________________
જ્ઞાની ભક્તની પ્રતિભા લાગે છે, ને તેવા ત્યાગથી દુનિયામાં ત્યાગી તરફ પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. આ લોકશ્રદ્ધાને લીધે ત્યાગીના પ્રયત્ન સફળ નીવડે છે. ભગવાન બુદ્ધદેવનો ત્યાગ દુનિયા અભિનંદે છે તે પણ આવા જ કારણથી.
“આમ નિશ્ચય પર આવ્યા પછી તેમણે પોતાની મનોરથ-સૃષ્ટિ પાર પાડવાનો યત્ન આરંભ્યો. સ્નેહી વર્ગમાંથી આ વખતે શાસન-ઉદ્ધારક સ્વરૂપે બહાર પડવાનું પણ ઘણું દબાણ કરવામાં આવ્યું. પરંતુ સર્વને એકસરખો જ જવાબ વાળ્યો કે, જ્યાં સુધી પોતે ધારેલા સંજોગોમાં મુકાય નહિ, ત્યાં સુધી તે કામ હાથમાં લેશે નહિ. પ્રત્યુત્તરમાંનાં કેટલાંક વાક્યો આ પ્રમાણે છે:
અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહિ માનીએ ત્યાં સુધી “પ્રગટ માર્ગ” કહી શકીશું નહિ......”
‘પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાય કહેવો, એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિ જોગ પરિસમાપ્ત થાય નહિ, ત્યાં સુધી મૌનપણામાં એ જ અવિચાર અથવા નિર્વિચાર રાખ્યો છે. અથવા તે વિચાર હાલ કરવા વિશે ઉદાસીનપણું વર્તે છે.”
આમ કવિનાં જ વચન ટાંકીને તેમની પ્રતિભાની આ વસ્તુને સમારોપ કરતાં શ્રી. જીવાભાઈ પટેલ અંતે કહે છે:
કેવું નિખાલસ હૃદય ! આજ તે, જે શક્તિ પોતાનામાં નથી તે છે, એમ દુનિયાદારી લઈને પોતાને તથા અન્યને ઠગે છે. પરંતુ આ સાધુચરિત્ર બતાવે છે કે, જેવા હો તેવા દેખાઓ.”
અહીં નોંધપાત્ર બાબત એ છે કે, શ્રીમદે સંસાર-સુધારક કે શાસન-ઉદ્ધારક બનાવાની લોકવાસના સેવી હતી, છતાં ઉપરના કારણસર તેને સંયમમાં લીધી હતી; એમાં જે વિવેકવિચાર છે, તે આ પુરુષની લોકોત્તરતા બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org