________________
સમાધિમાગ
૨૪૧ ૫. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી.
આ જે દર્શન કહ્યું છે, તે ભાસ્યમાન દર્શન સમજવું.
૬. એ બે પ્રકારની ઊલટસૂલટ ભાવના સિદ્ધ થયે ભૂ કુટીના મધ્ય ભાગને વિષે તે બંનેનું ચિંતન કરવું.
૭. પ્રથમ તે ચિંતન દૃષ્ટિ ઉઘાડી રાખી કરવું.
૮. ઘણા પ્રકારે તે ચિંતન દૃઢ થયા પછી દૃષ્ટિ બંધ રાખવી. તે પદાર્થના દર્શનની ભાવના કરવી.
૯. તે ભાવનાથી દર્શન સુદૃઢ થયા પછી તે બંને પદાર્થો અનુક્રમે હૃદયને વિષે એક અષ્ટદલ કમળનું ચિંતન કરી સ્થાપિત કરવા.
૧૦. હૃદયને વિષે એવું એક અષ્ટદલ કમળ માનવામાં આવ્યું છે; તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું, – અર્થાત સૂલટું ચિંતવવું.
૧૧. તે અષ્ટદલકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું, પછી સૂર્યના તેજને સ્થાપન કરવું અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જયોતિનું સ્થાપન કરવું.
૧૨. તે ભાવ દૃઢ થયે, પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન, અને આત્મચરિત્ર એવા શ્રી. વીતરાગદેવ, તેની પ્રતિમા – મહાતેજોમય સ્વરૂપે, તેને વિષે ચિંતવવી.
૧૩. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા, અને વૃદ્ધ એવા દિવ્ય સ્વરૂપે ચિંતવવી.
૧૪. સંપૂર્ણ જ્ઞાન, દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપ-સમાધિને વિષે શ્રી. વીતરાગદેવ અત્ર છે, એમ ભાવવું.
૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે, એમ ભાવવું. જ્ઞા૦-૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org