અધ્યાત્મ-પ્રવેશ
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવનના, અપાત્ર અંતર જ્યોત. કરી કલ્પના દૃઢ કરે નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિરધાર. આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ.”
| (શ્રી.૧- પા.૨૨૦) સુશીલ જીવનચર્યાનું ચારિત્ર્ય, સમ્યગ્દર્શન-પરાયણ તત્ત્વજ્ઞાનાવબોધ, અને તન્યૂલક ભાવનાબોધ તથા વૈરાગ્યભાવનું અનુશીલન – આ મુખ્ય વસ્તુઓ રાયચંદભાઈના જીવનમાં પ્રબળ બની; તેમાં મૂળ એમની સહજ-પ્રતિભાનાં બે લક્ષણ કારણરૂપ કહી શકાય:- ચમત્કારી અવધાનશક્તિ અને સત્યશીલ ઋજુતા. આ ગુણોથી મનુષ્ય ધર્મ-જીવનમાં મંડ્યો રહે, તે ચોથો પુરુષાર્થ એમાંથી આગળ ઉદ્ભવે છે.
રાયચંદભાઈની આવી ચરમ-પુરુષાર્થ-ગતિ પણ એમની અવધાનશક્તિ અને સત્યશીલતાને જ પરિપાક હતો. તેથી જ, – અગાઉ આપણે જોયું એમ, – અવધાન-બળના રાજસ પ્રભાવની વાસનામાંથી નીકળીને સાત્ત્વિક અધ્યાત્મતામાં તે બળનો ઉપયોગ તેમણે કર્યો. એ જ અવધાનબળને પોતાના જ અંતરના ઊંડાણમાં વાળીને તે પોતાના પ્રારબ્ધ અને પૂર્વજન્મ વિશે જ્ઞાન મેળવીને અધ્યાત્મ-પ્રવેશમાં દૃઢ બન્યા હતા. કેવળ જડવાદમાંથી આત્મવાદની પ્રતીતિ મેળવી હતી. અનાત્મમાંથી આત્મત્વમાં, જડમાંથી ચેતનની પ્રતીતિમાં જવું, એ “નામાંથી બહા'માં જવા જેવો અફાટ વિસ્તાર ઓળંગવા જેવી જ વાત ને? આ કેમ કરતાં બનતું હશે? દરેક સાધકના જીવનના પ્રારંભે આમ બને જ છે; નચિકેતા અને
જ્ઞા૦-૭.
For Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮
જ્ઞાની ભકતની પ્રતિભા બુદ્ધ-મહાવીર કે ક્રાઈસ્ટથી માંડીને જુઓ, – આત્મસિદ્ધિને રસ્તે જવા આવી મહા “હનુમાન’–છલાંગ મારવાની હોય જ છે – તે પછી જ જીવાત્માની આત્મસાધના શરૂ થાય છે: ચરમ પુરુષાર્થનાં દ્વાર ઊઘડે છે.
શ્રીમદ્ એ છલંગ મારવામાં બરોબર કટિબદ્ધ થયેલા આ કાળે (તેમનાં લખાણો પરથી) જોવા મળે છે. વવાણિયાથી (વૈશાખ સુદ ૬, સોમ, ૧૯૪૫ રોજ) સ્વ. મનસુખરામ સૂર્યરામને લખેલો પત્ર (શ્રી.૧૨૧૧) અહીં જોવા જેવો છે. તેમાં તે, પોતાના પુનર્જન્મ વિષે વિચારો બંધાયા છે, તેનો ઉલ્લેખ કરે છે :- “ધર્મ સંબંધી માધ્યસ્થ, ઉચ્ચ, અને અદંભી વિચારોથી આપના ‘પર કંઈક મારી વિશેષ પ્રશસ્ત અનુરક્તતા થવાથી, કોઈ કોઈ વેળા આધ્યામિક શૈલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાનો આપને પરિશ્રમ આપું છું; યોગ્ય લાગે તો આપ અનુકૂળ થશો.
હું અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી; તે પણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. મારું
આ બાળવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે; તેથી કંઈ પણ સમજાયું હોય, તો (ત) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત વિશેષ કરી શકું; એ પ્રયાચના આ પત્રથી છે.”
આવી કાંઈક ભારે લાગે એવી શૈલીમાં શરૂમાં લખીને પોતાને આ સમયે “કંઈ પણ સમજાયું’ તે શું, એ છેલ્લે પત્રમાં તે જણાવે છે કે –
“આ કાળમાં પુનર્જન્મને નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણીમાં કરી શકે, તે સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે, જો આપની આજ્ઞા હોય તે, આપની સમીપ મૂકીશ.
“વિ૦ આપના માદસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ.”
For Personal & Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
સાંપરાય-દષ્ટિ અને અધ્યાત્મ-પ્રવેશ આ જ સમયે બીજો એક પત્ર તેમનો છે, તેમાં વળી તે પુનર્જન્મ અને આત્મત્વના સંબંધમાં બંધાયેલી પોતાની સ્પષ્ટ સમજ નિરૂપે છે:
વવાણિયાથી (મેષ્ઠ સુદ ૪, રવિ, ૧૯૪૫) લખેલા એ પત્રમાં તે (નીચે “ધર્મજીવનના ઇચ્છક’ એમ સહી કરતાં) કહે છે:
મહાવીરના બધેલા “આચારાંગ’ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે, giાં વાળ તેવું વાળ, ને સર્વ કાળ સે પાં નાકું . એકને જાણો તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. આ વચનામૃત એમ ઉપદેશ છે કે, એક આત્મા
જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે, તે પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી, તે આત્માને જાણતા નથી. આ બધ અયથાર્થ ઠરતો નથી.
“આત્મા શાથી, કેમ, અને કેવા પ્રકારે બંધાયો છે – આ જ્ઞાન જેને થયું નથી, તેને તે શાથી, અને કેવા પ્રકારે મુક્ત થાય, તેનું જ્ઞાન પણ થયું નથી; અને એ ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. મહાવીરના બોધનો પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે.....” (શ્રી.૧-૨૧૩)
અને આત્મા એટલે જ ટૂંકમાં અમરત્વ અમૃતત્વ – એટલે કે, મરણનાં દર્શન, – જીવનનાં સતત કામકાજ કરતાં છતાં, –છતે જીવને થવાં જોઈએ. જો કે, સિદ્ધાર્થ જરા, મરણ, અને રોગનું દુ:ખ પામીને તેના આત્યંતિક નિર્વાણને માટે ઉઘત થયા; નચિકેતા મરણના મારે અમૃતત્વનાં દર્શનની ઝંખના પામીને ત્રીજો વર માગે છે. જીવનને, એટલે કે, આ જગતને મરણના ફલક પર પામવા વિના આત્મદર્શનનાં દ્વાર ઊઘડે નહીં. - અને, અંતે જોતાં, જગત ક્યાં છે? બાહ્ય દૃશ્ય જગતમાં
For Personal & Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જ્ઞાની ભક્તની પ્રતિભા મરણ છે; મનેલોકમાં – ચિત્તમાં સ્મૃતિ-સંસ્કાર-વાસના-રૂપે છપાઈને તે સંચિત રહે છે, કે જેને અવધાનબળથી આપણે પામી શકીએ. અને એ સંચિત સ્મૃતિ-સંગ્રહ જો અંતરમાં તપાસીએ, તો તેની મર્યાદા માત્ર ચાલુ જન્મથી પૂર્વે પણ જઈ શકે. કોઈ તેને આનુવંશિક કહે કે પૂર્વજન્મનું કહે – કહેવાની મતલબ એ છે કે, મરણ પારની પારલૌકિક કે સાંપરાયદૃષ્ટિ પણ મનુષ્યના ચિત્તાની સ્મૃતિશક્તિને ગમ્ય છે. અને તે વડે જ મનુષ્ય પોતાની હૃદયગુફાના ઊંડાણમાં ઊતરતો ઊતરતો, અંતે પોતે પોતાને પામે છે ત્યાં બિરાજતા આત્મતત્ત્વને સાક્ષાત્ કરી શકે છે.
અંતરમાં ભંડારાયેલા ઊંડાણમાં આવી અવગાહન-ગતિ અસામાન્ય કે અલૌકિક કે લોકોત્તર ભલે છે; પરંતુ તેથી કાંઈ તે શકય નથી એમ નથી. વિરલ સાધના એને ભલે કહો; પરંતુ લાખોમાં પણ કોઈકને તે પ્રયત્ન-સાધ્ય છે જ. અને શ્રીમદ્ આ વસ્તુ તેમનાં લખાણોમાં (છૂટક છૂટક પ્રસંગોપાત્ત) કહે છે. જેમ કે, ઉપર નોંધેલા પત્રમાં આગળ તે લખતાં કહે છે:
“પૂર્વજન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું, તે માટે અહીં પ્રસંગ પૂરનું સંક્ષેપમાત્ર દર્શાવું છું:
“મારે કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગત ભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં, પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ – જ્ઞાનયોગ – અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે; એટલે શું કે, ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે.”
અહીં પ્રત્યક્ષાનુભવ એટલે બાહ્ય વસ્તુ પેઠે સૌને સમાન રૂપે થાય એમ નહીં, પરંતુ, અંતરમાં અનંત કાળથી સંચિત કૃતિનું સંશોધન કરતાં, અનુમાન-પ્રમાણથી નિશ્ચયરૂપે સાંપડતું આંતરજ્ઞાન એ છે. અને આ જ્ઞાનને ખપ એથી છે કે, એમ પોતાની સમ્યક પ્રકૃતિ કે સ્વભાવને
For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
સાંપરાય-દષ્ટિ અને અધ્યાત્મ-પ્રવેશ ૧૦૧ પામ્યા વિના જીવનમાં પ્રવૃત્ત થવામાં મુંઝવણ રહે છે. આથી જ શ્રીમદે પોતાની અવધાનશક્તિને સંયમપૂર્વક અંતરમાં વાળીને પોતાના જીવનને માટે લગ્ન તેમ જ અન્ય નિર્ણયો લીધા – દૃઢભાવે લઈ શકયા હતા. અને ઉપરના પત્રમાં આગળ આ જ વસ્તુને સ્પષ્ટ રૂપે તે કહે છે :
“જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય, ત્યાં સુધી ભવિષ્ય કાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે, અને શંકાસઠ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી.
“પુનર્જન્મ છે' – આટલું પક્ષે – પ્રવક્ષે નિ:શંકત્વ જે ૫૨પને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય, એમ શાલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ થયો છે, તે કંઈક અહીં દર્શાવી જઉં છું.”
આમ કહીને તે પોતે કઈ રીતે શ્રુતજ્ઞાનથી માનેલી શ્રદ્ધાને પોતાની અંદરવૃષ્ટિ તપાસીને સ્વભાવને પામતા ગયા, – જેને પરિણામે તે અનુભવગમ્ય થયું, – તે કાંઈક માંડીને વર્ણવતાં પોતે લખે છે:
જીવનો મુખ્ય ગુણ ના લક્ષણ છે તે “ઉપયોગ” (કોઈ પણ વરતુ સંબંધી લાગણી, બોધ, જ્ઞાન). અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ......જ્યાં સુધી સ્વ સ્વરૂપ યથાર્થ સમજ્યો નથી, ત્યાં સુધી (આત્મા) છદ્મસ્થ જીવ છે – પરમાત્મ દશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે, તે પરમાત્મ-દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિત જ્ઞાન (અજ્ઞાન) ને સમ્યજ્ઞાન માની રહ્યો છે....અને અશુદ્ધ ઉપયોગી થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ
ચાલ્યાં આવતાં બાહ્યભાવે ગ્રહેલાં કર્મ-પુદ્ગલ છે....વર્તમાન કાળમાંથી . આપણે એકેકી પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ, તે
* અહીં ગીતા-વચન યાદ કરે – માવઃ ૩ધ્યાત્મમુખ્યતે | (૮ ૩)
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જ્ઞાની ભકતની પ્રતિભા પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. (તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ.)...”
આમ કાલક્રમ-કલનમાં તપાસતા જતાં, ભૂતકાળ કે પૂર્વજન્મમાંય જઈ શકાય, જેથી પ્રવર્તમાન સ્વભાવની અંદર નિગૂઢ રહેલા તેના વિભાવો જણાય. આ બતાવવાને માટે તે પત્રમાં આગળ દાખલો આપીને સમજાવવાને સારુ કવિ કહે છે :- એક માણસે એવો દૃઢ સંકલ્પ કર્યો કે, વાવ-જીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું; છતાં પાંચ પળ ન જાય અને ચિતવન થયું, તો પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી અ૯૫ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકનો કોઈ પણ અંશે ઉદય જોઈએ... ઉદય દૃઢ સંકલ્પ રોક્યો છતાં થયો, તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે.” *
અને વધારે દૃષ્ટાતો કહેવાની ઇચ્છા છતાં, ધાર્યાથી લાંબો થયેલો પત્ર ટૂંકાવતાં છેવટે જણાવે છે કે, વિશેષ તો રૂબરૂ મળીએ ત્યારે:
આત્માને જે બંધ થયો તે મન યથા ન જાણી શકે; મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે, વચનને કથનબોધ પણ કલમ લખી ન શકે. આમ હોવાથી ....... આ વિષય મૂકી દઉં છું. એ અનુમાનપ્રમાણ કહી ગયો. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદૃષ્ટ હશે તો હવે પછી, વા દર્શન સમય મળે તો ત્યારે કાંઈક દર્શાવી શકીશ.” (શ્રી,૧ - ૨૧૪-૫)
સારાંશે જોઈએ તો, કહેવાની મતલબ એ છે કે, જીવનમાં પ્રયાણ કરતાં, પોતપોતાની જેવી જીવન-દૃષ્ટિની જરૂર તે પ્રમાણે, દરેકે પોતાના સ્વભાવને ઓળખવો પડે છે. એ આંતર-પરીક્ષા કાર્યકારણદૃષ્ટિથી કરી, શકાય; જે પુરુષ જરા-મરણની પાર જઈને આત્માની અમરતા જોવા જય, તે કેવળ અમુક વર્ષોની સ્મૃતિમાં જ નહીં અટવાય કે રોકાય;
For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
સાંપરાય-દષ્ટિ અને અધ્યાત્મ-પ્રવેશ ૧૦૩ પળે પળે અંતરમાં ઊંડે ઊતરત જતો તે જન્મ પૂર્વેના ભૂતકાળમાંય ડૂબકી. મારી શકે ને મારશે. આ વસ્તુને જ પુનર્જન્મ કે પ્રારબ્ધનું જ્ઞાન કે સાંપરાય-દૃષ્ટિ જેવા શબ્દોથી શાસ્ત્રો વર્ણવે છે. આ પ્રકારે સ્મૃતિશક્તિથી કામ કરવાને માટે કોઈ અમુક સમયનું જ બંધન મનને નથી કે, આટલાં વર્ષોમાં જ કે આ જન્મમાં જ ગતિ હોય: એવી અવાધ છે જ નહિ. તેથી કરીને જ રાયચંદભાઈ દૃઢતાથી પુનર્જન્મ, પ્રારબ્ધ ઇ0ના જ્ઞાનની શ્રદ્ધા વ્યક્ત કરે છે. અને આ રીતે આ ગૂઢ પુનર્જન્મ-તત્ત્વને તેમણે કેટલાંક લખાણોમાં સમજાવેલું જોવા મળે છે. જેમ કે –
જાતિસ્મરણજ્ઞાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે?” એવા પ્રશ્નના જવાબમાં તેમનો (વવાણિયા, શ્રાવણ વદ ૧૧, શુક્ર, ૧૯૫૧) પત્ર છે તેમાં લખ્યું છે (શ્રી ૨ - પ. ૫૪૫) :
“નાનપણે કોઈ ગામ વતુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું જ્ઞાન થાય છે.”
વિ૦સં૦ ૧૯૫૪-૫માં શ્રીમદ્ મોરબીમાં લાંબું રહેલા તે વેળા તેમણે કરેલાં વ્યાખ્યાનોની નોંધ એક શ્રોતાએ લીધેલી, તેમાં એક વચન (નં. ૧૭૧) નોંધ્યું છે (શ્રી ૨- ૮૬૨) :
જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના “ધારણાનામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાછલા ભવમાં અસંજ્ઞીપણું ન આવ્યું હોય, ત્યાં સુધી આગળ આગળ ચાલી શકે છે.”
તેવો જ બીજો નેધ-રાંગ્રહ સં. ૧૯૫૬ના મોરબી-નિવાસ અંગે છે, તેમાં (શ્રી,૨ - ૮૭૫) સ્પષ્ટ ભાષામાં જણાવ્યું છે કે,
“જેમં બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય,
For Personal & Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જ્ઞાની ભક્તની પ્રતિભા તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. ન રહેવાનું - કારણ એ છે કે, પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિશે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ તેમાં જ આસક્ત રહે છે, તેને ' ' પૂર્વપર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વ ભવ અનુભવવામાં આવે છે........... ......“જાતિસ્મરણજ્ઞાન’ એ મતિજ્ઞાનનો ભેદ છે.
“એક માણસ ૨૦ વર્ષને અને બીજો માણસ ૧૦૦ વર્ષ થઈ મરી જાય; તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય, તે જો અમુક વર્ષ સુધી સ્મૃતિમાં રહે એવી સ્થિતિ હોય, તો વીસ વર્ષે મરી જાય તેને ૨૧મે વર્ષે ફરીથી જમ્યા પછી
સ્મૃતિ થાય; પણ થતું નથી. કારણ કે, પૂર્વપર્યાયમાં તેને પૂરતાં સ્મૃતિનાં સાધન નહિ હોવાથી પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં, તેથી કરીને તે નહોતાં એમ નથી, તેમ... પૂર્વપર્યાય-સ્મૃતિ રહે નહીં તેથી કરીને તે નહોતા એમ કહેવાય નહીં. ....... કદાપિ સ્મૃતિને કાળ થોડો કહો તે, ૧૦૦ વર્ષને મરી જાય તેણે પાંચ વર્ષે જે જોયું અથવા અનુભવ્યું તે ૯૫ વર્ષે સ્મૃતિમાં રહેવું ન જોઈએ. પણ જો પૂર્વસંજ્ઞા કાયમ હોય તો સ્મૃતિમાં રહે.” (શ્રી,૨-૮૭૬)
કાંઈક લાંબી લાગે એમ આ ચર્ચા આ નાના પ્રબંધમાં કરવાનું કારણ એ બતાવવાને માટે છે કે શ્રીમની અવધાનશક્તિ વિરલ ભલે હોય, પણ તે કોઈ ચમત્કાર નથી; જરૂરી સંયમથી માનવ સ્મૃતિવૃત્તિ માટે એ શક્ય છે. તથા એ વિરલતા કોઈ વિશેષ અધ્યાત્મશક્તિ કે તેને માટેની ખાસ પાત્રતા સિદ્ધ નથી કરતી. અનેક પ્રકારની શક્તિઓ માનવમાં પડેલી છે; એ સંપત્તિ વડે જીવનમાં તે પુરુષાર્થ કરે છે, તેના ઉચિત ઉપયોગમાંથી તેણે ચરમ પુરુષાર્થે પહોંચવું છે; અમુક શક્તિ છે, માટે તે ચરમાર્ગે જશે, એવી વસ્તુ આ ક્ષેત્રો નથી. જાતજાતની શક્તિઓ કે
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
સાંપરાય-દષ્ટિ અને અધ્યાત્મપ્રવેશ ૧૦૫ સિદ્ધિઓ મનુષ્યને કેળવણીથી શક્ય છે; પરંતુ તેનાથી આપોઆપ આત્મસિદ્ધિ નથી: એના પુરુષાર્થને અર્થે તો, આ સિદ્ધિઓને પણ સંયમમાં લઈ સદુપયોગે લેવાની હોય છે; કોઈકને ત્યાગ પણ કરવો ઘટે છે. એટલે કેટલીક વાર તો આવી સિદ્ધિઓ આડે માર્ગે પણ લઈ જાય, એવું બને. આથી જ કહેવાયું છે કે, અનન્યભાવ ભક્તિ એ જ જરૂરી છે:
શ્રીમદે તેમની અવધાનશક્તિનો ઉપયોગ પોતાની પ્રકૃતિ કે સ્વભાવ પામીને અધ્યાત્મને પામવામાં કર્યો હતો, એ એમની સાધનામાં નોંધપાત્ર છે. જેમ ધનપ્રાપ્તિની – ઝવેરીપણની કુશળતા તેમ જ આ સ્મૃતિ-કૌશલ્ય તેમણે જીવનનું સાર્થક કરવામાં લેખે લીધું, એ તેમના જીવન પરથી સૌને ફાયદાનો કે સામાન્ય ખપનો સાર ગણાય.
For Personal & Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૮
જ્યોતિષનો અભ્યાસ કવિશ્રીના જીવનના મધ્ય કાળ સમાં (૧૯માથી ૨૩માં વર્ષની 'ઉંમરનાં) આ વર્ષો દરમિયાન તેમની અવધાનશકિત ઉપરાંત બીજી એક નોંધપાત્ર વસ્તુ છે, તે તરફ પણ નજર કરવા જેવી છેતે છે એમનું જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન. આ જ્ઞાન તેમણે આ કાળે યત્નપૂર્વક સંપાડેલું, એમ જોવા મળે છે. એવો સમરંભ કરવામાં એમનો સંકલ્પ કઈ રીતે કે શા હેતુથી ગયો હતો, એ તેમની પ્રતિભાના અભ્યાસીએ સમજવું ઘટે, એવી બાબત ગણાય, પરંતુ, સ્થિતિ એવી છે કે, એ બાબતમાં ઝાઝી હકીકતો કે માહિતી મળતી નથી. તેમનાં પોતાનાં લખાણોમાં આને અંગે કેટલાક ઉલ્લેખ મળે છે; તે મુખ્ય આધાર ગણાય. - લગ્ન પૂર્વે – ૧૯-૨૦માં વર્ષમાં (મુંબઈ સં. ૧૯૪૩) લખેલ એક પત્ર અગાઉ આપણે જોયો. (પા. ૬૭ જુઓ). તેમાં “આશુપ્રજ્ઞા રાજચંદ્ર” એવી નીચે સહીથી તે લખે છે, “મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વર-ગ્રહ ઠરાવ્યા છે. ....” આ ઉપરથી, પોતાના ગ્રહ તેની વિદ્યાના વિદ્વાનોને બતાવીને, પોતાની ભાવની દશા વિશે જાણવા તેમણે ઇચ્છા સેવી હતી, એ અહીં આપણે અનુમાની શકીએ.
આ કાળે તે પોતાની શ્રેષ્ઠ ધર્મસ્થાપન કરવાની) મહાકાંક્ષા ઉગ્ર રૂપે સેવતા હતા. તે અર્થે ધમસભા સ્થાપીને યોગ્ય શકિતવાળા શિષ્યગણનો પણ સંગ્રહ કરવા માગતા હતા. તેવા એક શ્રદ્ધાપાત્ર લાગેલા શ્રી. ચતરભુને આ પત્ર તેમણે લખેલો છે; – “તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણા સહાયક થઈ પડશો; અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રસરતા ભોગવશે;” તેથી એ તેમને લખે છે કે, “તમારા ગ્રહ મને
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
તિષને અભ્યાસ
૧૦૭ • અહીં વળતીએ બીડી દેશો.’ એમ આ કાળે કવિશ્રીની ભાવના જ્યોતિષ વિષે વર્તતી હતી.
અને આ રીતે તેઓ તેમના સાથી મિત્રોને વિષે પણ ફલજ્યોતિષ ઇ૦ જોતા-જોવડાવતા હતા. તેમનાં લખાણોમાં બીજો ઉલ્લેખ જોવા મળ્યો તે છે, તેમણે એમના પરમ આત્મબંધુ મિત્ર શ્રી. સોભાગચંદને લખેલા પત્રમાં. આ પત્ર તેમના ૨૩મા વર્ષનો (વવાણિયા, બીજા ભાદરવા સુદ ૨, ભેમ, ૧૯૪૬; શ્રી. - પા. ૨૫૧) છે; તેમાંથી લાંબાણમાં કેટલુંક જોવા જેવું છે, કેમ કે, શ્રીમદ્ભા આ જ્યોતિષ વિશેના વિચારોમાં એક નોંધપાત્ર પરિવર્તન તે બતાવે છે. તેમાં તે લખે છે કે,
“...અત્રો જે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એવી કાંઈ કલ્પના પણ થતી નથી; અર્થાત્ તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેલી નથી. એ ઉપાધિ કળિકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી, એ કાંઈ નવાઈની વાત નથી.”
પત્રમાં શરૂમાં, કવિને એ સમયે અમુક ઉપાધિ આવી છે, એને ઉલ્લેખ છે. આવે સમયે જ સંસારમાં લોકો ફલજ્યોતિષ, મુહર્ત આદિની ગ્રહદશા વગેરે જોવા પ્રયાણ કરે છે. તેમ જ કોઈ મોટું કાર્ય કરવા જતાં, તે ફળશે કે કેમ, ઇ૦ ભાવો જાગીને સહેજે ચિંતા કરાવે છે. જ્યોતિષ વિદ્યા આ ભાવોમાંથી ખપ મેળવી શકે છે. એનું એક ગણિત શોધાયું છે, જે દ્વારા કામ તે વિદ્યાવાળાઓ કરે છે. કવિશ્રી એમને આવેલી ઉપાધિને અંગે કહે છે કે, હું નિશ્ચિત થયો છું. ગ્રહદશા ઇ૦ જોવા કરવામાં પ્રયાણ નથી થતું, એ અહીં નોંધપાત્ર છે. ૧૯મા વર્ષથી ૨૩મા વર્ષમાં આ જે વૃત્તિ-ફેર થયો છે, તે દર્શાવતો આ પત્ર બહુ સ્પષ્ટ રૂપે તેમને એ ભાવ દર્શાવે છે. પ્રારંભે ઉપરનું લખીને પછી
For Personal & Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા એ પત્રમાં તે લખે છે, તેમાં એ જ તે કહે છે કે, પોતે શી રીતે નિશ્ચિત થયા : તે લખે છે:
“ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુ:ખી હોતો નથી, અથવા દુ:ખી હોય તો દુ:ખ વેઠતો નથી: દુ:ખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.
આભેચ્છા એવી જ વર્તે છે કે, સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવે, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો.”
વાસનાનું પ્રાબલ્ય કેવું દુર્દમ્ય છે તે કોણ નથી જાણતું? તેમાંય લોકેષણાની મહત્ત્વાકાંક્ષા તે મહા બળવાન મનાઈ છે – સોનેરી સાંકળ સાધકને માટે તે કહેવાઈ છે. શ્રીમન્ની શ્રેષ્ઠ ધર્મ-સંસ્થાપનની મહત્ત્વાકાંક્ષા એવી હતી. આ પત્રમાં કઈ વિશેષ ઉપાધિ અંગેનો ઉલ્લેખ છે, તે સ્પષ્ટ નથી જણાવ્યું. “અમુક કામથી ઉત્પન્ન થઈ છે. ....... આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે” – એટલું નિર્દેશ્ય છે. પણ એ વિશે વધુ ન જાણીએ તો પણ વાંધો નથી; કેમ કે, અહીં આપણે કવિના આંતરજીવનની વૃત્તિ સમજવા ચાહીએ છીએ; અને તે વિષે સદરહુ પત્ર લંબાણથી નિરૂપણ કરે છે.
ચિતા કેમ નથી તે પત્રમાં જણાવીને કવિ પોતાની ચિત્તાદશા લંબાણથી જણાવતાં મિત્રોને કહે છે :
“રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ, અને તેની મજાને એક જ એ જ રંગનું રંગન છે. . અને તેને લીધે ...... નથી અસંગ ગમતો કે નથી સંગ ગમત, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે; તથાપિ તે પ્રત્યે આશા
For Personal & Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષને અભ્યાસ
૧૦૯નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તે પણ ભલે અને ન હો
પણ ભલે, એ કંઈ દુ:ખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્રા વિશ્વમાત્મા છે; અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે, એ વૃત્તિને લીધે. સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવો પાલવતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલેક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી, તથાપિ સહન કરવા જીવ ઇચ્છતો નથી ! પરમાનંદ ત્યાગી એને ઇરછે પણ કેમ?”
આમ પોતાની વૃત્તિ લંબાણથી નિરૂપીને આગળના પત્રાના વાકયમાં કહે છે, જે (જ્યોતિષ અંગેના ચાલુ પ્રકરણમાં) પ્રસ્તુત ભાગ છે: તે લખે છે:
અને એ જ કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્તા નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ.
જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે, તેઓ મહાધીન છે, અને તેઓ પરમાર્થનાં પાત્ર થવાં દુર્લભ છે, એમ માન્યતા છે; તે તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી; પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તો કંઈ પ્રસંગે કરીશ. ઇચ્છા તો નથી થતી. ........”
એમ લાગે છે કે, શ્રી. સેભાગચંદે અમુક પ્રશ્ન કરી તેને જોશ, પૂછયો હશે; તે ઉપરથી શ્રીમદે પોતાની તે વિદ્યા પરત્વે આ કાળે પ્રવર્તતી ભાવના કહી હોય. અને તે તે બતાવે છે કે, આ સમયે તે
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
• ૧૧૦
જ્ઞાની ભકતની પ્રતિભા વિદ્યામાંથી પણ (જેમ અવધાનશક્તિ પરત્વે બન્યું તેમ) ઉદાસીન ભાવ પર તે પહોંચ્યા છે; અને સ્પષ્ટ કહે છે કે, એ વિદ્યાથી મળતા ભવિષ્યજ્ઞાન તેમ જ સિદ્ધિઓની ઇચ્છા નથી. મતલબ કે, આ સમયે તે પોતાની મહાકાંક્ષા વિષે દમન કેળવવા લાગ્યા છે – આત્મભાવમાં - જઈને ઉદાસીનતા ધરવા તરફ છે. છે આ પરથી સમજવાનું એ છે કે, શ્રેયમાર્ગમાં પ્રગતિ કરતા યાત્રી સાધકે આવો વાસનાય કરવો જ પડે છે; – જેની જેવી વાસના, (સ્વાર્થક કે પરાર્થક તે હોય તોપણ) તેનું બંધન, અંતે મુક્તિને હિસાબે, સરખું જ છે. બલ્ક, પરાર્થક બંધન વધારે મોહનું કે સુવર્ણમય પણ લાગે !
- કવિશ્રી તેમના જીવનમાં આ વિદ્યા વિષેની પ્રીતિમાં કઈ રીતે વળ્યા, તે વિષે શ્રી. કલાર્થી તેમના જીવનચરિતમાં કહે છે તે, – આ ચર્ચાને અંતે, હવે જોઈએ. તેમના પુસ્તકના પા. ૬૯ની નીચે ટીપમાં (ઉપરના પત્રમાં “જ્યોતિષાદિક તરફ ચિત્ત નથી” એ વાકય ઉપરથી નીચે આ ટીપ જોડી છે.) કહે છે:
“શ્રીમદ્ જ્યોતિષ વિદ્યામાં પણ પ્રવીણ હતા. આ બાબતમાં એવું બન્યું કે, સં. ૧૯૪૩ના ભાદરવામાં મુંબઈ જતાં પહેલાં શ્રીમદ્ જેતપર (મોરબી તાબે) પોતાના બનેવી રા. ચત્રભુજ બેચરને ત્યાં ગયા હતા. તે વખતે શ્રીમદ્ભી આર્થિક સ્થિતિ સાંકડી હતી. જેતપરમાં - શંકર પંચોળી નામના એક વિદ્વાન જોશી હતા. તે ભાઈ ગણિત-ફલાદેશ
સારું જાણતા હતા. તેમને ચત્રભુજભાઈએ શ્રીમના મુંબઈના પ્રયાણ તથા અર્થ-પ્રાપ્તિ સંબંધમાં પૂછયું. તેથી શંકર પંચોળીએ પ્રશ્નકુંડળી ચીતરીને, મુંબઈ પ્રયાણ પછી અમુક મુદતમાં દ્રવ્યલાભ વગેરે ફળ વર્યું. તેમાંનું અમુક ફળ્યું અને અમુક બરાબર ન ફળ્યું. તેથી શ્રીમદ્ બરાબર જ્યોતિષ જાણી લેવાની જિજ્ઞાસા ઉદ્દભવી.
મુંબઈમાં શતાવધાન કરી શ્રીમદે ઉત્તમ ખ્યાતિ મેળવી. તે વખતે મુંબઈના અગ્રગણ્ય વિદ્વાનો, પંડિત, શ્રીમાન વગેરે હાજર
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષને અભ્યાસ હતા. તેમાં સારા જ્યોતિષીઓ પણ હતા. તે જ્યોતિષીઓને નાની વયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ પ્રત્યે આકર્ષણ થયું. એ રીતે શ્રીમદ્ જ નિષ જાણવાની ઇચ્છા પૂરી કરવાનાં સાધનોની પ્રાપ્તિ થઈ. વિદ્વાન જ્યોતિષીએ'નું નિમિત્ત પામી શ્રીમદ્ તે વિદ્વાનો કરતાં પણ આગળ વધી તે વિદ્યામાં પારંગત થયા હતા.
“આ બાબતમાં એક પ્રસંગ જાણીતા છે. ઝવેરી રેવાશંકરભાઈ વકીલાત કરતા હતા; અને વેપારમાં પડવા સ્વપ્ન પણ વૃત્તિ ન હતી; અને તે વખતે સહેજ કરજવાન પણ તેઓ હતા. તેમની કુંડળી જોઈને શ્રીમદે જણાવ્યું હતું કે, તેમને વેપારમાં અત્યંત લાભ છે, બલકે લક્ષાધિપતિ થવાનો યોગ છે, એમ જણાવી વકીલાત છોડીને મુંબઈ જવા શ્રીમદે તેમને પ્રેરણા કરી. શ્રી. રેવાશંકરભાઈએ તે પ્રમાણે કર્યું અને શ્રીમદ ભાખેલું સાચું ઠર્યું.”
આમ શ્રી. કલાર્થી માહિતી આપે છે. આ જ સમય દરમિયાન રેવાશંકરભાઈના મોટાભાઈની પુત્રી સાથે કવિશ્રી લગ્ન કરે છે મતલબ કે, ૧૯-૨૦મા વર્ષને યોગ શ્રીમના જીવનમાં આ રીતે વિલક્ષણ હતો : તે વર્ષમાં અવધાન-બળે તે જગત આગળ આવ્યા, અને (દુનિયાની નજરે પણ) લગ્ન, લક્ષ્મી ઇ0નો યોગ પણ આ સમયે ઉદય પામે છે. અને તેમાં નોંધપાત્ર એ છે કે, તે પછી તરત : - કહો કે, તેની જોડાજોડ, – તેમની મુમુક્ષા અને વૈરાગ્યભાવ, કેવળ શાસ્ત્રશ્રુત આધારથી આગળ વધીને, જાગૃતભાવે સક્રિય બને છે; અને સં. ૧૯૪૭માં તે સ્થિતિ વિશે તેમનું જ કાવ્ય તેમના “આત્યંતર પરિણામ-અવલોકન” રૂપ હાથનોંધમાં મળે છે, તેમાં તે આત્મનિવેદન કરે છે કે,
“ઓગણીસેં ને એકત્રીસે
આવ્યો અપૂર્વ અનુસાર રે; - ઓગણીસેં ને બેતાલીસે,
અદભુત વૈરાગ્ય-ધાર રે.
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨.
જ્ઞાની ભક્તની પ્રતિભા ઓગણીસેં. સુડતાલીસે
સમકિત* શુદ્ધ પ્રકાડ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા,
નિજસ્વરૂપ અવભાચું રે” એમને આ વર્ષે આત્મનિષ્ઠા સાંપડી : અન્યાન્ય વાસનાઓના ઉદય, આ નિષ્ઠાના શામક પ્રકાશમાં, મોળા પડી ગયા : મહાકાંક્ષા ઇ૦ ભાવેને ઉદ્રક શમવા તરફ વળ્યો.
જ્યોતિષ વિદ્યાનો ખપ જોઈને, કવિશ્રી એમની ભારે અવધાનશક્તિથી તે ભણવામાં લાગ્યા; મુંબઈમાં તે શીખવનાર વિદ્વાનોને લાભ મળી ગયો; તેમના કરતાંય કદાચ વધારે ઊંડાણથી તેમની વિદ્યા હાથ કરી; અને પિતાના મહાકાંક્ષી મનોરથની સેવામાં તેને કામે લીધી.
લગ્નજીવન કવિએ પૂર્વજન્મના પ્રારબ્ધયોગે સમજીને સ્વીકાર્યું હતું. તેવું તેમની ધર્મસુધારણાની મહાકાંક્ષા માટે ન કહી શકાય. તે માટે તેમણે સંક૯પપૂર્વક મનથી તેને સમારંભ ઉપાડયો હતો. નાનપણમાં જે ઊર્મિ વૈષ્ણવ હવેલી ધર્મના મહારાજને જોઈને થતી, તે જ ભાવ, સમજજ્ઞાનના પ્રતાપે સંશુદ્ધ થઈને, પરમાર્થક ધર્મસુધારણા કરવાની મહાકાંક્ષામાં પરિણમ્યો હતો. અને તેની સેવામાં પાથેય તરીકે તે પ્રથમ આત્મસિદ્ધિનું સામર્થ્ય મેળવવામાં લાગ્યા હતા. એમાં જ તેમણે જ્યોતિવિદ્યા હાંસલ કરી, અને તેને પણ ઉદાસીનતાના તરાગ્ય-યજ્ઞમાં હોમીને તે પોતાની અધ્યાત્મયાત્રામાં આગળ ચાલ્યા.
જ સમકિત એટલે આત્મદર્શન.
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૯
ઉપાધિ અને ઉદાસીનતા [“આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ અસંસારી હતા.....”
- ગાંધીજી કવિશ્રીના ૨૩મા વર્ષ સુધીની “સમુચ્ચય-વયચર્યાની સમીક્ષા આપણે આ અગાઉનાં થોડાંક પ્રકરણોમાં કરતા આવ્યા છીએ. તેમાં આપણે જોયું કે, ત્યાં સુધીની પોતાની જીવનસિદ્ધિમાં તેમણે એક ભાવ પિતાને માટે દૃઢ અને સ્થિર કર્યો – “મારે મુક્ત થવું છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે.”
એવો નિશ્ચય કરનાર તે પુરુષ ગૃહસ્થ છે, ધંધે ઝવેરી છે; છતાં તેમની નોંધપોથી કે લખાણો જે મળે છે તે જુઓ, તો તેમાં એમનાં ઘરસંસાર કે ધંધારોજગાર કે સગાંસંબંધીને વહેવાર, ઇ૦ કોઈ વાતને વિષે ચિંતા કરતી ચર્ચા કે કશા ઉલ્લેખ જેવું ભાગ્યે જોવા મળશે. હા, તે પ્રકારના સંગ સંપર્કને લઈને અનુભવમાં આવતાં ઉદ્વેગ, અકળામણ વગેરેને આવિર્ભાવ, અને તેમાંથી ઉદ્ભવતા પ્રતિભાવો – વૈરાગ્ય અને ઉદાસીનતા ભરેલા ઉદ્ગારો તેમનાં આ કાળનાં અનેક લખાણમાં મળે છે, અને તેમાં સંસારીને થતી હાયહોય કે આજંદની ચિંતા-ચટપટી મુખ્ય નથી. પણ એમ પણ ન કહેવાય કે, તેમનામાં બીજાઓ પ્રત્યે સદભાવ-સમભાવની કોમળ લાગણીઓ નહોતી. પોતાનાં વત્સલભાવ અને અનુકંપા વિષે તેમણે જ લખ્યું છે કે, બીજાથી જુદાઈ લાગતાં “મારું અંત:કરણ રડી પડવું.”
આ જ સમય દરમિયાન, મુંબઈથી માગશર વદ ૯, સેમ ૧૯૪૯ રોજ લખેલા પત્રમાં (શ્રી ૧-૪૦૮) તેમના ચારિત્ર્યનો (લાગણીભાવની કોમળતાનો) આ ગુણ વળી વધારે સ્પષ્ટ કરેલો મળે છે:
૧૧૩ - જ્ઞા૦-૮ • •
For Personal & Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જ્ઞાની ભકતની પ્રતિભા ઉપાધિ વેચવા માટે જોઈતું કઠણ પણું મારામાં નથી; એટલે અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉદય-રૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે.
પરમાર્થનું દુ:ખ* મટ્યા છતાં, સંસારનું પ્રાસંગિક દુ:ખ રહ્યા કરે છે, અને તે દુ:ખ પોતાની ઈચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે અને તે વિટંબના વિષે ચિત્ત ક્યારેક કયારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે.
“આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય; કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્દેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસારપ્રસંગનું પણ જણાવ્યું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે, તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતું હોય, તે તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવા કારણોને હોય, એમ મને નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્દે ગને લીધે કયારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે; અને તે બધાં કારણને પ્રત્યે વર્તવાને માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે, એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે.”
સામાન્ય લોકને થતા આવા ઉદ્દેગ ઇવથી બચવા માટે, પોતાનાં અધ્યાત્મ-પ્રેમ અથવા જ્ઞાન-મોક્ષ-પરાયણતા દ્વારા કવિશ્રી પ્રયત્નશીલ છે, અને ઉપરના પત્રમાં આગળ આ જ વસ્તુ તે લખે છે :
જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે, કોઈ પણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુ:ખે શાચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટ નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં, જેને દેહને વિષે મૂળ નથી વર્તતી, તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે.
* કારણ કે, મેક્ષ વિષે નક્કી શ્રદ્ધાબુદ્ધિ થઈ હેવાથી, એમ અહીં કહેતે લાગે છે. - ભ.
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
ઉપાધિ અને ઉદાસીનતા
૧૧૫ “દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી.
વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહનાં તેનાં સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ-રૂપાદિ પરિણામ જોઈ, હર્ષ-શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી; અને અમને તમને તે નિરધાર કરવો-રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગને મુખ્ય ધ્વનિ છે.”
વિ૦ સં. ૧૯૪૫માં (અંગત) બતાવીને લખેલા કવિતામાં તેમણે લખ્યું છે કે, “સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા.” – “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.”
તે જ ભાવદર્શક કડીઓ (મુંબઈ, ફાગણ વદ ૧, ૧૯૪૬) લખી છે: “જહાં રાગ અને વળી દ્રષિ, તહાં સર્વદા માનો કલેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુ:ખનો છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.”
| (શ્રી.૧-૨૩૮) આ સમયે શ્રીમદ્ આ ભાવના પ્રબળપણે કેળવે છે : તે અર્થે અનુકૂળ સત્સંગ અને સદ્ગુરુ ઝંખે છે.
આ કાળનાં તેમની આવી દુઃખોઢેગ ભરેલી “આરતને વ્યક્ત કરતાં લખાણમાંથી થોડુંક લાક્ષણિક લાગે એવું વધુ કેટલુંક પણ જોવા જેવું છે; જેમ કે, તેમના ૨૩મા વર્ષનાં ૫ત્રાદિ લખાણોમાં અંતે સંઘરાયેલી સ્વગત ભાવોક્તિઓ જેવું ટાંચણ એક મળે છે (શ્રી.૧પા. ૨૭૧થી ૨૭૪), તેમાં (આત્મા અને જીવ વચ્ચેના સંવાદની શૈલીમાં લાગતું) લખ્યું છે:1. “હે સહજત્મસ્વરૂપી, તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો? તે કહે. આવી વિભ્રમ અને દિમૂઢ દશા શી?
For Personal & Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જ્ઞાની ભકતની પ્રતિભા “હું શું કહું? તમને શું ઉત્તર આપું? મતિ મૂંઝાઈ ગઈ છે. ગતિ ચાલતી નથી. ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહેલ છે. કયાંય દૃષ્ટિ કરતી નથી, અને નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ.” ભ્રાંતિ પડી ગઈ છે કે, હવે મારામાં કંઈ વિશેષ ગુણ દેખાતા નથી. હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહે પ્રિય નથી.......બધાં દર્શનમાં શંકા થાય છે. આસ્થા આવતી નથી. જો એમ છે તેપણ ચિંતા નથી. આત્માની આસ્થા છે કે તે પણ નથી? તે આસ્થા છે. તેનું અસ્તિત્વ છે, નિત્યત્વ છે, અને ચૈતન્યવંત છે .જ્ઞાનાદિ તેને ઉપાય છે. એટલી આસ્થા છે. પણ તે આસ્થા પર હાલ વિચારશૂન્યતાવત વર્તે છે. તેનો મોટો ખેદ છે. આ જે તમને આસ્થા છે તે જ સમ્યગ્દર્શન છે. શા માટે મૂંઝાઓ છો? વિક૯૫માં પડો છો?.....”
બીજી સ્વગત નોંધમાં જોવા મળે છે:– “હે શ્રી..........! તમે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો, તેનો અર્થ શો છે? નિ:સંદેહ થઈને રહો, અને એ જ તમારો સ્વભાવ છે .
હે શ્રી...! તમને જે કંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરે.
“હે અંતરાત્મા! વર્તમાન આત્મદશા જોતાં જો પરમ સત્સમાગમ, પ્રાપ્ત થયો હોય, અને તેના આશ્રયે વૃત્તિ પ્રતિબંધ પામી હોય, તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવે છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી, અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પણ પ્રાપ્ત થો મહા કઠણ છે.”
અહીં કવિશ્રી, કોઈ ગુરુશરણ મળી જાય તો ઉપાય છે, એમ. કહેતા લાગે છે. પરંતુ તેમ ન બને એમેય તેમને લાગે છે.*
* કદાચ ગાંધીજી પેઠે કવિને પણ ગુરુપદને પાત્ર પુરુષ પિતાને માટે નજરમાં ન બેસતો હોય; તેથી નિગ્રંથ જ્ઞાની મહાવીરની માનસ ગુરુભક્તિ તેમણે કેળવી;- જેમ ગાંધીજીએ રામ કૃષ્ણ વિષે.
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉપાધિ અને ઉદાસીનતા. ૧૧૭ એટલે કદાચ તેથી તે આગળ આ સંવાદરૂપે ઉગાર કાઢે છે. તેમાં કવિ કહે છે:
હે શ્રી....! તમે કહો છો તેમ સસમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી. પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગત કાળમાં પણ તમને દેખાતું હોય, તો તમે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દૃઢ અવલંબન ગ્રહણ કરે, અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત-સમાગમમાં પણ કાળ વ્યતીત કરો.
અને તે પછીની આગળ મળતી સ્વગતોક્તિ કેવા આકંદભાવથી ભરેલી છે! તે કાળની સંસારગતિમાં તેમને દેખાતી ધર્મગ્લાનિ તેમાં નિરૂપાયેલી છે, તેમાંથી બચીને બચાવવાના મનોરથ સેવતા મહાશયી પુરુષનો આર્તનાદ એમાં વરતાઈ આવે છે:
હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યા છે. આરતી (ધર્મની ગરજ) પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધમર્યાદા રહી નથી. ધર્મમર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું? – અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુઈટ થઈ પડયું છે...નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે, પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી, પરિગ્રહ પેદા કરનાર એવાં સગાંસંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે, તે તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. સર્વભૂતને વિષે દયા રાખવી, અને સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વ-ભાવ રાખ, એ પરમ ધર્મ ખલિત થઈ ગયો છે. સર્વ રૂપે
For Personal & Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જ્ઞાની ભક્તની પ્રતિભા
નું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવના ત્યાગ કરવા એ માટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે કયાંય જોવામાં આવતું નથી. અમે, કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમ ઇચ્છીએ છીએ, તેને પણ નું કળિયુગના પ્રસંગી સંગ આપ્યા જ કરે છે.
“હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. તે ન કરાવવું યાગ્ય છે; તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઇચ્છા હોય તો પ્રેરણા કર, એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જીવા કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હાય (અમારા કારણથી), એવા હું શરણાગત ઉપર અનુગ્રહ થવા યોગ્ય હોય તો કર. મને મોટામાં મોટું દુ:ખ માત્ર એટલું જ છે કે, તારાથી વિમુખ થવાય એવી વૃત્તિએ જીવા પ્રવર્તે છે, તેના પ્રસંગ થવા અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું, એ અમેને પરમ દુ:ખ છે. અને જો તે યોગ્ય હશે તે તે ટાળવાને, હે નાથ ! તું સમર્થ છે, સમર્થ છે. મારું સમાધાન, ફરી ફરી, હે હરિ, સમાધાન કર.”
આ પછી છેલ્લે, અતિ ઉદ્રેકપૂર્વક અને કળકળતી વાણીમાં સ્વગત ઉક્તિ છે, તેમાં પૂર્ણ પ્રપત્તિ-પૂર્વક કવિ હરિને આજીજી કરે છે:“અદ્ભુત! અદ્ભુત, અદ્ભુત! પરમ અચિંત્ય એવું, હે હરિ, તારું સ્વરૂપ, તેના પરમ પ્રાણી એવા હું કેમ પાર પામું? હું જે તારો અનંત બ્રહ્માંડમાંના એક અંશ તે તને શું જાણે ? સર્વસત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે, એવા હે હરિ, તને ઇચ્છું છું, ઇચ્છું છું; તારી કૃપાને ઇચ્છું છું. તને ફરી ફરી, હે હરિ, ઇચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, નું અનુગ્રહ કર! અનુગ્રહ!! ( શ્રી.૧-૨૭૪)
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
સદૂગ્રંથ-સમાગમ “પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય, તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો.” એવી કવિની “મુંબઈ, અષાડ, ૧૯૪૬ ”ની એક નોંધ (શ્રી.૧-૨૪૫) છે.
તે જ નોંધમાં આગળ સત્સમાગમ કે સત્સંગ વિશે લખ્યું છે :
“ધાર્મિક કથા મુખ્ય કરીને તે સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળ-પણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહાભ્ય પણ જીવના
ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગનાં સાધન કયાં હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. ત્યાગવા યોગ્ય એવાં સ્વચ્છેદાદિ કારણો – તેને વિષે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સપુરુષો વિષે કાં તો વિમુખપણું અને કાં તે અવિશ્વાસપણું વર્તે છે; અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વના ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે.”
કવિના જીવનમાં સદ્ગથ અને સત્સમાગમનું આ સાધન પ્રબળમાં પ્રબળ રૂપે વર્તતું જોવા મળે છે. રુચિ અને પ્રકૃતિથી તે ચિંતન-મનનનિદિધ્યાસનના ધ્યાનયોગમાં વિશેષ વૃત્તિ-વલણવાળા હતા. તેને અનુકૂળ અને આવશ્યક એવી અવધાનશક્તિ તેમ જ તર્કપ્રધાન પ્રજ્ઞાબળ એ ધરાવતા હતા; ટૂંકમાં કહ્યું કે, તેમની પ્રતિભા સાંખ્ય-બુદ્ધિયોગને માટેની
For Personal & Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
જ્ઞાની ભક્તની પ્રતિભા વિશેષે કરીને હતી. તેથી જ કદાચ તેમના શાસ્ત્રાભ્યાસમાં જૈન તવા દર્શનને વિષેનું પ્રમાણ વિશેષ કરીને થયું હશે.
જૈન દર્શન આત્મવાદી છે, પણ તેનો સાધન-માર્ગ આચારમૂલક કર્મવાદ છે. અકર્મ-સ્થિતિ પ્રાપ્ત કરવી, કેમ કે કમલ દૂર થઈને એ કાળે કેવળ આત્મજ્ઞાન સંભવે, એવો “પૉઝિટિવ' – પ્રત્યક્ષવાદી સાધનવાદ અંગે તેનો સિદ્ધાંત છે. કવિની પ્રતિભા તેમાં વિશેષ રુચિવાળી બને એવી લાગે છે.
તેમ છતાં, કવિશ્રી સર્વધર્મતત્વને પામવા અને તેમાંથી પોતાની સાધનાના ખપને તત્ત્વ-બોધ ગ્રહણ કરવાને તત્પર એવી ઉદાર દૃષ્ટિ ધરાવતા હતા; સ્વભાવબુદ્ધિની નિષ્ઠા ધરાવતા હતા; તેથી કરીને, આત્મપ્રત્યય પામવાને માટે, પોતાની બુદ્ધિથી વિચારીને અને અંતરાત્મામાં તેની કસોટી કરીને ચાલનાર બુદ્ધિયોગ-પરાયણ પુરુષ તે હતા.
એટલે તેથી આ સમયે તે સગ્રંથોનો અભ્યાસ અને સત્સંગસેવનને તેમ જ પોતાના જેવા “ધર્મેચ્છક” કે “મુમુક્ષુ” ભાઈઓ જોડે સત્સમાગમ તેમ જ વિચાર-વિનિમયને મુખ્યત્વે અનુસરતા, એમ બતાવતી અનેક નોંધો, પત્રવ્યવહાર વગેરે મળે છે. જેમ કે “વવાણિયા, પ્ર. ભાદ્ર. વદી ૧૩, શુક્ર, ૧૯૪૬ ”ને પત્ર છે તેમાં આવા સત્સંગનો મહિમા તેમણે જણાવ્યો (શ્રી ૧- ૨૫૧) છે:
“ક્ષીર સન્નનસંપતિરે
મત મવાળવતર ની ““ક્ષણવારને પણ સત્પરૂપનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.' – એ વાક્ય મહાત્મા શંકરાચાર્યનું છે; અને તે યથાર્થ જ લાગે છે.......અંત:કરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે, પરમાર્થરૂપ થવું. અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજી વિયોગમાં છે.”
For Personal & Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
સદ્ગથ સમાગમ
૧૨૧ બીજો એક પત્ર આ સમયને (વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬) ખંભાતના તેમના સાથી-ભકતોને “ધર્મેચ્છક ભાઈઓ” સંબોધીને છે, તેમાં આ સાધનનું (સ્વાનુભવમૂલક ભાષામાં) વિશ્લેષણ કરી બતાવીને તેનો મહિમા વર્ણવ્યો છે, જેથી તેનું અનુશીલન કરવાની સ્વયં સૂઝ-સમજ મળી શકે. તે આ પત્રમાં (શ્રી.૧-૨૫૩) કહે છે:
જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો:
“સમ્યગ દશાનાં પાંચ લક્ષણો છે;
શમ
સંવેગ ( અનુકંપા નિર્વેદ
આસ્થા “ક્રોધાદિ કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી, તે “શ.'
મુક્ત થયા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં – અભિલાષા નહીં, તે “સંવેગ.'
જ્યારથી એમ સમજાયું કે, ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી - હવે ઘણી થઈ, અરે જીવ! હવે થોભ, એ “નિર્વેદ.'
માહામ જેનું પરમ છે એવા નિ:સ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા” – “આસ્થા.”
એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા.” - “આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે.....” ને તે પછી થોડે દિવસે (મોરબી, બી. ભા. વદ ૭, રવિ, ૧૯૪૬) ખંભાતમાં તે ભાઈઓને “મુમુક્ષુ ભાઈઓ” સંબોધનથી અને તમારા સમાગમનો ઇચ્છક એવી સહીથી લખે છે, તેમાં શાસ્ત્ર-પ્રામાણ્ય વિષે
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જ્ઞાની ભકતની પ્રતિભા વિવેક કેમ કરવો તે બાબતમાં (તે ભાઈઓના એક પ્રશ્નનો જવાબ પ્રસંગોપાત્ત લખતાં, શ્રી.૧- ૨૫૫) કહે છે:
“.......... મારી સમજણ તો એમ રહે છે કે, બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કાંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય, તો એ વધારે સંમત : કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે; બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે. ...” અને તે પત્રને અંતે પોતાનો અંગત ભાવ વ્યક્ત કરે છે:
અહો ! અનંત ભવના પર્યટનમાં કોઈ પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઇચ્છો છો, તેની પાસેથી ધર્મ ઇચ્છો છો, અને તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે! નિવૃત્ત હોત તે બહુ ઉપયોગી થઈ પડત. વારુ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે, તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે? એના પર રાખેલ શ્રદ્ધા, એનો કહેલો ધર્મ અનુભવ્યું અનર્થકારક તો નહીં લાગે? અર્થાત, હજુ તેની પૂર્ણ કસોટી કરજો; અને એમ કરવામાં તે રાજી છે, તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે, અને કદાપિ પૂર્વાપર પણ નિ:શંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ માર્મિક વાપરી છે, તથાપિ તેને ઉદ્દેશ એક પરમાર્થ જ છે.”
અહીંયાં કવિએ મનમાં સેવેલો ધર્મ-સુધારણાને પુરુષાર્થ-ભાવ અને તે અર્થે નિવૃત્તિપૂર્વક સિદ્ધિ પ્રાપ્ત થવી જોઈએ – એ વસ્તુ આ. સમયે તેમના અંતરમાં રહી છે, અને તે પરમાર્થક ભાવથી પિતાની તે
For Personal & Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
સગ્રંથ સમાગમ
૧૨૩ સમયની ઉપાધિઓનું સ્વસ્થતાપૂર્વક વહન કરે છે, એમ સ્પષ્ટ જોઈ શકાય.*
“મોરબી, આસો, ૧૯૪૬ ”ના લખેલા નીચેના દોહરા તેમની આ સમયની સત્સંગની મહત્તા વિશેની આંતરભાવના બતાવે છે એમ માનીએ, તે તે જોવા જેવા છે (શ્રી ૧-૨૬૦) :
બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ.
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગઢશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સસંગ મેં, એક લક્ષથી આપ.
અને તે પછી “મુંબઈ, ૧૯૪૬’ એમ કરી (પૂરી મિતિ તિથિ વગર) નધેિલ એક વાક્ય મળે છે: “કેટલીક વાત એવી છે કે, માત્ર આત્માને ગ્રાહ્ય છે અને મન વચન કાયાથી પર છે, કેટલીક વાતો એવી છે, કે જે વચન કાયાથી પર છે; પણ છે. ....”
કવિના આંતરજીવનનાં આ વરસોમાં સં. ૧૯૪૬નું વર્ષ કબીરજીએ ગાયેલા પેલા “શૂરસંગ્રામ’ ભજનના ભારે “ઘમસાણ”નું છે. તે વરસમાં. સત્સંગ-સથ-સમાગમ સાધનને પૂરી ઉત્કટતાથી તે આચરે છે. આ વર્ષના પ્રારંભે “મુંબઈ, કારતક, ૧૯૪૬’ રોજની નોંધ છે, તે આ અંગે પ્રારંભિક અંતનિવેદનરૂપ જ લાગે છે; એ નીચે (શ્રી ૧-૨૩૨) મુજબ છે:
જે વવાણિયાથી આ સુદિ ૧૨, શનિ, ૧૯૪૬ને નાનકડો બીજો પત્ર છે – ખંભાતના “ધર્મેચછક ભાઈ ઓ” કરીને, તેમાં લખે છે –
ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. સંસારમાં રહેવું અને મેક્ષા થવા કહેવું એ બનવું અસુલભ છે.”
For Personal & Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
“૧૨૪
જ્ઞાની ભક્તની પ્રતિભા સર્વ દર્શનથી ઊંચ ગતિ છે. પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છે :
“નિશ્ચય, નિર્ચેથજ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સદૈવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું; આત્મદશતા ત્યારે પ્રાપ્ત થશે.”
શાસ્ત્ર, ગુરુ, અને સત્સંગ – એમ ત્રણ પ્રકાર પાડીને, તેમની વચ્ચે રહેલી પૂર્વાપર કે પરસ્પર શક્તિ દર્શાવતું આ નિવેદન કવિની જીવનસાધનાના પુરુષાર્થનું – તેમની જિજ્ઞાસા અને મુમુક્ષાના સ્વરૂપનું વર્ણન ટૂંકમાં તેના નિચોડ રૂપે આપી દે છે.
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
૨૧
શાસ્ત્રાભ્યાસ “રાયચંદભાઈએ ઘણાં ધર્મપુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો.. તેમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાન્તનો અભ્યાસ તેમણે કરેલ, તેમ જ ભાગવતનો અને ગીતાજીને. જૈન પુસ્તકો તે જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અથાગ હતી. એક વખતનું વાચન તે તે પુસ્તકનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું.
કરાનકંદ અવસ્તા ઇત્યાદિનું વાચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું....” – ગાંધીજી (“શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી' પા. ૫૫.).
ગયા પ્રકરણમાં અંતે ટાંકેલા લખાણમાં કવિ કહે છે – “સર્વ દર્શનથી ઊંચ ગતિ છે', એ તેમની ધર્મોનાં તત્ત્વદર્શનો વિષેની ઉદારભાવે ગ્રહણશીલ વૃત્તિનું ટૂંકમાં નિરૂપણ જ છે જાણો. તેમને શાસ્ત્રાભ્યાસ જૈન ઉપરાંત હિંદુ ધર્મશાસ્ત્ર વિષે પણ વિપુલ હતો; કદાચ તે જૈન દર્શન જેવો અને જેટલો ન હોય; છતાં તેમનાં લખાણોમાંથી જણાય છે કે, તેમણે કેટલુંક હિંદુ ધર્મતત્ત્વ-સાહિત્ય તથા ભક્ત-સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં જોયું હશે. - સામાન્ય રીતે જોતાં પણ માની શકાય કે, ત્યારના જૈન અને હિંદુ એવા સંમિશ્ર સમાજમાંથી પણ તેમને એ બંને ધર્મપરંપરાના સંસ્કારો તે સહેજે પણ મળેલા; તે રીતે તેમના અભ્યાસમાં તેમાંથી કોઈ કોઈ ગ્રંથો પણ આવ્યા હશે અને કે અથવા, કોઈ સત્સંગીના,
- ૧૨૫
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
-૧૨૬
જ્ઞાની ભક્તની પ્રતિભા પ્રસંગને લઈને ગ્રંથસૂચના રૂપે મળતાં, સહેજે કેટલુંક વાચન-મનન થયું હશે તેમ જ તે વિષે કોઈ વિશેષ અભ્યાસીને પણ સંસર્ગ સસંગભાવથી સાધ્યો હશે. આવા સ્વેચ્છાએ કરેલા સંસર્ગમાં શ્રી. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીનો પત્ર-સમાગમ તેમના (૨૨-૨૩મા વર્ષના) લખાણ-સંગ્રહમાં મળે છે, તે મહત્ત્વનો એક ભાગ છે. ત્રિપાઠી પાસે તે વેદાંતદર્શન વિષે ચર્ચા કરે છે, અને એની અસર એમના ચિંતન-મનનના આ કાળના વલણ ઉપર પ્રભાવશાળી હશે એમ, તેમનાં લખાણ જોતાંય, લાગે છે. જેમ કે, વેદાંત-દર્શન અંગે અમુક ગ્રંથ જોવા, તે એમના સાથી-ભક્તોને સૂચવતા પણ જોવા મળે છે. (જુઓ જેમ કે, શ્રી ૧ - ૨૨૬, ૩૦૨, શ્રી ૨- ૬૯૫, ૮૨૭ વગેરે.)
ઈસ્લામ તથા ખ્રિસ્તી ધર્મોને સમાગમ પણ તત્કાલીન સમાજને હતો. તેથી તે ધર્મોના તત્ત્વ વિષે પણ કવિએ કાંઈ ચિંતનમનનાદિ કર્યું હશે કે કેમ, એમ જિજ્ઞાસા થાય. તેમનાં લખાણો જોતાં, બાઇબલ તથા ઈશુ ખ્રિસ્ત અને તેમના ધર્મ બાબતમાં ગાંધીજીએ તેમને પૂછેલું, તેના જવાબને પત્ર આ અંગે જાણીતો છે. (જુએ શ્રી.૧-૪૮૬-૭)
આ બે મહા-સાધકોને પત્ર-યવહાર પ્રશ્નોત્તરી રૂપે છે. ગાંધીજીના દક્ષિણ આફ્રિકા નિવાસ દરમિયાનના આત્મમંથનમાંથી જાગેલી શંકાઓ કે ઊંડી ચિંતના વિષે છે. તે કાળે ગાંધીજી પિતાની નિષ્ઠા સ્થિર કરવાના ઊંડા ધર્મમંથન રૂપ “શૂર સંગ્રામમાં હતા. ત્યારના તેમના બધા જ પ્રશ્નો તેમની તે કાળની સાધનાના અભ્યાસીને માટે કીમતી સાહિત્ય છે.
કવિના સંબંધે જોતાં, તે પત્રવ્યવહાર જુદી રીતની પ્રસ્તુતતા ધરાવે છે. તે વર્ષ તેમના જીવનનું ૨૭મું હતું – “મુંબઈ, આસો વદ ૬, શનિ, ૧૯૫૦”ના રોજ તેમણે ગાંધીજીને જવાબ લખેલે (ઝી. ૧-૪૮૧). તે કાળની કવિની આંતરસ્થિતિ તેની પૂર્વે ૨૩મા વર્ષમાં જે હશે તેના કરતાં જુદી હતી. કવિ સંતત વિકસતા અને મહાપુરુષાર્થી
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રાભ્યાસ
૧૨૭ તત્ત્વ-જિજ્ઞાસુ હતા; તેમાંય એ તેમનાં વર્ષો, ગાંધીજીનાં આત્મ-મંથનવર્ષોના જેવાં જ ક્રાંતિકારી હતાં. ત્યારે તે પોતે જ પોતાના અંતરમાં અંતિમ તરવવિષયક નિશ્ચયભાવ મેળવવાના ચિંતનમનનાદિ-વ્યવસાયમાં હતા. તે દરમિયાન જ, જેમ કે, તેમણે શ્રી. મનસુખરામ ત્રિપાઠીને પત્રસમાગમ કરેલો. તેની તુલનામાં, ૨૭મા વર્ષે તે સ્થિતિ પ્રાપ્ત, “લબ્ધભૂમિક’ પુરુષ છે, અને તેવી દશાએથી (પૂર્વની પોતાની દશા જેવા) જિજ્ઞાસુ ગાંધીજીને પોતાની તત્ત્વ-પ્રતીતિથી જવાબ આપે છે.
એટલે એમ માનવું જોઈએ કે, તેમણે આ સમયે અમુક જે તત્ત્વ-નિશ્ચય પોતામાંથી અને પોતાના અનુભવોના ઊંડાણને આધારે મેળવ્યો, તે તેમાં જણાવ્યો છે. મતલબ કે, તેમને સ્વાવબોધ અથવા તેમની તે કાળે બંધાયેલી પ્રત્યયબુદ્ધિ, તે પૂર્વેનાં વર્ષો દરમિયાનની તેમની સ્થિતિ શી હતી તે જોઈને, તે વિષે વિચાર કરવો ઘટે. તેમાં એ વાત ખરી કે, કવિ સર્વ ધર્મત વિશે અમુક સમાન શ્રદ્ધાભાવ ધરાવતા થયા હતા. . પરંતુ તેમના આત્માદયના પ્રારંભકાળે તેમનો ભાવ કાંઈક એકાંગી નહિ તે પણ એકાગ્રહી હતો, અને તેમાંથી સ્યાદ્વાદી ઉદાર-ભાવ તે પછીનાં વર્ષોમાં જેમ જેમ પ્રત્યક્ષ સાધના પોતે કરતા ગયા, તેમ તેમ તેમની પ્રતીતિમાં પેદા થતો ગયો કે તેમના ચિંતનમાં પ્રવેશ્યો હશે, એમ દેખાય છે.
તેમ જ, એ પણ ખરું કે, શ્રીરામકૃષ્ણ પરમહંસ પેઠે, તેમણે વિવિધ ધર્મોના સાધનાપ્રકારનું તથ્ય જાતે અજમાવી જોવાની ઇચ્છા પણ કરી હોય, એમ નથી લાગતું. ધર્માત્મક તુલનાબુદ્ધિથી તત્ત્વ સમજવાની એમની પ્રતિભા એવી હતી કે, ભક્તરાજ પરમહંસ પેઠે તે અનેકધા-ભક્તિ તરફ ન વળે. તેથી જ તેમની ભક્તિ કેવળ જિનેશ્વર નિગ્રંથ પ્રત્યે એકાગ્ર બની હતી.
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જ્ઞાની ભકતની પ્રતિભા " બૌદ્ધ અને જૈન ધર્મોને વિશાળ હિન્દુ વેદધર્મના વટવૃક્ષની મહા વડવાઈઓ ગણીએ, તે કવિના શાસ્ત્રાભ્યાસ વિષે કહી શકાય કે, તે સમગ્ર હિંદુધર્મગ્રંથોનો અભ્યાસ હતો,–જેમાં જૈન અંગ-ગ્રંથોનો વિશેષ અને ખાસ હતો. અને આમ તેમનાં આ કાળનાં સંઘરાયેલાં લખાણો જોતાં જાણવા મળે છે. આ કાળ એટલે, કહો કે, મુખ્યત્વે ૨૦થી ૨૫માં વર્ષ સુધીનો સમય; – જેનો ઊગમ ૧૭મા વર્ષે લખેલી “મોક્ષમાળા’થી સંઘરાયેલો છે. એ ગ્રંથ કવિના મૌલિક શાસ્ત્રાભ્યાસ તથા તવાવબોધનું મૂળ ગણી ત્યાંથી (એમની જીવન-સાધના સમજવામાં) આગળ ચાલી શકાય.
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
“જિનેશ્વરની ભક્તિ सत्त्वानुरूपा सर्वस्य
श्रद्धा भवति भारत । श्रद्धामयोऽयं पुरुषः યો ય-શ્રદ્ધઃ સ gવ સઃ ||
(ગીતા અ૦ ૧૭-૩) કવિનાં ચિંતન-મનન તથા શાસ્ત્રાદિના અધ્યયનમાં આમ થયેલા વિકાસનો અભ્યાસ એક રસિક વસ્તુ ગણાય. તે કરવામાં, ૧૭મા વર્ષે (એટલે કે, આવા વિકાસના પ્રારંભ-કાળે જ કહીએ તો ચાલે.) લખેલો.
મોક્ષમાળા” ગ્રંથ ઉત્તમ મદદ કરી શકે; એમના તત્ત્વાવબોધનના વિકાસની પૂર્વભૂમિકા કઈ હતી, - કેવી સમજબુદ્ધિથી તેની શરૂઆત થઈ, – તેનું શબ્દબદ્ધ ચિત્ર કવિના ૧૭મા વર્ષમાં લખાયેલ આ ગ્રંથ આપે છે, એમ માની શકાય. તેમાંથી એમની જે શ્રદ્ધા બંધાઈ તે, જેમ કે, તેના બે શિક્ષાપાઠ (૧૩, ૧૪) “જિનેશ્વરની ભક્તિ” અંગે છે (શ્રી.૧-૪૬ ), એમ માનીએ. તેનો પ્રારંભ જ આ રીતે છે: - “જિજ્ઞાસુ - વિચક્ષણ સત્ય! કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પેગંબરની, અને કોઈ ઈશુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એઓ ભક્તિ કરીને શી આશા રાખતા હશે?
સત્ય – પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવોને ભજે છે.
૧૨૯ જ્ઞા૦-૯
For Personal & Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા “જિજ્ઞાસુ- કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ મારું મત છે?
“સત્ય – એઓની ભક્તિ વડે તે મોક્ષ પામે, એમ હું કહી શકતું નથી. જેને તે પરમેશ્વર કહે છે, તેઓ કાંઈ મોક્ષને પામ્યા નથી; તે પછી ઉપાસકને એ મોક્ષ ક્યાંથી આપે? શંકર વગેરે કર્માય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી.
જિજ્ઞાસુ – એ દૂષણ કયાં જ્યાં તે કહો.
સત્ય – (અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ મળીને) ૧૮ દૂષણમાંનું એક દૂષણ હોય તે પણ તે અપૂજ્ય છે. ”
“જિજ્ઞાસુ – ભાઈ, ત્યારે પૂજ્ય કોણ અને ભક્તિ કોની કરવી, કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે? - “સત્ય – શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ. સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.....”
" એ એમ કહીને “જિનેશ્વરની ભક્તિથી અનુપમ લાભ છે જણાવીને, તોટક છંદમાં “ભક્તિને ઉપદેશ” એક કાવ્યરૂપે (શિક્ષાપાઠ (૧૫ મા તરીકે) આપે છે. (જુએ શ્રી.૧-૪૮)
- આ પ્રકારની ઈષ્ટદેવની ભક્તિ પોતાને માટે કેમ કવિ પસંદ કરે છે, એ એમાંથી આપણે જોઈ શકીએ.
અને તત્ત્વજ્ઞાનની સમજથી જોતાં, ઉપરનો ઉતારો કવિની જીવનનાના આરંભે જે શાસ્ત્રબુદ્ધિ તેમની બની હતી, ધર્મમાં જેવી રુચિ-દૃષ્ટિ એ ધરાવતા હતા, એ મુજબ તે બતાવે છે. તેમાં નિતાન્ત કર્મક્ષયને જૈન અકર્મ-તત્ત્વવાદ તેમણે જ્ઞાન કે સિદ્ધિની કસોટીરૂપ માન્યો છે, તેવું જોવા મળે છે. અને તેમાં પરિપૂર્ણ વીતસગપણું એ તેમને મન મુખ્ય ગુણ છે.
શિક્ષાપાઠ ૫૮, ૧૯, ૬૦ ધર્મના મતભેદ વિષે છે (શ્રી.૧-૮૪), તે એમના શાસ્ત્રગ્રંથોના અભ્યાસ અંગે અહીં નોંધપાત્ર છે. ધર્મસંપ્રદાયો
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
જિનેશ્વરની ભકિત”
૧૩૧ માં કયો ખરો માનવો, એ વિષેનું મનોમંથન તેમાં રજૂ કર્યું છે. તેમાંથી, કવિની તર્ક પદ્ધતિ આ વિચાર-મીમાંસા કરવામાં કેવી રીતે કામ કરતી, તે જોવા જેવું છે : એ એમની શતાવધાની પ્રતિભાની તૈયાયિક તર્કપ્રધાનતા બતાવે છે.
ધર્મના મતભેદની મીમાંસાનું થડ “જિજ્ઞાસુ’ના નીચેના પ્રશ્નથી તે બાંધે છે:
સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય? જો સર્વને અસત્ય એમ કહીએ, તો આપણે નાસ્તિક કરીએ અને ધર્મની સચ્ચાઈ જાય..... એક ધર્મમત સત્ય અને બાકીના સર્વ અસત્ય એમ કહીએ, તો તે વાત સિદ્ધ કરી બતાવવી જોઈએ. સર્વ સત્ય કહીએ તો તો એ રેતીની ભીંત કરી; કારણ, તો આટલા બધા મતભેદ શા માટે પડે? સર્વ એક જ પ્રકારના મતો સ્થાપવા શા માટે ન યત્ન કરે? એમ અન્યોન્યના વિરોધાભાસ વિચારથી થોડી વાર અટકવું પડે.૧
“પણ તે સંબંધી યથામતિ હું ખુલાસો કરું છું. એ ખુલાસો સત્ય અને મધ્યસ્થ-ભાવનાનો છે. એકાંતિક કે મતાંતિક નથી; પક્ષપાતી કે અવિવેકી નથી; પણ ઉત્તમ અને વિચારવા જેવો છે. ”
અને આ પ્રકારનો નમ્ર છતાં દૃઢ દાવો કરીને, તે પછીના પાઠ ૫૯માં, તે ખુલાસો આપવાનું શરૂ કરતાં કહે છે :
“આટલું તો તમારે સ્પષ્ટ માનવું કે, ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ, પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દર્શનને સત્ય કહેતાં
૧૧. અહીં આ બીજો એક પ્રમેય પણ કેમ ન માંડી શકાય કે, – સર્વમાં અમુક સત્યાંશ સંભવે છે? તેથી ગુણજ્ઞ દૃષ્ટિ કેળવીને કામ લેવું ઘટે.-મ
૨. આવો સંપૂર્ણ સત્યતા-ધારી ધર્મ કલ્પનામાં આદર્શ રૂપે ભલે હે; બાકી વ્યવહારમાં તે દરેક ધર્મ કાંઈ કાંઈ દોષપાશમાં આવે જ છે;જેથી તે ધર્મસુધારણા જરૂરી બને છે. જેવી કે, કવિ જૈનધર્મ માટે ચાહતા હતા. - -
For Personal & Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જ્ઞાની ભક્તની પ્રતિભા
એમ કહી ન અસત્યરૂપ ઠરે;
બાકીના ધર્મમતને કેવળ અસત્ય કહેવા પડે; પણ હું શકું. શુદ્ધ આત્મજ્ઞાન-દાતા નિશ્ચય-નય વડે તે તે પરંતુ વ્યવહારનયે તે અસત્ય ઠરાવી શકાય નહીં. ...... એક દર્શન જે નિર્દોષ અને પૂર્ણ કહેવાનું છે, તેની વાત હમણાં એક બાજુ રાખીએ. “હવે તમને શંકા થશે કે, સદાષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવર્તકે શા માટે બાધ્યું હશે ? તેનું સમાધાન થવું જોઈએ.
આમ પ્રશ્ન પૂછીને તેના ઉત્તરનું અનુમાન કરતાં કવિ જે કહે છે, તે પરિપૂર્ણ સત્ય જ છે, એમ તે કેમ માની શકાય? પરંતુ કવિના વિચારે તે એમને પ્રમાણિક લાગ્યું એમ તે ખરું, અને તે શું અને શી રીતે કે શાથી તે સમજવું જોઈએ. તે કહે છે:
66
એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચારો કર્યા. અનુમાન, તર્ક, અને ઉપમાદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષ રૂપે જાણે સિદ્ધ છે, એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધો તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધા; ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યા, એથી બીજા માનવા યોગ્ય વિષયા તેમણે દૂષિત કરી દીધા.
""
આ પ્રકારના મર્યાદા-આક્ષેપ ઈતિહાસકાળમાં પ્રગટેલા ને વર્તતા દરેક ધર્મમતવાળાને લાગુ ન પડે? કેમ કે, હરેક પ્રવર્તક પોતપોતાની તર્કબુદ્ધિ, અનુભૂતિ, તેમ જ શ્રદ્ધાબુદ્ધિ અને ભક્તિભાવ તેમ જ દેશકાળ અને લેાકગિત મુજબ, પેાતાના નવપ્રવર્તનનું નિરૂપણ કરશે; અને ઇતિહાસમાં મળતા હરેક ધર્મ-મહાપુરુષની એ મર્યાદા હશે જ, કવિ આવા પુરુષોમાં પૌરાણિક રામ-કૃષ્ણાદિ ઉપરાંત શંકર, બ્રહ્માદિ દેવનાં પુરાણ-કથનને ઐતિહાસિક માનીને ચાલતા હોય, તે તેમાં, શાસ્ત્રીય ઇતિહાસ-દૃષ્ટિથી જોતાં, તર્કદોષ ઉઘાડો માનવા પડે છે. ઇતિહાસમાં ગુજરેલા પુરુષો અંગેની વિવેચક સમીક્ષા જુદી વાત છે. તેમ કરવાને માટે પણ, આધારભૂત જીવનવૃત્તાંત તે પાછું જરૂરી ગણાય; તો પછી કાલ્પનિક પૌરાણિક મૂર્તિઓની તો વાત જ શી ? અસ્તુ.
For Personal & Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૩
“જિનેશ્વરની ભકિત” ઉપર મુજબ કહીને, તે વિષે આગળ લખતાં કવિ કહે છે: –
“કીર્તિ, લોકહિત, કે ભગવાન મનાવાની આકાંક્ષા એમાંની એકાદી પણ એમની મનની ભ્રમણા હોવાથી અન્યૂઝ ઉદ્યમાદિકથી તેઓ
જ્ય પામ્યા. કેટલાકે શૃંગાર અને લહેરી (પાઠાંતર-લોકેચ્છિત ') સાધનોથી મનુષ્યનાં મન હરણ કર્યાં. .... આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચાર પાંચ પેઢી એકનો એક ધર્મ પાળ્યો એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું.”
ધર્મસંપ્રદાયના ઉદય તથા વિકાસના ઇતિહાસને અંગેની આ દૃષ્ટિ એક અભિપ્રાય રૂપે મજેદાર છે. ગુરુ-ગ્રંથ-પેગંબર-અવતાર-૮૦ના પાયા પરના ધર્મવાદો વિષે એકાંતિકતા પેસી જઈને, તેઓ સમાજમાં લોકોના “કુલધર્મ” થઈ બેસે છે, એ વાત સાચી. પરંતુ, ગીતા સત્યને અંગે જે નય સિદ્ધાંત આપે છે –
“નાસતા વિદ્યતે ભાવ: નાભાવો વિદ્યતે સત: |
ઉભયોરપિ દૃષ્ટોત્તે: ત્વનો: તત્ત્વદશભિઃ | (અ) ૨-૧૬) – તે સત્યધર્મ અંગે લાગુ પાડીને કહીએ ત - “જે ધર્મ છે તે જ છે અને જે નથી તે નથી’– એવો તર્ક બાંધીને પરિપૂર્ણ સત્ય ધર્મ કલ્પીને કહી શકાય. અને કવિ તેમની તર્કપદ્ધતિથી ધર્મમતોનું પરીક્ષણ કરતાં ઉપર તેમ કહે છે. પરંતુ એવો ધર્મ અંતરમાં જોવો જાણો રહ્યો; વ્યવહારમાં વર્તત કોઈ અમુક તમુક તેવો ન હોય. સંપૂર્ણ સત્ય ધર્મ કે ધર્મપદાર્થને તત્ત્વાત્મા એ પણ આ વિશ્વના પદાર્થોમાં સત્ય એવા આત્મા કે બ્રહ્મ કે કેવળજ્ઞાન જેવો સૂક્ષ્મ પદાર્થ જ હોય. અને જેમ દરેકમાં આત્મા કે અંતર્યામી પ્રભુ છે, તેમ જ ધર્મોમાં તેમના આત્મા રૂપે પરમ અવ્યક્ત એ સત્યધર્મ છે, એમ કહેવું, એ જ, બહુ બહુ તે, પ્રમાણસર મનાય; પરંતુ ઇતિહાસમાં વિદ્યમાન કોઈ પણ એક વ્યક્ત કે મૂર્ત ધર્મને તે કહેવામાં દોષ આવે.
For Personal & Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
જ્ઞાની ભકતની પ્રતિભા લોકો પોતપોતાની શ્રદ્ધા-ભક્તિ અને રુચિ-શુચિને આધારે આતે પંથ સંપ્રદાય કે માર્ગ પસંદ કરે; તે તેને માટે મુબારક બની શકે, - જો લોભ કે કીર્તિ અથવા દંભ કે પાખંડબુદ્ધિથી તેને ન અનુસરે તે. અને એમ સ્વાનુભૂતિથી તે ધર્મમાર્ગે પ્રગતિ કરી શકે, કેમ કે પરમ ધર્મનું તત્ત્વ અંતરમાં બિરાજતું એક અનન્ય અને પ્રત્યક્ષાવગમ્ય જ છે, એમ માનીને, પ્રામાણિકપણે અને તેવી નિષ્ઠાપૂર્વક તેની સાધનામાં લાગવું જોઈએ. એથી કરીને, મુર્ત ઐતિહાસિક સ્વરૂપના ધર્મો તથા ધર્મપ્રવર્તકો પ્રત્યે કેવળ સત્યતાને એકાંતિક મતાગ્રહવાદા તર્કશુદ્ધ નથી લાગત; પરંતુ પિતપોતાનાં રુચિ-શુચિ તેમ જ સ્વભાવપ્રકૃતિ-અને-શ્રદ્ધાદિ મુજબ કોઈ એકને સ્વીકારી સાધક ચાલે; અને ભલે તેમ થાઓ. એવી સત્યનિષ્ઠા ભરેલો સાધનાને ઉદ્યમ તેને સત્ય પંથ પર સીધો આગળ લઈ જશે, અને ત્યારે તેને સ્વીકૃત મર્યાદાપંથ પણ તેનું સૂક્ષ્મ ધર્માત્મતત્ત્વ તેના આંતર અનુભવમાં પ્રગટ કરશે. અને ત્યારે પેલી પ્રારંભિક એકાંતિક આગ્રહબુદ્ધિ પરિશુદ્ધ થતી થતી લય પામશે; અને તેને સ્થાને એક ઉદારધર્મી પરમ ધર્મ-દર્શનને ઉદય થશે.– આ પ્રકાર સાધક મહાત્માઓનાં જીવન બતાવે છે.
એટલે, કવિ તેમના શાસ્ત્રાધ્યયનના પ્રારંભે જે તર્ક પદ્ધતિથી ચાલે છે, તે આગળ પર પરિશુદ્ધ થઈ ઉદાર અને પરમ તત્ત્વદર્શી બને છે. પરંતુ “મોક્ષમાળા’ લખવાને સમયે તે દર્શનો પ્રત્યેની શરૂની શાસ્ત્રાર્થબુદ્ધિથી (શિક્ષાપાઠ ૬૦માં) ધર્મના મતભેદ ચર્ચતાં તેમને કસી જોઈ નિર્ણય પર પહોંચવાની કસટી રૂપે કહે છે કે,
“જો એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય, તે બીજા ધર્મમતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં તે માટે થઈને જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે, તેનાં તત્ત્વપ્રમાણથી બીજા મતની અપૂર્ણતા અને એકાંતિકતા જોઈએ.
એ બીજા ધર્મમતિમાં તત્ત્વજ્ઞાન સંબંધી યથા સૂક્ષ્મ વિચારો નથી. કેટલાક જગકર્તાને બોધ કરે છે, પણ જગત્કર્તા પ્રમાણ વડે
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
જિનેશ્વરની ભકિત
૧૫ સિદ્ધ થઈ શકતો નથી. કેટલાક જ્ઞાનથી મોક્ષ છે એમ કહે છે, તે એકાંતિક છે; તેમ જ ક્રિયાથી મોક્ષ છે, એમ કહેનારા પણ એકાંતિક છે. જ્ઞાન, ક્રિયા એ બનેથી મોક્ષ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બંનેના ભેદ શ્રેણિબંધ નથી કહી શકયા, એ જ એમની સર્વજ્ઞતાની ખામી જણાઈ આવે છે. ....”
કવિને આગ્રહ સર્વ પ્રકારનાં (તેમાં તે અષ્ટાદશ ગણાવે છે) દૂષણથી રહિત એવા પરમ વીતરાગપણના નિગ્રંથ-ગુણ કર છે; અને તે વિના મેલ સંભવે નહીં, એવી નિષ્પ છે ધરાવે છે. તે (શ્રી ૧'૮૫) આ વિશે કહે છે:
કોઈએ (ધર્મમત-સ્થાપક) એમાં સર્વવ્યાપક મેક્ષ, કોઈએ કંઈ નહીં એ રૂપ મેક્ષ, કોઈએ સાકાર મોક્ષ, અને કોઈએ અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મોક્ષ માન્યો છે, પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શકતી નથી. એના અપૂર્ણ વિચારોનું ખંડન યથાર્થ જોવા જેવું છે અને તે નિગ્રંથ આચાર્યોનાં ગૂંથેલાં શાસ્ત્રોમાંથી મળી શકશે.” (આ છેલ્લા વાકયનું પાઠાંતર એવું મળે છે કે, “એના વિચારોનું અપૂર્ણપણે નિ:સ્પૃહ તત્વવેત્તાઓએ દર્શાવ્યું છે, તે યથાસ્થિત જાણવું યોગ્ય છે.')
મોક્ષ વિષેની કલ્પના નિરનિરાળા ધર્મોમાંથી મળે છે એમ તારવીને ઉપર કહ્યું, તે કયા ધર્મપંથોની હશે, તે એક મજાનો વિષય ગણાય. કવિ અમુક પિતાના અભ્યાસના ધર્મો અંગે સારાંશ, નામ દીધા વિના, કહે છે, – એમ જણાય છે. આમ કહીને વેદધર્મો અંગે પછી જુદું તે લખે છે, તે જુઓ:
“વેદ સિવાયના બીજા મતોના પ્રવર્તક, એમનાં ચરિત્રો, વિચારો ઇત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે, એમ જણાઈ આવે છે. વેદે પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાંખી, બેધડકતાથી વાત મર્મમાં નાંખી ગંભીર ડોળ : 'પણ કર્યો છે. છતાં એમના પુષ્કળ મતે વાંચવાથી એ પણ અપૂર્ણ
અને એકાંતિક જણાઈ આવશે.”
For Personal & Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જ્ઞાની ભકતની પ્રતિભા | (ઉપરના ઉતારામાંના છેલ્લા “વેદે પ્રવર્તક ભિન્ન ...'થી શરૂ • થતા અંત સુધીના વાક્યનું પાઠાંતર મળે છે – “વર્તમાનમાં જે વેદો
છે તે ઘણા પ્રાચીન ગ્રંથો છે, તેથી તે મતનું પ્રાચીનપણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હોવાથી અપૂર્ણ છે, તેમ જ સરાગીનાં વાક્ય છે, એમ સ્પષ્ટ જણાય છે.”)
* વેદના મતે અંગે વિચારવા માટે મુખ્યત્વે પદર્શનના ભેદ જવા દઈએ; ઉપનિષદ અને ગીતા વિષે જોવું જોઈએ. કવિએ આ ગ્રંથો નહિ જ જોયા હોય એવું નથી લાગતું.* પરંતુ એ બધામાં એમને જે દોષ લાગ્યો હશે, તે એ પ્રકારના હોય છે, તે બધાં એક રોકડી સાફ સાફ સાર-વાત કરતાં નથી, - “બેધડકતાથી વાત” કરતાં નથી; છતાં તે વાંચતાં વાતની ગંભીરતા અને વિનિશ્ચિતિ પણ કદાચ એટલી ભારે લાગે કે, તેને કવિ કદાચ “ગંભીર ડોળ’ કહેતા હોય.
બેધડક સીધું કહેવા વિષે વેદ-મતની મુશ્કેલી કવિ એમ નોંધતા લાગે છે કે, તે પ્રાચીન હોવાથી, તેમાં અનેક નાનાવિધ મતે, ઇતિહાસકાળ દરમિયાન, સંઘરાતા રહ્યા. છેવત્તે અંશે, દરેક ધર્મ જેમ જૂનો થાય, તેમ આમ બને છે – તેમાંથી પેટા-પંથો તથા ફાંટા-ફિરકા વગેરે થતાં જ જાય છે; અને એ વિશેનું સાહિત્ય તથા તેના સમર્થ સાધકોની વાણી વગેરેને ઉમેરો થતો રહે છે. તેથી કરીને, સહેજે તે તે ધર્મના મૂળ તત્ત્વનો મર્મ તેમાં ઢંકાય – ભાત ભાતના વિકલ્પોમાં અટવાય. આ પ્રકારની ઘટના તે તે મૂળ તત્ત્વની અસત્યતા અથવા અપ્રમાણત્વ સિદ્ધ ન કરી શકે; તેને પકડવાની મુશ્કેલી પેદા કરે એટલું ખરું, ત્યારે તે તો ધર્મવસ્તુની શોધની જ મૂળ મુશ્કેલી ન કહેવાય? તેનું સંપૂર્ણ
તેમના ગ્રંથસંગ્રહમાં આવતા ગ્રંથોનાં નામની સૂચિ પરિશિષ્ટમાં છે, તે જોતાં, તેમાં ઉપનિષદ ગ્રંથ નથી મળતા; પરંતુ ગીતા, ગશાસ્ત્ર, મનુસ્મૃતિ ભાગવત, દાસબેધ, નારદભક્તિસૂત્ર, વૈરાગ્ય-શતક, શિક્ષાપત્ર, ષદર્શનસમુચ્ચય ઇનાં નામે મળે છે.
For Personal & Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
જિનેશ્વરની ભકિત”
૧૩૭ સત્યતત્ત્વ માનવ હૃદય-ગુહામાં નિગૂઢ પડેલું છે, ત્યાં પહોંચી તેને પકડવું પડે છે – તેમ જ તેને પકડી કે પામી શકાય છે. અને તેમ કરવાને માટે ધર્મગ્રંથોના આઘને દરિયો ડહોળીને તરવો પડે, એમ બને. તર્કપ્રધાન વૃત્તિ અને પ્રતિભા જેમની હોય, તેમણે તો આવો શાસ્ત્રાર્થ-સાગર ઓળંગવો પડે. અને કવિ એવી વૃત્તિ-પ્રતિભાવાળા મુખ્યત્વે હતા. તેથી, તે ઉપર મુજબ અન્યાન્ય ધર્મ-પંથાદિ તથા વેદમતો વિશે કહીને, જૈન ધર્મસાધનામાં જે તર્કબદ્ધ શ્રેણીબંધ વિકાસમાર્ગનો જે આલેખ કે નકશો જુએ છે, તેની તારીફ કરે છે અને તેને એ મુખ્ય ગુણ નોંધે છે અને તે પરથી તેને પૂર્ણ દર્શન ગણાવતાં કહે છે – “જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે, તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે..... જૈન દર્શનની સર્વજ્ઞતાની સર્વોત્કૃષ્ટપણાની .... બહુ મનનથી સર્વ ધર્મમત જાણી પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.”
આમ, કવિશ્રીના સાધક-જીવનને પ્રારંભે તેમની નિષ્ઠા આ પ્રકારની બંધાઈ હતી. વેદો કે દર્શન અને શાસ્ત્રોને પાર નથી; તેમ જ ગુરુઓને અને પંથે તથા સંત-મહંતોને પણ પાર નથી. કુરાન કહે છે એમ, સર્વ કાળે સર્વ કોમોને પોતપોતાના દેશ-કાલ-સંજોગ મુજબ, પીર પેગંબરો ઈ૦ મળતા જ હોય છે; અને તે સૌ તે તે વ્યક્તિ તથા દેશ-કાળ-વિશેષને માટે ખપપૂરતા ઈશ્વરી મનાય છે. તેથી આ ક્ષેત્રો તેમાંના કોઈ અમુકનો જ એકાંતિક મતવાદ ન સંભવે. શાસ્ત્રાદિના આ વિષયમાં તો ગીતાકારે કહેલી પેલી ઉક્તિ સાચી છે –
“યાવાનર્થ ઉદપાને સર્વત: સંલુદકે, તાવાનું સર્વે, વિદેપુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ” (૨-૪૬). તત્ત્વને પામવાની જિજ્ઞાસુ પુરુષે ' જ અહીં એ નોંધવા જેવું કે, તેમનું જાણીતું કાવ્ય (“અવસર એ ક્યારે આવશે”...) આ જ વિકાસમાર્ગની ઝંખના વ્યક્ત કરે છે. તેમાં સાધનાની પાયરીઓ વર્ણવી છે, તે જૈન-ધર્મ-પ્રણીત પરંપરાનુસારી છે.
For Personal & Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા પિતાનું જેવું જે પાત્ર હોય, તે દર્શનશાસ્ત્રજ્ઞાનના સાગરમાંથી ભરી લઈને, તરસ છિપાવી આગળ ચાલવાનું છે. કવિ વેદમત વિશે જે કહે. છે તે ગીતાની આ સર્વ-વેદ-શાન-સમીક્ષા જેવું જ કહેવાય. અને
વનની સાધનામાં ૧૭મા વર્ષ પછી પ્રયાણ કરે છે, ત્યારે તે પિતાને માટે આ પ્રકારે પોતાનું પાત્ર ભરી લંઈને પિતાની અધ્યાત્મ યાત્રા શરૂ કરે છે: કહે કે, એને “પ્રમેય” કે “પ્રૉય” રૂપે ધરીને – તે નિષ્ઠા ધરીને, પિતાના ધર્મોદય-જીવનમાં પ્રયાણ કરે છે.
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
- ૨૩
જેનમત વિ. વેદમત “રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતો. વેદાત પ્રત્યે પક્ષપાત પણ હતા. વેદાન્તીને તો કવિ વેદાન્તી જ જણાય. ... (તે) ઘણું વાર કહેતા કે, જુદા જુદા ધર્મ એ તે વાડા છે. તેમાં મનુષ્ય પુરાઈ જાય છે. જેણે મોક્ષ મેળવવો એ જ પુરુષાર્થ મા છે, તેને કોઈ ધર્મનું તિલક પિતાને કપાળે લગાડવાની આવશ્યક્તા નથી. “સુતર આવે. ત્યમ તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે.”—એ જેમ અખાનું તેમ રાયચંદભાઈનું પણ સૂત્ર હતું.”
- ગાંધીજી કવિશ્રીના તત્ત્વદર્શનની ચર્ચામાં ધ્યાનપાત્ર એ છે કે, તે લૂખી શાસ્ત્ર-આગમની પંડિતાઈ નથી; તસ્વાવબોધને પરિણામે નિષ્ઠા-ભક્તિનું અધ્યાત્મ-રસાયણ “જિનેશ્વરની ભક્તિ” રૂપે પેદા થાય છે. ધર્મમતનું તાવિક અનુશીલન એવું જીવન-લક્ષી છે કે, તેમાંથી પ્રપત્તિભાવ કે ભક્તિને ઉદય થાય છે. અને આ ભક્તિ કોઈ મૂર્ત રૂપની હોય, એ કાંઈ મેક્ષમાગીને માટે ખાસ પ્રસ્તુત બીના નથી. “જેમ તેમ કરીને હરિને લહે” – એ જ એનું સૂક્ષ્મ રહસ્ય હોય છે. આ પછી આગળ તેમના “તત્ત્વાવબોધ' વિશે તેમણે જે નિવેદન “મોક્ષમાળા” (પાઠ ૮રથી ૯૮)માં ઉતાર્યું છે, તે જોઈએ.
આ પ્રકરણની તે પાઠોમાં કવિ, કાંઈક શાસ્ત્રાર્થની ખંડન-મંડન-- રીતિથી, “જૈનમત વિ૦ વેદ-મત’ વિષે ચર્ચા કરે છે. અને તેમાં એક જે મુખ્ય મુદ્દો તેમણે સ્પર્શે છે તે એ કે, જૈન દર્શન જગકર્તા કે. ઈશ્વરને માનતું નથી, – એવો આક્ષેપ વેદમતવાળા તેની સામે કરે છે. આ ચર્ચાની વિગતમાં ઊતરવાની અહીં જરૂર નથી. પરંતુ કવિની આ કાળની વલણ વૃત્તિ સમજવા પૂરતી પ્રસ્તુતતા માનીએ. કવિ કહે છે:
૧૩૯
For Personal & Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જ્ઞાની ભક્તની પ્રતિભા જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચારસંકલનાથી ભરેલું દર્શન છે, કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ......... જગતના સઘળા ધર્મમાં એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનારા તત્વને પામેલા પણ નથી....... જૈનની તુલ્ય એક્ટ્ર દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા.” (પાઠ - ૯૫ માંથી)
... છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે, કેવળ શુદ્ધ પરમતત્ત્વને પામેલા, સકળ દૂષણ-રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી, એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને ... કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? યદિ હું જાણું છું કે, એ કહેનારા એનાં તત્ત્વને જાણતા નહોતા. ....” (પાઠ ૯૬માંથી) - સંપ્રદાયદૃષ્ટિ અને ઇષ્ટદેવ કે સ ગ ભાવથી દરેક પંથ આ પ્રકારે પોતાના પ્રિય દર્શન-કે-તત્ત્વ-વાદને માટે કહે, એ આપણે જાણીએ છીએ. કવિ સાવ એવી તકરારી અહમદમિકામાં નથી કહેતા, એ તો સ્પષ્ટ છે. તેમને અન્ય ધર્મમતોની તુલનામાં જૈન દર્શનમાં વિચારસંકલનાની બુદ્ધિયુક્તતા ખાસ ગમી, એ કારણ છે. અને એવી યુક્તિ
જ્યાં તે નથી જોતા, ત્યાં તેમની તર્કબુદ્ધિ વાધે માનીને, તે ધર્મતત્ત્વ કે મતદૃષ્ટિને વિશે ટીકા જુએ છે. ( શિક્ષાપાઠ ૯૭ (શ્રી ૧- ૧૧૪)માં બીજી રીતે એવી દલીલ કરી
પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે કે, જૈન દર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત ભદ્રિક જનોને શીધ ચોંટી રહે છે. ... પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે, જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે, તે કયા ન્યાયથી કહે છે? જગત્કર્તા નથી એમ કહેવામાં
For Personal & Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
જૈનમત વિ૦ વેદમત
૧૪૧. એમનું નિમિત્ત શું છે? .... જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી. હતી? રચ્યું તો સુખદુ:ખ મૂકવાનું કારણ શું હતું? રચીને મોત શા માટે મૂક્યું? એ લીલા બતાવવી કોને હતી? રચ્યું તે કયાં કર્મથી રચ્યું? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહતી? ઈશ્વર કોણ? જગતના પદાર્થ કોણ? અને ઇચ્છા કોણ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું; આમ ભ્રમણામાં નાખવાની અવશ્ય શી હતી? કદાપિ એ બધું માને કે, એ બિચારાથી ભૂલ થઈ! હશે! ક્ષમા કરીએ. પણ એવું દોઢ-ડહાપણ કયાંથી સૂઝયું કે, એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી? પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શી અવશ્ય હતી? એક તે જાણે એ વિચાર; અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે, જૈનદર્શનપ્રવર્તકોને એનાથી કાંઈ દ્વપ હતે? એ જગકર્તા હોત તે એમ કહેવાથી એઓના લાભને કાંઈ હાનિ પહોંચતી હતી? જગત્કર્તા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કાંઈ મહત્તા મળી જતી હતી? – આવા અનેક વિચાર આવતાં જણાઈ આવશે કે, જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયોજન નહોતું. ”
આ દલીલના ઉત્તર અનેક સ્થળેથી વેદમતવાદી ગ્રંથકારો આપે છે. તેઓને પણ એમ કરવાથી શો લાભહાનિ કે રાગદ્વેષ હતાં, એમ પૂછી શકાય. એથી ભિન્ન ભાવ કહેવા એમને પણ લેશમાત્ર પ્રયોજન નહોતું, એમ પણ કેમ ન કહેવું પડે કે માનવું જોઈએ? કહેવાની મતલબ કે, આ વિશે અહીં આપણે માટે તેની દલીલબાજી પ્રસ્તુત નથી. પરંતુ કઈ તર્કપદ્ધતિથી અત્યારે કવિનું મન ચાલતું, તે જાણીએ. અને એમાંથી એટલું સાફ છે કે, તેમની શ્રદ્ધાભક્તિ જૈનદર્શન પર. વિશેષ વળી હતી.
For Personal & Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા આ પરથી એમ પણ લાગે છે કે, કવિએ જૈનધર્મની સુધારણા મનોરથ જીવનમાં આ સમયથી સેવ્યો હતો, અને તેના ઉદયનો સમય આ હશે. સુધારણા તો કયો ધર્મ નથી માગતો? અને જો એ દૃષ્ટિથી તે ધર્મના અનુયાયીઓ તેમ કરે, તો પરિશુદ્ધ સ્વરૂપે કયો ધર્મ તેના અનુયાયીનો ઉદ્ધાર નહિ કરે? અને એમ થતાંથી સાથે માનવ હૃદયમાં નિહિત એવું આત્મ-સત્ય જે હશે તે પ્રગટશે જ. અને એમ થવું એ તે સ્વ-સંવેદ્ય અને પ્રત્યક્ષાવગમ્ય છે – આત્માએ આત્મા વડે આત્મામાં જ પામવાની વાત છે; – એમ તેના અનુભવી પુરુષોએ કહ્યું છે. પોતાને ઈષ્ટ સ્વરૂપમાં અનન્ય નિષ્ઠાભક્તિ જોઈએ, તો તેમાંથી જ ઉપરના જેવા તત્ત્વ-પ્રશ્નોને અંગેનો બુદ્ધિયોગ અંતર્યામી અધિદેવ પ્રભુ આપોઆપ આપે છે, (અ) ૧૦-૮થી૧૧) એમ ગીતાકાર આ કારણે કહે છે: “... દદામિ બુદ્ધિયોગ નાશયામિ આત્મભાવસ્થ: જ્ઞાનદીપેન ભાસ્વતા.”
અને આ પ્રકારની સમાહિતતા કવિશ્રી તેમની આત્મસિદ્ધિને પામે છે ત્યારે પ્રાપ્ત કરે છે, એમ તેમનાં પછીનાં લખાણો બતાવે છે.
છતાં, આ કાળે એમ જોવા મળે છે કે, કવિએ જૈનધર્મની સુધારણાને મરથ કયા તેમના ચિતન મનનને પરિણામે કર્યો હશે; અને તે વિષે “મોક્ષમાળા'માં પણ (પાઠ ૯૯) તે ભાવનો ઉલ્લેખ મળે છે. શિક્ષાપાઠ ૧૦૬માં “વિવિધ પ્રશ્નો”માં “વેદ અને જૈન દર્શનને પ્રતિપ્રક્ષતા ખરી કે?” – એમ સીધે સવાલ પ્રશ્નોત્તરી રૂપે ટૂંકમાં ચર્ચતાં કહ્યું છે:
“પ્રહ – એ બેમાં સત્યરૂપ તમે કોને કહો છો? ઉ૦ – પવિત્ર જૈન દર્શનને. પ્રવ- વેદ દર્શની વેદને કહે છે તેનું કેમ?
ઉ૦ - એ તે મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. પરંતુ ન્યાયપૂર્વક બંનેનાં મૂળતત્વો આપ જોઈ જજો. . .
For Personal & Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૩
જૈનમત વિ૦ વેદમત પ્ર૦ – આટલું તે મને લાગે છે કે, મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે; પરંતુ જગત્કર્તાની તેઓ ના પાડે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે, તે વિષે કંઈ કઈ શંકા થાય છે કે, આ અસંખ્યાત દ્વીપસમુદ્રયુક્ત જગત વગર બનાવ્યું ક્યાંથી હોય?
ઉ૦ – આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી, ત્યાં સુધી એમ લાગે છે, પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. “સંમતિતર્ક' ગ્રંથને આપ અનુભવ કરશો, એટલે એ શંકા નીકળી જશે. ....”
ઈશ્વર પ્રત્યે નાસ્તિકવાદને આ પ્રશ્ન જૈન તેમ જ બદ્ધ બંને દર્શને વિષે વેદમતવાદીઓએ કરેલો છે. જેના મતે આત્મતત્ત્વ સ્વીકારી ઈશ્વર-તત્ત્વ ઇન્કાર્યું; બૌદ્ધ-મતે બંને ઇન્કાર્યા. જૈન મતે કર્મ-પદાર્થને આત્માના પરમ આદર્શ શુદ્ધ સ્વરૂપ પર પડેલી કર્મરજ માની, કર્મને હિંસાનું
સ્કૂલ ચિહન ગણી, તેને નિર્મળ કરતી સૂક્ષ્મ અહિંસાચર્યાને આચારવાદ રજૂ કર્યો, અને દેવાધિદેવ નિમિત્તે યજ્ઞાચારને નિષેધ્યો. બૌદ્ધ મતે સ્કૂલ કર્મને બદલે, તેને સ્થાને તેના બીજરૂપ વાસના કે વૃષ્ણાનું માનસતત્ત્વ ગ્રહણ કર્યું, અને એ દુ:ખમૂલનું પરમ નિર્વાણ કરવાના આંતર યોગનો ચિત્ત-પુરુષાર્થ પ્રમુખ સ્થાને ગણીને, પરમ દેવ તેમ જ આત્મા બંનેના બ્રાહ્મણવાદની ટપટપ કે ઘટપટ છોડી. એમ આ બંને ધર્મતત્ત્વદર્શનેએ વેદ-બ્રાહ્મણ-ધર્મતવદર્શનમાંથી વિશેષ ભેદ રૂપે નવાગ્રહસાધના પેદા કરી, એમ ધર્મતત્વદર્શનના ભારતીય ઇતિહાસ પરથી કહી શકાય. તેથી આ પ્રશ્ન અંગે આજ સુધી તુલનાત્મક ધર્મતત્ત્વાભ્યાસી લકો ચર્ચા કરે છે. એ મોટો પ્રશ્ન અહીંયાં કવિ-જીવનની સાધનાસમજવામાં પ્રસ્તુત ન ગણાય. પરંતુ એટલું નોંધવું ઘટે છે કે, જગત્કર્તા કે જગતના અંધિષ્ઠાન વિષેનો આ પ્રશ્ન કવિ તેમનાં આ વર્ષ પછીનાં ચિતન-મનનાદિમાં, અંતરમાં ઊંડે ઊતરીને, સેવે છે અને તેને વિષે કેવળ એકાંતિક જેનવાદી દૃષ્ટિવાળા નથી રહી શક્યા, એમ તેમનાં
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા લખાણો જોતાં જોવા મળે છે;–એ સમજવું અહીં આપણે માટે પ્રસ્તુત કહેવાય ખરું.
આ ચર્ચાને અંગે બીજી એક વસ્તુ અહીંયાં જે નોંધપાત્ર છે તે કવિના તત્ત્વાવબોધ'ના પાઠોને અંતે આવેલું વાકય છે; જેમાં તે પોતાના એકાગ્રહ છતાં કહે છે કે, “.... સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ માન્ય ન કરો, પણ તત્ત્વ વિચારો.”
ગીતામાં દૃઢભાવે પોતાનું બુદ્ધિયોગાનુશાસન કહેતાં છતાં, અંતે શ્રીકૃષ્ણ કહે છે, “વિશ્વેતદશેણ યથેચ્છસિ તથા ક૨.”(–મેં આ કહ્યું તે વિચારી લઈ તને ઠીક લાગે તે મુજબૂ વ.) એવું જ આ વાકય કવિની સ્વાત્મબુદ્ધિ પ્રામાણ્યની શ્રદ્ધા બતાવે છે. એટલું જ નહિ, ૧૭મા વર્ષથી આગળ જતાં કવિની આ મૂળ તવબુદ્ધિમાં પણ પરિ-સંશોધન થતું ગયું; એ બતાવે છે કે, કવિ કોઈ તત્ત્વજડતાવાળા નહોતા; ઉદારભાવે પોતાની પ્રતીતિને અંતરના ઊંડાણમાં ધ્યાન અને ચિંતન-મનન-નિદિધ્યાસન વડે સંશુદ્ધ પરિશુદ્ધ કરતા હતા. આ પ્રક્રિયા ખાસ કરીને, તેમણે વેદમત, ભાગવત, તથા ગીતાદિ અને વેદાન્તદર્શન વિષે વધુ મનન કર્યું, તે વિષેનાં લખાણોમાંથી વરતાઈ આવે એમ છે. એ વિષે અલગ પ્રકરણમાં હવે પછી જોઈએ.
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
૨૪ વેદમત-સમાગમ
માર્ગ બે પ્રકારને જાણીએ છીએ. એક ઉપદેશ થવા અને માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. “વિચારસાગર” ઉપદેશ થવા અર્થે વિચારવા. ચોગ્ય છે.
જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જેની થવાને નથી જણાવતા; વેદાંતશાસ્ત્ર વાંચવા જણુવીએ ત્યારે વેદાન્તી થવા નથી જણાવતા; માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ થવા અર્થે જણાવીએ છીએ.
જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. આમા તે નથી.” શ્રી.૧-૩૬૬) | મુખ્યત્વે કરીને બે ધર્મ-તત્ત્વદર્શને – જૈન અને વૈદિક કે બ્રાહ્મણ, એ બે વિષે કવિની પ્રારંભિક સાધનામાં શી સ્થિતિ હતી, તે આપણે જોઈ. તેમાં ઊંડે જતાં કવિના જ અંતરમાં વિવિધ પ્રશ્નો જાગે છે, અને તે બધાનું સંશોધન થઈને એ આત્મસિદ્ધિને પામે છે. - આ મંથનકાળ દરમિયાન તેમણે ઠીક ઠીક વેદમતને સમાગમ કર્યો હતો; તેવા બધા મંથનને અંતે એ પોતાના અંતરમાં અમુક નિશ્ચય ભાવને પામ્યા હતા.
ગાંધીજી જોડેનો કવિનો સમાગમ આ તેમના મંથનકાળ પછી શરૂ થાય છે. તેને પ્રારંભ ઈ.સ. ૧૮૯૧માં ગાંધીજી બારિસ્ટર થઈને પાછા આવ્યા ત્યારથી થયો; અને અંત સુધી નિકટતાથી ચાલુ રહ્યો. આ વિષે અયાસ કરવા માગનાર “ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” નામે શ્રી.
૧૪૫
For Personal & Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જ્ઞાની ભકતની પ્રતિભા મકલભાઈનું પુસ્તક જુએ, તો તે એમાં એ વિષેની બધી સામગ્રી એકઠી કરી આપે છે, તેમાં સંઘરાયેલો આ બે પુરુષોનો પત્રવ્યવહાર કવિના ધર્મમત વિષે સરસ સાર આપી શકે. '
આ પત્રવ્યવહારમાં કુલ ત્રણ પત્રો મળે છે. તે ત્રણે કવિએ લખેલા જવાબો છે; ગાંધીજીએ લખેલા પત્રો તે સાથે નથી. આ મળી શકે તે મેળવવા જેવી “અક્ષર”-સામગ્રી ગણાય. - કવિએ જવાબો લખ્યાને સમય – “સં. ૧૯૫૦ આસો વદ
૬, શનિ, મુંબઈ’ (પ્રથમ પત્ર); “સં. ૧૯૫૧ના ફાગણ વદ ૫, શનિ, તા. ૧૫-૩-૯૫ મુંબઈથી” (બીજો પત્ર); અને “સ, ૧૯૫૨ના આસો સુદ ૩, શુક્ર, આણંદ' (ત્રીજો પત્ર) – એ પ્રમાણે છે. આ સમય એટલે કવિની જ્ઞાનસ્થિતિને સિદ્ધિકડળ ગણાય. એટલે કે, જે ધર્મમત વિષે મનોમંથન કવિ-જીવનનાં તે પૂર્વેનાં વર્ષોમાં ચાલ્યું, તેમાંથી જે નિચોડ કે નિશ્ચય પર તે આવ્યા, તે આ પત્રવ્યવહારમાંથી મળી શકે છે.
બીજી તરફ જતાં, આ સમય ગાંધીજીના જીવનમાં પણ કવિ જેવા જ ધર્મમંથનની મુસીબતોનો કાળ હતો. એટલે પોતે કરેલા આ પત્રવ્યવહાર વિશે “આત્મકથામાં તે કહે છે, “મેં (ગાંધીજીએ) મારી મુસીબત રાયચંદભાઈ આગળ મૂકી. . રાયચંદભાઈના પત્રથી મને કાંઈક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા અને હિંદુ ધર્મને ઊિંડો અભ્યાસ કરવા ભલામણ કરી.... મારો પત્રવ્યવહાર જારી હતો. રાયચંદભાઈ મને દોરી રહ્યા હતા. ....... મારે હિંદુ ધર્મ પ્રત્યેનો આદર વધ્યો. તેની ખૂબી હું સમજવા લાગ્યો.” (ગાંધીજીની આત્મકથા, ભા. ૨, પ્ર૦ ૧૫ અને ૨૨માંથી તારવેલું.)
આ પરથી એક તો આપણે એ જોઈ શકીએ કે, કવિનાં જૈન મતપ્રેમ અને જિનેશ્વર-ભક્તિ એકરગિયાં કે ધર્માતરખર વલણવાળાં નહોતાં; સાધકે પોતાને માટે, પોતામાંથી, અને પોતે જાતે મેળવવાની નિષ્ઠાન એ વિષય હતો. તેથી તેમના સંપર્કથી ગાંધીજી હિંદુધર્મમત
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
વેદમત-સમાગમ વિષે નિષ્ઠાવાન – દૃઢ બને છે. અને રાયચંદભાઈનાં સંસ્મરણો તેમણે ૧૯૨૨-૪ ની જેલ દરમિયાન લખ્યાં, તેમાં કવિની આ વલણવૃત્તિ વિષે જાત-અનુભવે જાણેલું જે કહે છે, તેમાં પોતે લખે છે –
રાયચંદભાઈના ધર્મને વિચાર કરીએ તેના પહેલાં, ધર્મનું સ્વરૂપ જે તેમણે આલેખ્યું હતું, તે જોઈ જવું અગત્યનું છે.
ધર્મ એટલે અમુક મતમતાંતર નહિર ધર્મ એટલે શાસ્ત્રોને નામે ઓળખાતાં પુસ્તકોને વાંચી જવાં કે ગોખી જવાં, અથવા તેમાં કહેલું બધું માનવું જ, એ પણ નહિ. . .
ધર્મ એ આત્માને ગુણ છે અને માનવજાતિને વિષે દશ્ય કે અદૃશ્ય રૂપે રહેલો છે. ધર્મ વડે આપણે મનુષ્ય-જીવનનું કર્તવ્ય જાણી શકીએ છીએ. ધર્મ વડે આપણે બીજા જીવો પ્રત્યેનો આપણો ખરો સંબંધ ઓળખી શકી છે. આ બધું, જયાં સુધી આપણે પોતાને ન ઓળખીએ, ત્યાં સુધી ન જ બની શકે, એ તે દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પોતાને ઓળખી શકીએ તે સાધન.. .
. “આ સાધન આપણે ક્યાંથી મળે ત્યાંથી લઈએ. પછી ભલે તે ભારતવર્ષમાં મળે કે યુરોપથી આવો કે અરબસ્તાનથી. આ સાધનોનું સામાન્ય સ્વરૂપ બધાં ધર્મશાસ્ત્રોમાં એક જ છે, એમ જેણે જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે તે કહી શકશે. હિંસા કરવી એમ પણ કોઈ શાસ્ત્ર નથી કહેતું. સર્વ શાસ્ત્રોનું દોહન કરતાં શંકરાચાર્યું બ્રહ્મ સત્ય જગ મિથ્યા’ કહ્યું. કુરાન શરીફે તેને બીજી રીતે – ઈશ્વર એક છે ને તે જ છે, તેના વિના બીજું કશું નથી, – એમ કહ્યું. બાઇબલે કહ્યું, હું ને મારો પિતા એક જ છીએ.” એ બધાં એક જ વસ્તુનાં રૂપાંતર છે.
પણ આ એક જ સત્યને ખીલવવામાં અપૂર્ણ મનુષ્યોએ પિતાનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુ વાપરી આપણે સારુ મેહજાળ રચી છે, તેમાંથી આપણે નીકળવું રહ્યું છે. આપણે અપૂર્ણ તે, આપણાથી એ છો અપૂર્ણની મદદ લઈ, આગળ જઈએ છીએ અને છેવટે, કેમ
For Personal & Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા જાણે અમુક હદ લગી જતાં, આગળ રસ્તો જ નથી, એમ માનીએ છીએ.
હકીકતમાં એવું કાંઈ જ નથી. અમુક હદ પછી શાસ્ત્રો મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે. તેથી રાયચંદભાઈએ ગાયું છે:
જે પદ શ્રીસર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પદ શ્રીભગવંત જો; એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર પણ હાલ મનોરથરૂપ જો.’ “એટલે છેવટે તે આત્માને મોક્ષ દેનાર આત્મા જ છે.
આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પોતાનાં લખાણોમાં કર્યું છે. .” (“મુકુલ૦’ પા. ૫૩ થી ૫૫)
આમ ગાંધીજીએ શ્રમની ધર્મદૃષ્ટિનું સારનિરૂપણ આપ્યું છે. એમાં ગાંધીજી પિતાને લાધેલી સર્વધર્મસમભાવના ભાળે છે, એમ કદાચ દલીલ થાય; પરંતુ તેવી દલીલમાં આ વિષેની એકાંગી કે વ્યંગ સમજ કદાચ હોય; ઊલટું એમાંથી એમ આપણે સમજી શકીએ કે, ગાંધીજી ધર્મમંથનની પિતાની ઊંડી આંતર મુસીબતને સમયે કવિને શરણે ગયા, તે તેમથી (એટલે કે, તેમની જોડેના સમાગમથી તથા તેમનાં લખાણોનો અભ્યાસ, તેમ જ ત્રણ પત્રો દ્વારા મેળવેલાં શંકા-સમાધન ઇત્યાદિથી) તેમને જે લાધ્યું, તે એમણે પોતાની અનુપમ ભાષા-શૈલીમાં નિરૂપ્યું.
કવિની ધર્મભાવનાનું સ્વરૂપ બતાવ્યા પછી ગાંધીજી તેમનો શાસ્ત્રાભ્યાસ વર્ણવીને (તે ભાગ – જુઓ V૦ ૨૧, “શાસ્ત્રાભ્યાસને મથાળે ઉતાર્યો છે.) તે એમને જૈનમત વિષે પક્ષપાત પણ જાણે છે, અને તે સ્પષ્ટ કરતાં કહે છે -
“તેમને પક્ષપાત જૈન દર્શન તરફ હતું, એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા હતી કે, જિનાગમમાં આતમજ્ઞાનની પરાકાષ્ઠા છે. તેમનો આ અભિપ્રાય મારે અહીં આપી જવો આવશ્યક છે. તેને વિષે હું મત આપવા મને તદ્દન અનધિકારી ગણું છું.
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
વેદમત-સમાગમ
૧૪૯ પણ રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતો. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તો કવિ વેદાંતી જ જણાય.
“મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તો કહ્યું જ નહિ કે, મારે મોક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબો જોઈએ. મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું.
પુસ્તકો કયાં વાંચવાં એ પ્રશ્ન ઊઠતાં, મારું વલણ અને મારા બચપણના સંસ્કાર વિચારી, તેમણે મને ગીતાજી વાંચતો તેમાં ઉત્તેજન આપેલું. અને બીજાં પુસ્તકોમાં પંચીકરણ, મણિરત્નમાળા, યોગવાસિષ્ઠનું વૈરાગ્ય પ્રકરણ, કાવ્યદોહન પહેલો ભાગ, અને પોતાની “મોક્ષમાળા’ વાંચવાનું સૂચવ્યું હતું.”
ગાંધીજી સાથે પત્રવ્યવહાર કવિની આત્મસિદ્ધિની સ્થિતિ પછીનો છે; તેમાં નોંધપાત્ર એ છે કે, કવિની દૃષ્ટિએ ગીતા ગ્રંથનું અમુક મૂલ્ય અંકાયેલું જોવા મળે છે. તે અંગે તેમનાં લખાણોમાં કેટલાક ઉલ્લેખ મળે છે, તે જોતાં જણાય છે કે, કવિને આમ તો ગીતા એક મહત્ત્વને અધ્યાત્મગ્રંથ લાગ્યો, પણ તેમાં તે યુક્તિકતા કે સંગતતા પૂરતી નથી પામ્યા. ‘દાવતી, જુઓ કે, “વિ૦સં૦ ૧૯૪૪'ની એક નોંધ હિન્દીમાં છે, તેમાં
અંતે કવિશ્રી કહે છે – . “વેદ વેદાન્ત, સપ્ત સિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જો જ્ઞેય જાનને યોગ્ય આત્મા છે, તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કંસે ન હોવે?"
મુંબઈ, શ્રાવણ સુદ ૪, બુધ, ૧૯૪૮નો પત્ર છે, તેમાં માત્ર “યા નિશા સર્વભૂતાનામ્” (૨ - ૬૯) એ ગીતાના શ્લોકનો અનુવાદ લખી મોકલ્યો છે, અને અંતે સહી કરી છે – “આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર.” - સૌથી નોંધપાત્ર અભિપ્રાય તેમણે ગાંધીજીનો સીધો પ્રશ્ન (ગીતા કોણે બનાવી? ઈશ્વરકૃત તે નથી? જો તેમ હોય તો તેને કાંઈ પુરાવો?”) – એના જવાબમાં (શ્રી.૧-૯૮૫) જોવા મળે છે:
For Personal & Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જ્ઞાની ભક્તની પ્રતિભા : “.... ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તે બંધ કર્યો હતે, માટે મુખ્યત્વે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ કોષ્ઠ છે, તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા યોગ્ય છે. માટે સંપૂર્ણજ્ઞાની તે ઈકવર છે, અને તેનાથી બોધાકૅલાં શાસ્ત્રો તે ઈશ્વરી શાસ્ત્ર છે, એમ માનવામાં અડચણ નથી.”
ઉપરાંત તેમની ઉપદેશ-નોંધ રૂપે સંઘરાયેલ વસ્તુમાં એક નોંધ (મોરબી, વૈ૦ સુદ ૮, ૧૯૫૬) મળે છે કે, '
“ભગવદ્ગીતામાં પૂર્વાપર વિરોધ છે, તે અવલોકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવિરોધ એવું દર્શન, એવાં વચન, તે વીતરાગનાં છે.
ભગવદ્ગીતા પર ઘણાં ભાષ્ય, ટીકા રચાયાં છે....... દરેક પિોતપોતાની માનીતા ઉપર ઊતરી ગયા છે....
આ ઉપરાંત કવિએ ભાગવત, નારદ ભક્તિસૂત્ર, ઇ૦ ભક્તિગ્રંથ વિશે પણ લખેલું મળે છે. તે વિષે નેધપાત્ર એ છે કે, અમુક પોતાની રીતે કવિ ઈશ્વર અને તેની ભક્તિ સમજતા હતા. આ વસ્તુ જુદા પ્રકરણમાં હવે પછી જોવાના હોઈને, અહીં તેનો ઉલ્લેખમાત્ર કર્યો છે.
તે પછી કવિને વેદાન્ત-સમાગમ જોવો ઘટે છે. ભક્તિની પેઠે વેદાન્ત વિષે પણ તેમણે, પોતાની ભક્તિ અને વેદનાની મસ્તીની અનુભૂતિ વર્ણવતી નધિમાં સારી પેઠે વાત કરી છે. તે પણ અલગ પ્રકરણમાં હવે પછી જોઈશું. - અહીં આપણે તેમનાં તત્ત્વાવબોધ-મંથનકાળનું વિશેષે જોઈએ છીએ, તેમાં “જેને વિ૦ વેદાન્ત મત” વિષેનું તેમણે કરેલું જે ચિંતન મળે છે, તે તરફ નજર કરવી જોઈએ.
For Personal & Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
વેદમત-સમાગમ
કવિની હાથને જે મળી છે, તેમાં તેમના આ સમયના આત્મમંથનનું કાંઈક નિરૂપણ મળી શકે. પરંતુ તે નોંધોની ચેકસ મિતિ વગેરે નોંધાયેલાં મળતાં નથી. તેમનાં લખાણોના સંગ્રહમાં “આત્યંતર-પરિણામઅવલોકન” એવા વિભાગીય મથાળે તે હાથનેધ (“વર્ષ ૨૨ થી ૩૪ પર્યત”ની બતાવીને) આપી છે. તેમાંથી નીચેનું જુઓ:
.... આત્માના ધ્યાનને મુખ્ય પ્રકાર કયો કહી શકાય? તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે? આત્માનું સ્વરૂપ શા પ્રકારે? કેવળજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે, કે વેદાન્ત પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે?” (શ્રી.૧-૯૨૮)
વળી એક નોંધ છે તેમાં બંધના સ્વરૂપ વિષે મનન કર્યું છે:“.... મૂર્તામૂર્ત બંધ આજ થતો નથી તે અનાદિથી કેમ થઈ શકે? વસ્તુ-સ્વભાવ એમ અન્યથા કેમ માની શકાય?
“ક્રોધાદિ ભાવ જીવમાં પરિણામીપણે છે, વિવર્તપણે છે?
પરિણામીપણે જો કહીએ તે સ્વાભાવિક ધર્મ થામ; સ્વાભાવિક ધર્મનું ટળવાપણું કયાંય અનુભૂત થતું નથી.
“વિવર્તપણે જો ગણીએ તો સાક્ષનું બંધ જે પ્રકારે જિન કહે છે, તે પ્રમાણે માનતાં વિરોધ આવવો સંભવે છે.” (શ્રી.૧-૯૨૯)
આ વિરોધ, આ પ્રકારે બંધનું સ્વરૂપ જેને કર્મવાદ અનુસાર અને વેદાન્તના અદ્વૈતવાદ મુજબ વિચારતાં, આવે છે. તત્ત્વજ્ઞાન અંગે આ પ્રકારનો દૃષ્ટિભેદ, જૈન અને વેદાન્ત દર્શનેમાંથી જોઈ શકાય અને એનું નિરસન થવું જોઈએ, એ કવિના આ કાળના મંથનને મુદ્દો છે. આ મુદ્દા વિષે પ્રશ્નાર્થક નિરૂપણ કરતી આવી વધુ નોંધ પણ છે, જેનું જૈન પરિભાષામાં બયાન કરાયું છે. તે પરથી જે મુખ્ય ચિતનને મદો ઊઠે છે, તે મુદો તે પછી આવતી નોંધમાં ફરીથી ઉલ્લેખાયેલો આમ મળે છે:- “જિનને અભિમત કેવળદર્શન અને વેદાન્તને અભિમત બ્રહ્મ, એમાં ભેદ શું છે?”
For Personal & Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા આ મનોમંથન અને ચિંતન સમયે, કવિશ્રી વેદાન્ત અને બ્રહ્મવિદ્યા અંગેનું તત્ત્વ સમજવાને માટે સ્વ૦ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી , જોડે, જિજ્ઞાસુભાવે, પત્રવ્યવહાર કરે છે, તેવા પત્રો સંઘરાયેલા મળે છે, તેમાંથી કેટલુંક જોવાથી કવિના આ સમયના ચિંતન-મનન વિષે કાંઈક સ્પષ્ટતા થઈ શકે છે. ત્યારની તેમની જિજ્ઞાસા ને અ ધ્યાત્મિક દશા અંગે પણ કાંઈક અનુમાન મળી શકે છે.
( પત્રોના સંગ્રહમાં સ્વ૦ ત્રિપાઠી પર છે એમ જણાવીને નવ પત્રો આપ્યા છે. પહેલો પત્ર વૈશાખ સુદ ૬, ૧૯૪૫, નો છે; છેલ્લો પત્ર “વવાણિયા, પ્ર. ભાદ્ર સુદ ૩, સોમ, ૧૯૪૬”ને છે. એટલે કે, લગભગ એક વર્ષને આ ગાળો, કવિના જીવનમાં, ઉપરના મુદ્દા વિષે અંતરમાં ઉકેલ મેળવવાનો કે ગંભીર આત્મમંથનકાળને છે, એમ માનીએ.
પત્રોમાં એક પત્ર (શ્રી.૧-૨૨૩) “વિ.સં. ૧૯૪૫” મિતિ દર્શાવીને (આંક નં. ૮૩) છે; તેની ભાષાશૈલી ઇ૦ જોતાં તે ત્રિપાઠીને લાગતો નથી. અંતે “અપૂર્ણ’ એમ દર્શાવ્યું છે, તેથી પણ તે વરતી શકાય છે. પત્રવ્યવહારની સમીક્ષામાં અહીં તેને લીધે નથી. અસ્તુ. - શ્રી. ત્રિપાઠી સાથેને પહેલો પત્ર વૈશાખ સુદ ૬, ૧૯૪૫,નો છે; તેમાં તે પોતાને વિષે આમ કહીને તથા નીચે “આપના મધ્યસ્થ વિચારોના અભિલાષી” એમ પોતાને વર્ણવતી સહીની સાથે આ પત્ર-સમાગમનો પ્રારંભ કરે છે :
“.... કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને પુરુષની ચરણરજ સેવવાનો અભિલાષી છું. મારું આ બાલવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે; તેથી કાંઈ પણ સમજાયું હોય, તો (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી, આત્મહિત વિશેષ કરી શકું; એ પ્રયાચના આ પત્રાથી છે.” (શ્રી.૧-૨૧૧) : : : : : :
For Personal & Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
વેદમત-સમાગમ બીજો પત્ર સુદ ૪, રવિ, ૧૯૪પને વવાણિયા બંદરેથી છે, તેને પ્રારંભે શ્રી. હરિભદ્રાચાર્યને નીચેનો શ્લોક ટાંક્યો છે –
पक्षपातो न वीरे __न मे देषः कपिलादिषु। युक्तिमद् वचनं यस्य
तस्य कार्यः परिग्रहः ॥ અને કહે છે કે,
“આપનું ધર્મપરા વૈશાખ વદ ૬નું મળ્યું. તે પત્રમાં આપ દર્શાવો છો કે, કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું, એ જ્ઞાનીઓને ઉપદેશ છે; આ વચન મને પણ સંમત છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે, અને મોક્ષ માટે સર્વને પ્રયત્ન છે; તોપણ આટલું તે આપ પણ માન્ય કરી શકશો કે, જે માર્ગથી આત્મા આત્મત્વ – સમ્યક જ્ઞાન - યથાર્થષ્ટિ – પામે, તે માર્ગ પુરુષની આજ્ઞાનુસાર સંમત કરવો જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી; છતાં આમ તો કહી શકાય કે, જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું બોધેલું દર્શન પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી યથાર્થદૃષ્ટિ' કિંવા “વસ્તુધર્મ’ પામે ત્યાંથી સમ્યક જ્ઞાન સંપ્રાપ્ત થાય, એ સર્વમાન્ય છે.” (શ્રી,૧ - ૨૧૩)
આ પ્રકારે શરૂમાં જણાવીને તે આગળ પોતાને વિષે વળી ચેખવટ આપતાં, “આચારાંગ” સૂત્રમાંથી નીચેનું વચનામૃત ટાંકે છે –
એગે જાણઈ સે સવ્વ જાણઈ,
જે સવ્વ જાણઈ સે જાણઈ.” “એકને જાણો તેણે સર્વ જાણું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણો.”...
અને પછી તે એ પત્રમાં લખે છે કે, “મહાવીરના બોધનો . મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે અને એનું સ્વરૂપ
For Personal & Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જ્ઞાની ભક્તની પ્રતિભા એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. તે માટે આપની અનુકૂળતા હશે, તે આગળ ઉપર જણાવીશ.
“અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી યોગ્ય છે કે, મહાવીર કે કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી, પણ આત્મત્વ પામવા માટે જે બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત (!), દૃષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે. અને તેને આધારે વના છે; તે આત્મત્વને બાધા કરતું એવું કાંઈ પણ મારું કથન હોય, તે દર્શાવી ઉપકાર કરતા રહેશો. પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે; છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ જ્ઞાનીદૃષ્ટાનુસાર મળ્યા કરશે, ત્યાં સુધી પણ મારા ભાગ્યને ઉદય જ છે.” (શ્રી.૧- ૨૧૩-૪)
શ્રી. ત્રિપાઠીએ લખેલા જવાબો સંઘરાયેલા મળતા નથી, પણ તેમણે બુદ્ધ ભગવાનનું જીવનચરિત્ર વાંચવાને મોકલવાનું લખ્યું લાગે છે; તેથી “બજાણા, કાઠિયાવાડ, અષાડ સુદ ૧૫, શુક્ર ૧૯૪૫”ના પત્રમાં કવિ તેમને લખે છે કે, “બુદ્ધ ભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે; એ જાણે નિષ્પક્ષપાતી કથન છે.” અને પોતે સાધક તરીકે જે નક્કી સમજે છે, તે વસ્તુનો ઉલ્લેખ કરીને કહે છે –
સર્વ દર્શન પરિણામિક ભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિ:સંશય છે; પણ યથાદૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ, જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવાં જોઈએ.” (શ્રી ૧- ૨૧૭)
આ પછીનો પત્ર કવિ, “ભરૂચ, શ્રાવણ સુદ ૩, બુધ, ૧૯૪૫ સેજ લખે છે તેમાં કહે છે – આ “હું મારી નિવાસભૂમિકી આશરે બે માસ થયાં સોગ, સત્સંગ પ્રવર્ધનાર્થે પ્રવાસ રૂપે કેટલાંક રથમાં વિહાર કરું છું. ”
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫
- વેદમત-સમાગમ ક . “પર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિ પ્રયોજન સ્વ-સ્વરૂપ-પ્રાપ્તિને અર્થે છે; અને એ સમ્યક શ્રેણીઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા – યોગભૂમિકામાં વાસ – સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગ-પરિત્યાગમાં નિયમાવાસિત છે. .... જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલાસિત-ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. બાહ્ય ભાવે ગૃહસ્થાશ્રેણી છતાં અંતરંગ નિગ્રંથશ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે.
મારી આત્માભિલાષા તે શ્રેણીમાં ઘણા માસ થયાં વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા, કેટલીક વ્યવહારોપાધિને લીધે, પાર, પડી શકતી નથી; પણ પ્રત્યક્ષે સસ્પદની સિદ્ધિ આત્માને થાય છે, આ વાર્તા તો સંમત જ છે અને ત્યાં વય-વેશની વિશેષ અપેક્ષા નથી. નિગ્રંથના ઉપદેશને અચલભાવે અને વિશેષે સંમત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે,
“ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તે " ત્યાં પછી મતાંતરની, કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય, તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે; અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે, તે સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે.”
* આ પ્રકારે પોતાની પ્રતીતિની ભાવના બંધાયેલી તે નિરૂપીને પત્રને અંતે એક પ્રશ્ન કરતાં કવિ લખે છે:
આ વેળા લઘુવ-ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પળની પ્રશાપનીયતા ચાર પ્રકારે છે: દ્રવ્ય (તેને વસ્તુ સ્વભાવ)થી, ક્ષેત્ર (કંઈ પણ તેનું વ્યાપવું – ઉપચારે કે અનુપચારે)થી, કાળથી, અને ભાવ (તેના ગુણાદિક ભાવ)થી. હવે
For Personal & Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જો એ પ્રજ્ઞાપનીયતાએ આત્માની વ્યાખ્યા અવકાશાનુકૂળ દર્શાવે તો સંતોષનું કારણ થાય. આમાંથી એક અદભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે; પણ આપના વિચારો આગળથી કંઈ સહાયક થઈ શકશે, એમ ગણી આ પ્રયાચન કર્યું છે. ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પરોક્ષમાર્ગ છે; અને ...* પ્રત્યક્ષમાર્ગ છે. આ વેળા એ શબ્દો મૂકી આ પત્રો વિનયભાવે પૂર્ણ કરું છું.....” (શ્રી. - ૨૧૮).
આ પત્ર પછીથી કવિએ મુંબઈથી કાર્તિક સુદ ૭, ગુરુ, ૧૯૪૬” સેજ લખેલો પત્ર મળે છે, તેમાંથી જણાય છે કે, કવિએ ત્રિપાઠીને ““અષ્ટક” અને “યોગબિંદુ” એ નામનાં બે પુસ્તકો જોવા મોકલ્યાં, અને “યોગદૃષ્ટિસમુચ્ચય' તે પછીથી મેકલવા કહ્યું, અને લખ્યું કે,
“અથથી ઇતિ સુધી અવલોકન કરવાને વખત મેળવ્યાથી મારા ઉપર એક કૃપા થશે. (જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું, અને વાસ્તવિક તત્ત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં, કોઈ “નાસ્તિક’ એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી, એ આપને દૃષ્ટિમાં આવી જવાનું પ્રાયે બનશે તેથી.) . “ જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેવી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ, જૈન પણ એક પવિત્ર દર્શન છે, એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને.
જ અહીં શબ્દ પડેલે બતાવ્યો છે. -મ.
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
વેદમત-સમાગમ
૧૫ - “સર્વ પુરુષો માત્ર એક જ વાટે તર્યા છે અને તે વાટ, વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિ પર્યન્ત સકિયા કે રાગદ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે.
આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે. તેમાંની. જૂનાધિકતા ક્ષમાપાત્ર છે. વિ૦ રાયચંદના વિનયપૂર્વક પ્રણામ.” (શ્રી. ૧- ૨૨૬-૭)
અહીં એ વચ્ચે યાદ કરાવવા જેવી બીના છે કે, આત્મ-નિવેદન. રૂપે લખેલી “સમુચ્ચયવયચર્યા” આ સમયના જ આત્મમંથનને ભાગ ગણાય; તેને સમય આ વર્ષની કારતક સુદ ૧૫, ૧૯૪૬ (કવિશ્રીની જયંતી-મિતિ) છે.
આ પછીને પત્રવ્યવહાર મળે છે તેમાં, મુંબઈથી “અષાઢ વદ. ૦) ૧૯૪૬”, અને વવાણિયાથી “પ્ર. ભાદ્ર. સુદ ૩, સોમ, ૧૯૪૬” – એ બે પત્રો છે. મુંબઈથી લખેલા પત્ર પરથી જણાય છે કે, શ્રી.. ત્રિપાઠીએ કવિને “યોગવાસિષ્ઠ’ જોવા મોકલ્યું હશે; તે પરત કરતાં. પત્રમાં લખ્યું છે –“ઉપાધિને તાપ શમાવવાને એ શીતળ ચંદન છે; આધિ-વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. ....
આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણાં વર્ષોથી આપના અંત:કરણમાં વાસ કરી. રહેલું બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તે એક શાંતિ છે. ........
અને તે પત્રમાં અંતે કહે છે :- “જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ આમાં ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે; એટલે વાતચીત વેળા આપ કઈ અધિક કહેતાં નહીં જીભ એમ વિજ્ઞાપન છે.” (શ્રી ૧-૨૪૫) ..
For Personal & Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા જ આ પત્ર પછી કવિ ત્રિપાઠીને મળ્યા હશે. તેમના પર લખેલો મળે છે તે છેલ્લો પત્ર (વવાણિયા, પ્ર. ભાદ્ર, સુદ ૩, ૧૯૪૬). આ નોંધીને (શ્રી.૧- ૨૪૭) જણાવે છે: '
' આપનાં દર્શનનો લાભ લીધાં લગભગ એક માસ ઉપર કંઈ વખત થયો. મુંબઈ મૂકયાં એક પખવાડિયું થયું. મુંબઈને એક વર્ષના નિવાસ ઉપાધિગ્રાહ્ય રહ્યો. સમાધિરૂપ એક આપનો સમાગમ, તેનો જેવો જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો.
જ્ઞાનીઓએ કપેલે ખરેખરો આ કળિકાળ જ છે.... એવા વિષમ કાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિ કાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. ....... જોકે યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આમા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે, એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે; પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેનો અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે? જેની નિરૂપાયતા છે તેની સહનશીલતાં સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે; પરંતુ જીવન પૂર્ણ થતા પહેલાં યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ:
૧. મન, વચન અને કાયાથી આત્માનો મુક્તભાવ.
૨. મનનું ઉદાસીનપણે પ્રવર્તન. છે. ૩. વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું).
૪. કાયાની વૃક્ષદશા (આહારવિહારની નિયમિતતા).
“અથવા સર્વ સંદેહની નિવૃત્તિ; સર્વ ભયનું છૂટવું; અને સર્વ અજ્ઞાનને નાશ. , “અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેને માર્ગ કહ્યો છે, સાધન બતાવ્યાં છે, ગાદિકથી થયેલ પિતાનો અનુભવ કહ્યો છે; તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવવો દુર્લભ છે. તે માર્ગ છે; પરંતુ
For Personal & Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
વેદમત-સમાગમ
૧૫૯ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ, તે નથી.”
અને એમ જણાવીને પોતાનું આત્મકથન લખતાં, પત્રમાં એને કવિ કહે છે –
શિશયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કોઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શકયો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શકયો. સંસારના બંધનથી ઈડાપહાભ્યાસ પણ ન થઈ શક્યો; અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. એથી આત્મા અધિક વિકલી થાત; (સર્વને માટે વિકલ્પીપાશું નહીં, પણ એક હું પોતાની અપેક્ષાએ કહ્યું છે.) અને વિકલ્પાદિક કલેશનો તે નાશ જ કરવા ઇચ્છયો હતો, એટલે જે થયું તે કલ્યાણકારક જ; પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું, તેમ કોણ કરાવે? અર્થાત, શાસ્ત્રનો ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે, ધર્મના વ્યવહારિક જ્ઞાતાઓને પણ પરિચય થયો છે; તથાપિ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, – માત્ર સત્સંગ સિવાય, યોગસમાધિ સિવાય, ત્યાં કેમ કરવું? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા, કે જેને એ જ રમે રોમે રૂચિકર છે.” (ગ્રી - ૨૪૭૮)
કવિશ્રીનો ત્રિપાઠી સાથેનો પત્રવ્યવહાર જે મળે છે, તે આ પ્રમાણે પૂરો થાય છે. આ કાળે કવિના અંતરમાં પ્રવર્તતી ઊંડા વિષાદમાંથી ફુરતી આત્મ-જિજ્ઞાસા એમાંથી દીવા જેવી પ્રગટ જોઈ શકાય છે. શાસ્ત્રાભ્યાસ અને સત્સમાગમ સહિત ચિંતન-મનનના પરિપાક રૂપે, એક પ્રકારની સ્વસ્થ દૃષ્ટિ પણ તેમાં રહેલી આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય સાધકને પાથેયરૂપ નીવડે એવી, કવિ જીવનની આ કાળની સંઘરાયેલી આ બધી અક્ષરદેહ-સામગ્રી પરમ બોધક છે. .
For Personal & Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
૨૫
.
સદ્દગુરુશરણની ભાવના. સત” સત જ છે, સરળ છે, સુગમ છે; સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ “સ”ને બતાવનાર “સ” જોઈએ.
|
(શ્રી.૧-૨૯૮) સતને વિશે પ્રીતિ, “સ-રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે.” (શ્રી.૧-૩૧૬)
અગાઉ એક પ્રકરણમાં ગુરુના શરણ્ય વિષે ઉલ્લેખ આવ્યો હતો; તે વિષે કવિની ભાવના હતી તો તે કેવા પ્રકારની હતી, તે કાંઈક વિગતે વિચારવા જેવું ગણાય.
આઈ-ધર્મસંસ્કૃતિએ ગુરુને મહિમા તે અપાર માન્યો છે: જેમ કે, જુઓ નીચેને ક –
ગુર્રહ્મા, ર્વિષ્ણુઃ ગુર્વેવો મહેશ્વરઃ |
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ - મહાત્મા ગાંધી જેવા પુરુષે પણ પોતાના પ્રાતઃસ્મરણમાં એને સંઘર્યો છે; અને શ્રીમદ્ રાજચંદ્ર જેવા અતિ તર્કશીલ અને બુદ્ધિપ્રમાણવાદી પુરુષ પણ સદ્ગુરુ, સત્સમાગમ વગેરેનું માહાસ્ય સાધક જીવનને માટે પરમ ઉપકારી માને છે; અને એ પ્રકારનો ભાવ એમનાં આ કાળનાં લખાણોમાં ઠેર ઠેર પ્રદર્શિત થતે મળે છે.
બીજી બાજુએ જોઈએ તે, આ વસ્તુથી કેટલાય દંભ અને ગુરૂવાદી દેષાચાર પણ લોકોમાં એટલો જ ગતાનગતિક પ્રવાહ-બળ ધરાવતો જોવા મળે છે. અને તેથી ભક્ત કવિઓએ તે અંગે ગાઈને સૌને
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
- સદ્ગુરુશરણુંની ભાવના ચેતવ્યા છે. જેમ કે, “ધન હરે ધોખે નવ હરે”; “એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા” – ઇ૦ જ્ઞાની ભક્ત કવિઓની ઉક્તિ જુઓ. છે પરંતુ, તે દોષ ગુરુભક્તિભાવ કે તેના તત્ત્વની મૂળ વસ્તુને નથી: સત્સંગ અને ગુરુ-શરણ્ય સામાન્ય લોકોને માટે એટલું બધું આવશ્યક લોકસાધન છે કે, તેને જ ઉદેશીને ગીતાકારે કહ્યું કે, તે વડે સ્ત્રિય વૈશ્યાસ્તથા શૂદ્રાક, પિ યાંતિ પરાં ગતિ.” અને જગતના બધા જ ધર્મોમાં એ સાધન પ્રમુખ પદે મુકાય છે. જીવાત્માના પોલાદી અહંભાવને પણ પલાળીને પોચો કરી શકે – ઓગાળી દે, એ એની વિરલ શક્તિ કે સિફારિશ છે, એમ ચોક્કસ બતાવી શકાય. તેથી એકમેવ-ગુરુ-પેગંબર શરમ્યવાદી એવા ધર્મો પણ તેને મહિમા માને છે; જોકે, તે વસ્તુ જ એક નવું ધર્માભિમાન, ઝનૂન, જેહાદ વગેરે જગવતું ઇતિહાસ બતાવે છે. બદ્ધ શરણ્ય-મંત્ર કહે છે – “બુદ્ધ શરણં ગચ્છામિ ” જૈન નવકાર મંત્રમાં નિગ્રન્થ અહાદેવનું શરણ્ય મોટું માન્યું છે; ઈસ્લામ પેગંબરસાહેબનું અને ખ્રિસ્તધર્મ પ્રભુ પુત્ર ઈશુનું અનન્ય શરણ્ય ઉપદેશે છે. હિંદુ ધર્મશાસ્ત્રો એવો કોઈ એકમેવ ગુરુશરણ-મંત્ર નથી કહેતાં; છતાં સાંપ્રદાયિક સંત-મહંત-ગુરુ-પૂજા તેમાં ભરપૂર છે; અને અવતાર-પૂજા, તથા જેની જેવી ઇષ્ટભાવના તે મુજબ અનન્ય શરણ. સંબોધે છે. અને છેવટે દરેકના અંતરમાં બેઠેલો પ્રભુ તો છે, જે ગુરુઓને ગુરુ – સર્વનો આદિ કે સ્વયંગુરરૂપ અંતરમાં હાજરાહજૂર બિરાજે છે, – કે જેના વડે આ સર્વ બધું પથરાયું છે. – યેન સમિટું તતમ્ | છે આ શરણ્યથી કે તમોગુણી મૂઢ જ્ઞાન ભરેલો દોષ થાય, એ પણ બધા ધર્મોના લોકજીવનપ્રવાહને ઇતિહાસ બતાવે છે. જેમ કે, ગાંધીજી તેમની “આત્મકથા'માં દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તધર્મના અમુક અનયાયીઓના પ્રસંગમાં આવતાં થયેલો અનુભવ વર્ણવે છે. અને એમ. જ બધા સંપ્રદાયમાં આવી ભ્રાંતિની તામસ ગુરુપૂજા જેવી લોકભાવના પણ પ્રવર્તે છે. જોકે, તેમાં તથ્થાંશ એટલો બતાવી શકાય કે, મૂર્તિપૂજા ઈ0ના વિધિ-ઉપચારો વડે સામાન્ય લોકો શરણ્ય અને ભક્તિના તત્ત્વમાં જ્ઞા૦-૧૧
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
પિતાની કામચલાઉલૌકિક શ્રદ્ધા એ રીતે કેળવે છે. એમાંથી જ મંદિરમસ્જિદ-દેવી-છામિ અક્સપ્લસ “પેટે ભરવાના પમ્પંચ” તથા પુરોહિત ત્પાદર્સ-મોલવી વૃત્તિ- સમાજમાં પેદા થઈ શકે છે. ગાંધીજી પેઠે કવિએ પણ હિંદમાં ચાલતા ધર્મોની લોકચયમાં આ પ્રકારનાં પાખંડી દૂષણ જોયાં હતાં. તેમ છતાં તેમણે ગુરુ અને ઈશભકિતના તત્ત્વનું હસ્યા સ્વીકાર્યું છે, અને એમ તેમણે પોતાની સાધનાના જાતઅનુભવે કર્યું, એમતે જણાવે છે
પ્રભુના પ અહેતુક અનસગ રૂપે પ્રગટ પ્રેમભાવ વૈરાગ્ય અને ધ્યાનની પર્મ કોટિ બતાવે છે. ભક્ત સર્વ ધર્મોને છોડે અને એક ઈશને ગ્રહે, એટલે કે ગ્રહે વાસુ? અલખ અવ્યક્ત છતાં સર્વવ્યાપી એવા એ ઈશને શ્રદ્ધાથી પામે તે જ ગ્રહી શકે ને? અને આ શ્રદ્ધા દિવ્ય છે. જૈનતત્ત્વ મુજબ પ્રત્યક્ષ કર્મવાદી છતાં કવિ આસ્તિક આત્મવાદી હતા : આત્મતત્વની ખોજમાં તેમણે જીવન ઝુકાવ્યું હતું. કર્વિનાં લખાણમાં આ પ્રકારને ભાવ દર્શાવતું કેટલુંય જોવા મળે છે:
વવાણિયા, વૈશાખ સુદ ૧૨, ૧૯૪૫”ના પત્રમાં (શ્રી.૧૨૧૨) “સપુરુષોને નમસ્કાર' મથાળે લખ્યું છે કે, “પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાન આત્મા પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના. પ્રાપ્ત કરી શકતો નથી. એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.”
મેહમયી, આસો વદી ૧૦, શનિ, ૧૯૪પને પરા છે (શ્રી, ૧- ૨૧૯) તેમાં કહે છે: “બીજું કાંઈ શોધ મામાત્ર એક સન્મુરૂષને શોધીને તેનાં ચરણકમળમાં ટ્વભાવ અર્પણ કરી દઈ વતર્યો : જાક પછી જે મેલ ન મળે તે મારી પાસેથી લેજે."
અને તે પાનના આગળના ફકરામાં સત્પષની વ્યાખ્યા કહે છે કે, “સત્પણ એ જ કે નિશદિન જેને આમા ઉથાવા છે શાસમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
સદ્ગુરુશરણભાવના છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુમ આચરણા છે. બાકી તે કંઈ કહ્યું જાય તેમ નથી ... આ અનુભવ-પ્રવચન પ્રમાણિક ગણ..... " ગીતાકારના પેલા શ્લોક (૪-૩૩, ૩૪) અહીં યાદ કરી શકીએ
सर्वम् कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते । तद् विद्धिं प्रणिपातेन परिप्रभेन सेवया।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः ॥ દીવો દીવાથી પ્રગટે છે, એને મળતી આ વસ્તુ કવિએ (મુંબઈ, અષાડ, ૧૯૪૭) તેમના “બિના નયનકી બાત” પામવાના આ ખેલ વિષેના તેમના એક કાવ્યમાંય કહી છે –
બૂઝી ચહત જો પ્યાસકો હે બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એ હી અનાદિ સ્થિત.
જપ તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદનો છોડ; પિછે લાગ સપુરુષકે, તે સબ બંધન તોડ.
આમ છતાં, ગુરુઓ ધોખો ન હરે એવા પાખંડી પણ હોય. આ અંગે જાણીતી રીત જાદુ ચમત્કાર વગેરે બતાવીને લોકશ્રદ્ધા જીતવાની છે. કવિની ચમત્કારી અવધાનશક્તિની એવી અસર કેટલાકની ઉપર હશે પણ ખરી. પરંતુ તેમણે (મુંબઈ, શ્રાવણ સુદ ૯, ગુરુ, ૧૯૪૭ શ્રી.૧-૩૨૯) એક પત્રમાં આ અંગે પોતાનો ચોખ્ખો મત લખ્યો છે કે, “ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી. સર્વોસમ યોગી તો એ છે કે, સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ણએ જે સર્વ પ્રકારે “સત” જ
ચરે છે, જગત જેને વિકૃત થયું છે. અમે એ જ ઇચ્છીએ
For Personal & Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪,
જ્ઞાની ભકતની પ્રતિભા " જગતમાં ગુરુશરણ્ય કે દેવપૂજાની સત્યતા વિષે શંકા નથી; જોકે તે સિદ્ધાંતના વિરોધી (મૂર્તિપૂજા સામે) સપ્રદાયો પણ ધર્મોમાં પેદા થાય છે. જેમ કે, આર્ય સમાજ, ઇસ્લામ, સ્થાનકવાસી જૈન સમાજ વગેરે. છતાં, આ પ્રકારના સાધનથી સાધનાબળ ન મળી શકે એમ ભાગ્ય કહેવાય.
આ સાધનમાં રહસ્ય એ છે કે, વ્યક્તિ કોને ગુરુ કે દેવપુરુષ. માને છે, એ મોટી વાત છે. કેમ કે, દરેક જણ પોતપોતાના સંત્ત્વ કે સ્વભાવ મુજબ શ્રદ્ધા-ભક્તિ સહેજે ધરાવે છે:
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत । श्रद्धामयोऽयं पुरुषः यो यत्श्रद्धः स एव सः॥
(ગીતા, ૧૭-૩) જેવી પોતાની કામના કે શરણ્ય-બુદ્ધિ તેવું શરણ્ય માણસ ખેળે છે, અને તે તેને મળી જ રહે છે – ____ कामैस्तै रतैः हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ।। ७- २०॥ અને તેથી જ પરાભક્તિ કે સદ્ગુરુની પ્રાપ્તિ વિરલ બને છે; કારણ કે, લાખમાં વિરલ પુરુષો જ તેવી સાચી જિજ્ઞાસા કે મુમુક્ષાવાળા હોય છે. એ જ કારણે ભકતોના પ્રકાર પાડવા શકય છે, (કે જેમ ચાર પાડીને ગીતા વર્ણવે છે).
કવિ તેમના (મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૭) એક પત્રમાં (શ્રી, ૧-૩૩૦) જીવોના પ્રકાર, આ દૃષ્ટિએ, પાડી બતાવીને કહે છે, તે એમની સદ્ગુરુ-શરણ્યની ભાવનાને સમજવામાં સારી પેઠે મદદરૂપ છે :- “આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થ કાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે.... એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય, તે તે પ્રકારે: પ્રવર્તવાને પુરુષાર્થ વારંવાર, વખતેવખત, અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય : છે; અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
સદ્દગુરુશરણની ભાવના મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણો હોય, તે તે કારણોને વારંવાર વિચાર કરવો યોગ્ય છે. .
- “..... જે પુરુષ બીજા બધા પ્રકારને વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહિ જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણ ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે.”
- કવિની આ અનુભવવાણી પોતાની સત્સંગ-સદ્ગુરુની ઊંડી ભૂખની તેમની તીવ્ર ખોજમાંથી ઝરી છે. ભક્તિનું તત્વ જ આ છે – ભગવાન ઈશુનું વાકય છે: “નૉક ઍન્ડ ઇટ વિલ બી ઓપન્ડ અ યુ’– ઈશનું બારણું ઠોકો, તો તે ઊઘડશે જ; ખોળો તે તે જડશે જ; કેમ કે, વસ્તુ પાસે જ પડી છે, તેનું ઢાંકણ જાતે દૂર કરવાપણું રહે છે. એ ઢાંકણ જ મોહક સુવર્ણમય છે; અને તેથી જ જીવો સરખા પ્રકારે પ્રયત્નવાન નથી હોતા – જેવો કામ-મોહ તેવી તેની ગુરુ-તત્ત્વ-ગતિ થાય છે. અને એ બતાવવા કવિ ઉપરના પત્રમાં આગળ તેનું નિરૂપણ કરે છે, તેથી જગતને તે કેવી નજરે જુએ છે, તે પણ બતાવે છે :
“દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે:
' “(૧) કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણને વિચાર નથી કરી શકયો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે, . “(૨) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે.
(૩) ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ સ્વરૂપને - સાક્ષી છે એવો બોધસ્વરૂપ જીવ માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે; .
એવા જીવોને ત્રીજો પ્રકાર છે.
For Personal & Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
રાખી શકાતી મતિભા - “એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાની પુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્રી, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પરિણામી જેવા ભાસતા એવા જીવો સમાવેશ : પામે છે. જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા જીવો, અથવા સ્વચ્છેદ-પરિણામી એવા પરમાર્થ માર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવો, તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય - ઉત્પન્ન થાય છે અથવા થયા કરે છે; સ્વછંદ-પરિણામ જેનું ગણિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહે છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકારે વિચાર છે. વિચારવાન છે તેને યથાબુદ્ધિએ, સદ્ગથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે બીજે પ્રકારે વિચારવા સંભારવા યોગ્ય છે.”
યોગસૂત્રો અંતર્યામી ઈશ્વર-ગુરુને પ્રણિધાન માટે કહે છે, તે સૂત્ર – તા: તરુમાવનમ્ તેનું ભાષ્ય જ કવિ ઉપર કહે છે! જ્ઞાન અને ભક્તિ વચ્ચે બહુ સૂક્ષ્મ સંબંધ છે: જ્ઞાન કોઈ બાહ્ય મંત્ર કે શાસ્ત્રવચન યા પિોથીના શબ્દ નથી. તે તો હૃદયમાં બિરાજતું આત્મ-સત્ય કે ઈશતત્વ
જ છે – “જ્ઞાને શેય જ્ઞાનસાગ્યે દૃદ્ધિ સેવી વિષ્ઠિતમ્” (ગીતા, ૧૩૧૭). એને અનન્ય ને ઉત્કટ ભાવે ઝંખવું, જેથી તદનુસાર જીવનશુદ્ધિ અને જીવનપલટો સહજભાવે થાય છે; – ભક્તિભાવનું તત્ત્વ એ જ છે. એટલે, જ્ઞાનને પહોંચવાનું સર્વગમ્ય સાધન એ માટેની અનન્ય જિજ્ઞાસા-ભક્તિ કે અંતરની તે માટેની ઉત્કટ પ્રેમભાવના છે. તેથી જ, જેમ કે, મીરાંબાઈએ કૃષ્ણની પૂજા કરતાં કરતાં ગાયું છે – “અસુવન જલ સીંચ સીંચ પ્રેમબેલ જોઈ.”– આવી પ્રેમભક્તિથી અંતરમાંથી ઈશકૃપા ઝરે છે – “કૃતકૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે.”
કવિ આ માર્મિક વસ્તુ (રાળજ, ભાદરવા સુદ ૮, શુક, ૧૯૪૭) ઉપરના પત્ર પછી, બીજા એક જણને લખેલા પત્રમાં આમ ટૂંકમાં લખે છે (શ્રી ૧-૩૩૧):
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
આશા સારા હિના “ જાને જેવી શામીની રિલાસા ની ભક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના, શાન શુન્યજ છે; મિનાકીને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યમની શાશને લીધ; અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે જ્ઞાની પાસે શાન ઇચ્છવું ને કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચછ એ પરમ ફળ છે. વધારે શું કહીએ .”
રાળજ, ભાદ, ૧૯૪૭માં આ સDયે લખેલા એક કાવ્યમાં (શ્રી.૧-૩૩૪) શાસ્ત્રજ્ઞાન અને સત્પરુષ પાસેથી મળતા જ્ઞાનની ભક્તિ વિષે કહે છે –
જ નહિ ગ્રંથ માંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાનમંતિકવિ-ચાતુરી; નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન અહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નીમાં કળો
નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનને આમળે.
ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર - મિથ્યાત્વનાં; શ્રીનંદીસૂત્રે “ભાખિયા છે, ભેદ જયાં સિદ્ધાન્તના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે કરો.
“જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય; થોડો અથવા ઘણે પ્રકાશ, પણ પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નિવડે છે.” (શ્રી.૧-૩૩૫).
“આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે; કારણ કે, ભગવાનના ગુણ એવા છે.” – એ અર્થને ભાગવત (૧-૭-૧૦)ને શ્લોક એક પત્રમાં ટાંકી પોકલ્યો છે –
For Personal & Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮ જ્ઞાની ભક્તની પ્રતિભા
आत्मारामाश्च मुनयो निर्ग्रन्था अप्युरुक्रमे ।
યુવન્તિ મહૈતુ મમ્, ચૈમૂત ગુણો હરિક ' , , “જીવને જયાં સુધી સંતને જોગ ન થાય, ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. (શ્રી ૧-૩૩૭)
આથી જ્ઞાન કે ભક્તિનો ડોળ-દેખાડો સંભવે છે. જેની સામે મુમુક્ષુ જીવે જાતે જાગ્રત રહેવાનું છે: “જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.” (શ્રી,૧૩૩૬)
તત્ત્વદશ જ્ઞાનીનું શરણ્ય કે તેની ભક્તિ સાધનામાં કેવું અમૂલ્ય સાધન છે, તે દર્શાવતે બીજો એક ટૂંકો પત્ર (મુંબઈ, અષાડ સુદ ૧, સેમ, ૧૯૪૭) અંતે જોઈએ:
ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિને વિસ્તાર મોટો છે, તે પણ ટૂંકમાં લખ્યું છે:
(એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે ગ્ય કાળ છે. સ્વરૂપ-ચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે.
“વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શુચિ છે.” (શ્રી.૧-૩૨૩)
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
જૈન પ્રતિમા-પૂજા અને ઈશ્વર-ગુરુ-ભાવ
ભક્તિભાવ કેળવવાને માટે આલંબન રૂપે, શરીરધારી સંત-મહંત કે ગુરુથી માંડીને ઐતિહાસિક કે અવતારી અને પૌરાણિક વિભૂતિઓ અથવા કલ્પનામૂર્તિઓ સુધીનું યથારુચિ કોઈ ને કોઈનું ગ્રહણ થાય છે. અને સમાજમાં તેને સંસ્થાગત કે સામાજિક રૂપ આપવાને માટે મંદિર અને મૂર્તિ કે પ્રતીક રૂપે અર્ચન-પૂજન દ્વારા ભક્તિભાવ કેળવાય, તેવી ધર્મ-વ્યવસ્થા થાય છે.
તેમાં ભયસ્થાન પણ છે જ, કે જે વસ્તુ પણ જગતના ધર્મઇતિહાસમાં એટલી જ અંકિત થઈ છે. જેમ કે
પ્રતિમાપૂજા જડ બૂતપરસ્તી ભરેલો હીન ઈશ્વરભાવ કેળવે, એવા તે સામેના આક્ષેપથી, તેના વિરોધના દાખલા ધર્મોના ઇતિહાસમાં ઘણે જૂનેથી મળે છે. તેમ છતાં મૂર્તિ કે અમૂર્ત રૂપે એ પ્રકારને પૂજાભાવ પણ એવો જ સ્થિરભાવ છે: નામરૂપવાળા પ્રતીકનું આલેબન માનવચિત્તાની જ એક જરૂરિયાત છે. તેથી ભૂતપરસ્તીના વિરોધ છતાં કોઈ ને કોઈ રૂપે આ ભાવદર્શક પ્રતીક-પ્રતિષ્ઠા-પૂજા સર્વત્ર જોવા મળે છે. આથી, જેમ કે, શ્રી. રાજાજી જેવા આસ્તિક બુદ્ધિવાદીએ લખ્યું (સ્વરાજ્ય', તા. ૯-૩-'૬૮) તે સાચું છે કે:
ઈશ્વર કંઈ અમુક સત્ય જ નથી, પરંતુ એક આવશ્યકતા છે. માણસ ઈશ્વર વિના કે ઈશ્વરભાવથી પૂજવા માટે કોઈ અવેજ વિના નભી શકે નહિ. આપણા કેટલાક પ્રાચીન ધર્મ-પુરુષોએ પોતાના તર્કવાદને આધારે ઈશ્વરને અળગો કર્યો, ત્યારે, જેને અને બૌદ્ધોએ
૧૬૯
For Personal & Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા કર્યું તેમ, લોકોએ પોતાના ગુરુઓને અને આચાર્યોને ઈશ્વર તરીકે પૂજવા માંડયા. આધુનિક યુગમાં, જ્યારે ઈશ્વરને માનવની વિચારસરણિમાંથી બાકાત રાખવામાં આવ્યો છે, ત્યારે પણ, બીજી કોટીના સાધનથી ઈશ્વર-પૂજાની કામના સંતોષવામાં આવે છે; - જેમ કે, પોતાના દેશને કે પિતાની ભાષાને કે કોઈ અટળ-અફર સિદ્ધાંતને ઈશ્વરની કોટીએ સ્થાપી દેવામાં આવે છે. કારણ કે, કોઈ ને કોઈને પૂજવું-અર્ચવું
એ માનવ જીવનની આવશ્યકતા છે. એમ તે કોઈ પણ બાબતની -અર્ચના સામાન્ય રીતે સારી અને બિન-હાનિકર કહેવાય, પરંતુ ઈકવરને - સ્થાને ધન-દોલતને સ્થાપવી, એ તો બહુ હાનિકર અવેજ છે.”
જૈન પરંપરામાં આ મુદ્દા ઉપર તેના સમાજમાં બે મોટા ભાગ જ પડેલા જોવા મળે છે. કવિ તે ધર્મપરંપરામાં વિશેષ આસ્થાવાળા અને તેની સુધારણા કરવાના મારથી હતા. તેથી આ બાબતમાં તેમની વૃત્તિ કેવી હતી, તે જોવું ઘટે.
જૈન પરંપરામાં બે ભાગ છે– મૂર્તિપૂજક અને મૂર્તિપૂજક નહિ એવા સ્થાનકવાસી. ભક્તહૃદય કવિની રુચિ પહેલા પ્રત્યે છે, એમ તે સ્પષ્ટ કહે છે:
. સઘળા મતેમાં મુખ્ય વિવાદ:- એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે; બીજા તેને કેવળ ઉત્થાપે છે. બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધના ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે, પ્રથમ પક્ષ સત્ય છે; એટલે કે, જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણેક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે....... મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો, એ માટે મારું કહેવું નથી; પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય છે તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું કે,
For Personal & Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
જૈન પ્રતિમાને ઈશ્વર-ગુરુ-ભાવ ૧
કેટલાંક પ્રમાણે આગમના સિદ્ધ થવા માટે પરંપરા અનુભવ ઇત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જે તમે કહેતા હો તે, આખા જૈન દર્શીનનું પણ ખંડન કરી દર્શાવું પણ તેમાં કલ્યાણ નથી. સત્યવતુ.
જ્યાં પ્રમાણથી, અનુભવથી સિદ્ધ થઈ, ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ મૂકી દે છે....” (શ્રી ૧- ૧૯૫).
મતલબ કે, ઉપારાના કે ભક્તિભાવને કવિશ્રી અનુભવે જાણે છે કે, સાધના માટે તે ઉપકારક છે. તેથી જ તે વૈષ્ણવોચિત ઈશ્વરશ્રદ્ધા સુધીની વૃત્તિ કેળવે છે. અરે, જૈન દર્શનમાં આ ભાવવૃત્તિનું સમર્થન નથી, તેથી તેનું ખંડન કરવા સુધીની તર્કશક્તિ દોડાવી શકે છે: દાવત, જેમ કે, “સર્વાત્મા હરિને નમસ્કાર” મથાળે (મુંબઈ, ફાગણ સુદ ૧૩, સોમ, ૧૯૪૭) શ્રી. સોભાગચંદને લખેલા પત્રમાં એવું જોવા મળે છે કે –
“.... જેનની બાહ્ય શૈલી જોતાં તે અમે તીર્થકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતાં ભ્રાંતિમાં પડીએ છીએ. આને અર્થ એવો છે કે, જૈનની અંતર્શેલી બીજી જોઈએ. કારણ કે, “અધિષ્ઠાન’ વગર આ જગતને વર્ણવ્યું છે, અને તે વર્ણન અનેક પ્રાણીઓ, વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ, તે એમ લાગે છે કે, તીર્થંકરદેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે. અને લોકો સર્વ કાળ એવું માની બેઠા છે, જેથી ભ્રાંતિમાં પડ્યા છે. ગમે તેમ છે, પણ.... જૈનની કથની ઘસાઈ જેઈ, અધિષ્ઠાન' વિષયની ભ્રાંતિ રૂ૫ ખરાબે તે વહાણ ચઢયું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે.
“તીર્થંકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર આ જગત વર્ણવ્યું છે તેનું શું કારણ? શું તેને “અધિષ્ઠાન'નું જ્ઞાન નહીં થયું હોય? અથવા અધિષ્ઠાન”
For Personal & Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨ - ! જ્ઞાની ભકતની પ્રતિભા : - નહીં જ હોય? અથવા કોઈ ઉદેશે છુપાવ્યું હશે? અથવા કથનભેદે પરંપરાએ નહીં સમજાયાથી “અધિષ્ઠાન' વિષેનું કથન લય પામ્યું હશે? આ વિચાર થયા કરે છે. જોકે તીર્થંકરને અમે મેટા પુરુષ માનીએ છીએ, તેને નમરકાર કહીએ છીએ, તેના અપૂર્વ ગુણ ઉપર
અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ કે, “અધિષ્ઠાન - તો તેમણે જાણેલું, પણ લોકોએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાંખ્યું. * . . . . . . - “જગતનું કોઈ ‘અધિષ્ઠાન' હોવું જોઈએ, એમ ઘણાખરા મહાત્માઓનું કથન છે. અને અમે પણ એમ જ કહીએ છીએ કે,
અધિષ્ઠાન” છે, અને તે “અધિષ્ઠાન તે હરિ ભગવાન છે. જેને - ફરી ફરી હૃદય-દેશમાં જોઈએ છીએ. ‘અધિષ્ઠાન’ વિશે તેમ જ ઉપલાં - કથન વિશે સમાગમે અધિક સત્યથા થશે. લેખમાં તેવી આવી શકશે - નહીં. માટે આટલેથી અટકું છું.” (શ્રી,૧ - ૩૦૬ ) - આમ તે જૈન પરંપરામાં ઈશ્વર વિષેની નારિતક બુદ્ધિનો નિષેધ કરે છે, પ્રતિમાની પૂજાને મદદરૂપ તયા સત્ય સાધન ગણે છે, અને હરિ ભગવાન કે શ્રીકૃષ્ણ રૂપે તેને નમન કરે છે.
એ જ પત્રમાં આગળ શ્રીકૃષ્ણ અંગે લખે છે તેમાં કહે છે –
“શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જેનાથી પણ જાણી શકાય છે. અને ભાગવતાદિકમાં - તે જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે, તે તો પરમાત્મા જ છે. પરમાત્માની - લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે.
આ વાત અમને બહુ પ્રિય છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ | ચર્ચશું. લખ્યું જતું નથી....”
આમ જણાવતાં છતાં, ‘અધિષ્ઠાન' વિષેના આ પત્રને સમારોપ * કરતાં છેવટે કવિ લખે છે:
For Personal & Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
જૈન પ્રતિમાપૂજા અને ઈશ્વર-ગુરુ-ભાવ ૧૭૩ - “જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે; જીવ રૂપે અનેક છે. આટલો ખુલાસો લખ્યો છે, તથાપિ તે અધૂરો રાખ્યો છે. કારણ, લખતાં કોઈ તેવા શબ્દો જડ્યા નથી. પણ આપ સમજી શકશો, એમ મને નિઃશંકતા છે.
“તીર્થકર દેવને માટે સખત શબ્દો લખાયા છે, માટે તેને નમસ્કાર.”
આ પ્રકારની ભક્તિમાં ભયસ્થાન મોટું છે અને તે એ કે, અવ્યક્તરૂપ હરિને વ્યક્ત માનીને મોહમાં પડાય. તત્ત્વત: જોતાં, એ જ સૂક્ષ્મ કારણે જે કોઈ મૂર્તિપૂજાનો વિરોધ થયો છે, તે સંભવે છે. અને તેથી કરીને, જેમ કે, ગીતા કહે છે –..
- “અલ્ય મિર્નમ્
' મન્યને મામ્ યુદ્ધયઃ || જડ અને ચેતનનો સંજોગ આ જગતના મનુષ્ય સંસારરૂપે જોઈએ છીએ, તે જ મૂળ કોયડો છે. એ સંજોગને જ ગીતાકારે. ઈશ્વરી યોગમાયા ઇ૦ શબ્દોથી વર્ણવ્યો છે. આ સંજોગ મનુષ્ય પોતાના સત્ય સ્વરૂપને પામીને જ આત્મદૃષ્ટિથી સમજવાનું છે; તેથી એ સંજોગ જ “બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત” – જેવીવિચિત્રતા છે. તે અંગેના પણ કવિએ લખેલા દોહરા (પ્રભુભક્તિના દોહરા ઉપર જોયા તે જ દિવસે તે જ રાળજ સ્થળે લખાયેલા) મળે છે, તેમાં “આ અચરજની વાત” (શ્રી.૧-૩૨ ૩-૪) લખી છે:
“જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છડી આપ સ્વભાવ.
જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; . . પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ? : , . જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય;
બંધ મોક્ષ તો ઘટે નહીં, નિવૃત્તિના પ્રવૃત્તિ ન હોય, ' ',
For Personal & Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
સાક્ષી મલિકના બંધામા સંયોગથી જયાં વસે આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવ, ભાખે જિન ભગવાને વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ એજ્ઞાન પણ જડતા નહિ આત્મમે, એ સિદ્ધાંત પ્રમાણ ગ્રહ, અરૂપી રૂપીને એ અચરજની. વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત.
જડ ચેતન સંજોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત.
હેય તેહને નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.”
અને એ જ ભ્રાંતિનું બીજસ્થાન છે – ભક્તિમાં ભયસ્થાન છે, તેથી -ગુરુ દ્વારા ભક્તિમાં પ્રયાણ કરવું જોઈએ, એમ કવિ ભારપૂર્વક કહે છે:
ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. ” (શ્રી ૧-૩૨૩).
આ જ દોષને (મુંબઈ, ફાગણ સુદ ૫, રવિ, ૧૯૪૭) એક પત્રમાં વળી વધુ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવ્યો છે :
“અભેદદશા આધ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા - ઇચ્છે છે, તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કથ્વી; અને પિતાની અહંરૂપ ભ્રાંતિને -પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચવાના ઉપભેગની ઇચ્છા
For Personal & Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
જૈન પ્રતિમાપૂજા અને ઈશ્વર-ગુરુભાવ ૧૭૫ ન્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે પુરુષના શરણ જેવું એક્ટ ઔષધ નથી.......” (શ્રી.૧-૩૦૨)
અને પુરુષનો મહિમા ગાતાં, આથી કરીને, કવિની કલમ આ કાળે થાકતી જ દેખાતી નથી. ઉપરના પત્ર અગાઉ થોડા જ દિવસ પર (મુંબઈ, ફાગણ સુદ ૪, શનિ, ૧૯૪૭) – “પુરાણ પુરુષને નમોનમ:” (શ્રી ૧-૩૦૧-૨) – એ મથાળે લખેલો પત્ર છે, તેમાં કહે છે:
“ હે પુરુષ પુરાણ! અમે તારામાં અને સપુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે, તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું અમને સપુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. ... હે નાથ, તારે ખોટું ન લગાડવું કે, અમે તારા કરતાં પણ પુરુષને વિશેષ સ્તવીએ છીએ; જગત આખું તને. સ્તવે છે, તો પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને કયાં સ્તવનની આકાંક્ષા છે; અને ક્યાં તને ન્યૂનપણું છે?...”
આ ભાવથી કવિએ નિગ્રંથ એવા મહાવીર સ્વામી રૂપે ભગવાનને અંતરમાં આરાધ્યા હતા; એમ છતાં શ્રીકૃષ્ણ રૂપે પણ પોતાના હૃદયદેશમાં પ્રભુને તે ભજતા હતા: કવિની ભક્તિને આ પ્રકારનો યોગ તેમના જ્ઞાનયજ્ઞની સાથે લક્ષમાં લેવો જોઈએ. એ જ એમની સાધનાની અનુંભવપૂત વિશેષતા જોવા મળે છે.
For Personal & Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
જીવ, જગત, અને તેનું અધિષ્ઠાન કવિશ્રી આમ જ્યારે ભક્તિ વિષે જાણે-સમજે-અને-લખે છે, ત્યારે એ ભૂલવું ન જોઈએ કે, ભક્તિભાવની તેમની દૃષ્ટિ, લોકોમાં કેટલીય સામાન્ય જોવા મળતી વેવલી રીતની નથી. તેની કાવ્યમય જીવનપદ્ધતિના બાહ્ય કલેવરને નહિ, પણ ભાગવત ધર્મનું તત્ત્વ પામીને – તેના સૂક્ષ્મ તથ્યને જોઈને, જ્ઞાનપૂત ભક્તિની સર્વ-સમર્પણતા તે કહે છે. “મુંબઈ, ફાગણ વદ ૧૪, બુધ, ૧૯૪૭”ને એક લેખ આ વિષેનો તેમનો (શ્રી,૧-૩૦૯) સંઘરાયેલ છે, તેમાં પરમાત્માની ભક્તિનું રહસ્ય શું છે તે બતાવતાં કહે છે:- ,
“હમમાને ત્રિતે
विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति
___ तत्र तत्र समाधयः॥ “હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી, – એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.”.
આપે એક વાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું હતું તે સંબંધમાં વધારે વાત તે સમાગમ થઈ શકે તેમ છે; અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. તે પણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું.
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી એ પરાભક્તિ છે.
૧૭૬
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
છવ, જગત, અને તેનું અધિષ્ઠાન પરમ મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ 'પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવ્ય જીવને
એ લય આવવી વિકટ છે; એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવા દેહધારી પરમાત્માને તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં એજ્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐકયભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તે પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ – જ્ઞાની-રૂપ પરમાત્માની – ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે, એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં, ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે. અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ટિ મંત્રમાં “નમો અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે, પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” - શ્રીમદની અધ્યાત્મ-સાધનાના અભ્યાસીઓએ તેમની આ વાત ખાસ નેધવી જોઈએ. આ પ્રકારની ભક્તિભાવના સિદ્ગુરુ અને
૧. સરખાઃ ગીતા, અ૦૧૨-૫, ૬ ...અવ્યl fહ જતિઃ દુઃa હરિ અવાથતે......
૨. સરખાવઃ ગીતા અ૦૭-૧૭, ૧૮ જ્ઞાન વામૈવ મે મતન્.... બાળ-૧)
For Personal & Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા નિગ્રંથ પ્રભુ મહાવીર પ્રત્યે જ નહિ, પરંતુ ગીતા અને ભાગવત વ્યક્ત રૂપે પરમાત્માને ભજવાની વસ્તુ નિરૂપે છે, તેને પણ શ્રીમદે અંગીકાર કર્યો છે. અને આ એટલે સુધી કે, એક તેમના પત્રમાં જૈન તત્વ અને શ્રદ્ધા-દર્શનમાં આ પ્રકારનો સ્વીકાર નથી, તેની તેમણે (ઉપર જોયું તેમ,) “સખત શબ્દો”માં આલોચના કરી છે.
જે. અને વૈષ્ણવ મતમાં આ ફેર વિશે કેટલુંક અગાઉ આપણે એક પ્રકરણમાં જોયું છે. તેમાં વિશદતાને ઉમેરો કરતું આ નિરૂપણ શ્રીમદ્ભાં આ (૨૪મા વર્ષના) સમયનાં લખાણોમાં અનેક વાર અને વિવિધ રૂપમાં મળે છે.
દાવત, “અધિષ્ઠાન” વિષે ચર્ચાને પત્ર લખતાં શરૂમાં અધિષ્ઠાન'ની ભાવના વિષે તત્ત્વ-દૃષ્ટિ શી છે, તે પણ તેમણે લખી છે –
“સ’ સત્ છે, સરળ છે, સુગમ છે; તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.
સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે.
“ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક “સ” જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે, તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી.
લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાન જણાતું નહોતું, તે દેખાય છે અને ક્ષણમાં ઘણાં દીર્ધ વિસ્તારવાળાં રૂપ લય - ૧. તે પત્ર “જૈન પ્રતિમાપૂજા અને ઈશ્વર-ગુરુ-ભાવ' પ્રકરણમાં (પા. ૧૭૧ - ૩ ઉપર) છે, ત્યાં જુઓ. - ૨. સરખાવે. ગીતા, અ૦૨-૧૬, ૧૭ ઈ.
For Personal & Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
જીવ, જગત, અને તેનું અધિષ્ઠાન ૧૭૯ પામ્યાં જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તવું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે; પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું. એ રૂપ “સ” નહીં હોવાથી, ગમે તે રૂપે વર્ણવી, તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળ-જીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગ-જીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ “સ” તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. “ભ્રાંતિ'નું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે, તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક? – એમ વિચારતાં, વિચારતાં, એને એક ભ્રાંતિને વિષય જાણી, જ્યાંથી “સ”ની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી, એમ સમજી તે શોધી – શરણાપન થઈ “સ” પામી “સ”રૂપ હોય છે.”
| ગીતાકાર “જ્ઞાન વિજ્ઞાન સહિતમ પવિત્ર ઇદમુત્તમમ્” કહીને જે રાજગુહ્ય (અ) ૭ થી માંડીને અ૦ ૧૧ સુધીમાં જે “અધ્યાત્મ'સંન્નિત) નિરૂપે છે, તેનો જ સરળ અનુભવ-જન્ય ગુજરાતી પર્યાય શ્રીમદ્ આમ રજૂ કરે છે. અને એની પુનરુક્તિ અનેકવિધ રીતે આ કાળે લખાતા પત્રોમાં થયેલી જોવા મળે છે. કબીરજી જેને “ઘૂંઘટનો પટ’ કહે છે, તે આ જગત રૂપી ભ્રાંતિ-આવરણ જ છે: તે પટ આ કાળમાં શ્રીમદ્ભા અંતરમાંથી ઊંચકાતાં જે સાક્ષાત્ સમજાયું છે, તે જ આ મર્મસ્પર્શી વાક્યોમાં ઊતરેલું લાગ્યા વગર રહેતું નથી. જેમ કે,
થોડા જ દિવસ અગાઉ “મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ના પત્રમાં લખ્યું છે. (શ્રી,૧-૩૦૦):- .
“સત” જે કંઈ છે, તે “સ” જ છે; સરળ છે, સુગમ છે; " અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ જેને ભ્રાંતિરૂપ, આવ ખતમ વર્તે છે, તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય?.
For Personal & Private Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં હોય, કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણ-તિમિર. જેને છે, એવાં પ્રાણીની કલ્પનાની કોઈ પણ કલ્પના “સત’ જણાતી નથી, અને “સત્ની નજીક સંભવતી નથી. “સ” છે; તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદુ) છે; કલ્પનાથી “પર” (આઘે). છે; માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સત્’ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ
થાય.”
આ પ્રમાણે તત્ત્વ-સિદ્ધાન્ત કહીને તેની પ્રતીતિની દૃઢતા બતાવતું નીચેનું આગળ તે પત્રમાં લખ્યું છે :
આ જે વચને લખ્યાં છે, તે સર્વ મુમુક્ષને પરમ બંધનરૂપ. છે, પરમ રક્ષક-રૂપ છે; અને તેને સમ્યક પ્રકારે વિચાર્યોથી પરમ પદને આપે એવાં છે. એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પદર્શનનું સર્વોત્તમ તત્ત્વ, અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. માટે ફરી. ફરીને તેને સંભારજો, વિચારજો, સમજજો – સમજવા પ્રયત્ન કરજો, એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય. કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં ‘સ” જ કહ્યું છે. એ સમજવા માટે ઘણો જ વખત ગાળો.” (શ્રી.૧-૩૦૦).
વસ્તુ એ છે કે, સાધકે તેના જીવનમાં “સત’ વિષેની ઉપર વર્ણવેલી દૃઢ પ્રતીતિ પ્રાપ્ત કરવી જોઈએ; એને ગર્ભાઈ એ થયો કે, જગત અને તેમાં પ્રવર્તતા પિતાના લોકજીવન પ્રત્યે તે અમુક અચૂક દૃષ્ટિ-ભાવ લાભો હશે. આ જ દૃષ્ટિભાવને સારાંશ ગીતાકાર તેની જ્ઞાન-વિજ્ઞાન-નિરૂપણની કથામાં ત્રણ સૂત્રપદોમાં કહે છે- “ મૂર્ત શો માવઃ”; “પુષ: ૨ પર્વવત્ત”; અને “સ્વમશઃ અધ્યા
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
જીવ, જગત, અને તેનું અધિષ્ઠાન -મ”:- જગતની સચરાચરતાનો સાર ક્ષરતા છે; તેમાં પ્રવર્તતા
દૈવત રૂપી પુરુષાર્થને સાર જીવાત્મા પુરુષ છે; અને આ પુરુષને પિતાનો મૂળભાવ “સ” એવો આત્મા છે. એમાં પહેલાં બે અનુભવ
સ્થાન મેળવતાં જ તે ચરક્ષર-જગત રૂપી સંસારના અધિષ્ઠાન તરીકે તેમાં સૂત્રમણિગણવત્ રહેલો તેના કર્તા-હર્તા-ભર્તાપણાના તત્વરૂપે અચલઅક્ષર-જગદીશ-ભાવ રહેલો છે, તે પામવો અને અંતરની ઊંડી અનુભૂતિની દૃઢતાને જોરે કળી લઈને આત્મસાત – આત્મવત્ કરવો જોઈએ છે. અધિદેવતના જ પરમાર્થ રૂપે આ અધિયજ્ઞ-ભાવ છે, જે આ બધાનું પરમ ધામ – પરમ અધિષ્ઠાન – પરમ સત્ય-રૂપ પરમેશ્વર છે. શ્રીમદ્ આ સમયે (સં. ૧૯૪૭) આ પ્રકારની પ્રતીતિ ઉપર પહોંચી ચૂકે છે; જે કાળને તેમણે પછી લખેલા પિતાના આત્મકથન-કાવ્યમાં આમ વર્ણવ્યો છે –
“ઓગણીસેં ને સુડતાલીસે
સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા,
નિજ સ્વરૂપ અવભાસ્યું રે.” આ જ સ્થિતિને ગીતાકાર “સ્થિતપ્રજ્ઞા' કહે છે; – કે જે સ્થિતિ શ્રત-શ્રોતાવ્યાદિથી પેદા થતે જે કુલ મેહ-કલિલ છે, તેમાંથી નિર્વેદ પામ્ય પ્રાપ્ત થાય છે (અ) ૨- પર, ૫૩ ૮૦). શ્રીમદ્ આ વર્ષે આ પ્રકારનું સ્થિત પ્રજ્ઞાન અને તેમાંથી સહજભાવે સાંપડતી આત્મશ્રદ્ધા તેમ જ દૃઢતા પામે છે, અને “નિજ સ્વરૂપ ” જે આત્માનું સ” છે, તેની ઝાંખી કરે છે.
આ કાળે લખેલે બીજો એક પત્ર (મુંબઈ, ફાગણ સુદ ૫, રવિ, ૧૯૪૭) જોઈએ તો જગત વિષે સીધું તેમાં બયાન કરીને કહ્યું છે :
અભેદ આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે
For Personal & Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જ્ઞાની ભકતની પ્રતિભા : રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અરૂપ ભ્રાંતિને. પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે સત્પરુષના શરણ જેવું એ ઔષધ નથી. આ નિશ્ચય વાત બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, હું અનુગ્રહ કરી એને તારી ગતિ આપ, એ ઉદ્ગાર નીકળે છે....” (શ્રી ૧૩૦૨) *
આ જ દિવસે માં લખાયેલી “ સત” એવે મથાળે એક : નેધ (શ્રી,૧ - ૩૮૩) મળે છે, તે પણ આ જ આત્મપ્રતીતિ રૂપે જગત અને “સત્’ વિષે નીચે પ્રમાણે નિરૂપણ આપે છે :
સત” આ જે કંઈ જોઈએ છીએ, જે કાંઈ જોઈ શકાય એવું છે, જે કંઈ સાંભળીએ છીએ, જે કંઈ સાંભળી શકાય તેવું છે, તે સર્વ એક સત્ જ છે.
જે કંઈ છે તે સત્ જ છે, અન્ય નહીં. તે સત્ એક જ પ્રકારનું હોવાને યોગ્ય છે.”
તે જ સત જગત-રૂપે બહુ પ્રકારનું થયું છે, પણ તેથી તે કંઈ સ્વરૂપથી રયુત થયું નથી; સ્વરૂપમાં જ તે એકાકી છતાં અને કાકી હોઈ શકવાને સમર્થ છે. એક સુવર્ણ, કુંડલ, કડાં, સાંકળાં અને બાજુબંધ આદિક અનેક પ્રકારે હોય, તેથી તેમાંથી કંઈ સુવર્ણપણું ઘટતું નથી. પર્યાયાન્તર ભાસે છે. અને તે તેની સત્તા છે. એમ આ સમસ્ત વિશ્વ તે “સત્'નું પર્યાયાંતર છે, પણ “સ”-રૂપ જ છે.”
આ સમયના શ્રીમદ્ભા પરાયવહારમાં આવી તેમની આત્મસ્થિતિ અને પરાભક્તિ માટેની અતીવ ઝંખના ટપકતી જોવા મળે છે. તેમાંથી એક બે ખાસ લાક્ષણિક લાગે એવા ઉતારા નીચે પ્રમાણે છે:
For Personal & Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
જીવ, જગત, અને તેનું અધિષ્ઠાન ૧૮૩ મુંબઈ, વૈશાખ વદ ૩, ૧૯૪૭ના એક પત્રમાં પોતાની પ્રભુમય દશા વિષે મિત્ર શ્રી. સભાગભાઈને કહે છે – “ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારનાં બધાં કાર્ય, ઘણું કરીને, અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિ-જોગ વર્તે છે, તેને પણ સમાધિ-જોગ માનીએ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગમાં તેમ થાય તો પણ હાનિ માની નથી..... એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે, અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિને પરમ અનુગ્રહ કારણ છે, એમ માનીએ છીએ. એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત. યથોચિત સમાધિયુક્ત નહિ થાય, એમ લાગે છે; અત્યારે તે બધુંય. ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર. ભાસે છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે.
જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને એનું પરિણામ એમ આવશે. કે, જ્યાં જેને રૂપે ઇચ્છીએ તેવે રૂપે હરિ આવશે, એવો ભવિષ્ય કાળ ઈશ્વરેચ્છાને લીધે લખ્યો છે.........” (શ્રી ૧-૩૨૦)
વિશ્વરૂપદર્શન કરાવતાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે (ગીતા અ૦ ૧૧-૭) –
અહંકસ્થ જગત્ કૃત્રને
પશ્ચાદ્ય સચરાચરમ્ | મમ દેહે ગુડાકેશ
યત ચાન્ય દ્રષ્ટ્રમ ઇચ્છસિ | એના ભાવને મળતી ઉપર પ્રમાણે પોતાની (“વાસુદેવ: સર્વમ ઇતિ” - અનુભવવાની) દર્શન-ભૂખ નિરૂપીને શ્રીમદ્ એ જ પત્રમાં અફસ
કરે છે કે:
For Personal & Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતના પ્રતિભા , “તે પૂર્ણસ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એ કઈ પણ પુરુષ હાલ નથી દેખાતે, એનું શું કારણ હશે? તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષુતા કોઈની જોવામાં આવી નથી, તેનું શું કારણ હશે? કવચિત તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તે ત્યાં અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષને લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય?...”
શ્રીમનું આ અધિષ્ઠાન-દર્શન અથવા “વિશ્વરૂપદર્શન', અને તેને આધારે ઉત્પન્ન થતી તીવ્ર મુમુક્ષા અને પરા ભક્તિ, અને વિદ્યમાન પોતાના સમયના લોકોમાં તેનો અભાવ જોઈને થતે અફસ (જે ઉપર તેમણે વ્યક્ત કર્યો છે,) - આ વિષે કાંઈક વિશેષ પૃથગ્વિચાર કરવાથી શ્રીમદ્ભી આ સમયની અધ્યાત્મ-દશાનો ચિતાર કાંઈક વધુ વિશદ આવી શકશે. તે અલગ પ્રકરણ રૂપે જોવું ઠીક થશે.
For Personal & Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
૨૮ કાલ-દર્શન અને મુમુક્ષુતા “કરાળ કાળ હેવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતું નથી....... સધર્મને જોગ પુરુષ વિના હોય નહીં, કારણ “અસ”માં “સત” હોતું નથી. જ્યારે એમ છે ત્યારે સદ્ધર્મ-રૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી, ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે?......
“અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે, જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે “પરમ સત્સંગ' કહીએ છીએ, કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી.....” (“રાજબોધ’– પૃ૦ ૬૪) આ જગતનું સ્વરૂપ પારખવા માગનારે તેના ભર્યા-ભાદર્યા જીવનમાં તેની જ જોડાજોડ પ્રવર્તતું કાલરૂપ મરણ પણ પામવું જ જોઈએ; તે વિના જગતને સાચો ક્યાસ ન જ આવી શકે. જન્મમરણના બે ખીલા વચ્ચે જ પસરેલ જીવનપટ જોવા બસ નથી: જગતનું ને પોતાનું સત્ય સ્વરૂપ પામવા માગનાર જીવાત્માએ સાંપરાય-દૃષ્ટિ કરવી જ પડે. અને તેથી જ, દાત૭, જીવોને ઈશના કાળમુખમાં ચવાતા ખવાતા જોઈને, સારાંશે કહો કે, મરણને જોઈને મૂંઝાયેલા અર્જુનને શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે કે, હું લોકક્ષયકૃત કાલ-પ્રભુ પણ છું, તે તું ભૂલ મા.
૧૮૫
For Personal & Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા શ્રીમદ્ રાજચંદ્રનું પુનર્જન્મ-દર્શન આગળ વધીને જીવનનું આ કાળદર્શન પણ આત્યંતિક રૂપે પામે છે; અને એનું બહુ સરળ ભાષામાં.. અને ટૂંકમાં તેમણે આ સમયે એક પત્રમાં કરેલું સુંદર વિવેચન જોવા જેવું છે; – કે જે પરથી બૌદ્ધ વિજ્ઞાનવાદની ક્ષણભંગુરતા અથવા આધિભૌતિક ક્ષરભાવ સહેલાઈથી સમજાય છે.
“વવાણિયા, આસો સુદ, ૧૯૪૭”થી “પરમ પૂજ્ય શ્રી. સુભાગ્ય ’ને (તેમના એક પ્રશ્નના જવાબમાં) શ્રીમદે કાળના સ્વરૂપ વિષે લખ્યું:: ““કાળ’ શું ખાય છે, તેને ત્રણ પ્રકારે ઉત્તર લખું છું:
સામાન્ય ઉપદેશમાં, કાળ, શું ખાય છે, તેને ઉત્તર એ છે કે, તે પ્રાણીમાત્રનું આયુષ્ય ખાય છે.' . વ્યવહાર-નયથી કાળ “જૂનું' ખાય છે. - “નિશ્ચય-નયથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે.
“છેલ્લા બે ઉત્તર વધારે વિચારવાથી બંધ બેસી શકશે. “વ્યવહારનયથી કાળ જૂનું” ખાય છે' એમ જે લખ્યું છે, તે વળી નીચે વિશેષ સ્પષ્ટ કર્યું છે:
““જૂનું’ એટલે શું? એક સમય જે ચીજને ઉત્પન્ન થયાં થઈ, બીજો સમય વર્તે છે, તે ચીજ જૂની ગણાય છે. (જ્ઞાનીની અપેક્ષાથી) જે ચીજને ત્રીજે સમયે, ચોથે સમયે, એમ સંખ્યાતઅસંખ્યાત સમયે – અનંત સમયે કાળ બદલાવ્યા જ કરે છે. બીજા. સમયમાં તે જેવી હોય, તેવી ત્રીજા સમયમાં ન હોય; એટલે કે, બીજા સમયમાં પદાર્થનું જે સ્વરૂપ હતું તે ખાઈ જઈ ત્રીજે સમયે કાળે. બીજા પદાર્થને બીજું રૂપ આપ્યું; અર્થાત. જૂનું તે ખાઈ ગયો. પહેલે સમયે પદાર્થ ઉત્પન્ન થયો અને તે જ વેળા કાળ તેને ખાઈ જાય, એમ વ્યવહાર-નયથી બને નહીંપહેલે સમયે પદાર્થનું નવાપણું ગણાય,
For Personal & Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
કાલદર્શન અને મુમુક્ષુતા પણ તે વેળા કાળ તેને ખાઈ જતો નથી, બીજે સમયે બદલાવે છે; માટે જૂનાપણાને તે ખાય છે, તેમ કહ્યું છે. '
“નિશ્ચય-નયથી પદાર્થમાત્ર રૂપાંતર જ પામે છે; કોઈ પણ ‘પદાર્થ' કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં, એવો સિદ્ધાન્ત છે; અને જો પદાર્થ કેવળ નાશ પામતે હોત, તો આજ કંઈ પણ હોત નહીં. માટે કાળ ખાતો નથી, પણ રૂપાંતર કરે છે, એમ કહ્યું છે.”
આમ ત્રણ પ્રકારે જવાબ આપીને છેવટે સામાન્ય ઈહલોકને ધ્યાનમાં લઈને આગળ તે કહે છે:– “ત્રણ પ્રકારના ઉત્તરમાં પહેલો ઉત્તર “સર્વને’ સમજવો સુલભ છે.” અને એ જ કારણે બધા જ ધર્મોમાં મરણની ભીતિ અને તેનું દુ:ખ તથા વિહવળતા વગેરે લૌકિક ભાવો સામાન્યત: જોવા મળે છે. ધર્મ-અર્થ-કામના ત્રિાવર્ગ પછીનો ચોથો ચરમ પુરુષાર્થ મોક્ષ આ મરણાર જોઈને ત્યાંથી શરૂ થાય છે, એમ નચિકેતા, અર્જુન, સિદ્ધાર્થ, વર્ધમાન વગેરે મહાસાધકોની કથાઓ બતાવે છે. . .
અને એમ, જગતનું પૂર્ણ સ્વરૂપ પામતાં બે ભાવોનો ઉદય થાય છે – એક બાજુ સંસાર-જગતને વિષે, – એટલે કે, તેનાં ઇન્દ્રિયાર્થી સુખદુઃખ અને રાગદ્વેષને વિષે વિષાદમય અસંગભાવ અને મુમતા; અને બીજી તરફ તે જ વિષાદી અંધકારમાંથી દિવ્ય પ્રકાશ રૂપે ગતના અમર અચલ અધિષ્ઠાન તરીકે “સ’નું દર્શન થાય છે, કે જે સંચ્ચિદાનંદ રૂપ પરમેશ્વરના જ મૂર્તિ કે વ્યક્તિ પર્યાય-દર્શન રૂપે પ્રગટીને તેની અનન્ય એકાગ્ર પરા ભક્તિની લગની પેદા કરે છે. આમ ભક્તિને જે ઉદય થાય છે તે તત્ત્વજ્ઞાન-પૂત છે - કેવળ મૂઢ ભાવ નથી. અને ગયા પ્રકરણને અંતે શ્રીમદનો જે અફસ બતાવ્યો છે, તેમાં મુમતા. ઉપરાંત “અનંતગુણ-ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ” – એટલે કે, પરમ જ્ઞાનરૂપી ઈશની ભક્તિને જુદો ઉલ્લેખ કર્યો છે. “જ્ઞાની ભક્ત...'
For Personal & Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮
જ્ઞાની ભક્તની પ્રતિભા
પદથી આ ભાવને સમન્વિત કરીને, તેથી જ કરીને, રજૂ કર્યો છે. અને તેવા ભક્ત પુરુષની પ્રતિભા શ્રીમદ્ ધરાવે છે. અને હવે પછીના તેમના એક દસકાના શેષ જીવનમાં, આ રીતે, મુખ્યત્વે ત્રણ અંશમાં, સાધના પ્રવર્તતે છે: ૧. તીવ્ર મુમુક્ષુતાની પરમ કક્ષા; ૨. પરા ભક્તિની ઝંખના, ૩. પરમ જ્ઞાન-પદાર્થ-રૂપ આત્મ-તત્ત્વની સિદ્ધિ. અને એ ત્રણની ‘સિદ્ધિના પરિપાક રૂપે ૪. તીર્થંકર-કે-અવતાર-પદ-સિદ્ધિની રટનાઆરાધના કરતાં કરતાં શેષજીવન પૂરું કરે છે. શ્રીમદ્દ્ની જીવનયાત્રાના ચરમ-પરમ દસકાની સાધનાના આ નકશા કે રૂપરેખા આમ કહી શકાય.
'
એમાં ચોથું પદ પૂર્વનાં ત્રણથી વિશેષ અને વિલક્ષણ વિરલ પ્રકારનું છે. ભગવાન બુદ્ધને નિર્વાણ-અનુભૂતિ થતાં, જગત પર કરુણા રૂપે બ્રહ્મદેવે અંતરમાં સાક્ષાત્ થઈને કહ્યું કે, ‘આ તારી બોધિજ્ઞાનાનુભૂતિને જગતના જીવાના કલ્યાણને માટે પ્રબોધ' એ આ ચેાથી પદ-આરાધનાનું રહસ્ય દાખવતી કથા છે. શ્રીમદ્ના જીવનમાં આ પણ એમના પ્રતિભા-અંશ છે, તે અહીં ટૂંકમાં ઉલ્લેખીને,“તેને સ્થાને તે આવતાં, – આગળ જોઈશું. અહીંયાં મુમુક્ષુતાનું પ્રથમ પદ ટૂંકમાં જોઈએ :–
તેમણે વ્યક્ત કરેલા અહ્સાસમાં મુમુક્ષુતા બે પ્રકારે કહી છે – તીવ્ર અને અતિતીવ્ર. સાધકની ષટ્યુંપત્તિમાં કે યોગશાસ્ત્રના વૈરાગ્યઅભ્યાસમાં હાર્દ રૂપે રહેલું આ મુમુક્ષુતા-તત્ત્વ છે. મેાક્ષ નામે ચરમ પુરુષાર્થના પાયામાં રહેલું ભાવ-દર્શન આ મુમુક્ષાનેા ઉદય છે, જેની ઉત્પત્તિ જગતના કાલદર્શનમાંથી થઈને, કામ-જયને માટેના સતત અભ્યાસ અને ધ્યાનાદિ માર્ગે આગળ વિકસીને (ગાંધીજીએ વ્યવહાર ક્ષેત્રે બતાવેલા સાધ્ય-સાધનની એકરૂપતાના ન્યાયે) મોક્ષપદ ભણી પ્રગતિ કરે છે.
ખંભાતના પોતાના ગુણાનુરાગી મુમુક્ષુ ભકતાને સંબાધીને (મુંબઈથી અષાડ સુદ ૮, ભામ, ૧૯૪૭ના રોજના,) મુમુક્ષુતા નિરૂપતા
생
For Personal & Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
કાલ-દશ ન અને સુમુક્ષુતા
૧૯૯
એક સરસ નાના લેખ (શ્રી.૧-૩૨૪) છે, તેમાંથી કેટલુંક અહીં જોવાથી મુમુક્ષાનું આકલન ટૂંકમાં સમજાશે :—
“પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટા દોષ એ છે, કે જેથી ‘તીવ્ર મુમુક્ષુતા' ઉત્પન્ન ન જ હોય, અથવા ‘મુમુક્ષુતા’ જ ઉત્પન્ન ન હોય.
66
ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તાવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ ‘મુમુક્ષુતા’ નથી.
‘મુમુક્ષુતા તે છે કે, સર્વ પ્રકારની માહાસક્તિથી મૂંઝાઈ એક ‘મેાક્ષ ’ને વિષે જ યત્ન કરવા; અને ‘તીવ્ર મુમુક્ષુતા' એ છે કે, અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તે (મુમુક્ષુતા) ઉત્પન્ન થવાનું લક્ષણ પાતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે* સ્વચ્છંદના નાશ થાય છે.
66
......
*
આ સ્વચ્છંદ'ની વ્યાખ્યા અધ્યાત્મ-ક્ષેત્રે સમજાવતા એક પત્ર છે, – તેમાં સ્વચ્છંદ વિષે કહે છે તે આ સાથે જોઈ લેવું ઠીક છેઃ
મુંબઈ, માહ સુદ ૭, રવિ, ૧૯૪૭; શ્રી.૧-૨૯૨ના તે પત્રમાં કહે
છે કેઃ—
“ જીવને એ મોટાં બંધન છે – એક સ્વચ્છંદ અને ખીન્નું પ્રતિબંધ. સ્વચ્છંદ ટાળવાની જેની ઇચ્છા છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈ એ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સ સંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તે બંધનને નાશ થતા નથી. સ્વચ્છ દ જેને છેદાયા છે, તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે. છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. ''
For Personal & Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા
“સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હિન પામ્યા છે, ત્યાં તેટલી બાધબીજ યાગ્ય ભૂમિકા થાય છે.
-૧૯૦
“ સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયા છે, ત્યાં પછી ‘મેાક્ષપ્રાપ્તિ ’ને રોકનારાં ત્રણ કારણેા મુખ્ય કરીને હેાય છે, એમ અમે જાણીએ છીએ: (૧) આ લાકની અલ્પ પણ સુખેચ્છા, (૨) પરમ દૈન્યતાની (પરમ વિનયની) છાઈ, અને (૩) પદાર્થના અનિર્ણય.*
“ એ બધાં કારણેા ટાળવાનું બીજ હવે પછી કહીશું. તે પહેલાં તે જ કારણેાને અધિકતાથી કહીએ છીએ:
-
“ (૧) ‘આ લાકની અલ્પ પણ સુખેચ્છા ', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણેા નિ:શંકપણે તે ‘સત્' છે એવું દૃઢ થયું નથી, અથવા તે પરમાનંદરૂપ’ જ છે, એમ પણ નિશ્ચય નથી. અથવા તે મુમુક્ષુતામાં પણ કેટલાક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાનાં કારણેા પણ કેટલીક વાર પ્રિય લાગે છે, (!) અને તેથી આ લેાકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.
“(૨) સત્પુરુષમાં જ પરમેશ્વર-બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પેાતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની
* સામાન્ય પરિભાષામાં, અનુક્રમે આ ત્રણ એટલે ૧. કામ-બંધન, ૨. ‘ભક્તિ ’ને। અભાવ, અને ૩. અજ્ઞાન કે તત્ત્વાવખાધને અભાવ. શ્રીમનું આ વિવરણ, ગીતા અ૦ ૧૩-૭થી ૧૧માં જ્ઞાન અને અજ્ઞાનના જીવનમાં જે અર્થ થાય તે રીતે બતાવ્યું છે, તેની સાથે સરખાવે. તથા ઊઁચનું સ્વરૂપ પણ પછીના શ્લોકમાં (૧૨ થી ૧૮) છે, તે પણ જોવાથી અભ્યાસીને આ સમજવાની રમૂજ પડશે.
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
કાલ-દર્શન અને મુમુક્ષતા
૧૯૧ પ્રાપ્તિ હોય છે. એ “પરમ દન્યત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે, ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.*
૩. કદાપિ એ બંને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જોગ્યતાની ઓછાઈને લીધે, પદાર્થનિર્ણય ન થયો હોય, તો ચિત્તા વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે, કલ્પિત પદાર્થ વિષે “સ”ની માન્યતા હોય છે – જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે.
આ ત્રણે કારણો, ઘણું કરીને, અમને મળેલા ઘણાખરા મુમુક્ષમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કાંઈક ન્યૂનતા કોઈ કોઈ વિશે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે [ પરમ દેવતાની (પરમ વિનયની) ખામીની] ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય, તે જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે.
અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. (અને પરમ વિનયમાં વવું યોગ્ય છે.) અને મહાત્માના જેગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.
* આનું પાઠાંતર એવું મળે છે કે –
“તથારૂપ ઓળખાણ થયે સદ્ગુરુમાં પરમેશ્વર-બુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું, તે “પરમ વિનય કહ્યો છે. તેથી પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં, ત્યાં સુધી જીવને જે ગ્યતા આવતી નથી.”
આ “પરમ વિનય” કે “દૈન્યત્વ” કે “દાસત્વ” ભાવ તે જ અધ્યાત્મપરિભાષામાં ભક્તિ કહેવાય છે. આવી ભક્તિના ઊગમમાંથી જ્ઞાનને બુદ્ધિગ સાંપડે છે, એટલે સુધી ગીતા કહે છે, તે અહીં જોવા જેવું છે. (અ) ૧૦- ૧૦, ૧૧; ૬-૩૦, ૩૧; ૫-૪ થી ....)
For Personal & Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯ર
જ્ઞાની ભકતની પ્રતિભા મહાત્મામાં જેને દૃઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે છે; તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુ:ખથી નિર્ભય હોય છે અને તેથી જ નિ:સંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે.
માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. તેને પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. ... કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ-વિચાર વિના ન રહેવું, એમ મહાત્માઓની શિક્ષા છે.”
બીજી વસ્તુ પરાભક્તિ માટેની ઝંખના – તે વિષે શ્રીમી આ સમયે બનેલી વૃત્તિ અને તેની તીવ્રતા હવે જોઈએ; – કે જેને તે મુમુક્ષા અને જ્ઞાન બંનેનું બલ-પ્રેરક અને સંવર્ધક કારણ માને છે.
For Personal & Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
66
આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિભ્રંથ મુનિએ પણ, નિષ્કારણ, ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે; કારણ કે, ભગવાનના ગુણા એવા જ છે.”
૨૯
પ્રેમભક્તિની ઝંખના
આત્મારામાશ્ચ મુનયા નિગ્રંથા અપ્પુરુક્રમે | કુર્વાન્તિ અદ્વૈતુર્કી ભક્તિમ્ ઇન્વંભૂત ગુણો હરિ: ।।
(શ્રી.૬ - ૩૩૭ – આંક ૨૭૮ – સં. ૧૯૪૭)
-
શરૂમાં જ આપણે જોયું છે કે, કવિશ્રીના ધર્મ-સંસ્કાર જૈન તેમ જ વૈષ્ણવ બંનેં ધર્મપરંપરાના હતા – પિતૃપક્ષે વૈષ્ણવ અને માતૃપક્ષે જૈન. તેમાં જૈન પરંપરાનું અનુશીલન, – કદાચ તેમના ત્યારના પ્રવર્તમાન સંજોગોને લઈને, – વધુ થયું હશે, એમ લાગે છે. તેમ છતાં, એ બંને પરંપરાઓ તે કાળના સમાજમાં જીવંત હતી; અને ગળથૂથી રૂપે કવિને બંને જન્મત: જ મળી હતી. આથી કરીને, બંનેનું સંમિશ્રણ, – એમની આંતર અનુભૂતિની — ‘પ્રત્યક્ષ વગમ્ય ’ ધર્માદય-દશાના આ જીવન-સમયે, પ્રગટ થતું જોવા મળે છે. જેમ કે:
શા૦-૧૩
(ભાગવત – ૧ - ૭ - ૧૦)
-
ગુરુશરણ ઉપરાંત આ કાળે કવિની સહજ ઊર્મિ (‘ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ'ના ન્યાયે) ઈશ્વર-પ્રણિધાન કે પ્રપત્તિની વૈષ્ણવી પ્રેમભક્તિ
૧૯૩.
For Personal & Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
જ્ઞાની ભક્તની પ્રતિભા ભાવથી ભરેલી છે. ગુરુ એટલે ઈશ પ્રભુ, એવો જ ભાવ તે ધરાવે છે. અને નિગ્રંથ ભક્તિનો જૈન આદર્શ તે તેમની સાધના-સૃષ્ટિમાં વહેલેથી અંકિત થઈ ચૂક્યો હતો: જુઓ તેમનું ૧૮મા વર્ષે લખાયેલું
કયારે થઈ નિગ્રંથ રે” – એવો “અપૂર્વ અવસર ” ઝંખતું પેલું કાવ્ય. આ પ્રકારની નિગ્રંથ-નિષ્ઠા તેમનામાં પ્રધાનપદે રહેલી છે તેમ છતાં, આ કાળની અંતરની તેમની અકળામણને સમયે, તેમનું હૃદય કેવા આભાવે ઈશસ્તવન કરે છે! કવિની પ્રતિભાનું આ લક્ષણ વિસારે પડી ન શકાય એવું ઊંડું હતું, એમ તેમનાં લખાણ પરથી લાગે છે.
- કૃષ્ણ ભક્તિનાં ભજને પણ તેમના ધર્મ-સંસ્કારોના ભાથામાંથી કરે છે. ૨૪મા વર્ષમાં લખેલા એક પત્રમાં તે, ગેપીઓની શ્રીકૃષ્ણભક્તિનું રૂપક આલેખીને, પોતાની સ્થિતિનું વર્ણન તેમના પરમ ભક્તમિત્ર સોભાગચંદને લખ્યું છે:
“.... આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇરછેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ- (કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી, એવી એક શ્રીમદ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહયદળ કમળ છે, તે મહીની મટકી છે; અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે, તે ભગવંત વાસુદેવ છે; તેની પ્રાપ્તિ સત્પરૂષની ચિત્તવૃત્તિ રૂપ ગોપીને થતાં, તે ઉલ્લાસમાં આવી જઈ, બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, “કઈ માધવ લે, હાં રે કોઈ માધવ લો', એમ કહે છે, અર્થાત, તે વૃત્તિ કહે છે કે, તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરશે..... આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ, તે માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રેમભક્તિની ઝ"ખના
૧૯૫
અક્ષરે ભરપૂર છે; અને તે (અ)મને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે; આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે, સાક્ષાત્ અનુભવ-પ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં, અને વાસુદેવ હરિ ચાહીને કેટલેાક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે. ......” (શ્રી,૨ - ૨૯૫)
આમ લખ્યા પછી દસ દિવસે બીજો પત્ર લખ્યો તેમાં આ “ ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. ” – એમ વિશેષમાં લખ્યું છે. (મહા વદ ૧૩, સં. ૧૯૪૭– શ્રી.૧ - ૨૯૮)
શ્રીમદ્ ભાગવત ગ્રંથ વિષે પ્રસંગોપાત્ત લખતાં, એક પત્ર (મુંબઈ, ફાગણ વદ ૧, ૧૯૪૭) લખ્યો તેમાં કહ્યું છે:
“ એક દેખિયે જાનિયે, રમી રહિયે ઈક ઠૌર; સમલ વિમલ ન વિચારિયે, યહું સિદ્ધિ નહિ ઔર.
―
– એ દેહા વિષે આપે લખ્યું, તે એ દોહાથી અમે આપને નિ:શંકતાથી દૃઢતા થવા લખ્યું નહાતું; પણ સ્વભાવે એ દોહા પ્રશસ્ત લાગવાથી લખી માકલ્યા હતા. એવી લય તે ગોપાંગનાને હતી. શ્રીમદ્ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમભક્તિ વર્ણવી છે, તે પરમાત્લાદક અને આશ્ચર્યક છે.
“‘નારદ ભક્તિસૂત્ર” એ નામનું એક નાનું શિક્ષાશાસ્ત્ર મહર્ષિ નારદજીનું લખેલું છે; તેમાં પ્રેમભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું
....
""
""
તે પછી ફાગણ વદ ૮, બુધ, ૧૯૪૭, ના બીજો પત્ર છે તેમાં કહે છે:
“શ્રીમદ્ ભાગવત પરમ ભક્તિરૂપ જ છે. એમાં જે જે વર્ણવ્યું છે, તે તે લક્ષરૂપને સૂચવવા માટે છે.” (શ્રી.૧ - ૩૦૮)
For Personal & Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા કૃષ્ણભક્તિની આવી ઉન્મની ગોપીભાવ-સ્થિતિ તેમણે મુંબઈથી માહ વદ ૩, ગુરુ, ૧૯૪૭ના લખેલા પત્રમાં વર્ણવી મોકલી હતી; અને તેનાં દર્શન તે શ્રીમદ્ ભાગવત, નારદ ભક્તિસૂત્રમાંથી કરી . ' શકાય, એમ કહે છે. મતલબ કે, કવિના વૈષ્ણવ સંસ્કારમાં પડેલી આ કાવ્ય-રૂપક પ્રેમ-ભક્તિ પણ આ તેમના આત્મોદય-કાળે પ્રગટેલી જેવા મળે છે.
બીજી બાજુથી એ પણ જણાય છે કે, પ્રચલિત હવેલી-ધર્મની વૈષ્ણવ ભક્તિ વિશેનાં ભયસ્થાન પણ તેમના ખ્યાલમાં હશે; છતાં તે
સ્થાનો તેના રૂઢ લોકાચારના વિભાવમાંથી પેદા થતાં હતાં, તેનો સૂક્ષ્મ સત્ય ભાવ તેમની પાર રહેલો છે, એ કવિને ખબર છે, જેથી તે ઉપરના પત્રમાં ભાગવતધર્મનો સાચો મર્મ બરબર, બતાવે છે.
હરિભક્તિનું રસાયણ દુ:ખમાં ફસાયેલા મનુષ્ય-જીવાત્માને માટે કેવું પ્રભાવક છે, તે આ સમયે લખેલા એક પત્રમાં તેમણે (મુંબઈ, જેઠ સુદ ૧૫, રવિ, ૧૯૪૭) આમ જણાવ્યું છે:
“વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી, એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાનું અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે એ દૃઢ કરાવવા માટે, હરિએ આમ કર્યું છે, એમ આપે નિ:શંકપણે સમજવું; માટે જે થાય તે જોવું.... અકળામણ રાખશો નહીં. અમે, તે એ માર્ગથી તર્યા છીએ.” (શ્રી ૧ - ૩૨૨)
બીજો એક પત્ર (મુંબઈ, માહ સુદ, ૧૯૪૭) છે તેમાં કહે છે:
પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય, તોપણ કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં, ઉપાધિના કારણથી, તન્મય ભકિત રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી, ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જોકે,
For Personal & Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રેમભતિની જંખના
૧૯૭
વૈરાગ્ય તે! એવા રહે છે કે, ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઇચ્છા હશે તે ગમે તેવી દીનતાથી પણ તે ઇચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે. અને વારંવાર એ જ રટના રહેવાથી ‘વનમાં જઈએ ’, ‘વનમાં જઈએ', એમ થઈ આવે છે.” (અને એમ જણાવીને આગળ તે પત્રમાં જ શ્રીમદ્ લખે છે:-)
******
“ગોપાંગનાની જેવી ભક્તિ શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ જોકે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તે પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્ર એ ભક્તિ આપે છે,
“ જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી, અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે, તે અસંગતા વિના પરમ દુ:ખ થાય છે. ” (શ્રી,૧ - ૩૦૪)
""
વાણિયા, ભાદ્રપદ વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ રોજના પત્રમાં (શ્રી,૧-૩૩૮) પ્રેમ-ભક્તિની આવી વિરલતા અને અનુપમનાને ઉપલક્ષીને લખે છે –
“ અત્રે ભક્તિ સંબંધી વિહ્વળતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં હરિઇચ્છા સુખદાયક જ માનું છું.
For Personal & Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮
જ્ઞાની ભકતની પ્રતિભા મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું, તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પ્રાપ્ત છતાં પણ વ્યાસજી આનંદ-સંપન્ન થયા નહોતા; કારણ કે, હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે.. અખંડ એવો હરિરસ પ્રથમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ કયાંથી આવડે? અને જ્યાં સુધી તેમ નહીં થાય, ત્યાં સુધી અમને જરાતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી.
ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હત; આ કળિયુગ છે; એમાં હરિસ્વરૂપ, હરિનામ, અને હરિજન દૃષ્ટિએ નથી આવતાં, શ્રવણમાં પણ નથી આવતાં; એ ત્રણેમાંના કેઈની સ્મૃતિ થાય, એવી કોઈ પણ ચીજ પણ દૃષ્ટિએ નથી આવતી. બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘાણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે, અથવા રાન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. કવચિત મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી ......”
તે પછી બીજે જ દિવસે પાછો ટૂંકો જ પત્ર લખ્યો છે (શ્રી. ૧- પા. ૩૩૯) તેમાં કેવું ગૂઢાર્થ અનુભૂતિ-વાક્ય એક માત્ર લખી મોકલ્યું છે:
“ભગવત મુક્તિ આપવામાં પણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. એવો ભગવાનને લેભ શા માટે હશે?"*
આમ જોતાં, મુક્તિનો – “હરિનો મારગ' શૂરાઓનો છે – “શુરસંગ્રામ’ છે. સ્ત્રી-વૈશ્ય-શૂક પર્વતના સર્વ માટે સુલભ કહેવાયો, તેથી તે કાંઈ ફૂલની શૈય્યા છે, તે તો તેનો અર્થ નથી. છતાં, મુક્તિના આ મારગમાં વિચારમાર્ગ અને ભીનમ એવા ભેદ પડી શકે છે; જેવા કે, સાંખ્ય અને યોગ નામથી ગીતાએ નિરૂપ્યા છે, અને એ બે વચ્ચે # અહીં સરખા નીચેની ભક્તવાણીઃ
ભૂતળ ભક્તિ પદારથ મોટું .. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે ! ”
For Personal & Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રેમભકિતની ઝંખના
૧૯૯ તુલના પણ અમુક રીતે ગીતાકારે કરી છે. તે એક સવાલ કોઈએ કવિને આ સમયમાં પૂછેલો, તેનો જવાબ મુંબઈ, ૧૯૪૭ના (મિતિ ઇ૦ નક્કી નથી નોંધાઈ) છે કે, “આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે. પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી, તેને તે માર્ગ ઉપદેશો ન ઘટે, એ વગેરે લખ્યું તે યથાયોગ્ય છે. તે પણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. ...” (શ્રી.૧-૩૪૩)
વિચારમાર્ગ વૈરાગ્ય અને સ્વાધ્યાયાદિ માગે, તો ભક્તિમાર્ગ પ્રભુ માટે અહેતુક અનુરાગ માગે છે. દુ:ખી કે લોભી લોકો પણ ભગવાનને ભજશે; પરંતુ તે અપરા ભક્તિ છે, મુક્તિદાયક નથી. જિજ્ઞાસુ અને જ્ઞાની લોકની ભક્તિ પરા છે – પરમાનંદ અર્પે છે. અને કવિનાં આ કાળનાં લખાણોમાં જ્ઞાની ભક્તની અહેતુક અનુરાગ ભરેલી પરા ભક્તિ નીતરતી જોવા મળે છે. મુક્તિ અને ભક્તિની તુલના કરતાં તેમના પત્રમાં કેવું કહ્યું છે !–“ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે.......... એવો ભગવાનને લોભ શા માટે હશે !”
ગીતાકારનાં નીચેનાં સૂત્રવચનો યાદ કરાવે એવું આ લખાણ શ્રીમની ઊંડી ભક્તિતત્ત્વ-દૃષ્ટિ બતાવે છે. ગીતાકાર એ જ કહે છે – આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, એ ચાર પ્રકારોમાં “જ્ઞાની તુ આત્મા એવ મે મતમ્” – “બહુનામ જન્મનામ્ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે – “વાસુદેવ: સર્વમ ઇતિ સ: મહાત્મા સુદુર્લભ..” કવિશ્રી આવી ઉન્મત્ત ભક્તિદશા ઝંખે છે.
For Personal & Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
૩૦. અખંડ પ્રેમ-ખુમારી “પ્રેમની પ્રેમની પ્રેમની રે,
મને લાગી કટારી પ્રેમની.” “જેને લાગી છે તેને જ લાગી છે, અને તેણે જ જાણી છે; તે જ “પિયુ, પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મેક્ષમાર્ગ છે જ નહીં, તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી, મોહ બળવાન છે.”
(શ્રી ૧૩૧૭, ચૈત્ર વદ ૧૪, ૧૯૪૭ના પત્રમાંથી) કવિની પ્રેમભક્તિ કે પ્રપત્તિભાવની ઝંખના આ વર્ષોમાં કેવી ઊંડી અને ઉન્મની હતી, તેનું ચિત્ર તેમણે આ સમયે લખેલા (મુંબઈ, અષાડ સુદ ૧૩, ૧૯૪૭) એક પત્રમાં (શ્રી.૧- ૩૨૫-૬) મળે છે:
અમારી દશા હાલમાં કેવી વર્તે છે, તે જાણવાની ઇચ્છા રહે છે; પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં...” અત્રો ટૂંકમાં લખીએ છીએ:
એક પુરાણ પુરુષ અને અને પુરાણ પુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કાંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુમિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ અને કોણ મિત્ર છે, એની
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
અખંડ પ્રેમખુમારી
૨માં ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ, તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે, તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત નિયમન કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહિ મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે, એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયો અનુભવ્યા મૃતિમાં આવવાથી, - અથવા ઈશ્વરેચ્છાથી તેની ઈચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ ઇચ્છલ ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ, હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇંદ્રિ શૂન્યપણે પ્રવર્તવા-રૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી.
“આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એને કંઈ હિસાબ રાખ્યો નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે.
આટલું બધું છતાં મન-માનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમ-ખુમારી જેવી પ્રવહેવી જોઈએ, તેવી પ્રવહતી નથી, . એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડયો છે અને તે સર્વને દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય
For Personal & Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૨
જ્ઞાની ભકતની પ્રતિભા કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને વળી ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ.– જેનું ઠેકાણું નથી, એવી અમારી દશા છે; અને એનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જયાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટતો નથી...”
- એમ કરેલા તેમની “દશાના ટૂંકા વર્ણન” ને અંતે તેને સમારોપ કરતાં પત્રમાં લખ્યું છે: –
. પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી... “સિદ્ધાન્તજ્ઞાન’ અમારા હૃદયને વિષે આવરિત રૂપે પડયું છે. હરિઇચ્છા જો પ્રગટ થવા દેવાની હશે, તે થશે. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઇરછાનું કારણ છે. (સહી સ્થાને લખ્યું છે:-) ૩ શાંતિ: શાંતિ: શાંતિ:”
આમ વર્ણવેલી દશાને જ પડધે, તે પછી બે મહિને રાળજ મુકામે ભાદરવા સુદ ૮, ૧૯૪૭ રોજ લખેલા પ્રભુભક્તિના નીચેના દોહરામાં (શ્રી.૧૩૩૧) પડેલો વરતી શકીએ
હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ; હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ? નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉર માંહી;. આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં.
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?
For Personal & Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
અખંડ પ્રેમ-ખુમારી
પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ.
""
આ જ અરસામાં (મુંબઈ, અષાડ, ૧૯૪૭) લખેલા એક પત્રમાં (શ્રી,૧-૩૨૮)નીચેની પેલી જાણીતી કડીઓ મળે છે:
–
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત;
સેવે સદ્ગુરુકે ચરન, સે। પાવે સાક્ષાત્.
""
*********
જપ તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.
ભક્તોની વાણીમાં ઉપરની સ્થિતિનું વર્ણન તેમની પ્રેમ-ભક્તિની મસ્તી નિરૂપતાં ભજનામાં જોઈ શકીએ. જેમ કે, સંત-સાધુપુરુષ તુકારામ :
ભક્ત અસે જાણા જે દેહીં ઉદાસ; ગેલે આશાપાશનિવારૂની.
વિષય તે। ત્યાંચા ઝાલા નારાયણ,
નાવડે ધન જન માતાપિતા........
૨૦૩:
'
(જુએ ‘આશ્રમ ભજનાવલી’– પા. ૧૭૯)
અથવા કબીરજી ગાય છે તે સહજ સમાધિ-દશા તે જ કવિ
((
,,
જેને અહીં “ અખંડ પ્રેમ-ખુવારી ” કહીને ઝંખે છે તે જ ને ?:
સાધેા સહજ સમાધ ભલી !
ગુરુ-પ્રતાપ જા દિનસે જાગી, દિન દિન અધિક ચલી ......
કહ કબીર યહ ઉનમુનિ રહની, સો પરગટ કરી ગાઈ.
For Personal & Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા દુ:ખસુખસે કોઈ પરે પરમ પદ તેહિ પદ રહા સમાઈ.
(જુઓ “આશ્રમ ભજનાવલી' – પા. ૦૫-૬) એ જ વસ્તુને ગીતાકાર (૧૫-૨૦) “ગુહ્યતમ શાસ્ત્ર' કે (૯૧, ૨) “રાજવિદ્યા રાજગુહ્યમ્ પવિત્રમ...ઇ૦ શબ્દોથી વર્ણવી બતાવે છે. એને જ તે “શારીર કેવલં કર્મ” (૪-૨૧)ની “બ્રહ્મકર્મસમાધિ' (૪-૨૪) પણ કહે છે; અને તે સ્થિતિ વર્ણવતાં (૫૮ થી ૧૦) કહે છે –
પશ્યન્ વત્ મ્યુશનું જિદાન, ..... ઇંદ્રિયાણિ ઇંદ્રિયાર્થીપુ વર્તને ઇતિ ધારયન
.... લિપ્યતે ન સ પાપન પદ્મપત્રમિવાભસા | કવિ આ કાળે એ ઉન્મની બ્રહ્મ-દશાની ઝાંખી કે ચમકારો જોવા પામે છે, તેમાં તેમને ખેદ એટલો જ છે કે, તે દશા અવિરત અનુભવાતી નથી. પરંતુ, તેમને શ્રદ્ધા છે કે, તે શુભ છે – સત્ય છે – કલ્યાણમાર્ગે ગતિ છે. આ પ્રકારની સ્થિતિને વેદાન્ત પણ નિર્વિકલ્પ સમાધિ કે અખંડ નિદિધ્યાસન કહીને બતાવે છે; અને કવિશ્રી તેમના જીવનના આ સમયે વેદાન્ત-સમાગમ પણ ચાહતા જોવા મળે છે.
For Personal & Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
૩૧
સ્થાપિતે બ્રહ્મવાદો હિ! 7 તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુ:ખ નથી, શંકાનું નિમિત્તા નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુકલ, શીતળ, અમૃતમય દર્શનશાન; સમ્યક
જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે!
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદૃષ્ટિ – એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.” (શ્રી,૨ - ૨૩૨)
અખંડ પ્રેમખુમારી'ને મળતી ઉન્મની દશા કવિ આ સમયે પિતામાં અનુભવે છે, તેને જ વિસ્તાર બ્રહ્મવિદ્યાની પરિભાષામાં પણ સહેજે ફુરતો; તે તેમનાં આ કાળનાં લખાણોમાં જોવા મળે છે. વેદાન્તનાં મહાવાક્યો ગૂંથીને અને તેની ભાષામાં સરતી કવિની કલમનો એ પ્રવાહ ગદ્ય-કાવ્ય-રૂપ પ્રસાદ ભરેલું લાગે છે!
આ કાળે તેમના સહ-સાધક મિત્રોના પત્રોમાં પણ આ દશાનો સહજ પ્રભાવ પડતો જોવા મળે છે. પત્રોમાં મિત્રને માટે સંબોધનમાં, દાળ૦, આવાં આવાં વિશેષણો વપરાયેલાં જોવા મળે છે – “આત્માર્થી”, “શાંતમૂર્તિ”, “મહાભાગ્ય’, ‘જીવન્મુક્ત', “કેવલબીજસંપન્ન” ઇ૦.
આ ટૂંકમાં હવે જોઈએ:
૨૩મા વર્ષમાં (નક્કી મિતિ લખેલી નથી મળતી) “ સતુથી પ્રારંભ થતું અને અંતે “અહં બ્રહ્માસ્મિ'થી પૂરું થયું, – છતાં છેવટે
૨૦૫
For Personal & Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા “અપૂર્ણ બતાવેલું, – એવું એક લખાણ (શ્રી,૧ - ૨૬૬) છે, તેમાં કહ્યું છે:
वासुदेवः सर्वम् इति શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિશે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એકરૂપ જ છે.
આ સમસ્ત વિશ્વ ભગવરૂપ જ છે. ભગવત જ સ્વેચ્છાએ જગદાકાર થયા છે. ”
અમારો અને સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે કે, અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે.
तत् त्वम् असि સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે. સર્વ તે જ રૂપ છે, ભિનભાવ અને ભેદભેદને અવકાશ જ નથી; તેમ છે જ નહીં. ઈશ્વરેચ્છાથી તેમ ભાસ્યું છે; અને તે તે(શ્રીમાન્ હરિ)ને જ ભાસ્યું છે, અર્થાત્ તું તે જ છે. તત્વમસિ”
___अहं ब्रह्मास्मि “આનંદને અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે અને તેથી જેમાં ચિત અને આનંદ એ અંશો તિરોભાવે કર્યા છે એવા જડમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે, પણ તે આનંદ-સ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે આવો અખંડ બોધ થયે, આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવરૂપ જ ભાસશે. એમ અમારો નિશ્ચય અનુભવ છે જ. ,
“જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવસ્વરૂપ લાગશે, ત્યારે જીવભાવ મટી જઈ સત-ચિત-આનંદ એવું બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થશે. “અહં બ્રહ્માસ્મિ'
For Personal & Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
“થાપિત બ્રહ્મવાદ હિ!” ૨૦૭
एकोऽहम् बहु स्याम् । [પછીની નેંધ “તે અચિંત્ય-મૂર્તિ હરિને નમસ્કાર” એવે મથાળે છે, “તે ગીતાના વિશ્વરૂપદર્શન’ની ઝલક બતાવે છે તેમાં કહ્યું છે:
પરમ પ્રેમસ્વરૂપ આનંદમૂર્તિ આનંદ જ જેનું સ્વરૂપ છે એવા શ્રીમાન-હરિનાં ચરણકમળની અનન્ય ભક્તિ અમે ઇચ્છીએ છીએ. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમોએ વિચાર કર્યો કે, શી રીતે અમે સમાધિરૂપ હોઈએ? તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે, સર્વ રૂપે એક શ્રીહરિ જ છે, એમ તારે નિશ્ચય કરવો જ.
“અનંત પ્રદેશ ભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રોમે રોમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે, એમ નિશ્ચય છે, એમ દૃઢ કરું છું.
“આ સુષ્ટિ પહેલાં તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા અને તે પોતાની ઇચ્છાથી જગતરૂપે થયેલ છે.
“બીજભૂત એવા તે શ્રીમાન પરમાત્મા આવી મહા વિસ્તાર સ્થિતિમાં આવે છે. સર્વત્રા ભરપૂર એવો અમૃતરસ તે બીજને વૃક્ષ સમ થવામાં શ્રીહરિ પ્રેરે છે.
સર્વ પ્રકારે તે અમૃતરસ તે શ્રી પુરુષોત્તમને ઇચ્છારૂપ નિયતિને અનુસરે છે, કારણ કે તે તે જ છે.
“અનંતકાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મોક્ષ કાંઈ હતું નહીં અને અનંત ક્ષય પછી હશે પણ નહિ. હરિ એમ ઇચ્છે જ છે કે, એક એવો હું બહુ રૂપે હોઉં અને તેમ હોય છે.”
जीव, जगत ने हरिनी माया 'તેમના હસ્તાક્ષરની મળેલી એક નોંધપોથીમાં નીચેના વાકયો જેવા ભાવોદ્ગાર નોંધાયા (શ્રી.૧- ૨૬૭) જોવા મળે છે:
For Personal & Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
જ૮
જ્ઞાની ભકતની પ્રતિભા “ચૈતન્યાધિષ્ઠત આ વિશ્વ હોવું યોગ્ય છે.”
“વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. જોકે એક શુદ્ધાત જ સમજાય છે. અને તેમ જ છે.
સ ) ( જડ ચિ 5 હરિ 3 જીવ
આનંદ ) ( પરમાત્મા “હરિની પ્રાપ્તિ વિના જીવન કલેશ ટળે નહીં.”
“હરિની માયા છે; તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં.”
“તે માયા પણ હોવાને યોગ્ય જ છે.” “માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહેત?”
માયા એવી નિયતિએ યુક્ત છે કે, તેને પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે.”
“જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે.'
“તે પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય વિવેકાદિ સાધનસંપન્ન હોય છે.
“એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદ્ગુરુની આજ્ઞાએ સમુસ્થિત કરવાને યોગ્ય છે.”
એ સાધન જીવની પરમ જોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે.”
“સ્થાપિતો ત્રાવાયો છું” “બધુંય હરિ-રૂપ જ છે. તેમાં વળી ભેદ શો? ભેદ છે જ નહીં. સર્વ આનંદ-રૂપ જ છે. બ્રાહ્મી સ્થિતિ.
For Personal & Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
“સ્થાપિતા બ્રહ્મવાદ હિ!”
२०६ स्थापितो ब्रह्मवादो हि, સર્વ વેદાન-ગોચર:-”
“આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે. એવો અમારો દૃઢ નિશ્ચય છે. એમાં કંઈ ભેદ નથી; જે છે તે સર્વ બ્રહ્મ જ છે. સર્વત્ર બ્રહ્મ છે; સર્વરૂપ બ્રહ્મ છે. તે સિવાય કંઈ નથી. જીવ બ્રહ્મ છે; જડ બ્રહ્મ છે. હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ છે. બ્રહ્મા બ્રહ્મ છે. ૐ બ્રહ્મ છે. વાણી બ્રહ્મ છે. ગુરુ બ્રહ્મ છે.
સત્વ બ્રહ્મ છે. રજો બ્રહ્મ છે. તમે બ્રહ્મ છે. પંચભૂત બ્રહ્મ છે. આકાશ બ્રહ્મ છે. વાયુ બ્રહ્મ છે. અગ્નિ બ્રહ્મ છે. જળ પણ બ્રહ્મ છે. પૃથ્વી પણ બ્રહ્મ છે. દેવ બ્રહ્મ છે. મનુષ્ય બ્રહ્મ છે. તિર્યંચ બ્રહ્મ છે. નરક બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. અન્ય નથી.”
વળી આગળની નોંધ એ જ બ્રહ્મજ્ઞાન આગળ (શ્રી.૧-૨૭૦) ચલાવે છે:
“કાળ બ્રહ્મ છે. કર્મ બ્રહ્મ છે. સ્વભાવ બ્રહ્મ છે. નિયતિ બ્રહ્મ છે. જ્ઞાન બ્રહ્મ છે. ધ્યાન બ્રહ્મ છે. જપ બ્રહ્મ છે. તપ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે.
નામ બ્રહ્મ છે. રૂપ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે. સ્પર્શ બ્રહ્મ છે. રસ બ્રહ્મ છે. ગંધ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. ઊંચે, નીચે, તીરછે સર્વ બ્રહ્મ છે.
“એક બ્રહ્મ છે, અનેક બ્રહ્મ છે. બ્રહ્મા એક છે, અનેક ભાસે છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. .
કે શાંતિ: શાંતિ: શાંતિ:” * “ઈમાં સૈરાય નહીં.” - “સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. - હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ, એમાં સંશય નહીં. જ્ઞા૦-૧૪
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦
જ્ઞાની ભક્તની પ્રતિભા
અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તે બ્રહ્મ, એમાં સંશય નહીં. એમ જાણે તે બ્રહ્મ એમાં સંશય નહીં, એમ ન જાણે તે પણ બ્રહ્મ, એમાં સંશય નહીં. જીવ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. જડ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ જીવ રૂપે થયેલ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ જડ રૂપે થયેલ છે, એમાં સંશય નહીં. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં.
ૐ બ્રહ્મ.
સર્વ બ્રહ્મ, સર્વ બ્રહ્મ.
તે પછી વળી આ “ સંશય-નહીં” નું નિશ્ચયગાન બ્રહ્મ ઉપરાંત બીજા બે અસંશયભાવા પણ આમ નોંધે છે:
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
66
સર્વ હિર છે, એમાં સંશય નહીં.”
·66
આ સર્વ આનંદરૂપ જ છે, આનંદ જ છે, એમાં સંશય નહીં.”
66
પ્રભુપ્રેમથી મલકાતાં છલકાતાં કવિહૃદયા કેવી પ્રેમભરી અવળવાણીમાં ભાંડે, એ નરસિંહ વગેરે કવિનાં ભજનોમાં જોવા મળે છે. કવિ મુંબઈથી (કાર્તિક સુદ ૫, સામ, ૧૯૪૭) લખેલા એક પત્રમાં લખે છે:
ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી! વિચિત્ર કરવું એ જ એની લીલા! ત્યાં અધિક શું કહેવું ? ....... મેાક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિ:શંકપણાની, નિર્ભયપણાની, નિર્મુઝનપણાની અને નિ:સ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે........ જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ.” (શ્રી,૧- ૨૭૫)
For Personal & Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
“સ્થાપિત બ્રહ્મવાદ હિ!” ૨૧૧ ભક્ત-હૃદયમાંથી જ આવી પ્રેમ-ઝરતી “અવળવાણી' ટપકી શકે છે. કવિહૃદય આ સમયે વૈષ્ણવી ભક્તિથી છલકાતું જોવા મળે છે:
મુંબઈ કાર્તિક સુદ ૧૩, સોમ, ૧૯૪૭”ની મિતિને પત્ર છે (શ્રી,૧ - ૨૭૮) તેમાં નીચેની કડીઓ મથાળે ટાંકી છે –
“એનું સ્વપ્ન જો દર્શન પામે રે,
તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય કૃષ્ણને લેશ પ્રસંગ રે,.
તેને ન ગમે સંસારનો સંગ રે.” “હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે,
મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે,
ઓધા જીવનદોરી અમારી રે.” એક પ્રકારની બ્રહ્મ-દર્શનની મસતી વેદાંતી નિદિધ્યાસનથી મળતી કહે છે, એવી દશાની ઝાંખી, આ સમયે, શ્રીમદ્ થતી હોય, એવું જોવા મળે છે. બીજે જ દિવસે (કાર્તિક સુદ ૧૪, ૧૯૪૭) લખેલા પત્રમાં કહે છે –
આત્મા જ્ઞાન પામ્યો એ તો નિ:સંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાને હેતુ પણ એ જ છે કે, કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, ...‘તુંહિ તૃહિ” વિના બીજી રટના રહે નહીં; માયિક એક પણ ભયન, મોહને, સંક૯પનો, કે વિકલ્પને અંશ રહે નહીં. એ એક વાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહારવિહાર કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે
For Personal & Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨
જ્ઞાની ભક્તની પ્રતિભા કરેલો પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી, એમ મને લાગે છે. માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે, એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો – પરમાર્થ પ્રકાશવો, – ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ...... આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષે વાત કરવા ઇચ્છા થતી નથી....”
પછીને એક પત્ર (મુંબઈ, પોષ સુદ ૧૪, શુક્ર ૧૯૪૭) “મહાભાગ્ય જીવનમુક્ત” સોભાગચંદને “આયુષ્યમાન ભાઈ”થી સંબોધીને લખેલે છે, તેમાં આ જ સ્થિતિ નિરૂપતાં કહે છે – “સતને સત રૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી, એવા મહા-ભાગ્ય. કબીરનું એક પદ ...... અહીં એક તેની સાથેની ટૂંક લખી છે: –
કરના ફકીરી કયા દિલગીરી,
સદા મગન મન રહેના જી!” એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થચિંતા હોય એ વિષય જુદો છે; વ્યવહાર-ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું, એ એક માર્ગ માપવાનું સાધન છે. .
અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે; એ વિષે વારંવાર જાણી શકયા છો; તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી. માટે ભલામણ છે કે, અમે હાલ કંઈ પરમાર્થજ્ઞાની છીએ અથવા સમર્થ
એ એવું કથન કીતિ કરશો નહીં. કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે. તમે જેઓ સમજ્યા છો, તેઓ માર્ગને સામ કરવા નિરંતર સપુરુષના ચરિત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે
For Personal & Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
સ્થાપિતા બ્રહ્મવાદે હિ!”
૨૧૩
અમને પૂછજો. સત્શાસ્ત્રને અને સત્કથાને તેમ જ સવ્રતને સેવજો. રૂવ નિમિત્ત માત્ર.” (શ્રી,૧ - ૨૯૦)
વાચક આ ઉતારાઓમાંથી જોઈ શકશે કે, શ્રીમદ્ જૈન સુધારણા વિષે જે પરમાર્થી પુરુષાર્થ કરવાના મનેરથ સેવતા હતા, તેના અનુબંધમાં
આ પત્ર વાત કરે છે (જુઓ આગળ પા. ૭૫). ગૃહસ્થ-જીવન ધારણ કરતાં છતાં કવિશ્રી પાતાની કલ્પનાને “ શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ”, એવા સંકલ્પવાન છે અને તે અર્થે` જરૂરી સામર્થ્ય મેળવવાને, પૂર્વજરૂર તરીકે, પરમ-જ્ઞાન મેળવવાની અભિલાષા સેવે છે. અને તેમાં તે નિગ્રંથતાની પરમ નિવૃત્તિ કે સંન્યાસ પર પહોંચવાની કક્ષા બાકી છે, એમ જણાવે છે.
66
કવિ ચાર આશ્રમની જીવનવ્યવસ્થામાં માને છે; તેમાં પણ “ પરમર્ષિ નાભિપુત્રે ભારતમાં નિગ્રંથધર્મને જન્મ ” આપ્યો, તે તરફ તેમની વિશેષ રુચિ ને આકર્ષણ છે. જે મહાધર્મ સ્થાપવા છે તેને માટે ચોથા આશ્રમની જરૂર તે માને છે; અને તેની પ્રાપ્તિ આ કાળના પ્રવર્તમાન પોતાના જીવનમાંથી થાય, એવા સંજોગ તે જોતા નથી; – આ એક એમની આરતનું ઊંડુ કારણ રાંમવે છે. છતાં તે સ્વસ્થ ભાવે ચાલુ જીવનમાં વ્યવહાર કરે છે; એટલી દૃઢ નિશ્ચયબુદ્ધિ અને સ્વાત્મ: નિષ્ઠા તેમને સંપડી છે: “ ફિકર નહીં મુઝે તરનનકી ”ના જેવી આ સ્વસ્થતા તેમને સાપડતી જોવા મળે છે.
For Personal & Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
૩ર. બ્રહ્મજિજ્ઞાસુને વિષાદયોગ પ્રેમભક્તિની “અખંડ પ્રેમ-ખુમારી' અને બ્રહ્મવાદની મસ્તીમાં કવિશ્રી તેમના જીવનના આ કાળે કેવા લીન થતા જતા હતા, તે. જોયા પછી, તેમાં એક ઉદાત્ત વિષાદભાવની ઝીણી છાંટ કે છાયા જેવી વસ્તુ રહેલી હતી, – જે એમની પ્રતિભાનું એક ખાસ નોંધપાત્ર લક્ષણ કહેવાય; તે હવે વિશેષ રૂપે જોઈએ.
કવિશ્રીનો આ જીવનકાળ એટલે તેમના ૨૪મા વર્ષથી આગળ પ્રવર્તતા સમય છે, – જેમાંથી તે આમેદય પામે છે. તે પૂર્વેના અરુણોદય સમી આ સ્થિતિને, તેથી કરીને, જિજ્ઞાસુનો ‘વિષાદયોગ’ મથાળે નિરૂપી છે. આવો પરમ પવિત્ર વિષાદ સાધકજીવનની જ વિભૂતિ છે; અને તે કવિના જીવનના આ સમયે સમજવી ઘટે છે.
આ સ્થિતિને ગીતાની પરિભાષામાં વર્ણવીએ તો, કવિ હવે ‘સ્થિતપ્રજ્ઞ', અથવા “નિર્દૂ, નિત્યસ્વસ્થ નિર્યોગક્ષેમ અને આત્મવાન’ (અ) ૨-૪૫) થવાની બારીક ઘડી પર પહોંચે છે, એમ (તેમનાં આ વર્ષનાં ઉદ્ગાર-લેખન વગેરેમાંથી) જોવા મળે છે. અથવા બીજા પર્યાયથી કહીએ તો, તે આ વરસે (અ) ૬-૩ ઇ૦) યોગારૂઢ’ થાય છે; અને શમ-સાધનની યાત્મ-બુદ્ધિથી હવે તે પોતાની જીવનસાધનામાં આગળ ચાલે છે. તેમની “સમુચ્ચય-જીવન-ચર્યા' પર ઊડતી નજર કરીને જોઈએ તો, ૧૯મા વર્ષે લગ્નજીવન-પ્રવેશ રૂપે “બીજો ભવ’ માંડવો, ત્યાંથી ૫ વર્ષમાં તેઓ એ ભવને પૂર્વજન્મ-કર્મ-બંધ પાર કરીને, જેને ગીતાકાર “ના જ્ઞાનસ્થ યા ’ કહીને વર્ણવે છે, તે પદે પહોંચવા પર ગતિ કરી રહ્યા છે:
૨૧૪
For Personal & Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
બ્રહજિજ્ઞાસુને વિષાદયોગ અસક્તબુદ્ધિ: સર્વત્ર જિતાત્મા વિગત-સ્પૃહ:
નષ્કર્મેસિદ્ધિમ્ પરમામ્ સંન્યાસન અધિગચ્છતિ | સિદ્ધિ પ્રાપ્યો યથા બ્રહ્મ તથા ખોતિ નિબોધ મે
સમાસેવ કૌતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા // [જેણે બધેથી આસક્તિ ખેંચી લીધી છે, જેણે કામનાઓ છોડી છે, જેણે પોતાની જાતને જીતી છે, તે સંન્યાસ વડે નૈષ્કર્મરૂપી પરમસિદ્ધિ પામે છે. (અ) ૧૮- ૪૯)
હે કૌતેય, સિદ્ધિ મળ્યા પછી મનુષ્ય બ્રહ્મને કેવી રીતે પામે છે. તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ. તે જ જ્ઞાનની પરાકાષ્ઠા છે. (અ) ૧૮-૫૦)]. ' અર્થાત, આ શ્લોકમાં કહેલી નૈષ્કર્મભાવના શ્રીમદે હાંસલ કરી છે, અને તેના શમ-સાધનાબળથી તે આગળ પ્રયાણ કરે છે.
ગીતાકાર આગળની આ યાત્રાનું પાથેય તેમ જ તેને આલેખ નીચે પ્રમાણે નિરૂપે છે –
બુદ્ધયા વિશુદ્ધયા યુક્ત: ધૃત્યાડમાન નિયમ્ય ચ | * શબ્દાદીન વિષયાંત્યકવા રાગદ્વેષ બુદસ્ય ચ | વિવિક્તસેવી લવાશી યત-વા-કાય-માનસ: |
ધ્યાનયોગપર નિત્યં વૈરાગ્ય સમુપાશિત: //. અહંકારે બલ દર્પમ કામ ક્રોધ પરિગ્રહમ્ |
વિમુચ્ચ નિર્મમ: શાંત: બ્રહ્મભૂયાય ક૫તે || [જેની બુદ્ધિ શુદ્ધ થયેલી છે, એવો યોગી દૃઢતાપૂર્વક પોતાને વશ કરીને, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને, રાગદ્વેષને જીતીને, એકાંત સેવીને, આહાર અલ્પ કરીને, વાચા-કાયા-મનને અંકુશમાં રાખીને, ધ્યાનયોગમાં નિત્ય પરાયણ રહીને, વૈરાગ્યનો આશ્રય લઈને, અહંકારબલ-દર્પ-કામ-ક્રોધ-પરિગ્રહને ત્યાગ કરીને, મમતારહિત અને શાંત થઈને બ્રહ્મભાવને પામવા યોગ્ય થાય છે. (અ૧૮, ૧૧-૩)],
For Personal & Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા
એમ શમ-સાધનથી આગળ જઈ જીવભૂતને બદલે ‘બ્રહ્મભૂત ’ થઈને સાધક-પુરુષ આગળ વધી :—
૨૧૩
બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શાચિત ન કાંક્ષતિ | સમ: સર્વે ભૂતેષુ મદ્ભક્તિ લભતે પરામ્ ।। ભકત્યા મામ્ અભિજાનાતિ યાવાન્ ય: ચાસ્મિ તત્ત્વત:। તતા માં તત્ત્વતા જ્ઞાત્વા વિશતે તદનંતરમ્ ॥ સર્વકર્માણિ અપિ સદા કુર્વાણ: મદ્વ્યપાાય: ।
મત્પ્રસાદાત્ અવાપ્નાતિ શાશ્વતં પદમ્ અવ્યયમ્ ॥
[બ્રહ્મભાવને પામેલો પ્રસન્નચિત્ત મનુષ્ય નથી શેાક કરતા, નથી કંઈ ઇચ્છતા; ભૂતમાત્રને વિષે સમ-ભાવ રાખીને મારી પરમ ભક્તિને પામે છે.
હું કેવડો છું અને કોણ છું એ ભક્તિ વડે એ યથાર્થ જાણે છે અને એમ મને યથાર્થપણે જાણીને મારામાં પ્રવેશ કરે છે.
મારો આશ્રાય લેનાર સદા સર્વ કર્મ કરતા છતા મારી કૃપા વડે શાશ્વત, અવ્યયપદને પામે છે. (અ૦ ૧૮, ૫૪-૬)]
આ યાત્રા જીવાત્માની આંતર ગતિથી છે: તેને બાહ્ય કાલની અથવા પંચાંગી સમયગણના લાગુ થતી નથી. કારણ કે, જગત અથવા ઇતિહાસની ઉત્પત્તિ કાલને આભારી છે; અને કાલ જ્યાં નથી, તે કાલાતીતતા આત્મ-ક્ષેત્રે હાય છે.
૨૫મા વર્ષથી કવિની નોંધપાથી તેમ જ પત્રવ્યવહારમાં જોતાં પણ આ જીવનપલટાની ઝળક જોઈ શકાય છે. જેમ કે, —
સં૦ ૧૯૪૮ ના કારતકના કેટલાક પત્રો જોઈએ તે!, તેમાં લખ્યું છે: –
-
66
કાળ વિષમ આવી ગયા છે. સત્સંગના જૅગ નથી, અને . વીતરાગતા વિશેષ છે, એટલે કાંય સાતું નથી, અર્થાત્, મન વિશ્રાંતિ
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મજિજ્ઞાસુને વિષાદયોગ
૨૧૭
પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તો અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં, એ મેટી વિટંબના છે. લોકસંગ રુચતા નથી.” (શ્રી. ૧ - ૩૪૪)
“ગમે તે ક્રિયા, જપ, તપ, કે શાસ્ર-વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું.” ( સદર )
“ જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યાગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પાતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તે જ આ સંસારમાં રહેવું યાગ્ય છે; બીજી રીતે નહીં. ” ( શ્રી,૧-૩૪૫ )
""
66
કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યક્ જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે, એમ સમજવાનું નથી. પદાર્થના યથાર્થ બાધ પ્રાપ્ત થાય તેને સમ્યક્ જ્ઞાન ગણવામાં આવ્યું છે.” (શ્રી,૧ - ૩૪૬ )
પછી તરત માગશર, ૧૯૪૮માં, વળી બીજી શૈલીમાં, આત્મદશા વર્ણવતાં કહે છે :
ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં દેહાભિમાન મટનું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય, તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે.” (શ્રી,૧ - ૩૪૭)
વળી થાડા દિવસ બાદના એક પત્રમાં લખે છે (“ૐ સત્, શ્રી સહજ સમાધિ ” – મથાળે):—
66
66
અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરુપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તેાય સહન કરીએ છીએ. (પા. સદર)
""
અથવા નીચે ભક્તિભાવ જુઓ :–
66
......
“અનુક્રમે સંયમ સ્પર્શતા જી, પામ્યા ક્ષાયક ભાવ;
For Personal & Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા
સંયમ-કોણી-ફૂલડે જી પૂજું પદ નિષ્પાવ રે.'
""
“ (આત્માની અભેદ-ચિંતના-રૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ(જડ પરિણિતનો ત્યાગ)ને પામેલા, એવા જે સિદ્ધાર્થના પુત્ર, તેનાં નિર્મળ ચરણ-કમળને સંયમ-શ્રેણી-રૂપ ફૂલથી પૂજું છું. . લિ. યથાર્થ બાધસ્વરૂપના યથાર્થ. ” (સદર)
૨૧૮
-
છતાં, એક વસ્તુ શ્રીમદ્ના જીવનના આ કાળે નોંધવી જોઈએ; – જે એમની દશા વિષેના ઉપર ઉતારેલા કેટલાક ઉદ્ગારોની અંદર પણ, – તેમની ગૂઢ ચિત્ત-ભૂમિકામાં, ઊંડે ઊંડે રહેલી વરતાય છે.તે એમના અમુક પ્રકારના, – કાંઈક ગૂઢ લક્ષ પામવાની ઊંડી આકાંક્ષાની અતૃપ્તિને કારણે કદાચ સંભવે એવે, – સૂક્ષ્મ વિષાદ જેવા ભાવ છે, એમ લાગે છે; અને તે એમની એ વૃત્તિમાંથી હશે કે, તે દૃઢપણે માનતા હતા કે, (‘ સંયમ-શ્રોણી-ફૂલડે ’) સંયમ-વિકાસ-શ્રેણીમાં વધતાં વધતાં નિગ્રંČથ સંન્યાસના ચોથા આશ્રમ ગ્રહણ કરવા જોઈએ. હવે પછીના શેષ જીવનની એમની સાધનામાં આવી ઝંખના, સતત સૂક્ષ્મ તાર જેવી રહેલી, તેમનાં લખાણોમાં દેખાય છે. ગીતાકાર કહે છે કે, પરમ વૈકસિદ્ધિને સંન્યાસ વડે સાધક પામે છે; ” તે અંગે શ્રીમદ્ ગીતાના સૂક્ષ્મ સંન્યાસભાવ નહિ, પરંતુ સ્થૂલ સંન્યાસાશ્રમની નિવૃત્તિ સુધીના આવિર્ભાવ સમજે છે; અને પેાતાને તે નથી – તે કયારે આવે, એવી ઝીણી કે આછીપાતળી વિષાદ-છાયામાં તેમની વીતરાગતા કે વૈષ્કર્મ-ભાવના પ્રવર્તતી જણાય છે.
"6
કવિશ્રીનાં આ વરસામાં તેમના જીવનમાં અંગીકાર કરેલાં કામધંધા તેમ જ લગ્નજીવનની ગૃહસ્થી ચાલુ છે. એની જે કાંઈ બાહ્ય પણ. ઉપાધિ હોય, તે તેમને કઠે છે; જોકે તેના માહમાંથી તે તે મનથી બહાર નીકળેલા છે. પરંતુ તેમને આવી ઉપાધિના ટપ્પા આવ્યા કરે, તે ગમતા નથી; અખંડ સમાધિવત્ સતત સત્સંગ અને પરમ સત્ય
For Personal & Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મજિજ્ઞાસુને વિષાદયોગ
૨૧૯ માગમના ચાલુ કથા-વાર્તા-પ્રસંગનાં તન્મયતા કે તત્પરાયણતા કેમ કરતાં. લાધે, એવી ઉત્કંઠા તેમને ઊંડે રહ્યા કરી છે. જેમ કે, મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૮ રોજના પત્રમાં (શ્રી.૧-૩૬૦) લખે છે
હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતા નથી. કવચિત પૂર્વકર્માનુસાર વર્તવું પડે છે, તેથી અત્યંત આકુળતા આવી જાય છે, • આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ.
હાલ જે કરીએ છીએ, તે વેપાર વિશે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે.
“અમે આ કામ પેરેલું માટે તે સંબંધી ....... બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. હવે હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ એને દોષબુદ્ધિ આવી જવાનો સંભવ; તે અનંત સંસારનું કારણ .......ને થાય એમ જાણી, જેમ બને તેમ ચિત્તાનું સમાધાન કરી, તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું, એમ હાલ તો ધાર્યું છે. * “કોઈ પણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે. બને જ નહીં. આ કામની નિવૃત્તિ, પૂર્વકમ જોતાં તે, હાલ થાય તેવું દેખાતું નથી....”
, ફાગણ વદ ૦)), સોમ, ૧૯૮૮ના બીજા પત્રમાં આ જ ભાવ:. દર્શાવતું વિધાન (શ્રી.૧-૩૬૩) જુ
- “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોના અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, “વૈભવથી',. સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, – તે મનને પણ સત્સંગને વિષે બંધન
For Personal & Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
-૨૨૦
જ્ઞાની ભકતની પ્રતિભા રાખવું બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તે વિયોગમાં રહ્યા કરીએ છીએ, એ પણ પૂર્વ નિબંધનને કોઈ ' મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે....
કવિશ્રીના ૨૫મા વર્ષનાં લખાણમાં ઉપરની ચિરસ્થિતિ જ્યાં ત્યાં વર્ણવાયેલી જોવા મળે છે. તેમણે જ તેનું સૂત્રરૂપ વર્ણન એક : પત્રમાં આમ લખી જણાવેલું મળે છે (મુંબઈ, વૈશાખ સુદ, શુક્ર – અક્ષયતૃતીયા, ૧૯૪૮; શ્રી.૧- ૩૬૬):
“ભાવસમાધિ છે. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે તથાપિ સમાધિ વર્તે છે.”
એને જ બીજે દિવસે (વૈ. સુ. ૪, શનિ, ૧૯૪૮ શ્રી. - ૩૬૭) ઉપરની જ વાત વળી વિશેષ રૂપે આ શબ્દોમાં લખી છે:
“અત્ર આત્મતા હોવાથી સમાધિ છે......'
“ખરું આત્મભાન થાય છે તેને, હું અન્યભાવને અકર્તા છું એ બોધ ઉત્પન્ન થઈ, અહં-પ્રત્યાય-બુદ્ધિ, તે વિલય પામે છે.
એવું જે આત્મભાન તે વારંવાર ઉજજવળપણે વર્યા કરે છે, - તથાપિ જેમ ઈચ્છીએ તેમ તે નહીં. અા સમાધિ છે.– સમાધિરૂપ”
વળી સુદ, ૫, રવિને (શ્રા. - ૩૬૭) બીજે દિવસે લખે છે:“હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વર્યા કરે છે.......
“અનંત કાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એ જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ.
વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ – તીર્થંકરાદિક – તેનું આત્મવ સાંભરે છે.”
અધ્યાત્મ- કે ધ્યાન- યોગની આ સ્થિતિ જ શમયોગારૂઢ સાધકની દે છે, જેને કવિ અહીં “સમાધિ' કહે છે, – જેતે ગીતાકારે વિસ્તારીને અo
For Personal & Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મજિજ્ઞાસુના વિષાદયોગ
૨૧
૬ (શ્લા૦ ૧૦ થી આંગળ જુઓ)માં ‘ દુ:ખસંયોગવિયોગ ’ નામે યોગ કહ્યો છે; – જેમાં વર્તતા યોગી (૬-૨૦) ‘ ગામના ઞામાનમ્ રિયન્ आत्मनि तुष्यति' (આત્મા વડે આત્માને જોઈને આત્માને વિષે સંતોષ પામે છે,) એમ કહ્યું છે.
6
પરંતુ કવિની આ સ્થિતિને વિષે નોંધપાત્ર એ છે કે, આ સ્થિતિવાળા જે તીર્થંકરાદિક નિગ્રંથ વનવાસી યતિ-મુનિ-સંન્યાસી જેવા આત્મ-પુરુષો છે, તેમના લક્ષ્યને તે વરેલા છે. શ્રીકૃષ્ણ જેવા પુરુષ, ગીતામાં જેને ' બ્રહ્મ-કર્મ-સમાધિ ' કહે છે; અથવા જેને આ સમગ્ર વિશ્વરૂપી પરમઈશ-કર્મમાં સહજ-પ્રવૃત્તિ-રૂપ ઈશ-સમર્પણ-યાગ બતાવે છે: ‘સર્વધર્માનું રિગ્ય મામેર્જ રારાં ત્રન' (૧૮- ૬૬) – ‘ સ્વમળા तमभ्यर्च्य सिद्धिं विंदति मानवः (૧૮ - ૪૬) – એ પ્રકારની ઈશકર્મ-સમાધિ કે સહજ-કર્મસમાધિ અર્જુનને સમજાવે છે, તેને મળતું લક્ષ્ય કવિશ્રીને ઓછું રુચે છે; તેમની પ્રીતિ જૈન સાધનમાર્ગના યતિધર્મ પર વિશેષ છે; અને તેથી જ તેમને, ઊંડી આત્મજિજ્ઞાસા સેવતાં છતાં, એક પ્રકારના ઊંડો વિષાદ વર્તતા રહે છે.
એમના ભક્તમિત્ર ગાંધીજીની જીવન-સાધના અહીંયાં જ તેની વિશેષતા કે વિલક્ષણતા પ્રગટ કરે છે. તે ઈશકર્મસમાધિ-ભાવને ઝંખે છે. આ પ્રકારની રુચિવાળા જ્ઞાની ભક્તપુરુષોની સ્થિતિનું વર્ણન ગીતાકારે (જુઓ અ૦ ૫, ૧૨-સર્વમૂહિતે રતાઃનું વર્ણન ) શ્લોકો ભરી ભરીને કર્યું છે; અને તેની કદર-બૂજ તા કવિને · હતી જ, એ આપણે આ અંગેનાં (૨૯ થી ૩૧) પ્રકરણેામાં જોયું. તેથી કરીને કવિ પણ જીવનમાં પરોપકારાર્થે – અનુકંપાપૂર્વક ધર્મસુધારણા અને સત્ય ધર્મપ્રવર્તન કરવા ચાહે છે; પણ તે કામ કરવાની રીત તીર્થંકરોની વનવાસી સંન્યાસીની ઢબે તે ગોઠવવા માગે છે. આ અર્થે ચૂપકીથી પાતે તૈયારી કરે છે, એ રીતના ભાવ તેમનાં લખાણામાં સતત નીકળતા રહ્યો છે, – જે આપણે આગળ (પ્ર૦ ૧૧ થી ૧૩ માં) જોઈ ગયા છીએ.
For Personal & Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા ગાંધીજી અહીં આગળ જુદી ભાવનાથી વર્તે છે. તે સ્વ-જીવનને જ ઈશકર્મ બનાવવાને માટે પોતાને સેવાયોગ યોજી લે છે, તે અર્થે વિશેષ પ્રકારની વ્રતનિયમાદિની ગૃહસ્થ-જીવન-પદ્ધતિ, – દેશકાલ અનુસાર જોઈ વિચારીને, – સ્વીકારે છે; એમાં સંન્યાસને હાઈ-ભાવ તે અપનાવીને સમાવે છે, અને એને જ લક્ષ્ય બનાવે છે. હિમાલયની ગુફા તે છોડે છે, અને સમાજની વચ્ચે જ રહીને તેની એકાંતિક સેવા રૂપી ગુફા સતત સેવે છે. આવો સેવાર્થે ભાવ-સંન્યાસ કવિની રુચિનો માર્ગ નથી.
આત્માર્થી આ બે મિત્રોની વૃત્તિ-પ્રકૃતિને આ ફેર લક્ષમાં લઈએ, તો ૧૯મા સૈકામાં પેદા થયેલા અને તેના કલ્યાણને ઝંખતા રહીને પોતાની જીવનવ્યવસ્થાની સાધના કરતા આ બે મહાન પુરુષોની પિતપોતાની નાની વિશેષતા ધ્યાનમાં આવશે. કવિને ગૃહસ્થીનું ઉદયકર્મ વર્તે છે, તે કહે છે, જેમાંથી પરમ વિષાદ કરતો રહે છે; પરંતુ તે આત્માર્થીનો છે, સાધનામાં દૃઢતા અર્પે છે. ત્યારે ગાંધી ગૃહસ્થીમાં પણ અપરિગ્રહી ને બ્રહ્મચર્યવ્રતી થઈને ગરીબાઈને વરે છે, અને તેમાં દૃઢભાવથી મંડયા રહે છે. બે મિત્રોની સાધનામાં આ ભેદ આજના યુગના મુમુક્ષુઓને માટે અર્થગંભીર સૂચકતા ધરાવે છે.
For Personal & Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
૩૩
જ્ઞાનીના માર્ગને વિચાર “જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. સર્વસંગ' શબ્દને લક્ષ્યાર્થ એવો છે કે, અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ.......
દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ, અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે. ... અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે; પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. (શ્રી,૧ - ૩૫૮-૯)
“ગુહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમ પુરુષ સર્વ-સંગ-પરિત્યાગનો ઉપદેશ કરતા હતા.(શ્રી ૨-૫૫૭)
કવિના વિષાદના નિમિત્ત-કારણ રૂપ ગૃહસ્થાશ્રમની ઉપાધિ છે અને વનવાસ – સંન્યાસાશ્રમને તે ઊંડે ઊંડે ઝંખે છે, તે તે આશમાન્તર કેમ કરતા નહિ હોય? તેમને તેમ કરતાં શું રોકતું હશે? તે મહા પુરુષાર્થી પુરુષ કેમ રોકાઈ રહે વારુ? – આવો પ્રશ્ન વિચારવા જે છે; કેમ કે જીવન-સાધનાના વિચાર-ક્ષેત્ર તેમાં એક મહત્ત્વને મુદ્દો – સમજવા જેવી અધ્યાત્મ-ભૂમિકા કે પરમ જીવનસિદ્ધિની યાત્રામાં નેધપાત્ર તબક્કો તે છે. તેથી જ, આવી ભૂમિકામાં વિષાદની ઝળક
२२३
For Personal & Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪
જ્ઞાની ભક્તની પ્રતિભા હોવા છતાં, તે વાટેય યોગમાં પ્રયાણ અને પ્રગતિ થાય છે, – જેથી આ ભૂમિકાને “વિષાદયોગ’ જેવું નામ (જેમ કે, ગીતા અ૦ ૧નું) સાધનાના શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે.
આ પ્રશ્ન કેવળ બાહ્ય વેશાંતર કરવાને – ધોળાં કે ભગવાં ધરવાનો – યતિ મુનિ સંન્યાસીને વેશ સ્વીકારવાની કેવળ ક્રિયાજડ વસ્તુને વિષેને નથી. આ તો અધ્યાત્મ ક્ષેત્રની આંતર ચિત્તસ્થિતિને અંગેનો છે, કે જે સ્થિતિને પરમ સાધનાના અંતિમ તબક્કે પહોંચાડીને જીવનમાં પકવવાની હોય છે. અને કવિ આવા ચરમ તબક્કા તરફ હવે પહોંચે છે, એ તેમનાં લખાણો બતાવે છે. સાધનાશાસ્ત્રમાં એને “ધ્યાનયોગ’ કે અધ્યાત્મયોગ’ પણ તેથી જ કહેવાય છે.
આ સમયની તેમની એ દશા સમજવામાં મદદરૂપ એક લખાણ ગણાય તે તેમણે, લખવા માંડેલા “ ધ્યાન' નામે અપૂર્ણ લેખમાં મળે છે. સ્વગત શૈલીમાં (શ્રી - ૨૩૫) તેમાં તે નોંધે છે:
“હે આત્મન ! તે જો આ મનુષ્યપણું કાકાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તે તારે પિતામાં પોતાને નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. ..........
શ્રી જિન સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યને મુક્તિનું કારણ કહે છે. અતએ જે મુક્તિની ઇચ્છા કરે છે, તે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યને જ મોક્ષનું સાધન કહે છે.
“મેક્ષનાં સાધન જે સમ્યકદર્શનાદિક છે, તેમાં “ધ્યાન... ગર્ભિત છે. તે કારણ ધ્યાનને ઉપદેશ હવે પ્રગટ કરતાં કહે છે કે, “હે આમની તું સંસારદુ:ખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર.”(આટલેથી લેખ અટકે છે.)
અને એ ધ્યાન એટલે આત્મશુદ્ધિને અર્થે વૈરાગ્ય અને અભ્યાસ પૂર્વક પોતાના મનની સાથે લડવું – શમયોગ સાધવો તે છે; '
For Personal & Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીના માર્ગને વિચાર
૨૫. અને એની સાધના વડે શ્રીમદ્ આત્મચિંતનની સ્વસ્થતા અનુભવી શકતા હતા. તથા તેવી નૈષ્કર્મ-સિદ્ધિ તેમણે સાધી હતી, એમ ગીતાની.. પરિભાષામાં કહી શકાય
આ તપાસવાને માટે કવિશ્રીએ, કઈ ભાવના તથા સમજદૃષ્ટિથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલો અને તેમાં જિજ્ઞાસા-મુમુક્ષા-પૂર્વક પ્રવર્યા, તે જોવું ઘટે. “સમુચ્ચયવયચર્યા' લખ્યા પછી તે દિવસે – માગશર, સુદ ૯, રવિ, ૧૯૪૬ રોજ (શ્રી. જૂઠાભાઈને) લખેલા પત્રમાં તે કહે છે :
તમે મારા સંબંધમાં જે જે પ્રસ્તુતિ દર્શાવી, તે તે મેં બહુ મનન કરી છે. તેવા ગુણો પ્રકાશિત થાય, એમ પ્રવર્તવા અભિલાષા.. ''. પરંતુ તેવા ગુણ મારામાં પ્રકાશિત થયા છે, એમ મને લાગતું
પો; માત્ર રુચિ થઈ એમ ગણીએ તે ગણી શકાય. આપણે જેમ. બને તેમ એક જ પદના ઇચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આં. કે, “બંધાયલાને છોડવો.’ એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું એ. સર્વમાન્ય છે.” (શ્રી.૧- ૨૩૨)
તેમ જ ૨૦માં વર્ષે લગ્નસંસ્કાર અંગીકાર કર્યો, તે પૂરી સમજબુદ્ધિથી અને પોતાનાં સ્વ-કર્મ-ધર્મની સ્વાભાવિક ભૂમિકામાં પ્રવર્તતા. નિજ જીવનની સાધનાદૃષ્ટિએ વિચારીને કર્યો હતો, એમ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમનાથી બે વર્ષે નાના સમકાલીન ગાંધીજી પેઠે, તે કાળમાં બનતું એમ, કવિશ્રીનું લગ્ન બાળ વયે થયું નહોતું.તેમ ૨૮મે વર્ષે પરણ્યા હતા, અને આપણે જોયું કે, તેમનામાં આત્મજિજ્ઞાસાનો ઉદય, ૧૭મા વરસે થઈ ચૂક્યો હતો. તે એ ઉંમરથી આત્માર્થી બનેલા જોવા મળે છે. પોતાની જીવનયાત્રા માટે પોતાનો આદર્શ તેમણે પોતાના મનથી બાંધી લીધો હતો. બલ્ક, લગ્નસંસ્કારને એ પુરુષ પોતાની તે. સાધનામાં વચ્ચે આવતો એક તબક્કો સમજીને ચાલ્યા, એમ એમનાં જ્ઞા૦-૧૫
For Personal & Private Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા લખાણમાંથી જોવા મળે છે. અને એ એમની સમજદૃષ્ટિ સાધનાના અભ્યાસીએ જોવા જેવી ગણાય.
ગીતાકાર જેને “સ્વભાવનિયત’ કે ‘સહજ’ કર્મ કહે છે, તેવી -વસ્તુ પિતાને માટે આ ગૃહસ્થાશ્રમ છે, એવી સમજ તેમની હોય, એમ જોવા મળે છે. અર્લોકિક અવધાન-શક્તિથી પોતાના સંચિતમાં ઊંડે ઊતરીને જોતાં તેમને એમ લાગ્યું કે આ ક્રમ તેમને માટે પ્રારબ્ધજન્ય સહજ-કર્મગતિ છે. તેથી જ તેમની વૃત્તિ સામાન્ય સંસારીથી જુદી ભાવનાવાળી હતી; તેથી ગૃહસ્થ-જીવનમાં તેના સુખભેગના મોહથી તે તણાઈ નહોતા ગયા, – જોકે તે માણવાને માટે ધન-સંપત્તિ ઈ૦ સર્વ વૈભવ તેમને સારી પેઠે મોજૂદ હતો. ,
આપણે જાણીએ છીએ કે, કવિ નિષ્કુલાનંદે પેલા (‘ત્યાગ ૧ ટકે રે વૈરાગ્ય વિના ......') ભજનમાં ગાયું છે, એવો ત્યાગ-સંન્યાસ કોઈ સ્વીકારી લે છે. એમ કોઈ આવેગ કે ભળતા ખ્યાલથી ખેંચાઈને જો સાધક પિતાના પ્રારબ્ધ-કર્મનો અનાદર કરે, તોય તે સાધનામાં તેનાથી ભાગ્યે ફાવી શકે, – પાછો પણ પડે, અર્થાત, સંન્યાસ-ભ્રષ્ટ થાય; તેથી શાસ્ત્રકારો બતાવે છે (ગીતા ૧૮, ૫૯ - ૬૦):
“યદહંકારમ્ આશ્રિત્ય “ન યોસ્પે' ઈતિ મ સે ! મિથ્યષ: વ્યવસાય: તે, પ્રકૃતિ: ત્વામ્ નિયોશ્યતિ ||
સ્વભાવન કૌતિય, નિબદ્ધ: સ્વન કર્મણા ! કર્યું ન ઇચ્છસિ યનું મહાત્ કરિષ્યસિ અવશોપિ તત ||
[“અહંકારને વશ થઈ “નહીં લડું’ એમ હું માને તો એ તારો નિશ્ચય મિથ્યા છે. તારો સ્વભાવ જ તને તે તરફ બળાત્કારે ઘસડી જશે.
“હે કોંય ! સ્વભાવજન્ય પોતીકા કર્મથી બંધાયેલો તું, મેહને વશ થઈ જે કરવા નથી ઇચ્છતે, તે પરાણે કરીશ.”]
આવા મેહ કે અહંકારમાં કવિશ્રી નથી તણાઈ જતા, અને જેને અકર્મવાદી સંન્યાસનો “નિગ્રંથધર્મ” પસંદ છતાં – તેમાં શ્રદ્ધા બંધાયા
For Personal & Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીના માર્ગના વિચાર
૨૨:
છતાં, તે ધર્મને સીધા કે બાહ્યત: પોતે નથી અંગીકાર કરતા, અને પ્રયત્ન-જ્ઞાન-પૂર્વક, સ્વભાવ-નિયત સ્વકર્મ-જીવનમાં જાય છે.
‘ સંન્યાસાામ ’વિષે બાહ્ય સામાજિક રીતે જોતાં, તેમાં ખાસિયત હોય તો તે એ કહેવાય કે, ભિક્ષાજીવનની સવડ-અવડ તેમાં છે: શરીરયાત્રાને માટે આજીવિકાને સવાલ એ રીતે માકળો બને છે. તેથી કેટલાક સંયમ અને અસંગ આપેાઆપ રાધાય છે – કમાવાની યોગક્ષેમઉપાધિ ઓછી થાય, એવી સાધનશક્તિ તેમાં છે. પરંતુ તેની શરત નિષ્કુલાનંદે ગાઈ છે અને ગીતા આપે છે તે સાવધાનીની છે કે:કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ ।
ઈંદ્રિયાર્થાત્ વિમૂઢાત્મા મિથ્યાચાર: સ ઉચ્યતે || (૩-૬) [“જે મનુષ્ય કર્મ કરનારી ઇંદ્રિયાને રોકે છે, પણ તે તે ઇંદ્રિયાના વિષયનું ચિંતવન મનથી કરે છે, તે મૂઢાત્મા મિથ્યાચારી કહેવાય છે.” ] અથવા ‘સ્થિતપ્રજ્ઞ ’ વર્ણવતાં કહે છે:—
વિષયા વિનિંવર્તતે નિરાહારસ્ય દેહિન: ।
રસવર્જ રસાઽષ્યસ્ય પર દૃા નિવર્તતે । (૨ - ૫૯) [“ દેહધારી જ્યારે નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મેાળા પડે છે. પણ રસ જંતા નથી; તે રસ તે પરવસ્તુ, – પરમાત્માના સાક્ષાત્કાર થવાથી શમે છે.”]
કવિએ જ્ઞાનીની આજીવિકા વિષે એક પત્રમાં લખતાં (શ્રી,૧૩૬૮-૯) કહ્યું છે:
“જ્ઞાની પેાતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વ કર્માનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાના પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ.
""
અમારે વિષે વર્તતા પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મન મળવા દેતા નથી, અને વ્યવહારના પ્રતિબંધ તે આખા દહાડો રાખવા પડે છે. હાલ તા એમ ઉદયસ્થિતિમાં વર્તે છે. તેથી સંભવ થાય છે કે તે પણ સુખને હેતુ છે.
66
For Personal & Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા - “અમે તે પાંચ માસ થયાં જગત, ઈશ્વર, અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ..... અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે......” - “#નમસ્કાર” મથાળાથી, (મુંબઈ, ભાદરવા વદ ૮ બુધ, ૧૯૪૮ના રોજ) સ્વતંત્ર લેખ કવિને છે, તેમાં (શ્રી ૧- ૩૯૭) તે કહે છે –
જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું, એ જ્ઞાની પુરુષનું સનાતન આચરણ છે; અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાત, જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિને ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદના થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી, અને એમ જાણીએ છીએ કે, જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે; તથાપિ તેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઇચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે,* તેવા આ સંસારમાં કાર્યપણે – કારણ પણે પ્રવર્તવાની ઇચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તિપણું જ આત્માને વિષે વર્તે છે; તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ – પ્રસંગમાં પ્રવર્તવું પડે, એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ; તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય-જોગ છે, એમ જાણી કવચિત ખેદ પામીએ છીએ, કવચિત વિશેષ ખેદ પામીએ છીએ, અને તે ખેદનું કારણ વિચારી જોતાં તો પરાનુકંપા-રૂપ જણાય છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઇચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ, દુઃખ, રાગ, દ્રોપ, લાભ, અલાભના કારણ રૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે લોકપ્રસંગની
જે સરખાવે આ સ્થિતિ (ગીતા અ. - ૬-૨, ૪, ૨૪; અ. ૧૨, ૧૬; અ. ૧૪- ૨૫) સંકલ્પ-સંન્યાસ અથવા સરંભ-પરિત્યાગ તરીકે ગીતામાં વર્ણવી છે; તે અહીં અભ્યાસીએ મનન કરવા જેવી છે.
For Personal & Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીના માર્ગને વિચાર
૨૨૯ વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું, તે બેધારી તરવાર પર ચાલવા બરાબર છે.
“એમ છતાં પણ કોઈને ખેદ, દુ:ખ, અલાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી, અમને તો અત્યંત વિકટપણાનો ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ (એટલે કે, આચરણ) જ્ઞાનીને છે.
એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈકવરેચ્છા હશે તે થશે.”
ઉપરના ઉતારામાં કવિશ્રીની “ૐ નમસ્કાર” નોંધ પુરી આપી છે; તે તેમનું આત્માનુભવ-કથન છે. તેમાં સાધકજીવનની કેવી સૂક્ષ્મ આંતર દૃષ્ટિ તે નિરૂપે છે!
અને આ પ્રકારનું કવિનું આત્મ-કથન આ સમયે અનેક જગાએ મળે છે. વધુ કેટલાંક જોઈએ. તે કાળે જે વ્યવસાયમાં પોતે છે (જેમાં ઉપર કહેલા ખેદ જેવો ભાવ પણ તેમને વરતે છે,) તેને વિશે, ઉપરના જેવી જ સ્વતંત્ર નોંધ જોવા મળે છે.
“મુંબઈ, આસો, ૧૯૪૮” (શ્રી.૧-૪૦૧) ની નોંધ (કોઈના પ્રસંગમાં પેદા થયેલા પ્રશ્નમાંથી) સ્વગત આત્મમંથન રૂપ લાગે છે:“કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કાંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તમને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા
For Personal & Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૩.
જ્ઞાની ભક્તની પ્રતિભા
નથી. આવા જે અંતરંગના ભેદ તે, જે જીવને નિકટપણે મેાક્ષ વર્તતા ન હોય, તે જીવ કેમ સમજી શકે?
“દુ:ખના ભયથી પણ સંસારમાં રહેલું રાખ્યું છે એમ નથી.. માન-અપમાનના તો કંઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયો છે......
.
“ મુંબઈ, આશ્વિન, ૧૯૪૮ રોજની તેવી બીજી નોંધ (શ્રી.૧૪૦૪) છે જેમાં કાંઈક તત્ત્વ-ભાષામાં લખ્યું છે:
“ જે પદાર્થમાં નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ છી. હાય, તે પદા ક્રમે કરી પોતાપણાના ત્યાગ કરે છે, અર્થાત્ નાશ પામે છે, એવા વિચાર રાખી આ વ્યવસાયના પ્રસંગ રાખ્યા જેવું છે. “ પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે, તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી, અને યોગ્ય પણ એ રીતે છે એમ જાણી, જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે, તે સમપરિણામથી વેદવાં ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાય-પ્રસંગ વર્તે છે.
“ચિત્તમાં કઈ રીતે તે વ્યવસાયનું કર્તવ્યપણું નહીં જણાતાં છતાં તે વ્યવસાય માત્ર ખેદનો હેતુ છે, એવા પરમાર્થ નિશ્ચય છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી, સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેદવે પડે છે. તે વેદવા વિષે ઇચ્છા-નિરિચ્છા નથી; પણ આત્માને અફળ એવી આ પ્રવૃત્તિના સંબંધ રહેતા દેખી ખેદ થાય છે અને તે વિષે વારંવાર વિચાર રહ્યા કરે છે.”
જાણ્યેઅજાણ્યે, જીવનના મૂળ પ્રશ્ન વિષે ઊંડી જિજ્ઞાસા જાગતાં જેવા ખેદ-વિષાદ જન્મે, (જેમ કે, અર્જુનને ચિંતા યુદ્ધપ્રસંગથી પ્રગટ થઈ આવ્યો, એમ ગીતાના પ્રથમ બે અધ્યાય વર્ણવે છે.) તે પ્રકારના ખેદ-વિષાદયોગ કવિશ્રીના આ કાળના સમયે દેખાય છે; અને તે તેમને જાણમાં છે – તેના અંતર્ભે દ તેમને પેાતાના આંતર-ધ્યાનાદિમાંથી સમજાય છે; અને એનું કથન આ છે, એમ આપણે જોઈએ
For Personal & Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીના માગને વિચાર
૭૧ છીએ. એ વસ્તુ પત્ર રૂપે પણ આ કાળના એક પત્રમાં (શ્રી. સેભાગચંદને) તેમણે લખેલી મળે છે.
મુંબઈ, માગશર વદ ૯, સોમ, ૧૯૪૮ ના આ પત્રમાં (શ્રી, ૧-૪૦૮) લખ્યું છે:
“ઉપાધિ વેદવા માટે જોઈનું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉદય-રૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે.
પરમાર્થનું દુ:ખ મટયા છતાં સંસારનું પ્રાસંગિક દુ:ખ રહ્યા કરે છે, અને તે દુ:ખ પોતાની ઈચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે, અને તે વિટંબના વિશે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે.
આટલા લેખ ઉપરથી તે ઉગ સ્પષ્ટ નહીં સમજાય; કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉગ સિવાય બીજું કંઈ દુ:ખ સંસારપ્રસંગનું પણ જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે, તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય, તે તે અન્યની. અનુકંપા કે ઉપકાર કે એવાં કારણો હોય, એમ મને નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્દે ગને લીધે ક્યારેક ચક્ષમાં આંસુ આવી જાય છે અને તે. બધાં કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. * “જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે, કોઈ પણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું, એ સિવાય બીજો શોચ તેને ઘટતો. નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં, જેને દેહને વિષે મૂછ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે.
For Personal & Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨
જ્ઞાની ભક્તની પ્રતિભા દેહ તે આત્મા નથી આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી.
વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહનાં તેનાં સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ-પાદિ-પરિણામ જોઈ નહર્ષ-શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથીઅને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગને મુખ્ય ધ્વનિ છે.*...”
શ્રીમદ્ આ ભાવ સ્પષ્ટ કરતે પત્ર પછીનાં વરસમાં લખાયેલો (મુંબઈથી ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧) મળે છે; (શ્રી,૨ - પર૧) તેમાં તે લખે છે:
“પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભગવ્યું ક્ષય થયો છે, તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભેગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલે થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રીશ્યભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપકવકાળ છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથા-તશ્યતા ન રહી, તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષો જોઈશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે.
આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિ-કર્મ દવા રૂપ પ્રારબ્ધને ઉદય થવા આશય રહ્યા કરે છે. પણ તે તરતમાં, એટલે, એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી અને પળ પળ જવી કઠણ પડે છે. •
- “આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષને મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષના મોતી સંબંધી વ્યાપાર
સરખા -“અશોચ્યાન અવશેચવમ...” ઇઉધન ગીતાકાર અર્જુનને કરે છે તે (ગીતા, ૨-૧૧ ઈ.).
For Personal & Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીના માગ ના વિચાર
૨૩૩
ગયા વર્ષ કરતાં લગભગ બમણા થયા છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થાડા દિવસ કરતાં હાલ ઠીક છે; અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તાપણ કંઈક ઠીક પરિણામ આવશે, એમ સંભવ રહે છે. પણ ઘણા વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે; અને તે માટે શોચ થાય છે કે, આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે, તે શમાવવું ઘટે છે; અને કંઈક કરવું પડે એવાં કારણેા રહે છે. હવે પ્રારબ્ધાદય તરત ક્ષય થાય તા સારું, એમ કરે છે.
જેમ તેમ કરી તે
મનમાં ઘણી વાર રહ્યા
અત્રે જે આડત તથા મેાતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેને ઘણા પ્રસંગ ઓછા થવાનું થાય તેવા કોઈ રસ્તા ધ્યાનમાં આવે તે લખશેા
""
66
‘જ્ઞાનીના માર્ગના વિચાર' કરતાં, જ્ઞાનીના સુખ વિષે (મુંબઈ, પત્રમાં (શ્રી.૨ - ૫૩૦-૧) સામ્યયાગ કહે છે, તે વિષે
જેઠ સુદ ૧૦ રવિ, ૧૯૫૧ રોજના) એક તેની સમતાની સ્થિર બુદ્ધિ કે ગીતા જેને લખે છે:- =
જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે, તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્ય પદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુ:ખાદિનું વિશેષપણું કે છાપણું કહી શકાતું નથી. જોકે સામાન્યપણે શરીરના સ્વાસ્થ્યાદિથી શાતા અને જ્વરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે. તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગ હર્ષ-વિષાદના હેતુ નથી, અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તો કંઈક હર્ષવિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યેાગ્ય એવા હર્ષવિષાદ થતા નથી. ઉદય-બળે કંઈક તેવાં પરિણામ થાય છે, તેપણ વિચાર-જાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાની પુરુષનાં પરિણામ વર્તે છે. ઉદય-વાયુયોગે યતિકિચત્ દશાફેર થાય છે, તોપણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે.
66
......
For Personal & Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
૩૪
જ્ઞાની ભક્તની પ્રતિભા જ્ઞાની નિધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિધન હોય અથવા ધનવાન હોય એવો કંઈ નિયમ નથી. પૂર્વ-નિષ્પન્ન શુભઅશુભ કર્મ પ્રમાણે બંનેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે, અજ્ઞાની હર્ષવિષાદને પ્રાપ્ત થાય છે.
“જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે, ત્યાં તે સ્ત્રી આદિ પરિગ્રહનો પણ અપ્રસંગ છે. તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાનદશામાં (ચોથે પાંચમે ગુણસ્થાનકે જ્યાં તે યોગનો પ્રસંગ સંભવે છે, તે દશામાં) વર્તતા જ્ઞાની સમકદૃષ્ટિને સ્ત્રી આદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે.”
રાજજયંતી વ્યાખ્યાનો” પુસ્તકમાં “શ્રીમાન રાજચંદ્ર સંસારનાં કપડાંમાં એ મથાળે રા. જીવાભાઈ અમીચંદનું વ્યાખ્યાન (ઈ.સ. ૧૯૦૯) આપ્યું છે, તેમાં કવિ-જીવનનો આ જ ભાવ વર્ણવતાં (પા. ૧૧૮) તેમણે કહ્યું છે:
આપણા સ્થૂળ દૃષ્ટિપાતની સાથે જ પ્રથમ દર્શન એ થાય છે કે, જેને આપણે ત્યાગી જીવન કહીએ છીએ, તેવું ત્યાગી જીવન શ્રીમદે ગાળ્યું નથી, પણ ગૃહસ્થી જીવન ગાળ્યું છે. ત્યાગી જીવનની અને ગૃહસ્થી જીવનની સંસારે દોરેલી વ્યાખ્યા-મર્યાદા શુદ્ર છે. સંસારવ્યવહારને સંસાર દેખે તે ત્યાગ કરીને વર્તવું તે ત્યાગી જીવન; અને ઘરસંસાર ચલાવવો તે ગૃહસ્થી જીવન, એમ સંસાર માને છે. અલબત્ત, આ માનીનતા ખોટી છે. અચલ ત્યાગવૃત્તિ વિનાના કોઈ પણ પ્રકારના સવાસનિક જીવનને ત્યાગી જીવન કહી શકાય નહિ,
જ્યારે સંસારના પ્રપંચ-વ્યવહારની વચમાં પણ જો કોઈ નિર્વાસનિક જીવન ગાળે, તો તે જીવન ખરું ત્યાગી જીવન કહી શકાય. શ્રીમાનના ભૂલ કે સૂક્ષ્મ જીવનની ગમે તે કાળની પ્રવૃત્તિ પર આપણે નજર ફેંકીશું તો એ જ જણાઈ આવશે કે, તેમણે સંસાર-વ્યવહારની વચમાં પણ કેવળ નિર્વાસનિક જીવન જ વહન કીધું છે.”
For Personal & Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીના માર્ગના વિચાર
: ૨૩૫.
આમ જણાવીને તે વ્યાખ્યાતા આગળ તેમના વક્તવ્યમાં આવા નિર્વાસનિક પ્રકારની જીવન-રીતિ વિષેનું અધ્યાત્મ-નિરૂપણ કરી બતાવતાં, કહે છે:
1
“ પ્રારબ્ધ કર્મ ક્ષીણ થયા વિના વ્યવહાર નિવૃત્ત થતા નથી. માટે પ્રારબ્ધ-કર્મ – ઉદય-કર્મના ક્ષય માટે જ જીવન વહન કરવું જ જોઈએ, એ તેમનું પ્રધાન લક્ષ્ય હતું. નીચેનાં તેમનાં વાકયો (જુ શ્રી,૧ - ૪૪૩) તેમના જીવન-નિર્વાહના હેતુ સ્પષ્ટ કરે છે:
66 6
• આટલી વાતને નિશ્ચય રાખવા યોગ્ય છે કે, જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ-કર્મ ભાગવ્યા વિના નિવૃત્ત થતાં નથી અને અભાગવ્યે નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઇચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા. જીવને પણ એવાં કેટલાંક કર્મ છે, કે જે ભાગવ્યે જ નિવૃત્ત થાય; અર્થાત્ તે પ્રારબ્ધ જેવાં હોય છે; તથાપિ ભેદ એટલેા છે કે, જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભવિષ્ય સંસારના હેતુ છે; માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધના એવા નિરધાર નથી કે, તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. જેમ શ્રીકૃષ્ણાદિક જ્ઞાની પુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં શાનદશા હતી;. જેમ ગૃહ-અવસ્થામાં શ્રી. તીર્થંકરને પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભાગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધ-સ્થિતિ એવી છે, કે જે જ્ઞાની. પુરુષને વિષે તેના સ્વરૂપને માટે જીવાને અંદેશાના હેતુ થાય; અને તે માટે જ્ઞાની પુરુષો ઘણું કરીને જડ-મૌન-દા રાખી પેાતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. તથાપિ પ્રારબ્ધ-વશાત્ તે દશા કોઈને સ્પષ્ટ જણવામાં આવે, તે પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાના હેતુ.
..
થતા નથી.
“ ટૂંકમાં, ભવિષ્ય-સંસારના હેતુ વિના પૂર્વપાર્જિત પ્રારબ્ધના ક્ષાર્થે જીવન વહન કરવું, એ જ તેમના ઉદ્દેશ હતા. અને જ્યાં ઉદ્દેશ જ આવે છે ત્યાં પછી તે સંસાર-વ્યવહારની વચ્ચે ઊભા રહે.
For Personal & Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬
જ્ઞાની ભક્તની પ્રતિભા તેય શું અને સાંસારિક પદાર્થોથી દેખીતા છેટા ઊભા રહે તેય શું? સંસારવ્યવહારની છોળથી તેવા જીવનને વિકૃતિ નથી થતી. આ જીવન તે જ ખરું ત્યાગી જીવન અને સ્વર્ગસ્થ સંસારની દૃષ્ટિમાં જણાવ્યું ગૃહસ્થી છતાં ત્યાગી જીવન જ ગાળ્યું છે. બાકી તે –
વનેડપિ દેષા: પ્રભવન્તિ રાગિણામ્
ગૃહેડપિ પંચેન્દ્રિયનિગ્રહ: તપ: અકુત્સિતે કર્મણિ ય: પ્રવર્તત
નિવૃત્તરાવસ્ય ગૃહે તપવન” ” આ પ્રકારનું નૈષ્ઠિક જીવન અને આત્મશ્રદ્ધા સાધક, પ્રારબ્ધાનુસાર સ્વકર્મ-જીવનમાં પ્રવૃત્ત છતાં, કયા ક્રમે કે કઈ રીતિથી પામે અને આત્મસિદ્ધિની પરમ ગતિ-સ્થિતિને લહી શકે, તેને જ નકશો કે તેવા જીવનની રૂપરેખા ગીતાકાર, પોતાના સંવાદનો અંત સમારોપ કરતાં વર્ણવે છે, તે પરથી શ્રીમની સાધનાનું સ્વરૂપ ટૂંકમાં ખ્યાલમાં આવી શકશે:
स्वे स्वे कर्मणि अभिरतः संसिद्धिम् लभते नरः। સ્વકર્મનિરત: સિદ્ધિમ્ યથા વિન્દતિ તત્ શણ / યત: પ્રવૃત્તિ: ભૂતનામ્ યેન સર્વમ્ ઇદમ્ તમ્ | સ્વકર્મણા તમભ્યર્થ્ય સિદ્ધિ વિન્દતિ માનવ: || શ્રેયાનું સ્વધર્મ: વિગુણ: પરધર્માત્ સ્વનકિતાત્ સ્વભાવનિયત કર્મ કર્થન ન આપ્નતિ કિબિષમ | સહજે કર્મ કૌતેય સદોષમપિ ન ત્યજે !
સર્વોરંભા હિ દોષણ ધૂમેન અશિઃ રૂવ સાવૃતાઃ || કર્મ-જીવનમાં આ ભાવથી પ્રવૃત્ત થવાપણું સાધનાના જીવન-વિકાસક્રમમાં સંભવતું હોઈ, તે વિહિત છે; અને જાગ્રત ભાવે તે સેવતાં, કોયસ્કર થઈ શકે છે. કવિશ્રી એ રીતે પ્રવર્તતાં શેષ જીવનમાં નિશ્ચયપૂર્વક આગળ વધે છે.
For Personal & Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
૩૪
સમાધિમાગ
“ ધ્યાનયોગવર: નિત્યં વૈરાગ્યું સમુવાશ્રિતઃ ।” ગીતા (૧૮ -૫૨)
66
‘ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ-વૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે આર્યચરણ (આર્યપુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તા જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી.
“ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતા નથી. લેાકસંજ્ઞાથી લેાકાગ્રે જવાનું નથી. લેાકત્યાગ વિના વૈરાગ્ય યથાયેગ્ય પામવા દુર્લભ છે. (શ્રી.૧ - ૨૪૯)
""*
– કવિ રાજચંદ્ર વિષાદ છતાં વીતરાગપણાની સિદ્ધિને માટે કવિ જેને ‘સમાધિ શબ્દથી વર્ણવે છે, તે એમના સમાધિમાર્ગ વિષે હવે કેટલુંક જોવું ઠીક
# ગીતાકાર અર્જુનને આ જ ભાવે આધ્યાત્મિક સાધનક્રમ ઉદ્ધે ધે. છે. – ચિત્તને પ્રભુમાં સ્થિર રાખી સમાધિ ન બને, તે તેને માટેના ધ્યાનધારણાદિ અભ્યાસયોગ વડે કામ લે; તે ન બને તેા ઈશ્વરા બુદ્ધિથી કકર, – એમ પ્રભુપ્રીત્યર્થ કમ કરતાંય સિદ્ધિ મળશે; તેમ ન કરી શકે તા કર્મના ફળના ત્યાગને કે અનાસક્તિને ભાવ કેળવવા પ્રયત્ન કર. (૧૨-૮ થી ૧૨). શ્રીમદ્ રાજચંદ્ર જે સમાધિમા સમજ્યા છે, તેનું. ઉત્તમ નિર્દેશક આ તેમની પ્રાનામાં મળે છે,
HIT
*
For Personal & Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા થશે. આ સાધનને આ કાળે તીવ્ર વેગથી તે કામમાં લે છે, અને તે વિશે ઝીણવટથી ત્યારના તેમના પત્રવ્યવહારમાં પણ ચર્ચા-વિચારણા 'નિરૂપતા દેખાય છે. અને તેમાં ઉદયકર્મની ઉપાધિથી પોતાને જે અંતરાય કે વિદન-વિક્ષેપ લાગે છે, તે તેમને સતત ઉદ્વેગનું કારણ રહેલું પણ દેખાય છે; છતાં ઉદય પામતું પ્રારબ્ધ કર્મ તો આનંદથી અને તેના સુખદુ:ખાદિ દ્રઢ છતાં વીતરાગદ્વેષી સમભાવથી વેદવું જ રહ્યું, એમ સમજીને સ્વસ્થ સમાહિતતા આ કાળે સતત આરાધે છે.
ધ્યાન કે સમાધિમાર્ગને મહિમા આર્ય તત્ત્વજ્ઞાન અને સાધના તથા આત્મસિદ્ધિમાં પરાપૂર્વથી જાણીતો છે. કવિ (તેમના શાસ્ત્રા
ભ્યાસના સાર-નિરૂપણ કે નિવેદન જેવા ગ્રંથ) – “મોક્ષમાળા'માં ધ્યાન વિષે ત્રણ શિક્ષાપાઠ (૭૪ થી ૭૬) લખે છે. બૌદ્ધ અને જૈન સાધનમાર્ગોએ તો આ ધ્યાન-સાધન વિષે ખાસ પોતાની નવી પરિભાષા યોજીને બતાવ્યું છે. પાતંજલ યોગદર્શન તે એ વિશે જાણીતો આપણે શાસ્ત્ર-ગ્રંથ છે. કવિને જૈન યોગ-પદ્ધતિ શાસ્ત્રત: ગમતી હતી: “મોક્ષમાળા”ના પાઠ ૭૬માં (શ્રી.૧-૧૦૦) તે લખે છે કે,
“શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારો વેદાંતવાદીઓએ બતાવ્યા છે; પણ જેવા આ ધર્મધ્યાનના પૃથક પૃથક સોળ ભેદ કહ્યા છે, તેવા તત્વરૂપ ભેદ કોઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. ....”
મુખ્ય વાત આમાં કોઈ શાસ્ત્રીય સરસાઈની નથી, પરંતુ અંત અને ચીવટથી લગાતાર અભ્યાસ કરતા રહેવું – એ છે. અને એમાં છેવટે મનુષ્ય પોતાના ચિત્તમાં ફેંસલો કરવાનો છે; તેથી, ધ્યાન, ધારણા, સમાધિરૂપ “સંયમ” કેળવવો આવશ્યક છે. અને આ કરવાને ક્રિયાયોગ છે – જેમ જેમ તે સાધીએ, તેમ તેમ તે ઊંડે ઊંડે આગળની પાયરીઓએ એની મેળે વધતા જાય છે, કે જેમ યોગસૂત્રભાષ્યકાર કહે છે:
योगेन योगः ज्ञातव्यः योगात् योगः प्रवर्तते । योऽप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॥
For Personal & Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
સમાધિમાગ
૨૩૯
66
કવિના ૧૭મા વર્ષ પછીના ધર્મોદય-જીવનમાં ચિંતન, મનન, ઈ સતત નિત્યકર્મ રૂપે ચાલતાં, એ સહેજે જોઈ શકાય છે. “વવાણિયા, વૈશાખ સુદ ૧, ૧૯૪૫” રોજના પત્રમાં એક સાથી-ભક્તને તે સલાહ આપે છે:
“જો પદ્માસન વાળીને કિંવા સ્થિર આસનથી બેસી શકાતું હાય, સૂઈ શકાતું હોય તે પણ ચાલે, પણ સ્થિરતા જોઈએ, ચળવિચળ દેહ ન થતા હોય, તે આંખો વીંચી જઈ નાભિના ભાગ પર દૃષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, કપાળના મધ્ય ભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત શૂન્યાભાસરૂપ ચિંતવી, પેાતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાપ્યું છે એવા ભાસ લઈ, જે રૂપે પાર્શ્વનાથાદિક અર્હતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે, તેવા ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરો. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હોય તે મારું ખભેરખરું (મેં જે રેશમી કોરે રાખ્યું હતું) તે ઓઢી સવારના ચાર વાગ્યે કે પાંચ વાગ્યે જાગૃતિ પામી સેાડ તાણી એકાગ્રતા ચિંતવવી. અર્હત્ સ્વરૂપનું ચિંતવન, બને તેા કરવું, નહિ તે કંઈ પણ નહીં ચિતવતાં સમાધિ કે બોધિ એ શબ્દો જ ચિંતવવા. અત્યારે એટલું જ. પરમ કલ્યાણની એક શ્રેણી થશે. ઓછામાં ઓછી બાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સ્થિતિ રાખવી. (શ્રી,૧ - ૨૦૮ )
,,
એથી એમ અનુમાન જાય કે, કવિશ્રી પોતે આ પ્રકારનું ધ્યાન કરતા હશે. અને એ અંગે, તેમની નોંધપાથી આ સમયની મળે છે, તેમાં કાંઈક જોઈ શકાય છે. તેમ જ આ સમયનાં તેમનાં પત્રવ્યવહારાદિ જોઈએ તે તેમાં કવિનાં સ્વાધ્યાય-અભ્યાસ ઇ૦ કેવાં ચાલતાં હશે, તેનું પણ અનુમાન મળે છે.
“મુંબઈ, જેઠ સુદ ૧૨, શનિ, ૧૯૪૬ ”ની એક નોંધ (રાજનીશીમાંથી) છે, તેમાં તે કહે છે: – “સવારના છ થી આઠ સુધીના વખત સમાધિયુક્ત ગયો હતા. અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા.
""
For Personal & Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૦
જ્ઞાની ભક્તની પ્રતિભા - “મુંબઈ જેઠ વદ ૧૧, શુક, ૧૯૪૬”ની બીજી નોંધ છે, તેમાં તે કાળના એક પોતાના સ્વપ્નના અનુભવનો ચિતાર જણાવ્યો છે – “ગઈ કાલ કાત્રે એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષોની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું; પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો હતો....” (શ્રી ૧- ૨૬૩)
ઈ.સ. ૧૯૪૬ના (ઘણું કરીને પોષ માસમાં) વર્ષને એક અપૂર્વ નિબંધ “ ધ્યાન” એવા મથાળાનો લખાયેલો મળે છે (શ્રી.૧ - ૨૩૫); તેમાં ધ્યાન-સાધનનું અનુભવ-પૂત બયાન કરવાનો પ્રયત્ન દેખાય છે, તેમાં તે કહે છે:–
મોક્ષનાં સાધન જે સમ્યગદર્શનાદિક છે તેમાં “ધ્યાન’ ગર્ભિ છે. તે કારણ ધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ કરતાં કહે છે કે, સંસાર સમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાન-રૂપ વહાણનું અવલંબન કર.”
અને આવા પ્રબળ સાધનને વિગતવાર વર્ણવતી એક નોંધ મુંબઈ, આસો, ૧૯૪૮'ની મળે છે (શ્રી,૧ - ૪૦૧), તે લાંબી છતાં, તેમાં અનુભવમૂલક જે સૂક્ષ્મ સૂચનાદિ છે તે ઉપયોગી છે:
“જે પ્રકારે અને કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે:
૧. નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દૃષ્ટિનું સ્થાપન કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી, - ૨. એવું કેટલુંક અચળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષને વિષે સૂર્ય અને ડાબા ચક્ષને વિષે ચંદ્ર સ્થિતિ છે, એવી ભાવના કરવી.
૩. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિનાં દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી.
૪. તેવી સુદઢતા થયા પછી ચંદ્રને જમણા ચક્ષને વિષે અને સૂર્યને વામ ચક્ષુને વિશે સ્થાપન કરવા.
For Personal & Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
સમાધિમાગ
૨૪૧ ૫. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી.
આ જે દર્શન કહ્યું છે, તે ભાસ્યમાન દર્શન સમજવું.
૬. એ બે પ્રકારની ઊલટસૂલટ ભાવના સિદ્ધ થયે ભૂ કુટીના મધ્ય ભાગને વિષે તે બંનેનું ચિંતન કરવું.
૭. પ્રથમ તે ચિંતન દૃષ્ટિ ઉઘાડી રાખી કરવું.
૮. ઘણા પ્રકારે તે ચિંતન દૃઢ થયા પછી દૃષ્ટિ બંધ રાખવી. તે પદાર્થના દર્શનની ભાવના કરવી.
૯. તે ભાવનાથી દર્શન સુદૃઢ થયા પછી તે બંને પદાર્થો અનુક્રમે હૃદયને વિષે એક અષ્ટદલ કમળનું ચિંતન કરી સ્થાપિત કરવા.
૧૦. હૃદયને વિષે એવું એક અષ્ટદલ કમળ માનવામાં આવ્યું છે; તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું, – અર્થાત સૂલટું ચિંતવવું.
૧૧. તે અષ્ટદલકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું, પછી સૂર્યના તેજને સ્થાપન કરવું અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જયોતિનું સ્થાપન કરવું.
૧૨. તે ભાવ દૃઢ થયે, પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન, અને આત્મચરિત્ર એવા શ્રી. વીતરાગદેવ, તેની પ્રતિમા – મહાતેજોમય સ્વરૂપે, તેને વિષે ચિંતવવી.
૧૩. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા, અને વૃદ્ધ એવા દિવ્ય સ્વરૂપે ચિંતવવી.
૧૪. સંપૂર્ણ જ્ઞાન, દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપ-સમાધિને વિષે શ્રી. વીતરાગદેવ અત્ર છે, એમ ભાવવું.
૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે, એમ ભાવવું. જ્ઞા૦-૧૬
For Personal & Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા
૧૬. તેમનાં મૂર્ખસ્થાનને વિષેથી તે વખતે કારના ધ્વનિ થયા કરે છે, એમ ભાવવું.
૨૪૨
૧૭. તે ભાવના દૃઢ થયે તે ૐકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે, એમ ભાવવું.
૧૮. જે પ્રકારના સમ્યક્ માગે કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે, એમ ચિતવતાં ચિંતવતાં, તે જ્ઞાન તે શું? – એમ ભાવનું.
“ધ્યાનના ઘણા ઘણા પ્રકાર૧ છે. એ સર્વમાં ો” એવું તે, આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને, આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બાધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બાધની પ્રાપ્તિ, ઘણું કરીને, ક્રમે કરીને ઘણા જીવાને થાય છે, અને તેને મુખ્ય માર્ગ તે બાધ-સ્વરૂપ એવા જ્ઞાની પુરુષના આાય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષના તેવા તેવે સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયા છે; તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેના આશ્રય ગ્રહણ કરવા, એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દૃઢ કરીને લાગે છે.
“જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ: એકતા ‘ હું જાણું છું’, ‘હું સમજું છું', એવા પ્રકારનું મા. ...... બીજું, પરિગ્રહાદિકને વિષે, જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લેાક-ભયને લીધે, અપકીર્તિ
૧. એ બધાનું સિદ્ધાંતરૂપ નિરૂપણ ગીતા અ॰ ૬ અહીં શ્વેતાં અભ્યાસી વાચકને રમૂજ પડશે. જેમ કે, ઉપરનું ૧૮-વિધ સૂચન તે અધ્યાયના ૧૦ થી ૩૦ ક્ષેાકેાના વહેવારુ ભાષ્યરૂપ છે.
૨. જુઓ ગીતા અ॰ ૪-૩૩, ૩૪ ૪૦ શ્લેાકેા.
For Personal & Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
સમાધિમાગ
૨૪૩
વિમુખ રહેવું, તેના
ભયને લીધે, અને અપમાન-ભયને લીધે જ્ઞાનીથી પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવા તે એક ‘સ્વચ્છંદ' નામનો મહાદોષ છે, અને તેનું નિમિત્ત-કારણ અસત્સંગ છે.......
""
......
ધ્યાન અંગે ઉપર જે પ્રક્રિયા વર્ણવી છે તેનું રહસ્ય સમજવા, કવિશ્રીને અંગે અગાઉ તેમની મૂર્તિપૂજાના પ્રતીકમાં શ્રદ્ધા તથા સત્સંગ-સદ્ગુરુ-સમાગમ આદિ ભાવાની ચર્ચા કરી, તે બધાને સમગ્ર વિચાર કરવા જોઈએ. તા યોગસૂત્રકાર ‘ઈશ્વરપ્રણિધાન ’ને ‘ અભ્યાસવૈરાગ્ય ' સાધનના વિકલ્પમાં જે મૂકે છે (યોગસૂત્ર ૧ - ૨૮), તેમાં રહેલું સાધનાતત્ત્વ આ બધી કવિશ્રીની પ્રતિભામાંથી આકાર લેતું જણાશે.
ઈશ્વરનું નામ ૐકાર; તેના જપ અને તેના અર્થ (ઈશ્વર)ની ભાવના કરવી, એ તેના પ્રણિધાનના અર્થ – એમ યોગ-સૂત્રકાર (૧૨૩થી ૨૮) કહે છે, – એ જ બાબતને કવિ એમની સરળ સીધી લેાકભાષામાં અનુલક્ષીને સમજાવે છે. અને આવા ઈશ્વર-પ્રણિધાન-કેધ્યાન વડે સૂત્રકાર જે પામી શકાય છે તે કહે છે (૧-૨૯):- તતઃ પ્રત્યવચેતના ધામ: અંતરાયામાવશ્ર ।। તે (રીતના ઈશ્વરપ્રણિધાન )થી પણ પ્રત્યક્-ચેતનની પ્રાપ્તિ થાય છે અને (સાધનાના માર્ગના) અંતરાયો પણ મટે છે. (પ્રત્યક્-ચેતન એટલે દરેકના અંત:કરણમાં વિરાજતું કે પ્રતીત થતું ચેતન. અથવા આપણા સ્વભાવમાં રહેલું અધ્યાત્મ-તત્ત્વ; એને જ કવિશ્રી ઉપર ‘આત્મધ્યાન અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ' એમ કહીને કહે છે.) .
ઉપરના વિવેચનમાં એક અંશ તરફ ધ્યાન ખાસ ખેંચવા જેવું છે, તે જ્યાં કવિએ ઉપર ક્રમ ૫ મા નીચે “આ જે દર્શન કહ્યું છે તે માલ્યમાન દર્શન સમજવું ” – એમ જે કહ્યું છે તે. જે રીતનું ધ્યાન
-
For Personal & Private Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૪
જ્ઞાની ભક્તની પ્રતિભા કહ્યું છે, તેમાં ભાવના કરવી એ કેવળ ભાસ પણ ઊભું કરવા બરો-- બર ન બને? એથી કરીને ઈશ્વર કે આત્માનું દર્શન થાય, એમ જે કહેવાય છે, તે સત્ય પદાર્થના સાક્ષાત્કારને બદલે ચિત્તના કલ્પના- કે ભાવના- બળથી પેદા થતો કલ્પતરંગ અથવા તાર્કિક આભાસ ન હોય?
તેવું જ બીજું એક ભયસ્થાન આ માર્ગે અધવચિયા કોઈક સિદ્ધિ મળી જાય, તે તેમાં ગુલતાન થઈ જઈ લબ્ધપ્રતિષ્ઠભૂમિકાને દોષમાં ફસાઈ જઈ, નિરાંત કરવાનો પ્રસાદ પણ છે.
આ જાતને પ્રશ્ન પણ યોગ-સાધનમાર્ગ તેમ જ વેદાન્તદર્શનમાં પણ ચર્ચાય છે. અહીં તેની શાસ્ત્રીય ચર્ચા અપ્રસ્તુત અને વ્યર્થ પણ છે. પરંતુ કવિશ્રી આ વસ્તુ અંગે પણ જાગ્રત છે, અને ધ્યાન-માર્ગમાં આવી આભાસ-ભ્રાંતિ નથી એમ નથી, એવું તેમનાં લખાણોમાં જોવા મળે છે; તે અહીં જોવું પ્રસ્તુત ને ઉપયોગી પણ ગણાય.
આ વિષે પત્રવ્યવહાર કવિના વડીલ ભક્ત-મિત્ર શ્રી. સોભાગચંદ. જોડે થયેલો મળે છે. અમુક દેવનું હૃદયમાં દર્શન કરવા વિશે તેમણે કવિને લખેલું તે પરથી આ પ્રકરણ પત્રમાં ચાલ્યું લાગે છે. આ સમયની પિતાની સ્થિતિ વિશે સભાગચંદને એક પત્રમાં (મુંબઈ, પોષ સુદ ૧૧, ૧૯૪૮) કવિએ લખ્યું કે,
“અમે કોઈ વાર કોઈ કાવ્ય, પદ કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં સાંભળ્યાં હોય તો પણ અપૂર્વવત માનવાં.
અમે પોતે તે હાલ બનતા સુધી તેવું કાંઈ કરવાનું ઇચ્છવા જેવી દશામાં નથી....... આત્મસંયમને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ. શ્રી બોધિસ્વરૂપના યથાયોગ્ય.”
આ સમય તે આત્મધ્યાનમાં વિશેષ રહે છે અને તદર્થે પ્રાચીનની અનુભવવાણીમાંથી કાંઈક ચિત્તમાં સ્મરતા ને મનન કરતા હશે, તેમાંથી જે કોઈ વચન મિત્રને કહેવા જેવું લાગે તે લખતા હશે, તેમ જણાવે છે. અને તે જ દિવસની નોંધ છે તેમાં આવું એક કાવ્ય આનંદઘનજીનું ટાંક્યું છે (આંક ૩૧૪, પોષ સુદ ૧૧ને સોમ, ૧૯૪૮):
For Personal & Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
સમાધિમાગ
૨૪૫ અને એ કાવ્ય વિષે તે પછી મહિનાઓ સુધી ભાગચંદ જોડે ચર્ચાવિચારણા ચાલેલી તે પત્રોમાં મળે છે. આ કાવ્યની કડીઓ નીચેની છે:
“જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે; જંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે. આતમ ધ્યાન કરે જો કોઉ, સે ફિર ઇણમે નાવે;
વાક્યજાળ બીજું સૌ જાણે, એહ તત્ત્વ ચિત ચાવે.” એમાંની, કીટ-ભ્રમર-ન્યાયે ધ્યાનનો મહિમા બતાવતી પહેલી બે કડી અંગે સમજૂતી આપતી નોંધ (મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૮ આંક ૩૮૭) છે કે:
જીવને સ્વ સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે, તે જ્ઞાની થાય છે – ક્રમે કરી જ્ઞાની થાય છે.”
આનંદઘનજીએ એક સ્થળે એમ કહ્યું છે કે, – (એ પછી પેલી બે કડી ઉતારીને, તેનો અર્થ સમજાવતાં આગળ કહે છે:-) ... જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જિનને એટલે કેવલ્યજ્ઞાનીને – વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઇયળનું પ્રત્યક્ષ સમજાય એવું દૃષ્ટાન આપ્યું છે.
“અમને પણ અટો ઉપાધિ જોગ વર્તે છે; અન્યભાવને વિષે જોકે આત્મભાવ ઉત્પન્ન થતો નથી, અને એ જ મુખ્ય સમાધિ છે.”
આ પછીને પત્ર “મુંબઈ, શ્રાવણ સુદ ૪, બુધ, ૧૯૪૮’ (આંક ૩૮૮) છે તેમાં લખ્યું છે, “જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, એમ શ્રીકૃષ્ણ (ગીતા અ) ૨-૬૯) કહે છે.”
તે પછી મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ “આત્મરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે” લખે છે તેમાં વળી બીજી વિશેષ કડીઓ નોંધી મોકલી છે:
For Personal & Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા “નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નરનારી રે, ભવિકા”
“મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત.”
અને તે જ દિવસે (આંક ૩૯૩) બીજો લાંબો પત્ર એક લખ્યો છે, તેને મથાળે “મન મહિલા ' કરીને બીજો ભાગ (“તેમ શ્રુતધર્મેરે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત”) ટાંકીને, તે પત્રમાં નીચે. લખે છે:
“આનંદઘનજીનાં બે વાક્ય સ્મૃતિમાં આવે છે, તે લખી અત્યારે આ પત્રા સમાપ્ત કરું છું :“ઇણવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર-નજરથી, આનંદઘન પદ પાવે.
હો! મલિજન, એ અબ શોભા સારી.
મન મહિલાનું રે વહાલા ઉપરે, ....
જિન થઈ જિનવર જે. તે ભૂંગી જગ જેવે રે
– શ્રી. આનંદઘન.” અને તે પછી “મુંબઈ, શ્રાવણ વદ ૧૦, ૧૯૪૮’ને લાંબો પરા (“મન મહિલાનું રે...' એ કડીઓ મથાળે ટાંકીને) છે, તેમાં આ કીટ-ભ્રમર-ન્યાયે કેવળ આભાસ-દર્શન જ ન હોય?– એ પ્રશ્ન લંબાણથી તપાસે છે. શરૂમાં “મહિલાના મન’ની ઉપમા સમજાવતાં કહે છે, “ઘર સંબધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ સમ્યક દૃષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ-ધર્મ તેને વિષે લીનપણે વર્તે છે.”
For Personal & Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪
સમાધિમાગ અને પત્રાના પ્રયોજન પર આવતાં છેવટે તેને સંદર્ભ જણાવીને લખે છે તે હવે જોઈએ:- તે કહે છે:
હૃદયને વિષે જે મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઇચ્છા છે, તેને પ્રતિબંધ કરવાની એવી પ્રારબ્ધ-સ્થિતિ (તમને) છે; અને તે સ્થિતિ પરિપકવ થવાને વિશે હજુ વાર છે ... “ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.' – એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરનાં ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી, તો પણ અત્રા કાંઈ હાનિ નથી, કારણ કે દૃષ્ટાન્ત તેવી અસર કરવાને યોગ્ય છે, તો પછી સિદ્ધાંતને જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે....... સિદ્ધાન્તને વિષે તેનું બળવાનપણું જાણી મહત્ પુરુષો તે દૃષ્ટાન આપતા આવ્યા છે, અને કોઈ પ્રકારે તેમાં થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એક સમય પણ કદાપિ તે સિદ્ધાંત ન થાય એવું છે એમ ઠરે તોપણ ત્રણે કાળને વિષે નિરાબાધ, અખંડસિદ્ધિ એવી વાત તેના સિદ્ધાંતપદની તો છે.” તથા આગળ એ વિષે વાત કરતાં તે લેખમાં, “આનંદઘનજી અને બીજા ઘણા જ્ઞાની પુરુષો એમ જ કહે છે,” એમ જણાવીને બીજા મતને સ્થાન કઈ રીતે સંભવે તે કહે છે કે:-*
........... જિન વળી બીજો પ્રકાર કહે છે કે અનંત વાર જિન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં; જિનમાર્ગને વિષે ઓળખાતાં એવાં સ્ત્રી-પુરુષો એમ કહે છે કે, અમે જિનને આરાધીએ છીએ, અને તેમ છતાં જિનવર થયેલાં એવાં તે દેખાતાં નથી; ત્રણે કાળને વિષે અખંડ એવો એ સિદ્ધાંત તે અત્ર ખંડપણાને પામે છે, ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી?” (શ્રી.૧-૩૮૨-૩). - આ લેખ આટલેથી અટકી જાય છે, પરંતુ તે પછીના આંક ૩૯૫ તથા ૩૯૬ “મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮”ની મિતિવાળા છે (શ્રી.૧-૩૮૩-૪) તેને માથે, “તેમ શ્રતધર્મેરે મન દૃઢ ધરે, જ્ઞાના
For Personal & Private Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૮
જ્ઞાની ભક્તની પ્રતિભા ક્ષેપકવત” એ બીજી કડી ટાંકીને, ઉપર ટાંકેલા શક્ય “વિકલ્પને . વધુ વિચાર કરતાં એનું નિરસન કરવામાં આવ્યું છે. અને અંતે બે કડીનો ભેગે અર્થ કરી બતાવતાં લખે છે (શ્રી.૧-૩૮૫):
“ઘટે છે તે એમ કે, પુરુષ પ્રત્યે સ્ત્રીને જે કામ્ય પ્રેમ તે સંસારના બીજા ભાવોની અપેક્ષાએ શિરોમણિ છે, તથાપિ તે પ્રેમથી અનંત ગુણ-વિશિષ્ટ એ પ્રેમ, સત્પરુષ પ્રત્યેથી પ્રાપ્ત થયો જે આત્મારૂપ ધૃતધર્મ તેને વિશે યોગ્ય છે; પરંતુ તે પ્રેમનું સ્વરૂપ જ્યાં અદૃષ્ટાન્તપણાને પામે છે ત્યાં બોધને અવકાશ નથી, એમ જાણી પરિસીમાભૂત એવું તે શ્રતધર્મને અર્થે ભરતાર પ્રત્યેના સ્ત્રીના કામ્ય પ્રેમનું દૃષ્ટાન્ત કહ્યું છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાને પામતો નથી. આગળ વાણી પછીનાં પરિણામને પામે છે અને આત્મવ્યક્તિએ જણાય છે, એમ છે.”
૩ આમ કવિશ્રી સ્પષ્ટ બતાવે છે કે, કીટ ભ્રમરન્યાય કે પતિપત્ની-પ્રેમ-ન્યાય કલ્પના કે ભાસ નથી, પરંતુ આત્મ-કામનાનું સ્વરૂપ પામવામાં મદદરૂપ દૃષ્ટાન્ત તે સારું કામ દે છે. તેથી તેવી ઉત્કટતાથી આત્મકામ બનવાનો નિશ્ચય કરવો જોઈએ, એ વસ્તુને માટે સત્સંગ, સંયમ, સમાધિ ઇ0 સાધનનું એકાગ સેવન થવું ઘટે છે;– એવાં ઉદ્બોધન આ કાળનાં તેમનાં લખાણોનો મુખ્ય સૂર હોય છે.
For Personal & Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૩૪ મું સમાધિમાન પ્રકરણ શ્રી. મગનભાઈ દેસાઈએ પ્રેસ માટે તૈયાર કરીને આપ્યું નહોતું – તેમના અવસાન બાદ તેમના કાગળામાંથી મળ્યું હતું. તે જેમનું તેમ આ પુસ્તકમાં સામેલ કરી લીધું છે. ત્યાર પછી તેમનો વિચાર આગળ નીચે પ્રમાણે પ્રકરણા લખવાનો હોય, એમ તેમના અનુક્રમણિકામાં કરેલા ટાંચણ ઉપરથી જણાય છે
66
‘હવે પછી પ્રકરણ-વિચાર (૮-૧૧-૬૮)
૩૫. આત્મસાગરને
વારે
66
૩૬. “ આત્મસિદ્ધિ ”શાસ્ત્ર
૩૭. નિવૃત્તિની ઉપાસના ૩૮. એકાંત પ્રવાસનાં વર્ષ.
ઇંટ ઇ”
~ આમાંથી પ્રકરણ ૩૮ ને પ્રકરણ ૩૫ પછી ૩૬ મા તરીકે લેવું એવી બાણ-નિશાની બાજુમાં કરેલી છે.
આ બધાં પ્રકરણેામાં તે આગળ કેવી રીતે વધવા માગતા હતા, તેનું બીજું કશું ટાંચણ મળી શકયું નથી.
-
શ્રીમદ્ રાજચંદ્રે એકાંત-પ્રવાસમાં છેવટના દિવસેા ગાળ્યા હતા. શ્રી. મગનભાઈ દેસાઈ એ બધાં સ્થળાએ જાતે જઈ આવી એ વિષે ૩૮મું પ્રકરણ લખવા માગતા હતા. તે માટે અમદાવાદના શ્રી. ત્રીકમભાઈ મહાસુખરામને વાત કરતાં તેમણે તે બધાં સ્થળોએ તેમને લઈ જવા પણ તૈયારી બતાવી હતી. પરંતુ છેવટ સુધી તેમ થઈ શકયું નહિ.
૨૪:
For Personal & Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦
જ્ઞાની ભકતની પ્રતિભા - ઘણાં વર્ષો પૂર્વે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના અધિષ્ઠાતા શ્રી. લઘુરાજ સ્વામી (શ્રી. લલ્લુજી), કે જે શ્રીમદ્ રાજચંદ્રના સમકાલીન સત્સંગી ભક્ત કહેવાય, તેમના સત્સંગમાં શ્રી ગોવર્ધનભાઈ કા. પટેલ (પછીથી “બ્રહ્મચારી ગોવર્ધનભાઈ' તરીકે ઓળખાતા) રહેતા હતા. શ્રીમદ્ રાજચંદ્ર જયંતી-વ્યાખ્યાન પ્રસંગે (સં ૧૯૯૧) ઉપયોગી થાય તેવું કાંઈક લખાણ લખી મોકલવા તેમને શ્રી. મગનભાઈ દેસાઈએ વિનંતી કરાવી હતી. તેમણે ખાસ પરિશ્રમપૂર્વક તથા શ્રી. લઘુરાજ સ્વામીની દોરવણી અને મદદથી શ્રીમદ્ રાજચંદ્રના જીવન-પ્રસંગેથી ભરપૂર એવી એક સળંગ જીવનકથા જ તૈયાર કરીને મોકલેલી. તેમાંથી શ્રીમદ્ રાજચંદ્રના કેટલાક પરિચય અને પ્રસંગોવાળો ભાગ (તેમની પરવાનગીથી) ટૂંકમાં તૈયાર કરેલ, તે પરિશિષ્ટ-૧ તરીકે ઉતાર્યો છે. જેથી એ બાબતની કેટલીક સામગ્રી વાચકને મળી રહે અને શ્રીમનું જીવન સમજવામાં મદદ મળે.
અંતે પરિશિષ્ટ-૨ તરીકે શ્રી. મગનભાઈ દેસાઈએ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી અંક – સંવત ૨૦૨૪ માટે તા. ૧૬-૧૧-'૧૭ ના રોજ લખી મોકલેલ લેખનો પ્રસ્તુત ભાગ આપ્યો છે. ગુજરાતના ધર્મક્ષેત્રમાં શ્રીમદ્ રાજચંદ્રના અગત્યના સ્થાન વિષે શ્રી. મગનભાઈના વિચારનો તે ઉપરથી વાચક કંઈક ક્યાસ બાંધી શકશે.
બાકી તે, આ મોટું જીવનચરિત્ર લખવા આદરેલું તે અધૂરું રહ્યું છે, એ હકીકત સ્વીકારવી જ રહી.
– પ્રકાશક
For Personal & Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
સં. ૧૯૪૪માં શ્રીમદ્ રાજચંદ્ર “મોક્ષમાળા' છપાવવા અમદાવાદ આવ્યા હતા. તે બાબતમાં સલાહ તથા મદદ માટે તે તેમના એક સ્નેહીનો ભલામણપત્ર શેઠ જેસંગભાઈ ઉજમશીભાઈ ઉપર લઈ આવ્યા હતા. તે પ્રમાણે શેઠ જેસંગભાઈએ પૂરતી મદદ શ્રી. રાજચંદ્રને કરી. હતી. તે દિવસો દરમ્યાન શ્રી. રાજચંદ્રને અમદાવાદમાં ઠીક ઠીક રોકાવું. પડ્યું હતું. શેઠ જેસંગભાઈને અવારનવાર વ્યવસાયને અંગે બહારગામ ગેરહાજર રહેવું પડતું, એટલે તેમણે પોતાના નાના ભાઈ જૂઠાભાઈને તેમની સરભરામાં મૂક્યા હતા. આ રીતે શ્રી. જૂઠાભાઈ શ્રી. રાજચંદ્રના પરિચયમાં આવ્યા.
શ્રી. રાજચંદ્ર ઘણી વાર શ્રી. જૂઠાભાઈની દુકાને જતા આવતા, તથા બીજાના મનની વાત કહી બતાવવાના પ્રયોગો કરતા, એથી. તેમને વિનોદ ઊપજતો. એ અરસામાં શેઠ દલપતભાઈ ભગુભાઈને વડે શ્રી. રાજચંદ્ર અવધાનના પ્રયોગો પણ કરી બતાવ્યા હતા. આવી અદભુત શક્તિઓને કારણે જૂઠાભાઈ શરૂઆતમાં શ્રીમદ્ રાજચંદ્ર તરફ આકર્ષાયા હતા. પરંતુ ધીમે ધીમે પરિચય વધતો ગયો. તેમ તેમ તેમને શ્રી. રાજચંદ્રની સાચી મહત્તાનો પરિચય થતો ગયો. અને પૂર્વના સંસ્કારોને બળે તે તેમનાથી સાચી આધ્યાત્મિક જાગૃતિ પામ્યા. ત્યાર બાદ જ્યારે જ્યારે શ્રીમદ્ રાજચંદ્ર અમદાવાદ આવતા,
ત્યારે શ્રી. જૂઠાભાઈને ત્યાં જ ઊતરતા. ધર્મ નિમિત્તે પરસ્પર પત્ર- વ્યવહાર પણ તેમને તેમની સાથે ઘણો થતો. પરંતુ સં. ૧૯૪૫-૪૬ આ દરમ્યાન જૂઠાભાઈની તબિયત લથડવા લાગી અને અષાઢ સુદ ૯ને. દિવસે તેમણે દેહત્યાગ કર્યો.
૨૫૧
For Personal & Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૨
જ્ઞાની ભક્તની પ્રતિભા
શ્રી. જૂઠાભાઈના અવસાન સંબંધી સં. ૧૯૪૬ ના વૈશાખ સુદ ૩ ના રોજ શ્રી. રાજચંદ્ર લખે છે: આ ઉપાધિમાં પડયા પછી જો મારું લિંગદેહજન્ય જ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોય; — યથાર્થ જ રહ્યું હોય, તો જૂઠાભાઈ અષાઢ સુદ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ · ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે એમ તે જ્ઞાન સૂચવે છે.” પછી શ્રી. રાજચંદ્રે અષાઢ સુદ ૧૦ ને રોજ લખ્યું છે: “ લિંગદેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે ત્કિચત્ ફેર થયા જણાયા. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા. ”
શ્રી. રાજચંદ્રે આશ્વાસનપત્રમાં શ્રી. જૂઠાભાઈની અંતરંગદશા આ પ્રમાણે વર્ણવી છે: “ મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ ગઈ હતી, વીતરાગનો પરમ રાગી હતા, સંસારનો પરમ જુગુપ્સિત હતા, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યક્દ્ભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી. એવા એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. . એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી.”
48217
......
ખંભાતથી એક વખત શ્રી. અંબાલાલ લાલચંદ વગેરે ભાઈઓ લગ્નપ્રસંગે અમદાવાદ આવેલા. તે સરખી ઉંમરના હોવાથી શ્રી. જૂઠાભાઈને વરઘેાડામાં તેડવા માટે શ્રી. જૂઠાભાઈને ઘેર ગયા. પરંતુ શ્રી. -જૂઠાભાઈ શ્રી. રાજચંદ્રના ભક્તિસ્તવનમાં જ લીન હતા; એટલે પેલા પણ વરઘોડામાં જવાને બદલે શ્રી. જૂઠાભાઈ પાસે શ્રી. રાજચંદ્રના ગુણગાન સાંભળવા જ બેસી ગયા. શ્રી. જૂઠાભાઈએ તેમને શ્રી. રાજ-ચંદ્રના પત્રા વાંચી બતાવ્યા. તેઓએ ત્યાં ને ત્યાં તેમની નકલ કરી લીધી. એ અંબાલાલ વગેરે પછી શ્રી. રાજચંદ્રના નિકટ અનુયાયી બન્યા, એ વાત આગળ આવશે.
For Personal & Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૨૫૩
અવધાનોના પ્રયોગો દ્વારા શ્રી. રાજચંદ્રની કીર્તિ ગુજરાત-કાઠિયાવાડમાં ઘણી પ્રસરી હતી. તે વખતે કાઠિયાવાડના સાયલા ગામમાં શ્રી. લલ્લુભાઈ કરીને એક નામાંકિત શેઠ રહેતા હતા. પ્રસંગવશાત . તેમની ધનસંપત્તિ ચાલી જતાં, તેમણે મારવાડના સાધુઓની મંત્રાતંત્રમાં કુશળતા સાંભળી, તેવા કોઈ સાધુની આરાધના દ્વારા ચાલી ગયેલી. લક્ષ્મી ફરી પ્રાપ્ત કરવાનો મનસૂબો કર્યો. એ પ્રમાણે કોઈ એક પ્રખ્યાત સાધુનો પરિચય કરી, તેને પ્રસન્ન કરી, અંતે તેમણે પોતાના મનની. વાત તેને નિવેદિત કરી. પેલા અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠની તેમની વૃત્તિ માટે ઠપકો આપ્યો અને તેમની માગણીના બદલામાં “બીજજ્ઞાન’ આપ્યું અને જણાવ્યું કે આ સાધના તમને ઉપયોગી નથી, પરંતુ કોઈ યોગ્ય પુરૂષ મળે તો તેને આપજો અને તેને જ્ઞાનપ્રાપ્તિ થશે. એ. બીજજ્ઞાન શેઠે એ પ્રમાણે બીજા કોઈ યોગ્ય પુરુષને આપવાનું કહીને. પોતાના પુત્રી સોભાગ્યભાઈને બતાવ્યું હતું.
એક વખત સોભાગ્યભાઈને મોરબીમાં જવાનું થયું. તે વખતે. શ્રી. રાજચંદ્ર મોરબીમાં હતા. એટલે શ્રી. સોભાગ્યભાઈએ પોતાના પિતાને પૂછયું કે, “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ બધે કહેવાય છે. તે આપની આજ્ઞા હોય તો હું તેમને તે જ્ઞાન બતાવું.” તેમણે હા પાડી. શ્રી. સોભાગ્યભાઈ મોરબી પહોંચ્યા બાદ શ્રી. રાજચંદ્રને મળવા ગયા. ઉપર જણાવ્યું છે તેમ, શ્રી. રાજચંદ્ર તે વખતે બીજાના મનની વાતો કહી બતાવવાના પ્રયોગો કરતા હતા. એટલે શ્રી. સેભાગ્યભાઈને આવતા દેખી તેમણે બધું એક કાપલીમાં. લખી રાખ્યું અને તે પાસે આવતાં તેમને વંચાવ્યું. શ્રી. સોભાગ્યભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારથી તે તેમના તરફ આકર્ષાયા અને ધીમે. ધીમે તે સંબંધ ગાઢ બનતો ગયો.
એક પત્રમાં શ્રી. સોભાગ્યભાઈ સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ને. રવિવારે શ્રી. રાજચંદ્રને લખે છે: “આ કાગળ છેલ્લો લખી જણાવું.
For Personal & Private Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
-૨૫૪
જ્ઞાની ભકતની પ્રતિભા છું........ દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતું નહોતું. પણ આઠ દિવસ થયાં આપની કૃપાથી - અનુભવગેચરથી (તે બને) બેફટ જુદા દેખાય છે અને રાતદિવસ
આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે. એ આપને સહજ જણાવવા લખ્યું છે. વગર ભયે, • વગર, શાસ્ત્ર વાગ્યે, થોડા વખતમાં આપના બોધથી અરથ વગેરેનો
ઘણો ખુલાસે થઈ ગયો છે.... જે ખુલાસો પચીસ વર્ષે થાય એવો - નહોતે, તે થોડા વખતમાં આપની કૃપાથી થયે છે.”
શ્રી. સેભાગ્યભાઈનો દેહ સં. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ને દિવસે છૂટયો હતો. તેમના વિષે લખતાં શ્રી. રાજચંદ્ર જણાવે છે: “આ ક્ષેત્રે, આ કાળમાં શ્રી. સભાગ્ય જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.... શ્રી. સૌભાગ્યની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવાને યોગ્ય છે. ... અનાદિથી દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે.... શ્રી. સેભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અરાંગતાથી નિજઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય
નથી.”
શ્રી. રાજચંદ્રને શ્રી. સેભાગ્યભાઈ ઉપર ઘણો સદ્ભાવ હતો. તેથી બીજા મુમુક્ષુઓને કંઈ શ્રી. રાજચંદ્રને કહેવું હોય તે વવૃદ્ધ શ્રી. સોભાગ્યભાઈ દ્વારા વિનંતિ કરાવતા અને તે પણ સરળ ભાવે દરેકની વાત રજૂ કરતા. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” લખવાની પ્રેરણા પણ શ્રી. સોભાગ્યભાઈએ કરેલી, એ વાત આગળ આવશે. શ્રી. રાજ- ચંદ્ર પોતાની ઉપકારનોંધમાં જિન વીતરાગને તથા કુંદકુંદાદિ આચાર્યોને સંબોધી, તેમણે પિતા ઉપર કરેલા અનુપમ અનંત ઉપકારની નોંધ કરી, અંતે શ્રી. સોભાગ્યભાઈને આ પ્રમાણે સંબોધે છે:
For Personal & Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૨૫૫ - “હે શ્રી સોભાગ્ય! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર કરું છું.”
આગળ જણાવ્યું છે કે, શ્રી. જૂઠાભાઈના સમાગમથી ખંભાતના શ્રી. અંબાલાલભાઈ વગેરે શ્રી. રાજચંદ્ર પ્રત્યે આકર્ષાયા હતા. અને તેથી શ્રી. રાજચંદ્રને એક વાર ખંભાત પધારવા તે ઉપરાઉપરી વિનંતિપત્રો લખ્યા કરતા હતા. છેવટે શ્રી રાજચંદ્ર એક વખત અનુકૂળતાએ ખંભાત આવવાની કબૂલાત આપી. તે ભાઈઓ અપાસરામાં જઈને પણ મુનિના વ્યાખ્યાનમાં જવાને બદલે એક બાજુ બેસી શ્રી. રાજચંદ્રના પત્રોનું જ પઠનમનન કરતા. ખંભાત સંઘાડાના મુખ્ય આચાર્ય હરખચંદજી મહારાજ હતા. તે મહારાજના સાધુઓમાં શ્રી લલુજી મહારાજ કરીને એક સાધુ હતા. તે એક વખત ભગવતીસૂત્રનાં પાનાં વાંચતા હતા. તેમાં એવી વાત આવી કે, “ભવસ્થિતિ પાકે ત્યારે મેક્ષ થાય છે.આ ઉપરથી. તેમને શંકા ગઈ કે, જો એમ જ હોય તો પછી મેક્ષ માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે? તેનો કાંઈ સંતોષકારક ખુલાસો તેમને મળ્યો નહિ. એટલામાં શ્રી અંબાલાલે તેમને સૂચવ્યું કે શ્રીમદ્ રાજચંદ્ર આગમોના જ્ઞાતા છે અને ઉત્તમ પુરુષ છે. તે અહીં પધારવાના છે. એટલે શ્રી લલ્લુજીએ, તે ખંભાત પધારે ત્યારે, તેમની સાથે પોતાનો મેળાપ કરાવવાનું શ્રી. અંબાલાલને કહી રાખ્યું.
શ્રી. રાજચંદ્ર સં. ૧૯૪૬માં ખંભાત પધાર્યા. તેમનો ઉતારો શ્રી. અંબાલાલને ત્યાં જ હતો. તે તેમને અપાસરે તેડી ગયા. ત્યાં શ્રી. રાજચંદ્રને હરખચંદજી સાથે પ્રશ્નોત્તર થયા અને બધાને તેમના ખુલાસાઓથી શાંતિ થઈ. પછી શ્રી. લલ્લુજી ગુરુની આજ્ઞા મેળવી શ્રી. રાજચંદ્રને મેડે એકાંતમાં લઈ ગયા અને ત્યાં પિતે તેમનાથી વયમાં ૧૪ , વર્ષ મોટા હોવા છતાં તથા સાધુ હોવા છતાં તેમણે શ્રી. રાજચંદ્રને ઉત્તમ પુરુષ જાણી નમસ્કાર કર્યા. શ્રી. રાજચંદ્રની ઉંમર તે વખતે ૨૨ વર્ષની હતી.
For Personal & Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬
જ્ઞાની ભકતની પ્રતિભા શ્રી. રાજચંદ્ર તેમને પૂછયું, “તમારી શી ઈચ્છા છે?”
શ્રી. લલ્લુજીએ વિનયપૂર્વક હાથ જોડી કહ્યું, “આત્માની ઓળખાણ અને બ્રહ્મચર્યની દૃઢતાની મારી માગણી છે.”
શ્રી. રાજચંદ્ર થોડી વાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” પછી. તેમણે સ્વામીજીના પગનો અંગૂઠો તાણી તપાસી જોયો અને ઘેર જતાં અંબાલાલને કહ્યું કે, “આ પુરુષ સંસ્કારી છે.”
બીજે દિવસે તે શ્રી લલ્લુજી જાતે જ શ્રી. રાજચંદ્રને મળવા શ્રી. રાજચંદ્રને ઉતારે આવ્યા. ત્યાં એકાંતમાં શ્રી. રાજચંદ્ર તેમને પૂછયું,. “તમે અમને માન કેમ આપો છો?” તેમણે નમ્રતાથી કહ્યું, “આપને દેખીને અતિ હર્ષ-પ્રેમ આવે છે. જાણે અમારા પૂર્વ ભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે. કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.”
શ્રી. રાજચંદ્ર ખંભાતમાં સાત દિવસ રહ્યા. ત્યાં સુધી શ્રી લલુજી રોજ શ્રી. રાજચંદ્રના સમાગમને અર્થે તેમને ઉતારે આવતા. એક દિવસ તેમણે શ્રી. રાજચંદ્રને કહ્યું, “હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, અને ધ્યાન વગેરે કરું છું. છતાં માનસિક પાલન, બરાબર થઈ શકતું નથી.”
શ્રી. રાજચંદ્ર કહ્યું, “લોકદૃષ્ટિએ (તે બધું) કરવું નહિ. લેકદેખાણ તપશ્ચર્યા કરવી નહિ. પણ સ્વાદનો ત્યાગ થાય તેમ જ પેટ ઊણું રહે તેમ ખાવું.”
સ્વામીજીએ પછી કહ્યું, “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.” શ્રી. રાજચંદ્રે કહ્યું, “આત્મા છે એમ જોયા કરો.”
શ્રી દેવકરણજી નામના સાધુ શ્રી લલ્લુજીના શિષ્ય ગણાતા હતા. તે કુશળ વ્યાખ્યાતા હતા. એક વખત શ્રી લલ્લુજીની સાથે તે પણ ફરતા ફરતા સુરત આવ્યા હતા. ત્યાં તેમનાં વ્યાખ્યાનો મુંબાઈના કેટલાક વેપારીઓએ સાંભળ્યાં. તે ઉપરથી તેમણે તેમને મુંબઈ પધારવા
For Personal & Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
વિનંતિ કરી. શ્રી. રાજચંદ્ર મુંબાઈમાં જ હતા. એટલે શ્રી લલ્લુજીએ તેમના સમાગમની આશાÛ ખંભાતથી મુંબઈ ચાતુર્માસ કરવાની આજ્ઞા મંગાવી અને બધા મુંબઈ ગયા. ત્યાં શ્રી લલ્લુજી શ્રી. રાજચંદ્રને મળવા ગયા. શ્રી. રાજચંદ્રે તેમને મુંબઈ જેવા અનાર્ય દેશમાં આવવા માટે મૃદુ ઠપકો આપ્યો. શ્રી લલ્લુજીએ તેમને રોજ એક કલાક આપવાની વિનંતિ કરી અને તેમણે તે મંજૂર રાખી. એ પ્રમાણે શ્રી. લલ્લુજી રોજ શ્રી. રાજચંદ્રની પેઢીએ જતા. તે આવે એટલે શ્રી. રાજચંદ્ર તેમને લઈ પાસેની એક ઓરડીમાં જતા અને ત્યાં શાસ્ત્રવાચન વગેરે કરતા.
એક વખત શ્રી દેવકરણજીને શ્રી. રાજચંદ્રને મળવા ઇચ્છા થઈ. એટલે સુંદરલાલ શ્રી. રાજચંદ્રને ચીચપાકલીના અપાસરે લઈ ગયા. ત્યાં પોથીમાંથી લુપ્ત થઈ ગયેલા કેટલાક પાઠ શ્રી. રાજચંદ્રે તેમને કહી બતાવ્યા અને સૂત્રકૃતાંગની બેએક ગાથાઓના અર્થ બાબત તેમને શંકા હતી તે દૂર કરી. આથી શ્રી દેવકરણજી પણ તેમના પ્રત્યે ખેંચાયા.
શ્રી લલ્લુજીને લાગતું કે દેવકરણજીને જો યથાર્થ બોધ થાય તે સારું; કારણ, તેમની વ્યાખ્યાનશક્તિ ઘણી સારી હતી. એ ઇરાદે તે શ્રી. રાજચંદ્રને ત્યાં જતી વખતે તેમને સાથે લઈ જવાની ઇચ્છા રાખતા. એક વખત શ્રી. રાજચંદ્રની રજાથી તેમને પેાતાની સાથે લઈ
આવ્યા.
૨૫૭
શ્રી. રાજચંદ્રે દેવકરણજીને પૂછ્યું, “ વ્યાખ્યાનમાં કેટલાં માણસે
આવે છે?”
દેવકરણજીએ કહ્યું, “ હજારેક માણસે ભરાય છે. – ” શ્રી. રાશ્ચંદ્રે પૂછ્યું, “સ્ત્રીઓને વ્યાખ્યાનમાં દેખી વિકાર થાય છે?”
શા૦-૧૭
For Personal & Private Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા
દેવકરણજી બોલ્યા, “કાયાથી નથી થતા, મનથી થાય છે. શ્રી. રાજચંદ્રે કહ્યું, “મુનિએ તો મન, વચન અને કાયા. એ ત્રણે યોગથી સાચવવું જોઈએ.
""
૨૫૮
દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું, “ તમે ગાદીકિયે બેસા છે, અને હીરામાણેક તમારી પાસે પડેલાં હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહિ ડહોળાતી હોય ? ’’
શ્રી. રાજચંદ્રે કહ્યું, “મુનિ, અમે તા કાળફૂટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે?”
આ સાંભળી દેવકરણજી નિરુત્તાર થઈ ગયા. શ્રી. રાજચંદ્રે પૂછ્યું, “તમે કોણ છે?” દેવકરણજીએ કહ્યું, “ જેટલેા વખત વૃત્તિ સ્થિર રહે છે, તેટલા વખત સાધુ છીએ. ”
શ્રી. રાજચંદ્રે કહ્યું, “ તેવી રીતે સંસારીને પણ સાધુ કહેવાય કે નહિ ? ”
.
શ્રી. દેવકરણજી મૌન રહ્યા.
પછી શ્રી રાજચંદ્રે કહ્યું, “ નાળિયેરનો ગાળા જેમ જુદા રહે છે, તેમ અમે રહીએ છીએ.
શ્રી લલ્લુજીએ શ્રી. રાજચંદ્રને તેમનો ફોટો આપવા ઘણા આગ્રહ કર્યો પણ શ્રી. રાજચંદ્ર માન્યું નહિ. અંતે તેમને નીચેની ગાથા સ્વહસ્તે લખી આપી:
संबुज्झहा जंतवो माणुसत्तं दटुं भयं वालिसेणं अलंभो । एतदुक्खे जरिए व लोए सकम्मुणा विपरियासुत्रेइ ॥ [હે જીવા! તમે જાગેા. મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે; તથા રોગ, શાક, જરા, મરણ વગેરે ભયાથી તે ચારે બાજુ ઘેરાયેલું છે. અજ્ઞાનમાં રહીને સદ્વિવેક પામવા અશકય છે. આખા લાક કેવળ દુ:ખથી તાપ પામ્યા કરે છે, અને પાતપાતાનાં કર્મા વડે અહીંતહીં ભમ્યા
કરે છે.]
For Personal & Private Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
ર૫૯
શ્રી. રાજચંદ્ર મૌનપણાનો વારંવાર બોધ આપતા અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. એથી મુંબઈ છોડ્યા બાદ શ્રી લલ્લુજીએ ત્રણ વર્ષ મૌનવ્રત લીધું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવું અને શ્રી. રાજચંદ્ર સાથે પરમાર્થના કારણે પ્રશ્ન કરવા,-એટલી છૂટ રાખી હતી. શ્રી. રાજચંદ્ર તેમને “સમાધિશતક” પણ વાંચવા માટે આપ્યું હતું અને તેને પહેલે પાને “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે' એ કડી લખી આપી હતી.
શ્રી દેવકરણજીને જૈન શાસ્ત્રોનો અત્યંત અભિનિવેશ હતો. એટલે તે કહેતા કે, “કોઈ પણ માણસ સૂત્રથી બહાર શું કહેવાનો હતો? અને સુરા તો હું જાણું છું.” એટલે શ્રી. રાજચંદ્ર તેમને “યોગવાસિષ્ઠ' આદિ વેદાંતના ગ્રંથો વાંચવા આપ્યા. ત્યારે દેવકરણજી પોતાને પરમાત્મા જ માનવા લાગ્યા. એટલે શ્રી. રાજચંદ્ર તેમને “ઉત્તરાધ્યયન' વગેરે જૈન સૂત્રોનું પુનરાવલોકન કરવાનું કહ્યું. તેમને ઠેકાણે લાવવા શ્રી. રાજચંદ્ર લલ્લુજીને જે પત્ર લખ્યો છે તે જોવા જેવો. છે: “ આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. બાર અંગોમાં પ્રથમ શ્રી આચારાંગસૂત્રામાં પ્રથમ વાકયથી જ શ્રી જિને જે ઉપદેશ કર્યો છે તે ....... સર્વ શ્રુતજ્ઞાનના સારરૂપ છે. તે વાકય પ્રત્યે વૃત્તિ સ્થિર કરવાથી જીવને નિશ્ચય સમજાશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્માસ્વરૂપ માને તે તે વાત અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહિ, ત્યાં સુધી મુમુક્ષુ – જિજ્ઞાસુ – રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી.”
For Personal & Private Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા
એક વખત શ્રી. રાજચંદ્ર સુરત પધાર્યા ત્યારે મુનિ પાસે આવ્યા. ત્યાં શ્રી દેવકરણજીએ તેમને પૂછ્યું, “ શ્રી લુજી મહારાજ હું જ્યારે વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે અને ધ્યાન ધરું છું ત્યારે તેને તરંગરૂપ કહે છે. તે શું, વીતરાગભુ, એમનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે?”
૨૩૦
શ્રી. રાજચંદ્રે શાંતિથી કહ્યું, “ સ્વચ્છંદથી જે જે કરવામાં આવે છે, તે સઘળું અભિમાન જ છે, અસત્સાધન છે; અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે, તે કલ્યાણકારી ધર્મરૂપ સત્સાધન છે.
""
બીજી વખત પણ તે મુનિઓએ સુરતમાં જ ચાતુર્માસ કર્યો હતા. ત્યાંના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસથી માંદા રહેતા હતા, તે એ અરસામાં મૃત્યુ પામ્યા. શ્રી લલ્લુજીને પણ તે અરસામાં દશબાર માસથી મંદવાડ રહ્યા કરતા હતા; અને ઘણા ઉપચાર છતાં કંઈ ફાયદા થતા નહિ. એટલે તેમણે પોતાનો દેહ પણ છૂટી જશે એવી ચિંતાથી શ્રી. રાજચંદ્રને પત્ર લખ્યા, “હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમકીત પામ્યા વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે.” તેના ઉત્તરમાં શ્રી. રાજચંદ્ર તેમને ‘છ પદ 'નો પત્ર લખ્યો અને સાથે જણાવ્યું કે હાલમાં દેહ છૂટવાની બીક રાખવી નહિ. પછી શ્રી. રાજચંદ્ર સુરત પધાર્યા ત્યારે તે ‘છ પદ'ના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થ શ્રી લલ્લુજીને સમજાવ્યા અને તે પત્ર વારંવાર મુખપાઠ કરી વિચારવાની ભલામણ કરી. તે પત્ર એક સ્વતંત્ર પ્રકરણ જેવા, સૂત્રાત્મક શૈલીથી લખાયેલો છે. જૈન ધર્મનાં સાત તત્ત્વામાંથી પ્રથમ તત્ત્વ આત્મા, તેનું ઓળખાણ થવા માટે, આત્મા છે, 'આત્મા નિત્ય છે,’ આત્મા કર્તા છે,' આત્મા ભાક્તા છે,” ‘મેાક્ષ છે,' અને તે ‘મેાક્ષનો ઉપાય છે’– એ છ પદથી તે પત્રમાં અપૂર્વ નિરૂપણ કરેલું છે. તે પત્ર શ્રી. રાજચંદ્ર સાભાગ્યભાઈને પણ
"
•
"
For Personal & Private Use Only
-
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૬૧
પરિશિષ્ટ-૧ મોકલાવેલો. તેમણે સહેલાઈથી મુખપાઠ થઈ શકે માટે તેને પદ્યમાં લખી આપવા શ્રી. રાજચંદ્રને વિનંતી કરેલી અને શ્રી. રાજચંદ્ર ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર' રચેલું.
શ્રી. રાજચંદ્ર પોતાની વ્યાપારિક પ્રવૃત્તિમાંથી વચ્ચે વચ્ચે નિવૃત્તિ Gઈ થોડો વખત એકાંતમાં ગાળવા મુંબઈ છોડી ગુજરાત કાઠિયાવાડમાં આવતા. તે પ્રમાણે સુરત, કહેર વગેરે સ્થળોએ તે આવી ગયા હતા. શ્રી લલ્લુજી એ અરસામાં તે તે સ્થળે હોતા અથવા આવીને તેમનો સમાગમ કરતા. - શ્રી. રાજચંદ્ર ૧૯૪૬માં ખંભાત એક અઠવાડિયું રહી ગયાની વાત આવી ગઈ છે. ૧૯૪૭માં તે ખંભાતથી થોડે દૂર રાળજમાં અજાણપણે એકાંતમાં રહ્યા હતા. ૧૯૫૧ના આસો માસમાં તે ફરી -ખંભાત આવ્યા હતા અને ૧૯૫૨માં અઢી માસની નિવૃત્તિ લઈ ચરોતરમાં રહ્યા હતા. બાર દિવસ અગાસ પાસે કાવિઠામાં રહ્યા હતા. પછી રાળજમાં આઠ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી ચાતુર્માસ ખંભાતમાં કરતા હતા. સાધુથી તે અરસામાં એક ગામ છોડી બીજે ગામ ન જવાય એટલે શ્રી લલ્લુજી ગામને પાદરે ખેતરોમાં ઊભા રહેતા. પછીથી શ્રી. રાજચંદ્ર પોતે જ વડવા મુકામે ગયા હતા.
કાવિઠામાં શ્રી. રાજચંદ્ર એકલા જ ખેતરોમાં વિચરતા. કોઈ પ્રસંગે માણસો એકઠા થઈ જાય તો સહેજે કાંઈ ઉપદેશ આપતા. રાળજમાં પણ તેવી રીતે બોધના પ્રસંગો બનેલા. અને વડવામાં તે ખંભાતના ઘણા ઓળખીતા મુમુક્ષુઓ આવતા હોવાથી તેવા પ્રસંગો ઘણા બનતા. શ્રી. અંબાલાલે તે બધા પ્રસંગેની જે નોંધ રાખેલી તે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં “ઉપદેશછાયા' નામથી પ્રસિદ્ધ થઈ છે.
વડવાથી શ્રી. રાજચંદ્ર આણંદ આવી થોડા દિવસ રહ્યા હતા. તે વખતે આપેલો બોધ પણ “ઉપદેશછાયા'માં છપાયો છે.
For Personal & Private Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬ર
જ્ઞાની ભકતની પ્રતિભા - આણંદથી શ્રી. રાજચંદ્ર નડિયાદ પધાર્યા હતા. શ્રી. અંબાલાલ તેમની સરભરામાં સાથે રહેતા. એક દિવસ શ્રી. રાજચંદ્ર બહાર ફરવા ગયા હતા, ત્યાંથી બંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. ફાનસ મંગાવી તેઓશ્રી લખવા બેઠા અને શ્રી અંબાલાલ ફાનસ ધરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. ૧૪૨ ગાથાઓ પૂરી થઈ રહી ત્યાં સુધી શ્રી. અંબાલાલ ફાનસ ધરી ઊભા રહ્યા. એ ગાથા તે “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર.'
- શ્રી. રાજચંદ્ર તેની ચાર નકલો કરાવી અને એક શ્રી. સભાગ્યભાઈને, એક શ્રી લલુજીને, એક ઝવેરી માણેકલાલ ઘેલાભાઈને અને એક અંબાલાલને પોતાને આપી. તે ગ્રંથ સં. ૧૯૫રની શરદ પૂર્ણિમાને બીજે દિવસે લખાયો. તત્વજ્ઞાન જેવા ગંભીર વિષયને સરળ પદ્યમાં નાના તથા મોટા સમજી શકે તેવી રોચક ભાષામાં કેમ ઉતારી શકાય તેનો તે એક આદર્શ નમૂનો છે. “મોક્ષમાળા’ જેમ ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાના હેતુથી લખાઈ છે, તેમ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” આત્માનો નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રગટાવવાના ઉત્તમ હેતુથી લખાયું છે. તેમાં વિષયોની વિવિધતા નથી, તેમ જ દાષ્ટાંતિક કથા કે વર્ણનો. નિથી. બહુ સૂક્ષ્મ ચર્ચા કે તર્કમાં વાંચનાર ગૂંચવાઈ થાકી ન જાય તેવી રીતે તેમાં “આત્મતત્ત્વ'ની સિદ્ધિ તથા નિરૂપણ કરેલું છે.
“શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” વાંચતાં પોતાના ઉપર થયેલી અસર શ્રી. સોભાગ્યભાઈએ આ પ્રમાણે વર્ણવી બતાવી છે: “તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતાં મારા મન, વચન, કાયાના યોગ સહેજે . આત્મવિચારમાં પ્રવર્તતા હતા. બાહ્ય પ્રવર્તવામાં મારી ચિત્તવૃત્તિ સહેજે અટકી ગઈ. .. આત્મવિચારમાં (જ) રહેવા લાગી. ઘણા પરિશ્રમથી મારાં મન-વચન-કાયા અપૂર્વ આત્મ-પદા વિશે પરમ પ્રેમે સ્થિર નહિ રહી શકેલાં, તે આ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે આત્મવિચારમાં તથા સદ્ગુરુચરણમાં પ્રેમયુક્ત સ્થિર ભાવે રહેવા લાગ્યાં.”
For Personal & Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧ શ્રી લલ્લુજી લખે છે: “તે વાચતાં અને કોઈ કોઈ ગત બોલતાં મારા આત્મામાં આનંદના ઊભરા આવતા.... “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો સ્વાધ્યાય – મનન - નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. કોઈની સાથે કે બીજી ક્રિયા કરતાં “આત્મસિદ્ધિ'ની સ્મૃતિ રહેતી....અન્ય કશું ગમતું નહિ. બીજી વાત ઉપર તુચ્છભાવ રહ્યા કરતો.”
શ્રી. રાજચંદ્ર નડિયાદમાં સં. ૧૯પરની દિવાળી પછી પણ થોડો વખત રહ્યા હતા. પછી વવાણિયા, મોરબી અને સાયલા તરફ વૈશાખ માસ સુધી રહ્યા હતા. તે જ વૈશાખમાં ઈડર થઈ જેઠ માસમાં મુંબઈ ગયા હતા. આ અરસામાં જ શ્રી. સોભાગ્યભાઈનો દેહ છૂટયો હતો.
શ્રી. લલ્લુજી વગેરે સાધુઓને શ્રી. રાજચંદ્ર પ્રત્યે અનુરાગ જોઈ ખંભાત સંઘાડાના સાધુ શ્રાવકોમાં ધીમે ધીમે ચર્ચા થવા લાગી. શ્રી લલુજીને દીક્ષા આપનાર શ્રી હરખચંદજીનો દેહ છૂટી ગયો. તેથી બીજા સાધુઓને ચિંતા થઈ કે, જો આ મુનિઓને દબાવીશું નહિ, તે તેઓ જુદો વાડો બાંધશે. આથી તેમણે વિવિધ પ્રકારે તેમને કનડગત કરવા માંડી તથા તેમના ઉપર દબાણ આણવા પ્રયત્ન કરવા માંડયો. તે પ્રસંગે શ્રી. રાજચંદ્ર એ મુનિઓને એ વિરોધમાં થઈને પિતાનો માર્ગ કાઢવા જે સલાહ આપી, તે નીચે પ્રમાણે છે:
સત્સમાગમનો પ્રતિબંધ કરવા (તે) જણાવે તો તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ (તમે) જણાવી, તો તે યોગ્ય છે. તે પ્રમાણે વર્તશે. સત્સમાગમનો પ્રતિબંધ કરવા યોગ્ય નથી. તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચરવું યોગ્ય છે કે જે ક્ષેત્રો આત્મસાધન સુલભપણે થાય............ અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે. અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા
For Personal & Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૪
જ્ઞાની ભક્તની પ્રતિભા
-
છે, એકતા છે, એમાં સમજફેરથી ભિન્નતા માનો છેા – એમ તે જીવોને શિખામણ પ્રાપ્ત થાય તે સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે. જ્યાં સુધી અન્યોન્ય એકતા-વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે. ”
સંવત ૧૯૪૫માં શ્રી. રાજચંદ્રને મારબીમાં ત્રણ માસ રહેવાનું બન્યું હતું. તે પ્રસંગે થયેલાં વ્યાખ્યાનોની એક ભાઈએ લીધેલી નોંધ શ્રીમદ્રાજચંદ્ર ` ગ્રંથમાં ‘વ્યાખ્યાનસાર' નામથી પ્રસિદ્ધ થયેલી છે.
<
શ્રાવણ માસની શરૂઆતમાં શ્રી. રાજચંદ્ર પેટલાદ થઈ કાવિઠા ગયા, અને ત્યાં એક માસ અને નવ દિવસ સુધી નિવૃત્તિમાં રહ્યા. શ્રી. અંબાલાલ તેમની સાથે હતા. શ્રી લલ્લુજી વગેરેનું ચામાસું વસેામાં હતું અને શ્રી દેવકરણજી આદિનું ખેડામાં ́ હતું. તેથી શ્રી. રાજચંદ્ર કાવિઠાથી નડિયાદ થઈને વસા પણ ગયા હતા. શ્રી લલ્લુજીને મુંબઈ સિવાય કયાંય બે ચાર કે છ દિવસથી વધુ સમાગમનો પ્રસંગ બન્યો નહોતા એટલે આ વખતે તેમણે શ્રી. રાજચંદ્રને એકાદ માસ ત્યાં રહેવા વિનંતિ કરી. શ્રી. રાજચંદ્ર તે પ્રમાણે ત્યાં રહ્યા હતા. દિવસે ગામના લોકોની ભીડ રહેતી. એટલે મુનિને મળવાનું પાતે બહાર જાય ત્યારે રાખ્યું હતું.
તે પ્રમાણે એક દિવસ વનમાં વાવ પાસે શ્રી. રાજચંદ્ર મુનિ સાથે વાતચીત કરતા બેઠા હતા. તે વખતે તેમણે મુનિઓના – સવારમાં ચા, બપોરે ભિક્ષા અને છીંકણી, પછી શયન વગે૨ે – કાર્યક્રમથી ખિન્ન થઈ શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું કે, બીજા મુનિઓનો પ્રમાદ છેાડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય અને ધ્યાન કરવામાં તમારે કાળ વ્યતીત કરાવવા; તમારે સર્વેએ દિવસમાં એક વખત આહાર કરવા; તથા ચા અને છીંકણી વિનાકારણે હંમેશાં લાવવાં નહિ. (અને) તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવા.
મુનિ મેાહનલાલજીએ કહ્યું, “મહારાજશ્રી તથા દેવકરણજીની અવસ્થા થઈ છે. એમને ભણવાનો જોગ કયાંથી બને ?”
For Personal & Private Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
૨૬૫
શ્રી. રાજચંદ્ર ઉત્તરમાં કહ્યું, “યોગ બની આવ્યેથી અભ્યાસ કરવા અને તે થઈ શકે છે. કેમકે વિકટારિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે, છતાં બીજા દેશની ભાષાનો અભ્યાસ કરે છે.”
પછી મેાહનલાલજીએ પૂછ્યું, શા ઉપાય?”
66
મન સ્થિર રહેતું નથી તેનો
નકામા કાળ કાઢવા
શ્રી. રાજચંદ્રે જણાવ્યું, “ એક પળ પણ નહિ. કોઈ સારું પુસ્તક, વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું વિચારવું. એ કાંઈ ન હોય તેા છેવટે માળા ગણવી. પણ જો મનને નવરું મેલશે, તે ક્ષણ વારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સદ્વિચારરૂપ ખારાક આપવા. જેમ ઢોરને કંઈ ને કંઈ ખાવાનું જોઈએ જ — ખાણનો ટોપલો આગળ મૂકો હાય તા તે ખાયા કરે – તેમ મનનું પણ છે. બીજા વિકલ્પે। બંધ કરવા હાય ! તેને વશ થઈ તણાઈ જવું નહિ. ”
એક માસ પૂર્ણ થયો એટલે શ્રી. રાજચંદ્રે મુનિઓને છેવટનો ઉપદેશ આ પ્રમાણે આપ્યો : “હે મુનિ, અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરો છે; પણ ત્યારે પશ્ચાત્તાપ પામશેા. પાંચસે પાંચસેા ગાઉ સમાગમ નહિ મળે. ”
જ્ઞાની પુરુષ નહિ હાય ભટકવા છતાં જ્ઞાનીનો
શ્રી લલ્લુજીને શ્રી. રાજચંદ્ર જણાવ્યું, જે કોઈ મુમુક્ષુ ભાઈબહેના તમારી પાસે આત્માર્થ-સાધન માગે તેને આ બતાવવાં :
પ્રમાણે સાધન
(૧) સાત વ્યસનના ત્યાગના નિયમ. (૨) (૩) કંદમૂળના ત્યાગ. (૪) અભક્ષ્ય પદાર્થોના ભાજનના ત્યાગ. (૬) પાંચ માળા ફેરવવાના (૮) ક્ષમાપનાના પાઠ અને વીસ દોહરાનું નિત્ય પઠનમનન. (૯) સત્સમાગમ અને સત્શાસ્ત્રનું સેવન.
લીલોતરીના ત્યાગ. ત્યાગ. (૫) રાત્રીનિયમ. (૭) સ્મરણ.
For Personal & Private Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભકતની પ્રતિભા
વસોમાં મોતીલાલ નામના નડિયાદના ભાવસાર શ્રી. રાજચંદ્રની સેવામાં રહેતા હતા. તેમની મારફતે નડિયાદની આસપાસ કોઈ એકાંત સ્થળ રહેવાને યોગ્ય હોય તેની તપાસ શ્રી. રાજચંદ્ર કરાવી હતી. તે મુજબ નડિયાદ અને ઉત્તરસંડાની વચમાં એક બંગલો મળી શકે તેવી ગોઠવણ થઈ. એટલે શ્રી. અંબાલાલ, શ્રી. લહેરાભાઈ અને શ્રી. મોતીલાલ એ ત્રણની સાથે શ્રી. રાજચંદ્ર ત્યાં પધાર્યા. બીજા કોઈને ત્યાં આવવાની મનાઈ હતી. પંદર દિવસ સુધી શ્રી. અંબાલાલ તેમની સેવામાં રહ્યા. પરંતુ શ્રી. રાજચંદ્રને તદ્દન એકાંતની જરૂર હોવાથી બધા સરસામાન લઈ અંબાલાલને ગામમાં વિદાય કર્યા, માત્ર મોતીલાલ સાથે રહ્યા. તે વખતે શ્રી. રાજચંદ્રની અવસ્થા એવી હતી કે શ્રી. અંબાલાલે મોતીલાલને રાત્રિ દરમ્યાન પણ એક બે વખત તેમની સંભાળ રાખતા રહેવાનું જણાવ્યું હતું. શ્રી. રાજચંદ્ર વનમાં એકલા. દૂર ફરવા ગયેલા, તે સાડા દશ વાગ્યે પાછા આવ્યા. મોતીલાલ હીંચકા. ઉપર ગાદલું બિછાવ્યું અને તેના ઉપર તે બેઠા. થોડી વાર પછી મોતીલાલ તપાસ કરવા આવ્યા તે ગાદલું નીચે પડેલું અને મચ્છર બમણા કરે. એટલે એક ધોતિયું લાવી તેમણે શ્રી. રાજચંદ્રને ઓઢાડયું અને પાછા અંદર જઈ સૂઈ ગયા. રાત્રો વળી પાછા તપાસ કરવા આવ્યા, તો ધોતિયું નીચે પડેલું અને શ્રી. રાજચંદ્ર કાંઈ ગાથાઓ રટયા કરતા હતા. તેથી મોતીલાલે ધોતિયું ફરી ઓઢાડવું. આમ રાત્રો
ભાન હાતુ નાહ.
મોતીલાલ શ્રી. રાજચંદ્ર માટે પોતાને ઘેરથી દિવસમાં એક વખત આહાર લઈ આવતા. શ્રી. રાજચંદ્ર બે રૂપિયાભાર લોટની રોટલી તથા થોડું દૂધ આખા દિવસમાં લેતા. સાંજે દૂધ પણ લેતા નહિ.
સાંજના શ્રી. રાજચંદ્ર દૂર ફરવા જતા. સાથે મોતીલાલ પણ જતા. એક વખત શ્રી. રાજચંદ્ર માર્ગમાં કહ્યું, “તમે પ્રમાદમાં શું
For Personal & Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
२५७
પડયા રહો છે? વર્તમાનમાં માર્ગ એવા કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવા પડયો છે તે અમારો આત્મા જાણે. છે.” એક વખત મેાતીલાલનાં પત્ની દર્શન કરવા આવ્યાં હતાં તેમને પણ તેમણે જણાવ્યું હતું: “પ્રમાદથી જાગૃત થાઓ. કેમ પુરુષાર્થરહિત આમ મંદપણે વર્તે છે? આવા જોગ મળવા મહા વિકટ છે. મહા પુણ્યે કરી આવા જગ મળ્યો છે, તે વ્યર્થ કાં ગુમાવે છે? જાગૃત થાઓ !”
શ્રી. રાજચંદ્ર ફરવા જતા ત્યારે ચિંતનમાં કે ધ્યાનમાં લીન રહેતા. તેમને શરીરનું પણ ભાન રહેતું નહિ. એક વખત નવા જોડા પહેરેલા તે ડંખીડંખીને ચામડી નીકળી ગયેલી, પણ તેની તેમને ખબરે નહિ પડેલી.
"C
શ્રી દેવકરણજી આદિ મુનિએ આ વખતે ખેડામાં હતા. તેમને તેવીસ દિવસ શ્રી. રાજચંદ્રનો સમાગમ રહ્યો હતા. તે શ્રી લલ્લુજી” ઉપરના એક પત્રમાં લખે છે: (શ્રી. રાજચંદ્રના) સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે, ‘શરીર કૃશ કરી, માંહેનું તત્ત્વ . શેાધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. વિષયકષાયરૂપી ચારને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, ફૂંકી મૂકી શાંત થાઓ; છૂટી જાઓ, શમાઈ જા — વહેલા વહેલા તાકીદ કરો.’’ આ સમાગમ દરમ્યાન . દેવકરણજીની શ્રી. રાજચંદ્ર ઉપરની આસ્થા પૂર્ણ થઈ. તેમણે ઉપલા જ પત્રમાં લખ્યું છે: આપે કહ્યું તેમ જ થયું. ફળ · પાકયું, રસ ચાખ્યા, શાંત થયા. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મેાક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુ દેવે (શ્રી. રાજચંદ્ર ) પૂર્ણ કૃપા કરી છે. એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ.બાકી તે સદ્ગુરુસેવામાં કાળ વ્યતીત થાય છે. તેનું જ તે વાકય તે મુખમાંથી જ્યારે શ્રાવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે.'
66
.
......
""
ચોમાસું ઊતરતાં બધા મુનિ વસા અને ખેડાથી નડિયાદ આવ્યા અને થોડોક કાળ શ્રી. રાજચંદ્રના સમાગમમાં નડિયાદ જ
......
For Personal & Private Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૧૦
જ્ઞાની ભક્તની પ્રતિભા
રહ્યા. ખેડાથી શ્રી. રાજચંદ્ર મહેમદાવાદ સ્ટેશને થઈ મુંબઈ વિદાય
-થયા.
શ્રી. રાજચંદ્રના કાકાસસરા ડૉ. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઑફિસર હતા. સં. ૧૯૫૫માં નિવૃત્તિને અર્થે શ્રી. રાજચંદ્ર ત્યાં આવ્યા હતા. ગામમાં માત્ર ભાજન જેટલો કાળ દિવસે ગાળતા. ઘણોખરો વખત ઈડરના પહાડ અને જંગલોમાં પસાર કરતા. શ્રી. રાજચંદ્રની મનાઈ હાવાથી જનસમાજમાં તેમના આગમન વિષે કાંઈ વાત બહાર પાડવામાં આવી નહોતી. · ઈડરના મહારાજા સાથે શ્રી. રાજચંદ્રને- રાજધર્મ વિષે વાતચીત થઈ · હતી. ઈડરનાં ઐતિહાસિક સ્થળેા, તેમાં વસનારા પ્રાચીન લોકોની વિજયી સ્થિતિ, જૈન ધર્મ તેમ જ અન્ય ધર્મોમાં યોગ્ય મહાપુરુષોને અભાવે આવી ગયેલી શિથિલતા ઇત્યાદિ વિષે શ્રી. રાજચંદ્રપાતાના વિચારો તેમની આગળ વ્યક્ત કર્યા હતા.
શ્રી. રાજચંદ્રના ઈડરનિવાસની ખબર મળતાં શ્રી લલ્લુજી આદિ મુનિએ ત્વરાથી ત્યાં આવી પહોંચ્યા. શ્રી. રાજચંદ્રને તદ્દન એકાંત જોઈતું હતું એટલે આવા પ્રસંગની તેમને ઇચ્છા નહોતી. છતાં પોતે -ફરવા જાય ત્યારે બહાર જંગલમાં અમુક સ્થળે મળવા આવવાની તેમણે તેમને રજા આપી. શ્રી. રાજચંદ્ર તે પહેલેથી અપરિચિત માર્ગોમાં માટે અવાજે ગાથાઓની ધૂન લગાવતા ફરવા નીકળી જતા, અને નિયત સ્થળે વખત થતાં આવી પહોંચતા. એક વેળા તે નીચેની -ગાથાઓનું રટણ લગભગ એક કલાક ચાલ્યું હતું :
मा मुज्झह, मा रज्जह, मा दुस्सह इहनिष्ठ अहे । थिरमिच्छह जइ चित्तं विचित्तझाणपसिद्धीए ॥ ४८ ॥ जं किंचिवि चिंतंतो णिरीहवित्ती हवे जदा साहू | लवण य एयत्तं तदाहु तं तस्स णिच्चयं झाणं ॥ ५५ ॥
(દ્રવ્યસંગ્રહ)
For Personal & Private Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૨૬૯ભાવાર્થ : વિવિધ ધ્યાનમાં સિદ્ધિ મેળવવાને અર્થે તમારું ચિત્ત જો સ્થિર થયેલું ઈચ્છતા હો, તો ઇષ્ટ અને અનિષ્ટ વિષયોમાં મોહ,. રાગ અને દ્વેષ કરવાનું છોડી દો. || ૪૮ ||
કોઈ પણ પ્રકારના વિષય ઉપર ધ્યાન કરતાં સાધુ સ્વરૂપસ્થિતિરૂપ એકાગ્રતા પ્રાપ્ત કરી સકામવૃત્તિઓથી રહિત થઈ શકે, ત્યારે તેને સાચું ધ્યાન પ્રાપ્ત થયું કહેવાય. ||, પપ .
કોઈ કોઈ વાર શ્રી. રાજચંદ્ર બધાની વચમાં કલાકો સુધી મૌન-. પણે સમાધિસ્થ રહેતા; અથવા તે બધાને લઈ દૂર પહાડો ઉપર ચાલ્યા જતા. તે વખતે તે એવા આત્મવેગમાં રહેતા કે કાંટા, ઝાંખરાં કશાનું, તેમને ભાન રહેતું નહિ અને વેગપૂર્વક ઊંચે ઊંચે ચાલ્યા જતા. પછી કોઈ શિલા ઉપર જઈને બેસતા અને કાંઈ પઠનપાઠન કરતા અથવા ધાર્મિક વિવેચન કરતા. કોઈ કોઈ વાર તો હિંસ પશુઓનાં નિવાસસ્થાન સમીપ જ દેખાતાં. તે પ્રસંગો દરમ્યાન શ્રી. રાજચંદ્ર આખું “દ્રવ્યસંગ્રહ’ પુસ્તક મુનિઓને વાંચી સંભળાવ્યું હતું.
શ્રી. રાજચંદ્ર આ વખતે ઈડરમાં ત્રણ માસ રહ્યા હતા. તે પોતાનો ઘણો વખત ગુફાઓમાં ગાળતા. ઈડરથી વવાણિયા તરફ શ્રી. રાજચંદ્ર ત્રણેક માસ માટે ગયા હતા. ત્યાંથી પાછા ફરી, થોડો વખત ઈડર રહી મુંબઈ ગયા હતા. સં. ૧૯૫૬માં કેટલોક કાળ તેમણે ધર્મપુરનાં જંગલોમાં ગાળ્યો હતે.
ઈડરથી સં. ૧૯૫૬માં શ્રી. રાજચંદ્ર અમદાવાદ પાસેના નરોડા ગામમાં મુનિઓ રહેતા હતા ત્યાં પધાર્યા હતા. આ અરસામાં તેમણે સ્ત્રી અને લક્ષ્મીને ત્યાગ કર્યો હતો તથા તબિયત સારી થતાં માતાજીની. રજા મળે સંન્યાસ લેવાનું ધાર્યું હતું.
ત્યાંથી શ્રી. રાજચંદ્ર વઢવાણ ગયા હતા. ત્યાંના નિવાસ દરમ્યાન તેમણે “પરમકૃતપ્રભાવક મંડળની સ્થાપના કરી. એક સારી રકમની.
For Personal & Private Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
:૨૭૦
જ્ઞાની ભકતની પ્રતિભા
ટીપ કરી, તેમાંથી મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રંથે પ્રસિદ્ધ કરાવી લોકોમાં તત્ત્વવિચારનો ફેલાવા કરવા, એ તેના હેતુ હતેા. તે સંસ્થાનો વહીવટ પછી સ્વ. રેવાશંકરભાઈના પુત્ર શેઠ મણિલાલ ચલાવતા.
શ્રી. રાજચંદ્ર લક્ષ્મીનો ત્યાગ કર્યા પછી બહુ વ્રત પાળતા. તેને અંગે, પ્રભાવક મંડળનાં નાણાંની પડે તે તેને પણ તે અતિચારરૂપે લેખતા.
પરંતુ આ અરસામાં તેમની તબિયત ધીરે ધીરે બગડતી જ ચાલી. • હવાફેર માટે તેમને દરિયાકિનારે મુંબઈ, માટુંગા, શિવ અને નવસારી તરફ લઈ જવામાં આવ્યા. ત્યાંથી પછી વઢવાણ અને મેહરબીમાં આણવામાં આવ્યા. તેમના પદ્માસન અને કાઉસગ્ગમુદ્રાના બંને ફોટા · વઢવાણમાં જ આ અરસામાં લેવામાં આવ્યા હતા. પછી તે રાજકોટ ગયા. અશક્તિને લીધે દાક્તરોએ શ્રી. રાજચંદ્રને વાતચીત પણ વિશેષ ન કરવાની તજવીજ રખાવી હતી. તેમના નાના ભાઈ મનસુખભાઈ તથા શ્રી. રેવાશંકરભાઈ, ડૉ. પ્રાણજીવનદાસ, લીમડીવાળા મનસુખભાઈ વગેરે તેમની સારવારમાં હતા. પરંતુ તે બધાની પ્રેમ અને કાળજીભરી સારવાર પણ ગમનેાન્મુખ આત્માને રોકી શકી નહિ. તેમની અંતિમ અવસ્થાનું વર્ણન શ્રી. મનસુખભાઈ આ પ્રમાણે કરે છે:
66
‘હું છેવટની પળ સુધી અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું તથાપિ રાગને લઈને હું સમજી શકયો નહિ....... દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ તથા મને કહ્યું, ‘ તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંત અને સમાધિપણે વર્તશે. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારા કહી શકાવાની હતી તે કહેવાના સમય નથી. તમે પુરુષાર્થ કરશેા.' આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે ચેતી શકયા નહિ. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ. તે સમયે તેઓશ્રીએ જણાવ્યું, ‘નિશ્ચિત રહે.
ભાઈનું સમાધિસ્યુ
બારીકાઈથી તે વાતમાં ભળવું
..............
For Personal & Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
૨૭૧
છે.' ઉપાય કરતાં શરદી ગઈ. પોણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું. -તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા પણ હતાં. પોણા નવે કહ્યું, ‘મનસુખ, દુ:ખ ન પામતા. માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.' (તેમના કહેવાથી તેમને બીજા કોચ ઉપર ખસેડયા, ત્યાં) તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થભાવે છૂટા પડયા. લેશમાત્ર આત્મા છૂટો થયાનાં ચિહ્ન ન જણાયાં. લઘુશંકા, દીર્ધશંકા, મેઢે પાણી કે આંખે પાણી કે પરસેવા કશું નહતું.”
આમ સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ ને મંગળવારે બપારે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર નાશવંત દેહનો ત્યાગ કરી ગયા.
તેમનાં ધર્મપત્ની પછી પોતાનો કાળ એકાંતમાં તેમણે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં હતાં. બહુ જ થોડા કાળમાં તેમનોં પણ દેહ છૂટી ગયા.
For Personal & Private Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
ગુજરાતના ધર્મક્ષેત્રમાં કવિશ્રી રાજચંદ્ર એક વિશેષ સ્થાન ધરાવે. છે; તેમાં વળી દીપાવે એવું કારણ એ ઉમેરાયું કે, વિશ્વવંઘ મહાત્મા ગાંધીજી એમના ગુણાનુરાગી મિત્ર અને સાધક જીવનના શિષ્યવત્, સાથી સમા સ્થાને હતા. તેથી કરીને શ્રીમદ્ રાજચંદ્રજીની જાણ (ગાંધીજીની જગમશહુર “આત્મકથા’ વાટે) જગતભરમાં ફેલાઈ છે. જોકે, તે પરથી તે અંગે ઘટત અભ્યાસ શ્રીમન્નાં જીવનકાર્ય તથા બોધવચનો તેમ જ સાહિત્યને થયો છે, એમ ન કહી શકાય. ધર્મજીવનને પોષક એવી આ સાધના-સામગ્રીને કદાચ સાંપ્રદાયિક વાડાબંધી નડી કે શું કારણ, – કવિશ્રીના સાહિત્યનો અભ્યાસ સંપ્રદાયાતીત ઢબે અધ્યાત્મ-વિદ્યાના વિચારકોએ કરવા જેવો ગણાય, એમ માનું છું.
ગુજરાતના સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક લોકજીવનના ઇતિહાસમાં કવિશ્રીનું ટૂંકું જીવન પણ એક અનોખું પ્રકરણ બની શકે એવું પ્રભાવશાળી અને મૌલિક હતું. આ દૃષ્ટિએ, આપણી અર્વાચીન સદી બે સદીના આપણા આવા મહાપુરુષોનો અભ્યાસ આદરપૂર્વક થવો જોઈએ. તો જ નવ-ધર્મસંસ્કરણનું જે યુગપ્રવર્તક કાર્ય હવે આપણા સ્વતંત્ર રાષ્ટ્ર કરવાનું આવે છે, તે કરવામાં સાચી મદદ અને ધરતીના ધાવણ જેવું સચોટ પિષણદાયી સવ મળે. મારે મન શ્રીમદ્ રાજચંદ્રના જીવનનું મહત્વ એક એ કારણે છે કે, તે આજીવન શ્રાવક ધર્મમાં છતાં, નિર્વાણ કે મોક્ષધર્મના પરમ સાધક બન્યા: “સંસારમાં સરસ રહે, અને મને મારી પાસ” – એવી એક કવિઉક્તિ એમના જીવનમાં ચરિતાર્થ થયેલી જોવા મળે છે.
૨૭૨
For Personal & Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
1. પરિશિષ્ટ-૨ " એ જ લક્ષણને લઈને ગાંધીજી ખાસ એમના તરફ આકર્ષાયા હતા; અને એ પ્રકારનું એમણે (તેમની “આત્મસ્થામાં) લખ્યું પણ છે. જેમ કે, તેમણે કહ્યું,
પોતે હજારોના વેપાર, ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કેયડા ઉકેલતા; પણ એ વસ્તુ તેમને વિષય નહતી. તેમને વિષય – તેમને પુરુષાર્થ તો આત્મ-એળખ – હરિદર્શન હતે....”
જે મનુષ્ય લાખના સેદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમને આવી જાતનો અનુભવ મને એક વેળા નહિ, અનેક વેળા થયેલો. મેં એમને કદી મૂછિત દશામાં નથી જોયા.”
ગીતાની ધર્મ-પરિભાષામાં કહું તે, કવિશ્રી જન્મથી આર્ત-જિજ્ઞાસુ, ભક્ત હતા, અને કુમારાવસ્થા પૂરી કરતાં જ્ઞાની ભક્તની કોટિએ પહોંચ્યા. હતા. પિતાની “૧૮ વર્ષની ઉમરે નીકળેલા અપૂર્વ ઉદ્ગારની નીચેની કડીએ કવિશ્રીના સર્વ વાચકો જાણે છે:--
“અપૂર્વ અવસર એવો કયારે આવશે, .. કયારે થઈશું બાહ્યાન્તર નિર્ચન્થ જે.” - આ આર્ત-ભક્ત-વાણી એમના આંતર-જીવનના સહજાદુગાર સમી હતી. અને અંતરમાંથી તેવી આર્તિની સહજ-પ્રેરણાથી તેમણે પોતાનું ૩૩ જ વર્ષનું જીવન પૂરું કર્યું. એમાં જે વિશેષતા છે તે એ છે કે, તેમણે સતત વૈરાગ્યાભ્યાસનું સેવન કરતાં કરતાં ગીતાને ભાવ-સંન્યાસ અપનાવ્યો અને યશસ્વી કર્યો; શ્રવણધર્મ મુજબ સંન્યાસ-દીક્ષા લીધી. નહિ. તેવી દીક્ષા લેવાની તેમની ઇચ્છા-આતુરતા હતી કે કેમ, તે કઈ જાણકાર કહી શકે, અથવા પછી તેમની જીવનકથા પરથી અનુમાનવું રહ્યું. .!
- તેમણે સર્વ ધર્મગ્રંથોને અભ્યાસ કર્યો હતો. પણ ગાંધીજી લખે છે કે, તેમનો પક્ષપાત જૈન દર્શન તરફ હતો, એમ તેઓ મને.
શા-૧૮ * * * *
For Personal & Private Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા કહેતા. તેમની માન્યતા હતી કે, જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે. તેમને આ અભિપ્રાય મારે માટે આપી જવો આવશ્યક છે; તેને વિશે હું મત આપવા મને તદ્દન અનાધિકારી ગણું છું.” (“શ્રીમદ્ -રાજચંદ્ર અને ગાંધીજી’ – પા. ૫૫-૫૬)
આમ કહીને ગાંધીજીએ અંતે (રાયચંદભાઈના ધર્મને વિચાર કરતાં) લખ્યું કે,
“હું પતે તે એમ માનનારો છું કે, સર્વ ધર્મ તે તે ભકતની ‘દૃષ્ટિએ સંપૂર્ણ જ છે ને સર્વ ધર્મ અન્યની દૃષ્ટિએ અપૂર્ણ છે. સ્વતંત્ર રીતે વિચારતાં સર્વ ધર્મ પૂર્ણાપૂર્ણ છે. અમુક હદ પછી બધાં શાસ્ત્રો બંધન રૂપે લાગે છે. પણ એ તે ગુણાતીતની સ્થિતિ થઈ.
રાયચંદભાઈની દૃષ્ટિએ તે કોઈને પિતાને ધર્મ છોડવાની આવશ્યકતા નથી. સહુ પોતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે મક્ષ મેળવી શકે છે. કેમ કે, મોક્ષ મળવો એટલે સર્વાશે રાગદ્વેષ રહિત થવું.” (સદર પુસ્તક, પા. પ૭).
શ્રીમના જીવનમાં સંન્યાસ અને વૈરાગ્યનો વિચાર કરું છું ત્યારે તેમને અંગે ગાંધીજીએ બીજી એક નોંધપાત્ર વસ્તુ કવિશ્રીના સ્વિભાવ વિશે નોંધી છે તે પણ સાથે સાથે જોવા જેવી છે:: “તેઓ ઘણી વાર કહેતા કે, ચોપાસથી કઈ બરછી ભેંકે તે સહી શકું; પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર આદિ ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઉકળ રહેલા – તેમને ઉકળી જતા મેં ઘણી વાર જોયા છે. તેમને આખું જગત પિતાનાં સગાં જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતાં જોઈને જે કલેશ આપણને થાય છે, તેટલો કલેશ તેમને જગતનાં દુ:ખોને, મરણને જોઈને થો....... રાયચંદભાઈને દેહ એટલી નાની ઉંમરે પડી ગયો તેનું કારણ મને એ જ લાગે છે. તેમને દરદ હતું એ ખરું, પણ જગતના તાપનું
For Personal & Private Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૨૭૫.
જે દરદ તેમને હતું તે અસહ્ય હતું. પેલું શારીરિક દરદ તા જે એકલું હાત તો જરૂર તે તેને જીતી શકયા હોત. પણ તેમને થયું કે, આવા વિષમ કાળમાં આત્મદર્શન કેમ થઈ શકે? દયાધર્મની એ નિશાની. છે.” (સદર પા. ૭૬-૭)
ઉપરના કથન પરથી આપણે શ્રીમદ્ના જીવનમાં રાજકુમાર સિદ્ધાર્થ – બુદ્ધની ઝળક-ઝાંખી કરી શકીએ છીએ. એમાં નરી જૈન ધર્મી સાધના મનાય છે, તેના કરતાં કાંઈક જુદી છટા છે એમ કહેવાય.. અને ગાંધીજી આ વિષે પણ નીચે પ્રમાણે નોંધે છે કે,
આથી ઘણા શ્રાવકો કહે છે કે, રાજચંદ્રને ધર્મનું ભાન. ન હતું; તે દંભી હતા, અહંકારી હતા. હું પાતે તે જાણું છું – દંભઅહંકારનું તેમનામાં નામ ન હતું.” (સદર પા. ૭૮)
66
......
આમ છતાં, જૈન ધર્મતત્ત્વ વિષે પણ કવિશ્રીનો આદર એવા જ અપૂર્ણ હતા. ગાંધીજી તે અંગે એમ કહે છે કે, કવિશ્રી કહેતા કે,. · જૈન ધર્મ જે શ્રાવકોના હાથમાં ન ગયા
66
વાણિયા
તે જૈન
જોઈને જગત ચકિત થાત. રહ્યા છે. .......” (પા. ૭૮)
હોત તા એનાં તત્ત્વ
ધર્મતત્ત્વોને વગેાવી.
-
આ બધું લાંબાÇ હું, ટૂંકમાં છતાં, એ બતાવવા કરું છું કે,. શ્રીમદ્ રાજચંદ્ર શ્રાવક ધર્મને એવા ઉત્તમ જીવી બતાવ્યા કે, શ્રમણધર્મી સંન્યાસ-દીક્ષા લેવી જ, એવું અનિવાર્ય ન બને. સાચા શ્રાવક ધર્મ પણ, ભાવસંન્યાસ ગીતાકાર જે વર્ણવે છે, અને જેને ગાંધીજીમાનતા હતા, – તે પ્રતિ લઈ ય. કવિશ્રીએ તે ધર્મ આચરી બતાવ્યા,. અને પ્રણાલીગત જૈન-વિચારમાં એક નવું પ્રસ્થાન કર્યું એમ પણ. કદાચ હાય. પણ એ તે જૈન તત્ત્વજ્ઞાનના અધિકારી કે અભ્યાસીએ જોઈને કહેવું ઘટે; મારો તેમાં અનાધિકાર છે. છતાં મને એટલું લાગે છે કે, શ્રીમદ્ રાજચંદ્રના જીવન વિષે વિચાર જૈન સાંપ્રદાયિકતા. છાડીને થાય તો આપણને સૌને તેમાંથી કીમતી બોધ મળી શકે; તેમને
For Personal & Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભક્તની પ્રતિભા વિષેની ભક્તિ આ પ્રકારે ઉદાર ભાવથી કેળવીએ, એમ મારા જેવા અન્ય ધર્મપ્રણાલીમાં ઊછરેલાને લાગે છે.
એક એવો વાદવિવાદ પણ ચાલતે જાણે છે કે, શ્રીમદ્ રાજચંદ્ર મેક્ષ પ્રાપ્ત કરી લીધેલ, અને એ ૨૫ મા તીર્થંકર હતા. આ અંગે ગાંધીજીએ પણ પોતાને મત દર્શાવવો પડેલો જોવા મળે છે કે,
મુક્ત પુરુષને જોઈતી વીતરાગતા કે તીર્થકરની વિભૂતિઓ શ્રીમન્ને પ્રાપ્ત નહોતી થઈ. સામાન્ય મનુષ્યોના પ્રમાણમાં શ્રીમદ્ગી વીતરાગતા અને વિભૂતિઓ ઘણી વધારે હતી; તેથી આપણે તેમને લૌકિક ભાષામાં વીતરાગ અને વિભૂતિમાન કહીએ; મુક્ત પુરુષને સારુ કપાયેલી વીતરાગતાને અને તીર્થંકરની વિભૂતિઓને શ્રીમદ્ નહોતા પહોંચી શક્યા, એવો મારો દૃઢ અભિપ્રાય છે.”
આમ કહેનાર વ્યક્તિ ગાંધીજી જેવા એમના મિત્ર અને નિકટના સાથી-સાધક પુરુષ છે. તેથી તે માનો કે ન માનવો એવું નથી કહેતે. હું એમ માનું છું કે, તેમાં વાદવિવાદ ન હોય; કારણ કે, આ પ્રકારનો અભિપ્રાય, અતે જોતાં, વ્યક્તિની અધ્યાત્મ-સિદ્ધિ વિષેની અંગત સમજ તેમ જ શ્રદ્ધાભક્તિનો વિષય છે. એ તર્કને વિષય નથી. શ્રીમમાં પરમ ગુરુ-ભક્તિભાવવાળો માણસ તેમને મુક્ત તીર્થકર માને; અને પિતાની ભક્તિ માટે એ પ્રકારનો ઇષ્ટ ભાવારોપણ કરે. આમ જ. ગાંધીજીને અવતાર માનવા વિશે પણ બનતું નથી જોતા? ઇષ્ટ મહા પુરુષની સ્તુતિની આવી એક લકિક રીતિ જ છે. કહેવાની મતલબ કે, આવા વ્યક્તિભાવગત વિચારને વસ્તુગત વાસ્તવિકતા સમજીને, નાહક કોઈ વ્યક્તિ વિશે, વાદવિવાદ ઘટે નહીં. આપણા જેવા સામાન્ય સંસારી છતાં મુક્તિ માટે મથવા ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે તે, (ગાંધીજી પોતે કહે છે એમ) એવો જ ભાવ ઘટે કે,
“આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ અસંસારી હતા. ... આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્ વાયુવેગે.
૫ ના પ્રમાણમાં શ્રીમદની પાવાગતા અને વિભતિ ... -
For Personal & Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨ મેક્ષ તરફ ધસી રહ્યા હતા.......... શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણ એ એમના અનુભવના બિંદુ સમાં છે. ... જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેમને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે; – પછી ભલે તે હિંદુ હો કે અન્યધર્મી.” [શ્રીમદ્ રાજચંદ્ર બાલબોધની પ્રસ્તાવનામાંથી જણાવી “પ્રબુદ્ધ જીવન” (૧-૨-૬૭)માં આવેલા ઉતારામાંથી.]
આજે હિંદને આપણો સમાજ જે કક્ષાએ પોતાની સ્વતંત્ર સ્વરાજની ધર્મયાત્રા શરૂ કરે છે, તે વખતે શ્રીમદ્ રાજચંદ્રને માટેની આવી ઉદાર ભાવભક્તિ ધરીને જો ચાલીએ, તો ગઈ સદીના આપણા આ ધર્મપુરુષનું ઉત્તમ તર્પણ કરી શકીએ – એમ કરીને એમની પાસેથી આપણ સૌને મળેલા મોંઘામૂલા વારસાને શોભાવી શકીએ.
– ૧૬-૧૧-'૬૭
For Personal & Private Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
શ્રી રાજચંદ્ર [જીવનયાત્રા તથા વિચારને]
શ્રીમદ્ રાજચંદ્રના જીવનની રૂપરેખા, ગાંધીજીનાં સંસ્મરણા, અને 'તીવ્યાખ્યાનાની મળીને થતી શ્રીમદ્ની ‘ જીવનયાત્રા ’ તથા સાથે તેમનાં લખાણામાંથી વિષયવાર પસંદ કરેલાં ‘વિચારરત્ના ’- મળીને થતું ઉપયાગી સમગ્ર પુસ્તક. કિં૦૩.૫૦
પ્રાપ્તિસ્થાન નવજીવન પ્રકાશન મદિર
અમદાવાદ-૧૪
For Personal & Private Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________ અન્ય ધર્મગ્રંથો ઇશાવાસ્ય ઉપનિષ સંપા૦ મગનભાઈ દેસાઈ 2.00 બુદ્ધિયોગ - 3-4 સંપા. મગનભાઈ દેસાઈ 10.. 5 જથ°થી [ ગ્રંથસાહેબમાંથી પાંચ વ્યક્તિઓત્રો]. સંપા. ગોપાળદાસ પટેલ જપમાળા [ગુરુ નાનકની વાણીમાંથી] સંપા. ગોપાળદાસ પટેલ 30.00 ગુરુ નાનકનાં ભક્તિ-૫દે સંપાગોપાળદાસ પટેલ શ્રી મગનભાઈ દેસાઈ - કાન્તદશી" કુલપતિ 10.00 લેટ કંચનલાલ પરીખ આમ-ધનમાળા સંપા૦ કમુબહેન પુછે છપટેલ 10.00 પારસમણિ સંપા૦ કમુબહેન પુછે છો૦ પટેલ ગુરુ નાનકની વાણી સંપાગોપાળદાસ પટેલ 50.00 સત કમીની વાણી સપા, ગોપાળદાસ પટેલ દાદૂ ભગતની વાણી સંપા૦ ગેપાળદાસ પટેલ 50.00 દરિયા ભગતની વાણી સંપા ગોપાળદાસ પટેલ 15.00 સત મભૂકાસની વાણ સંપાગોપાળદાસ પટેલ 2500 સત પહદાસની વાણી સંપા મેપાળદાસ પટેલ શ્રીમદ્ ભાગવત સંપા ગોપાળદાસ પટેલ (Bસમાં) વાગવાસિષ્ઠ સંપા ગોપાળદાસ પટેલ (પ્રેસમાં) સંત ફ્રાન્સિસ પ્રા મનજીભાઈ (પ્રેસમાં) મુંડકેપનિષદ સંપા, મગનભાઈ દેસાઈ (પ્રેસમાં) કેનેપનિષદ સંષા મગનભાઈ દેસાઈ- (Bસમાં) માંડ્રોપનિષદ સંપા મગનભાઈ દેસાઈ (પ્રેસમાં) યાગ એટલે શું? સંપાઇ મગનભાઈ દેસાઈ પ્રેસમાં) સુખમની સપ૦ મગનભાઈ દેસાઈ 5.00 જજી સપાટ મગનભાઈ દેસાઈ 5,0 For Personal & Private Use Only