________________
“કેશવમ પ્રતિ ગછતિ” 'વિશે ઝનૂની મમતા અથવા જેહાદી ઉભાવ જુદી વસ્તુ છે. દરેક જણ પોતપોતાના પંથસંપ્રદાયને ખરેખર અપનાવે અને એમ સૌ કોઈ કરી શકે એવો સર્વ-ઉદારભાવ આવશ્યક છે; અને એની ઉપર શ્રીમદ્ ભાર મૂકે છે. છતાં તે પોતાની રુચિ મહાવીર સ્વામીની બોધેલી સર્વ-સ્વરૂપ-ભાવના પર વિશેષ છે, એમ કહે છે; અને એમાં તેમના સર્વ-ઉદાર-ભાવને ક્ષતિ નથી. પોતાને માટે જે સમ્યગ લાગ્યું તે દર્શન પોતે પોતાના જીવનમાં ઉપયોગમાં આણવા પસંદ કર્યું, એટલું જ. અને એમ તેમનો “મુંબઈ, ૧૯૪૪” તારીખ માંડીને “અપૂર્ણ મળેલ” (એમ નીચે ધનો) એક લેખ છે (શ્રી ૧- ૧૯૩), તેમાં કહ્યું છે. આ લેખ આ દૃષ્ટિએ ચર્ચા સમજવામાં ઉપયોગી છે, તેમાં કહ્યું છે –
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેંદ્રિયપણું – આટલા ગુણો જે આત્મામાં હોય, તે તવ પામવાનું ઉત્તમ પાત્ર છે....
“અનાદિ કાળના મહાશત્રુ-રૂપ રાગ, દ્વેષ, અને મેહના બંધનમાં તે પિતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ – એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે...
સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મોહરહિત પુરુષનું બાંધેલું નિગ્રંથ-દર્શન વિશેષ માનવા યોગ્ય છે.
એ ત્રણ દોષથી રહિત, મહા અતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ – તેણે મોક્ષના કારણ રૂપે જે ધર્મ બોધ્યો છે, તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતાં હોય, પણ તે એક પદ્ધતિએ હોવાં જોઈએ; આ વાત નિ:શંક છે.
અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય, તો તેમાં તીર્થંકર દેવની એક પદ્ધતિને દોષ નથી, પણ તે મનુષ્યોની સમજણશક્તિનો દોષ ગણી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org