________________
- ૧૨ નવધર્મપ્રવર્તનને મનોરથ જૈન ધર્મની દુઃસ્થિતિ* જોઈને કવિને એક વખત તેને સુધારવાનું - નવું ધર્મપ્રવર્તન કરવાનું પરાક્રમ કરવા સુધીના મનોરથો આવેલા અને તે તેમણે સંક૯૫પૂર્વક સેવ્યા હતા, એમ તેમનાં (૨૦માં વર્ષનાં) લખાણમાંથી દેખાય છે. તેની જ સાથે વૈરાગ્યભાવનું ઉત્કટ અનુશીલન પણ તે કાળમાં ચાલતું હતું. કહો કે, કવિના જીવનનો ૧૭ થી ૨૦ વર્ષને, આ એમના લગ્ન પૂર્વેનો ગાળો, ખરેખર ઊંડો આત્મમંથનકાળ હતે. આ બંને ભાવોનું ઝાંખું દર્શન કરાવતો પત્ર મુંબઈથી સં. ૧૯૪૩માં લખેલો, એમાં (શ્રી. ૧-૧૮૭) કવિ કહે છે:
“તમારી પત્રિકા પહોંચી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં, મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી. તો પણ તમે મારા હૃદયરૂપ, એટલે પહોંચ ઇ0 લખી શકું છું. હું કેવળ હૃદયત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું.
હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાય છે. મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે, હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું.'
આશુપ્રજ્ઞ રાજચંદ્ર . • જૈન ધર્મની દુઃસ્થિતિ વિષે કાંઈક ચિતાર આ પછી અલંગ પ્રકરણમાં આપ્યું છે. : -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org