________________
૨૬ર
જ્ઞાની ભકતની પ્રતિભા - આણંદથી શ્રી. રાજચંદ્ર નડિયાદ પધાર્યા હતા. શ્રી. અંબાલાલ તેમની સરભરામાં સાથે રહેતા. એક દિવસ શ્રી. રાજચંદ્ર બહાર ફરવા ગયા હતા, ત્યાંથી બંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. ફાનસ મંગાવી તેઓશ્રી લખવા બેઠા અને શ્રી અંબાલાલ ફાનસ ધરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. ૧૪૨ ગાથાઓ પૂરી થઈ રહી ત્યાં સુધી શ્રી. અંબાલાલ ફાનસ ધરી ઊભા રહ્યા. એ ગાથા તે “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર.'
- શ્રી. રાજચંદ્ર તેની ચાર નકલો કરાવી અને એક શ્રી. સભાગ્યભાઈને, એક શ્રી લલુજીને, એક ઝવેરી માણેકલાલ ઘેલાભાઈને અને એક અંબાલાલને પોતાને આપી. તે ગ્રંથ સં. ૧૯૫રની શરદ પૂર્ણિમાને બીજે દિવસે લખાયો. તત્વજ્ઞાન જેવા ગંભીર વિષયને સરળ પદ્યમાં નાના તથા મોટા સમજી શકે તેવી રોચક ભાષામાં કેમ ઉતારી શકાય તેનો તે એક આદર્શ નમૂનો છે. “મોક્ષમાળા’ જેમ ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાના હેતુથી લખાઈ છે, તેમ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” આત્માનો નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રગટાવવાના ઉત્તમ હેતુથી લખાયું છે. તેમાં વિષયોની વિવિધતા નથી, તેમ જ દાષ્ટાંતિક કથા કે વર્ણનો. નિથી. બહુ સૂક્ષ્મ ચર્ચા કે તર્કમાં વાંચનાર ગૂંચવાઈ થાકી ન જાય તેવી રીતે તેમાં “આત્મતત્ત્વ'ની સિદ્ધિ તથા નિરૂપણ કરેલું છે.
“શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” વાંચતાં પોતાના ઉપર થયેલી અસર શ્રી. સોભાગ્યભાઈએ આ પ્રમાણે વર્ણવી બતાવી છે: “તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતાં મારા મન, વચન, કાયાના યોગ સહેજે . આત્મવિચારમાં પ્રવર્તતા હતા. બાહ્ય પ્રવર્તવામાં મારી ચિત્તવૃત્તિ સહેજે અટકી ગઈ. .. આત્મવિચારમાં (જ) રહેવા લાગી. ઘણા પરિશ્રમથી મારાં મન-વચન-કાયા અપૂર્વ આત્મ-પદા વિશે પરમ પ્રેમે સ્થિર નહિ રહી શકેલાં, તે આ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે આત્મવિચારમાં તથા સદ્ગુરુચરણમાં પ્રેમયુક્ત સ્થિર ભાવે રહેવા લાગ્યાં.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org