________________
પરિશિષ્ટ-૧
ર૫૯
શ્રી. રાજચંદ્ર મૌનપણાનો વારંવાર બોધ આપતા અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. એથી મુંબઈ છોડ્યા બાદ શ્રી લલ્લુજીએ ત્રણ વર્ષ મૌનવ્રત લીધું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવું અને શ્રી. રાજચંદ્ર સાથે પરમાર્થના કારણે પ્રશ્ન કરવા,-એટલી છૂટ રાખી હતી. શ્રી. રાજચંદ્ર તેમને “સમાધિશતક” પણ વાંચવા માટે આપ્યું હતું અને તેને પહેલે પાને “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે' એ કડી લખી આપી હતી.
શ્રી દેવકરણજીને જૈન શાસ્ત્રોનો અત્યંત અભિનિવેશ હતો. એટલે તે કહેતા કે, “કોઈ પણ માણસ સૂત્રથી બહાર શું કહેવાનો હતો? અને સુરા તો હું જાણું છું.” એટલે શ્રી. રાજચંદ્ર તેમને “યોગવાસિષ્ઠ' આદિ વેદાંતના ગ્રંથો વાંચવા આપ્યા. ત્યારે દેવકરણજી પોતાને પરમાત્મા જ માનવા લાગ્યા. એટલે શ્રી. રાજચંદ્ર તેમને “ઉત્તરાધ્યયન' વગેરે જૈન સૂત્રોનું પુનરાવલોકન કરવાનું કહ્યું. તેમને ઠેકાણે લાવવા શ્રી. રાજચંદ્ર લલ્લુજીને જે પત્ર લખ્યો છે તે જોવા જેવો. છે: “ આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. બાર અંગોમાં પ્રથમ શ્રી આચારાંગસૂત્રામાં પ્રથમ વાકયથી જ શ્રી જિને જે ઉપદેશ કર્યો છે તે ....... સર્વ શ્રુતજ્ઞાનના સારરૂપ છે. તે વાકય પ્રત્યે વૃત્તિ સ્થિર કરવાથી જીવને નિશ્ચય સમજાશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્માસ્વરૂપ માને તે તે વાત અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહિ, ત્યાં સુધી મુમુક્ષુ – જિજ્ઞાસુ – રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org