________________
પરિશિષ્ટ-૨
ગુજરાતના ધર્મક્ષેત્રમાં કવિશ્રી રાજચંદ્ર એક વિશેષ સ્થાન ધરાવે. છે; તેમાં વળી દીપાવે એવું કારણ એ ઉમેરાયું કે, વિશ્વવંઘ મહાત્મા ગાંધીજી એમના ગુણાનુરાગી મિત્ર અને સાધક જીવનના શિષ્યવત્, સાથી સમા સ્થાને હતા. તેથી કરીને શ્રીમદ્ રાજચંદ્રજીની જાણ (ગાંધીજીની જગમશહુર “આત્મકથા’ વાટે) જગતભરમાં ફેલાઈ છે. જોકે, તે પરથી તે અંગે ઘટત અભ્યાસ શ્રીમન્નાં જીવનકાર્ય તથા બોધવચનો તેમ જ સાહિત્યને થયો છે, એમ ન કહી શકાય. ધર્મજીવનને પોષક એવી આ સાધના-સામગ્રીને કદાચ સાંપ્રદાયિક વાડાબંધી નડી કે શું કારણ, – કવિશ્રીના સાહિત્યનો અભ્યાસ સંપ્રદાયાતીત ઢબે અધ્યાત્મ-વિદ્યાના વિચારકોએ કરવા જેવો ગણાય, એમ માનું છું.
ગુજરાતના સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક લોકજીવનના ઇતિહાસમાં કવિશ્રીનું ટૂંકું જીવન પણ એક અનોખું પ્રકરણ બની શકે એવું પ્રભાવશાળી અને મૌલિક હતું. આ દૃષ્ટિએ, આપણી અર્વાચીન સદી બે સદીના આપણા આવા મહાપુરુષોનો અભ્યાસ આદરપૂર્વક થવો જોઈએ. તો જ નવ-ધર્મસંસ્કરણનું જે યુગપ્રવર્તક કાર્ય હવે આપણા સ્વતંત્ર રાષ્ટ્ર કરવાનું આવે છે, તે કરવામાં સાચી મદદ અને ધરતીના ધાવણ જેવું સચોટ પિષણદાયી સવ મળે. મારે મન શ્રીમદ્ રાજચંદ્રના જીવનનું મહત્વ એક એ કારણે છે કે, તે આજીવન શ્રાવક ધર્મમાં છતાં, નિર્વાણ કે મોક્ષધર્મના પરમ સાધક બન્યા: “સંસારમાં સરસ રહે, અને મને મારી પાસ” – એવી એક કવિઉક્તિ એમના જીવનમાં ચરિતાર્થ થયેલી જોવા મળે છે.
૨૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org