________________
જ્ઞાની ભક્તની પ્રતિભા થશે. આ સાધનને આ કાળે તીવ્ર વેગથી તે કામમાં લે છે, અને તે વિશે ઝીણવટથી ત્યારના તેમના પત્રવ્યવહારમાં પણ ચર્ચા-વિચારણા 'નિરૂપતા દેખાય છે. અને તેમાં ઉદયકર્મની ઉપાધિથી પોતાને જે અંતરાય કે વિદન-વિક્ષેપ લાગે છે, તે તેમને સતત ઉદ્વેગનું કારણ રહેલું પણ દેખાય છે; છતાં ઉદય પામતું પ્રારબ્ધ કર્મ તો આનંદથી અને તેના સુખદુ:ખાદિ દ્રઢ છતાં વીતરાગદ્વેષી સમભાવથી વેદવું જ રહ્યું, એમ સમજીને સ્વસ્થ સમાહિતતા આ કાળે સતત આરાધે છે.
ધ્યાન કે સમાધિમાર્ગને મહિમા આર્ય તત્ત્વજ્ઞાન અને સાધના તથા આત્મસિદ્ધિમાં પરાપૂર્વથી જાણીતો છે. કવિ (તેમના શાસ્ત્રા
ભ્યાસના સાર-નિરૂપણ કે નિવેદન જેવા ગ્રંથ) – “મોક્ષમાળા'માં ધ્યાન વિષે ત્રણ શિક્ષાપાઠ (૭૪ થી ૭૬) લખે છે. બૌદ્ધ અને જૈન સાધનમાર્ગોએ તો આ ધ્યાન-સાધન વિષે ખાસ પોતાની નવી પરિભાષા યોજીને બતાવ્યું છે. પાતંજલ યોગદર્શન તે એ વિશે જાણીતો આપણે શાસ્ત્ર-ગ્રંથ છે. કવિને જૈન યોગ-પદ્ધતિ શાસ્ત્રત: ગમતી હતી: “મોક્ષમાળા”ના પાઠ ૭૬માં (શ્રી.૧-૧૦૦) તે લખે છે કે,
“શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારો વેદાંતવાદીઓએ બતાવ્યા છે; પણ જેવા આ ધર્મધ્યાનના પૃથક પૃથક સોળ ભેદ કહ્યા છે, તેવા તત્વરૂપ ભેદ કોઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. ....”
મુખ્ય વાત આમાં કોઈ શાસ્ત્રીય સરસાઈની નથી, પરંતુ અંત અને ચીવટથી લગાતાર અભ્યાસ કરતા રહેવું – એ છે. અને એમાં છેવટે મનુષ્ય પોતાના ચિત્તમાં ફેંસલો કરવાનો છે; તેથી, ધ્યાન, ધારણા, સમાધિરૂપ “સંયમ” કેળવવો આવશ્યક છે. અને આ કરવાને ક્રિયાયોગ છે – જેમ જેમ તે સાધીએ, તેમ તેમ તે ઊંડે ઊંડે આગળની પાયરીઓએ એની મેળે વધતા જાય છે, કે જેમ યોગસૂત્રભાષ્યકાર કહે છે:
योगेन योगः ज्ञातव्यः योगात् योगः प्रवर्तते । योऽप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org