________________
પરિશિષ્ટ-૧ શ્રી લલ્લુજી લખે છે: “તે વાચતાં અને કોઈ કોઈ ગત બોલતાં મારા આત્મામાં આનંદના ઊભરા આવતા.... “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો સ્વાધ્યાય – મનન - નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. કોઈની સાથે કે બીજી ક્રિયા કરતાં “આત્મસિદ્ધિ'ની સ્મૃતિ રહેતી....અન્ય કશું ગમતું નહિ. બીજી વાત ઉપર તુચ્છભાવ રહ્યા કરતો.”
શ્રી. રાજચંદ્ર નડિયાદમાં સં. ૧૯પરની દિવાળી પછી પણ થોડો વખત રહ્યા હતા. પછી વવાણિયા, મોરબી અને સાયલા તરફ વૈશાખ માસ સુધી રહ્યા હતા. તે જ વૈશાખમાં ઈડર થઈ જેઠ માસમાં મુંબઈ ગયા હતા. આ અરસામાં જ શ્રી. સોભાગ્યભાઈનો દેહ છૂટયો હતો.
શ્રી. લલ્લુજી વગેરે સાધુઓને શ્રી. રાજચંદ્ર પ્રત્યે અનુરાગ જોઈ ખંભાત સંઘાડાના સાધુ શ્રાવકોમાં ધીમે ધીમે ચર્ચા થવા લાગી. શ્રી લલુજીને દીક્ષા આપનાર શ્રી હરખચંદજીનો દેહ છૂટી ગયો. તેથી બીજા સાધુઓને ચિંતા થઈ કે, જો આ મુનિઓને દબાવીશું નહિ, તે તેઓ જુદો વાડો બાંધશે. આથી તેમણે વિવિધ પ્રકારે તેમને કનડગત કરવા માંડી તથા તેમના ઉપર દબાણ આણવા પ્રયત્ન કરવા માંડયો. તે પ્રસંગે શ્રી. રાજચંદ્ર એ મુનિઓને એ વિરોધમાં થઈને પિતાનો માર્ગ કાઢવા જે સલાહ આપી, તે નીચે પ્રમાણે છે:
સત્સમાગમનો પ્રતિબંધ કરવા (તે) જણાવે તો તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ (તમે) જણાવી, તો તે યોગ્ય છે. તે પ્રમાણે વર્તશે. સત્સમાગમનો પ્રતિબંધ કરવા યોગ્ય નથી. તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચરવું યોગ્ય છે કે જે ક્ષેત્રો આત્મસાધન સુલભપણે થાય............ અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે. અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org