________________
૧૪
મહત્ત્વાકાંક્ષા અને ધર્મતત્ત્વ-સમભાવ
શ્રીમાનની મહત્ત્વાકાંક્ષા પોતે સંપૂર્ણપણે સ્વાત્મહિતમાં સ્થિર થયા બાદ, અવિભક્ત જૈન માર્ગ બનાવવાની હોઈ, તે જૈનમાર્ગને પુનરુદ્ધાર ઇચ્છતા હતા. એટલે, સામાન્ય લોકો એવું માની લેવાની ભૂલ કરે કે, તેઓનો ઇરાદો નવો પંથ ચલાવવાનો હતો, તો તે કેવળ સ્વાભાવિક છે” – આ પ્રમાણે કવિજીના નાના ભાઈ મનસુખલાલ મહેતાએ વિ. સં. ૧૯૬૬ની કવિની જયંતિની સભામાં (મુંબઈ) કહ્યું હતું.
અને એમ જણાવીને એમણે આગળ એવું પણ કહ્યું હતું કે, “મને એક ષ્ટિએ નવો પંથ ચાલવાનું કહેનારા સત્ય પણ લાગે છે. તે શી રીતે? – એટલું તો ખરું કે, કંઈ પણ ગરછ-મમત્વબુદ્ધિ રાખ્યા વિના અવિભક્ત જૈનધર્મ જોઈએ, એવી અભિલાષા હાલના જમાનાના વર્ગમાં ઉત્પન્ન થઈ છે. આ અભિલાષા મૂળ અને પ્રથમ શ્રીમાન રાજચંદ્રમાં ઉત્પન્ન થઈ હોવાથી, એ અભિલાષા ધરાવનાર વર્ગને શ્રીમાનના વિચારના અનુસરનારા તરીકે ઓળખાય એ સ્વાભાવિક છે; અને જો એળખાય તે સામાન્ય સમુદાય તેઓને શ્રીમાનના પંથી તરીકે ઓળખે તો તેમાં કાંઈ અસ્વાભાવિક નથી..આ નવો વર્ગ સ્વાભાવિક રીતે પોતાના આદર્શરૂપ પુરુષ પ્રત્યે બહુ માન અને શ્રદ્ધા તથા ભક્તિ બતાવે છે......શ્રદ્ધા અને ભક્તિ એવી અપૂર્વ ચીજ છે કે, તેના વેગને લીધે મનુષ્યો ઘણી વેળા લૌકિક દૃષ્ટિનો ખ્યાલ ન કરતાં પિતાના જ વિચારમાં દૃઢ રહે છે. ભક્તિની અપેક્ષાએ ભક્તિની હદ -અમર્યાદિત કરવાથી આત્માને લાભ જ થાય છે; (કેમ કે, તેમાં તેને
૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org