________________
“સ્થાપિત બ્રહ્મવાદ હિ!” ૨૧૧ ભક્ત-હૃદયમાંથી જ આવી પ્રેમ-ઝરતી “અવળવાણી' ટપકી શકે છે. કવિહૃદય આ સમયે વૈષ્ણવી ભક્તિથી છલકાતું જોવા મળે છે:
મુંબઈ કાર્તિક સુદ ૧૩, સોમ, ૧૯૪૭”ની મિતિને પત્ર છે (શ્રી,૧ - ૨૭૮) તેમાં નીચેની કડીઓ મથાળે ટાંકી છે –
“એનું સ્વપ્ન જો દર્શન પામે રે,
તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય કૃષ્ણને લેશ પ્રસંગ રે,.
તેને ન ગમે સંસારનો સંગ રે.” “હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે,
મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે,
ઓધા જીવનદોરી અમારી રે.” એક પ્રકારની બ્રહ્મ-દર્શનની મસતી વેદાંતી નિદિધ્યાસનથી મળતી કહે છે, એવી દશાની ઝાંખી, આ સમયે, શ્રીમદ્ થતી હોય, એવું જોવા મળે છે. બીજે જ દિવસે (કાર્તિક સુદ ૧૪, ૧૯૪૭) લખેલા પત્રમાં કહે છે –
આત્મા જ્ઞાન પામ્યો એ તો નિ:સંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાને હેતુ પણ એ જ છે કે, કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, ...‘તુંહિ તૃહિ” વિના બીજી રટના રહે નહીં; માયિક એક પણ ભયન, મોહને, સંક૯પનો, કે વિકલ્પને અંશ રહે નહીં. એ એક વાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહારવિહાર કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org