________________
પ્રેમભતિની જંખના
૧૯૭
વૈરાગ્ય તે! એવા રહે છે કે, ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઇચ્છા હશે તે ગમે તેવી દીનતાથી પણ તે ઇચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે. અને વારંવાર એ જ રટના રહેવાથી ‘વનમાં જઈએ ’, ‘વનમાં જઈએ', એમ થઈ આવે છે.” (અને એમ જણાવીને આગળ તે પત્રમાં જ શ્રીમદ્ લખે છે:-)
******
“ગોપાંગનાની જેવી ભક્તિ શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ જોકે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તે પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્ર એ ભક્તિ આપે છે,
“ જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી, અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે, તે અસંગતા વિના પરમ દુ:ખ થાય છે. ” (શ્રી,૧ - ૩૦૪)
""
વાણિયા, ભાદ્રપદ વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ રોજના પત્રમાં (શ્રી,૧-૩૩૮) પ્રેમ-ભક્તિની આવી વિરલતા અને અનુપમનાને ઉપલક્ષીને લખે છે –
“ અત્રે ભક્તિ સંબંધી વિહ્વળતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં હરિઇચ્છા સુખદાયક જ માનું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org