________________
૧૦૪
જ્ઞાની ભક્તની પ્રતિભા તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. ન રહેવાનું - કારણ એ છે કે, પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિશે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ તેમાં જ આસક્ત રહે છે, તેને ' ' પૂર્વપર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વ ભવ અનુભવવામાં આવે છે........... ......“જાતિસ્મરણજ્ઞાન’ એ મતિજ્ઞાનનો ભેદ છે.
“એક માણસ ૨૦ વર્ષને અને બીજો માણસ ૧૦૦ વર્ષ થઈ મરી જાય; તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય, તે જો અમુક વર્ષ સુધી સ્મૃતિમાં રહે એવી સ્થિતિ હોય, તો વીસ વર્ષે મરી જાય તેને ૨૧મે વર્ષે ફરીથી જમ્યા પછી
સ્મૃતિ થાય; પણ થતું નથી. કારણ કે, પૂર્વપર્યાયમાં તેને પૂરતાં સ્મૃતિનાં સાધન નહિ હોવાથી પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં, તેથી કરીને તે નહોતાં એમ નથી, તેમ... પૂર્વપર્યાય-સ્મૃતિ રહે નહીં તેથી કરીને તે નહોતા એમ કહેવાય નહીં. ....... કદાપિ સ્મૃતિને કાળ થોડો કહો તે, ૧૦૦ વર્ષને મરી જાય તેણે પાંચ વર્ષે જે જોયું અથવા અનુભવ્યું તે ૯૫ વર્ષે સ્મૃતિમાં રહેવું ન જોઈએ. પણ જો પૂર્વસંજ્ઞા કાયમ હોય તો સ્મૃતિમાં રહે.” (શ્રી,૨-૮૭૬)
કાંઈક લાંબી લાગે એમ આ ચર્ચા આ નાના પ્રબંધમાં કરવાનું કારણ એ બતાવવાને માટે છે કે શ્રીમની અવધાનશક્તિ વિરલ ભલે હોય, પણ તે કોઈ ચમત્કાર નથી; જરૂરી સંયમથી માનવ સ્મૃતિવૃત્તિ માટે એ શક્ય છે. તથા એ વિરલતા કોઈ વિશેષ અધ્યાત્મશક્તિ કે તેને માટેની ખાસ પાત્રતા સિદ્ધ નથી કરતી. અનેક પ્રકારની શક્તિઓ માનવમાં પડેલી છે; એ સંપત્તિ વડે જીવનમાં તે પુરુષાર્થ કરે છે, તેના ઉચિત ઉપયોગમાંથી તેણે ચરમ પુરુષાર્થે પહોંચવું છે; અમુક શક્તિ છે, માટે તે ચરમાર્ગે જશે, એવી વસ્તુ આ ક્ષેત્રો નથી. જાતજાતની શક્તિઓ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org