________________
૧૧
વ્યવહારશુદ્ધિગ ૨૧મા વર્ષે કવિશ્રીએ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો, તથા ધંધામાં લાગ્યા હતા. આ વય સુધીના એમના મુખ્ય સહજ જીવનભાવો જોઈએ તે, જીવનના સર્વ વ્યવહારમાં પ્રામાણિકતા કે ઈમાનદારી મોટો એક ગુણ હતો. વીસમા વર્ષનાં તેમનાં લખાણોમાં “મહાનીતિ” નામથી “વચન સપ્તશતી’ પ્રકરણ છે; તે આ જ્ઞાનયોગી પુરુષના ચિત્તમાં એ વયે, – વ્યવહારશુદ્ધિની સાધનાને અંગે જિજ્ઞાસુ માનવે પોતાની જીવનચર્યાને વિષે કેટલી ઝીણી નીતિરીતિઓ વિચારવી ઘટે છે, – તે બતાવે છે. તેની સાથે એ પણ એમાં જોઈ શકાય છે કે, તે ઉમરે (૨૦મું વર્ષ તે છે) કવિએ તે વિશે કેટલું વિગતવાર, ઊંડું અને વ્યાપક સંસાર-નિરીક્ષણમાંથી આકલન કર્યું છે.
આ “મહાનીતિ”માં “વચન સપ્તશતી' નામથી ૭૦૦ બોધવચને લખાયાં છે. તે બાદ, “વચનામૃત” મથાળે ૧૨૬ વચને છે, તેમાં ૧૬મા વચનમાં આ “વચન સપ્તશતી”ને ઉલ્લેખ કરીને કહ્યું છે કે, “(એને) પુનઃ પુનઃ સ્મરણમાં રાખે.” (શ્રી.૧-૧૭૬).
તથા તે (૨૦) વર્ષમાં તેમના આત્મબંધુ જેવા શ્રી. ચત્રભુજ બેચરને મુંબઈથી લખેલા પાંચ પત્રો મળે છે, તેમાં પણ આ “વચન સપ્તશતી”ની મહાનીતિને ઉલ્લેખ છે અને તે પત્રોમાં કવિએ આ કાળે પોતાના અંતરમાં એક જે મને મંથન ચાલતું, તેને ગુહ્ય ચિતાર અંગત રૂપે આ મિત્રને લખ્યો છે. તે પરથી આ “મહાનીતિ'નું પ્રયોજન કેવળ આત્મબોધાર્થે જ નથી, પરંતુ એક નવધર્મ-પ્રવર્તનના પ્રસ્થાન રૂપે છે. એમ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org