________________
જૈન પ્રતિમા-પૂજા અને ઈશ્વર-ગુરુ-ભાવ
ભક્તિભાવ કેળવવાને માટે આલંબન રૂપે, શરીરધારી સંત-મહંત કે ગુરુથી માંડીને ઐતિહાસિક કે અવતારી અને પૌરાણિક વિભૂતિઓ અથવા કલ્પનામૂર્તિઓ સુધીનું યથારુચિ કોઈ ને કોઈનું ગ્રહણ થાય છે. અને સમાજમાં તેને સંસ્થાગત કે સામાજિક રૂપ આપવાને માટે મંદિર અને મૂર્તિ કે પ્રતીક રૂપે અર્ચન-પૂજન દ્વારા ભક્તિભાવ કેળવાય, તેવી ધર્મ-વ્યવસ્થા થાય છે.
તેમાં ભયસ્થાન પણ છે જ, કે જે વસ્તુ પણ જગતના ધર્મઇતિહાસમાં એટલી જ અંકિત થઈ છે. જેમ કે
પ્રતિમાપૂજા જડ બૂતપરસ્તી ભરેલો હીન ઈશ્વરભાવ કેળવે, એવા તે સામેના આક્ષેપથી, તેના વિરોધના દાખલા ધર્મોના ઇતિહાસમાં ઘણે જૂનેથી મળે છે. તેમ છતાં મૂર્તિ કે અમૂર્ત રૂપે એ પ્રકારને પૂજાભાવ પણ એવો જ સ્થિરભાવ છે: નામરૂપવાળા પ્રતીકનું આલેબન માનવચિત્તાની જ એક જરૂરિયાત છે. તેથી ભૂતપરસ્તીના વિરોધ છતાં કોઈ ને કોઈ રૂપે આ ભાવદર્શક પ્રતીક-પ્રતિષ્ઠા-પૂજા સર્વત્ર જોવા મળે છે. આથી, જેમ કે, શ્રી. રાજાજી જેવા આસ્તિક બુદ્ધિવાદીએ લખ્યું (સ્વરાજ્ય', તા. ૯-૩-'૬૮) તે સાચું છે કે:
ઈશ્વર કંઈ અમુક સત્ય જ નથી, પરંતુ એક આવશ્યકતા છે. માણસ ઈશ્વર વિના કે ઈશ્વરભાવથી પૂજવા માટે કોઈ અવેજ વિના નભી શકે નહિ. આપણા કેટલાક પ્રાચીન ધર્મ-પુરુષોએ પોતાના તર્કવાદને આધારે ઈશ્વરને અળગો કર્યો, ત્યારે, જેને અને બૌદ્ધોએ
૧૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org