________________
પ્રેમભકિતની ઝંખના
૧૯૯ તુલના પણ અમુક રીતે ગીતાકારે કરી છે. તે એક સવાલ કોઈએ કવિને આ સમયમાં પૂછેલો, તેનો જવાબ મુંબઈ, ૧૯૪૭ના (મિતિ ઇ૦ નક્કી નથી નોંધાઈ) છે કે, “આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે. પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી, તેને તે માર્ગ ઉપદેશો ન ઘટે, એ વગેરે લખ્યું તે યથાયોગ્ય છે. તે પણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. ...” (શ્રી.૧-૩૪૩)
વિચારમાર્ગ વૈરાગ્ય અને સ્વાધ્યાયાદિ માગે, તો ભક્તિમાર્ગ પ્રભુ માટે અહેતુક અનુરાગ માગે છે. દુ:ખી કે લોભી લોકો પણ ભગવાનને ભજશે; પરંતુ તે અપરા ભક્તિ છે, મુક્તિદાયક નથી. જિજ્ઞાસુ અને જ્ઞાની લોકની ભક્તિ પરા છે – પરમાનંદ અર્પે છે. અને કવિનાં આ કાળનાં લખાણોમાં જ્ઞાની ભક્તની અહેતુક અનુરાગ ભરેલી પરા ભક્તિ નીતરતી જોવા મળે છે. મુક્તિ અને ભક્તિની તુલના કરતાં તેમના પત્રમાં કેવું કહ્યું છે !–“ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે.......... એવો ભગવાનને લોભ શા માટે હશે !”
ગીતાકારનાં નીચેનાં સૂત્રવચનો યાદ કરાવે એવું આ લખાણ શ્રીમની ઊંડી ભક્તિતત્ત્વ-દૃષ્ટિ બતાવે છે. ગીતાકાર એ જ કહે છે – આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, એ ચાર પ્રકારોમાં “જ્ઞાની તુ આત્મા એવ મે મતમ્” – “બહુનામ જન્મનામ્ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે – “વાસુદેવ: સર્વમ ઇતિ સ: મહાત્મા સુદુર્લભ..” કવિશ્રી આવી ઉન્મત્ત ભક્તિદશા ઝંખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org