________________
૨૪૦
જ્ઞાની ભક્તની પ્રતિભા - “મુંબઈ જેઠ વદ ૧૧, શુક, ૧૯૪૬”ની બીજી નોંધ છે, તેમાં તે કાળના એક પોતાના સ્વપ્નના અનુભવનો ચિતાર જણાવ્યો છે – “ગઈ કાલ કાત્રે એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષોની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું; પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો હતો....” (શ્રી ૧- ૨૬૩)
ઈ.સ. ૧૯૪૬ના (ઘણું કરીને પોષ માસમાં) વર્ષને એક અપૂર્વ નિબંધ “ ધ્યાન” એવા મથાળાનો લખાયેલો મળે છે (શ્રી.૧ - ૨૩૫); તેમાં ધ્યાન-સાધનનું અનુભવ-પૂત બયાન કરવાનો પ્રયત્ન દેખાય છે, તેમાં તે કહે છે:–
મોક્ષનાં સાધન જે સમ્યગદર્શનાદિક છે તેમાં “ધ્યાન’ ગર્ભિ છે. તે કારણ ધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ કરતાં કહે છે કે, સંસાર સમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાન-રૂપ વહાણનું અવલંબન કર.”
અને આવા પ્રબળ સાધનને વિગતવાર વર્ણવતી એક નોંધ મુંબઈ, આસો, ૧૯૪૮'ની મળે છે (શ્રી,૧ - ૪૦૧), તે લાંબી છતાં, તેમાં અનુભવમૂલક જે સૂક્ષ્મ સૂચનાદિ છે તે ઉપયોગી છે:
“જે પ્રકારે અને કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે:
૧. નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દૃષ્ટિનું સ્થાપન કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી, - ૨. એવું કેટલુંક અચળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષને વિષે સૂર્ય અને ડાબા ચક્ષને વિષે ચંદ્ર સ્થિતિ છે, એવી ભાવના કરવી.
૩. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિનાં દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી.
૪. તેવી સુદઢતા થયા પછી ચંદ્રને જમણા ચક્ષને વિષે અને સૂર્યને વામ ચક્ષુને વિશે સ્થાપન કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org