________________
૬૬ . જ્ઞાની ભક્તની પ્રતિભા
“શ્રીમદ્ સ્કૂલ જીવન (એટલે કે, ઉપર બહિરંગ કહ્યું તે) પહેલેથી છેલ્લે સુધી એવો અખંડ બોધ આપી રહ્યું છે કે, જેવા હો તેવા જ દેખાઓ ને જેવા દેખાવા ધારતા હે તેવા થાઓ. આપણે -ન હોઈએ તેવા દેખાવાને યત્ન નહિ કરવો. જોકે દુનિયાને આ બોધ કડવો લાગે તેમ છે, પણ ઉન્નતિ-ક્રમ તેને અવલંબી જ રહે છે. લાંબા કાળથી જ દુનિયાને એવી કુટેવ પડી ગયેલી છે કે, પોતે જેવી હોય તેવી દેખાવાને યત્ન કરતી નથી, પણ તેથી વધારે સારી દેખાવાને મિથ્યા પ્રયત્ન કરે છે. જેવી દેખાવાની ઇચ્છા હોય છે, તેવી થવાનો તે પ્રયત્ન કરતી નથી; અર્થાત, પોતે પાત્ર ન હોય છતાં પાત્રો છે એમ માની લે છે, અથવા પાટાતા બતાવવા દંભ રચે છે, પણ પાત્રતા લાવવા યત્ન કરતી નથી. અલબત્ત, આ બાબતમાં દુનિયા કેટલીક ‘વાર આત્મનિરીક્ષણ-શક્તિને અભાવે ભૂલ ખાય છે, ને કેટલીક વાર પિતાના સામર્થ્યનું ભાન હોય છે તો સારા દેખાવાની લાલસાએ લુચ્ચાઈ વાપરે છે. અમુક કામ કરવાની પોતાની અશક્તિનું ભાન હોય છતાં તે કામ કરવાનું દુનિયા માથે લે છે ને પછી અધવચમાં તે કામ અડધું મૂકી રઝળાવે છે. આથી ઘણાક ગોટાળા ઊભા થાય છે, ને ઘણાક નિર્દોષ ભોળા જીવોને હાનિ પહોંચે છે.”
એમ જણાવીને શ્રી. જીવાભાઈ, તેમના વ્યાખ્યાનમાં આગળ કવિશ્રીની આવી નિખાલસ દંભરહિત ઋજુતા દર્શાવવા, કવિના આ આ કાળના જીવનમાંથી દાખલો ટાંકે છે, તેમાં કવિની પ્રતિભાની એક નોંધપાત્ર બાજ જોવા મળે છે. તેને તેના પ્રકરણમાં જોવી ઠીક થશે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org