________________
૨૬૧
પરિશિષ્ટ-૧ મોકલાવેલો. તેમણે સહેલાઈથી મુખપાઠ થઈ શકે માટે તેને પદ્યમાં લખી આપવા શ્રી. રાજચંદ્રને વિનંતી કરેલી અને શ્રી. રાજચંદ્ર ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર' રચેલું.
શ્રી. રાજચંદ્ર પોતાની વ્યાપારિક પ્રવૃત્તિમાંથી વચ્ચે વચ્ચે નિવૃત્તિ Gઈ થોડો વખત એકાંતમાં ગાળવા મુંબઈ છોડી ગુજરાત કાઠિયાવાડમાં આવતા. તે પ્રમાણે સુરત, કહેર વગેરે સ્થળોએ તે આવી ગયા હતા. શ્રી લલ્લુજી એ અરસામાં તે તે સ્થળે હોતા અથવા આવીને તેમનો સમાગમ કરતા. - શ્રી. રાજચંદ્ર ૧૯૪૬માં ખંભાત એક અઠવાડિયું રહી ગયાની વાત આવી ગઈ છે. ૧૯૪૭માં તે ખંભાતથી થોડે દૂર રાળજમાં અજાણપણે એકાંતમાં રહ્યા હતા. ૧૯૫૧ના આસો માસમાં તે ફરી -ખંભાત આવ્યા હતા અને ૧૯૫૨માં અઢી માસની નિવૃત્તિ લઈ ચરોતરમાં રહ્યા હતા. બાર દિવસ અગાસ પાસે કાવિઠામાં રહ્યા હતા. પછી રાળજમાં આઠ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી ચાતુર્માસ ખંભાતમાં કરતા હતા. સાધુથી તે અરસામાં એક ગામ છોડી બીજે ગામ ન જવાય એટલે શ્રી લલ્લુજી ગામને પાદરે ખેતરોમાં ઊભા રહેતા. પછીથી શ્રી. રાજચંદ્ર પોતે જ વડવા મુકામે ગયા હતા.
કાવિઠામાં શ્રી. રાજચંદ્ર એકલા જ ખેતરોમાં વિચરતા. કોઈ પ્રસંગે માણસો એકઠા થઈ જાય તો સહેજે કાંઈ ઉપદેશ આપતા. રાળજમાં પણ તેવી રીતે બોધના પ્રસંગો બનેલા. અને વડવામાં તે ખંભાતના ઘણા ઓળખીતા મુમુક્ષુઓ આવતા હોવાથી તેવા પ્રસંગો ઘણા બનતા. શ્રી. અંબાલાલે તે બધા પ્રસંગેની જે નોંધ રાખેલી તે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં “ઉપદેશછાયા' નામથી પ્રસિદ્ધ થઈ છે.
વડવાથી શ્રી. રાજચંદ્ર આણંદ આવી થોડા દિવસ રહ્યા હતા. તે વખતે આપેલો બોધ પણ “ઉપદેશછાયા'માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org