________________
૧૦૦
જ્ઞાની ભક્તની પ્રતિભા મરણ છે; મનેલોકમાં – ચિત્તમાં સ્મૃતિ-સંસ્કાર-વાસના-રૂપે છપાઈને તે સંચિત રહે છે, કે જેને અવધાનબળથી આપણે પામી શકીએ. અને એ સંચિત સ્મૃતિ-સંગ્રહ જો અંતરમાં તપાસીએ, તો તેની મર્યાદા માત્ર ચાલુ જન્મથી પૂર્વે પણ જઈ શકે. કોઈ તેને આનુવંશિક કહે કે પૂર્વજન્મનું કહે – કહેવાની મતલબ એ છે કે, મરણ પારની પારલૌકિક કે સાંપરાયદૃષ્ટિ પણ મનુષ્યના ચિત્તાની સ્મૃતિશક્તિને ગમ્ય છે. અને તે વડે જ મનુષ્ય પોતાની હૃદયગુફાના ઊંડાણમાં ઊતરતો ઊતરતો, અંતે પોતે પોતાને પામે છે ત્યાં બિરાજતા આત્મતત્ત્વને સાક્ષાત્ કરી શકે છે.
અંતરમાં ભંડારાયેલા ઊંડાણમાં આવી અવગાહન-ગતિ અસામાન્ય કે અલૌકિક કે લોકોત્તર ભલે છે; પરંતુ તેથી કાંઈ તે શકય નથી એમ નથી. વિરલ સાધના એને ભલે કહો; પરંતુ લાખોમાં પણ કોઈકને તે પ્રયત્ન-સાધ્ય છે જ. અને શ્રીમદ્ આ વસ્તુ તેમનાં લખાણોમાં (છૂટક છૂટક પ્રસંગોપાત્ત) કહે છે. જેમ કે, ઉપર નોંધેલા પત્રમાં આગળ તે લખતાં કહે છે:
“પૂર્વજન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું, તે માટે અહીં પ્રસંગ પૂરનું સંક્ષેપમાત્ર દર્શાવું છું:
“મારે કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગત ભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં, પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ – જ્ઞાનયોગ – અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે; એટલે શું કે, ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે.”
અહીં પ્રત્યક્ષાનુભવ એટલે બાહ્ય વસ્તુ પેઠે સૌને સમાન રૂપે થાય એમ નહીં, પરંતુ, અંતરમાં અનંત કાળથી સંચિત કૃતિનું સંશોધન કરતાં, અનુમાન-પ્રમાણથી નિશ્ચયરૂપે સાંપડતું આંતરજ્ઞાન એ છે. અને આ જ્ઞાનને ખપ એથી છે કે, એમ પોતાની સમ્યક પ્રકૃતિ કે સ્વભાવને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org