________________
૧૨૨
જ્ઞાની ભકતની પ્રતિભા વિવેક કેમ કરવો તે બાબતમાં (તે ભાઈઓના એક પ્રશ્નનો જવાબ પ્રસંગોપાત્ત લખતાં, શ્રી.૧- ૨૫૫) કહે છે:
“.......... મારી સમજણ તો એમ રહે છે કે, બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કાંઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય, તો એ વધારે સંમત : કરવા જેવી સમજવી, કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે; બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે. ...” અને તે પત્રને અંતે પોતાનો અંગત ભાવ વ્યક્ત કરે છે:
અહો ! અનંત ભવના પર્યટનમાં કોઈ પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઇચ્છો છો, તેની પાસેથી ધર્મ ઇચ્છો છો, અને તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે! નિવૃત્ત હોત તે બહુ ઉપયોગી થઈ પડત. વારુ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે, તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે? એના પર રાખેલ શ્રદ્ધા, એનો કહેલો ધર્મ અનુભવ્યું અનર્થકારક તો નહીં લાગે? અર્થાત, હજુ તેની પૂર્ણ કસોટી કરજો; અને એમ કરવામાં તે રાજી છે, તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે, અને કદાપિ પૂર્વાપર પણ નિ:શંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ માર્મિક વાપરી છે, તથાપિ તેને ઉદ્દેશ એક પરમાર્થ જ છે.”
અહીંયાં કવિએ મનમાં સેવેલો ધર્મ-સુધારણાને પુરુષાર્થ-ભાવ અને તે અર્થે નિવૃત્તિપૂર્વક સિદ્ધિ પ્રાપ્ત થવી જોઈએ – એ વસ્તુ આ. સમયે તેમના અંતરમાં રહી છે, અને તે પરમાર્થક ભાવથી પિતાની તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org