________________
પરિશિષ્ટ-૧
૨૫૫ - “હે શ્રી સોભાગ્ય! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર કરું છું.”
આગળ જણાવ્યું છે કે, શ્રી. જૂઠાભાઈના સમાગમથી ખંભાતના શ્રી. અંબાલાલભાઈ વગેરે શ્રી. રાજચંદ્ર પ્રત્યે આકર્ષાયા હતા. અને તેથી શ્રી. રાજચંદ્રને એક વાર ખંભાત પધારવા તે ઉપરાઉપરી વિનંતિપત્રો લખ્યા કરતા હતા. છેવટે શ્રી રાજચંદ્ર એક વખત અનુકૂળતાએ ખંભાત આવવાની કબૂલાત આપી. તે ભાઈઓ અપાસરામાં જઈને પણ મુનિના વ્યાખ્યાનમાં જવાને બદલે એક બાજુ બેસી શ્રી. રાજચંદ્રના પત્રોનું જ પઠનમનન કરતા. ખંભાત સંઘાડાના મુખ્ય આચાર્ય હરખચંદજી મહારાજ હતા. તે મહારાજના સાધુઓમાં શ્રી લલુજી મહારાજ કરીને એક સાધુ હતા. તે એક વખત ભગવતીસૂત્રનાં પાનાં વાંચતા હતા. તેમાં એવી વાત આવી કે, “ભવસ્થિતિ પાકે ત્યારે મેક્ષ થાય છે.આ ઉપરથી. તેમને શંકા ગઈ કે, જો એમ જ હોય તો પછી મેક્ષ માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે? તેનો કાંઈ સંતોષકારક ખુલાસો તેમને મળ્યો નહિ. એટલામાં શ્રી અંબાલાલે તેમને સૂચવ્યું કે શ્રીમદ્ રાજચંદ્ર આગમોના જ્ઞાતા છે અને ઉત્તમ પુરુષ છે. તે અહીં પધારવાના છે. એટલે શ્રી લલ્લુજીએ, તે ખંભાત પધારે ત્યારે, તેમની સાથે પોતાનો મેળાપ કરાવવાનું શ્રી. અંબાલાલને કહી રાખ્યું.
શ્રી. રાજચંદ્ર સં. ૧૯૪૬માં ખંભાત પધાર્યા. તેમનો ઉતારો શ્રી. અંબાલાલને ત્યાં જ હતો. તે તેમને અપાસરે તેડી ગયા. ત્યાં શ્રી. રાજચંદ્રને હરખચંદજી સાથે પ્રશ્નોત્તર થયા અને બધાને તેમના ખુલાસાઓથી શાંતિ થઈ. પછી શ્રી. લલ્લુજી ગુરુની આજ્ઞા મેળવી શ્રી. રાજચંદ્રને મેડે એકાંતમાં લઈ ગયા અને ત્યાં પિતે તેમનાથી વયમાં ૧૪ , વર્ષ મોટા હોવા છતાં તથા સાધુ હોવા છતાં તેમણે શ્રી. રાજચંદ્રને ઉત્તમ પુરુષ જાણી નમસ્કાર કર્યા. શ્રી. રાજચંદ્રની ઉંમર તે વખતે ૨૨ વર્ષની હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org