________________
જ્ઞાની ભકતની પ્રતિભા આ મનોમંથન અને ચિંતન સમયે, કવિશ્રી વેદાન્ત અને બ્રહ્મવિદ્યા અંગેનું તત્ત્વ સમજવાને માટે સ્વ૦ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી , જોડે, જિજ્ઞાસુભાવે, પત્રવ્યવહાર કરે છે, તેવા પત્રો સંઘરાયેલા મળે છે, તેમાંથી કેટલુંક જોવાથી કવિના આ સમયના ચિંતન-મનન વિષે કાંઈક સ્પષ્ટતા થઈ શકે છે. ત્યારની તેમની જિજ્ઞાસા ને અ ધ્યાત્મિક દશા અંગે પણ કાંઈક અનુમાન મળી શકે છે.
( પત્રોના સંગ્રહમાં સ્વ૦ ત્રિપાઠી પર છે એમ જણાવીને નવ પત્રો આપ્યા છે. પહેલો પત્ર વૈશાખ સુદ ૬, ૧૯૪૫, નો છે; છેલ્લો પત્ર “વવાણિયા, પ્ર. ભાદ્ર સુદ ૩, સોમ, ૧૯૪૬”ને છે. એટલે કે, લગભગ એક વર્ષને આ ગાળો, કવિના જીવનમાં, ઉપરના મુદ્દા વિષે અંતરમાં ઉકેલ મેળવવાનો કે ગંભીર આત્મમંથનકાળને છે, એમ માનીએ.
પત્રોમાં એક પત્ર (શ્રી.૧-૨૨૩) “વિ.સં. ૧૯૪૫” મિતિ દર્શાવીને (આંક નં. ૮૩) છે; તેની ભાષાશૈલી ઇ૦ જોતાં તે ત્રિપાઠીને લાગતો નથી. અંતે “અપૂર્ણ’ એમ દર્શાવ્યું છે, તેથી પણ તે વરતી શકાય છે. પત્રવ્યવહારની સમીક્ષામાં અહીં તેને લીધે નથી. અસ્તુ. - શ્રી. ત્રિપાઠી સાથેને પહેલો પત્ર વૈશાખ સુદ ૬, ૧૯૪૫,નો છે; તેમાં તે પોતાને વિષે આમ કહીને તથા નીચે “આપના મધ્યસ્થ વિચારોના અભિલાષી” એમ પોતાને વર્ણવતી સહીની સાથે આ પત્ર-સમાગમનો પ્રારંભ કરે છે :
“.... કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને પુરુષની ચરણરજ સેવવાનો અભિલાષી છું. મારું આ બાલવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે; તેથી કાંઈ પણ સમજાયું હોય, તો (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી, આત્મહિત વિશેષ કરી શકું; એ પ્રયાચના આ પત્રાથી છે.” (શ્રી.૧-૨૧૧) : : : : : :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org