________________
જ્ઞાનીના માર્ગને વિચાર
૨૨૯ વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું, તે બેધારી તરવાર પર ચાલવા બરાબર છે.
“એમ છતાં પણ કોઈને ખેદ, દુ:ખ, અલાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી, અમને તો અત્યંત વિકટપણાનો ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ (એટલે કે, આચરણ) જ્ઞાનીને છે.
એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈકવરેચ્છા હશે તે થશે.”
ઉપરના ઉતારામાં કવિશ્રીની “ૐ નમસ્કાર” નોંધ પુરી આપી છે; તે તેમનું આત્માનુભવ-કથન છે. તેમાં સાધકજીવનની કેવી સૂક્ષ્મ આંતર દૃષ્ટિ તે નિરૂપે છે!
અને આ પ્રકારનું કવિનું આત્મ-કથન આ સમયે અનેક જગાએ મળે છે. વધુ કેટલાંક જોઈએ. તે કાળે જે વ્યવસાયમાં પોતે છે (જેમાં ઉપર કહેલા ખેદ જેવો ભાવ પણ તેમને વરતે છે,) તેને વિશે, ઉપરના જેવી જ સ્વતંત્ર નોંધ જોવા મળે છે.
“મુંબઈ, આસો, ૧૯૪૮” (શ્રી.૧-૪૦૧) ની નોંધ (કોઈના પ્રસંગમાં પેદા થયેલા પ્રશ્નમાંથી) સ્વગત આત્મમંથન રૂપ લાગે છે:“કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કાંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તમને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org