________________
૩૪
જ્ઞાની ભક્તની પ્રતિભા જ્ઞાની નિધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિધન હોય અથવા ધનવાન હોય એવો કંઈ નિયમ નથી. પૂર્વ-નિષ્પન્ન શુભઅશુભ કર્મ પ્રમાણે બંનેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે, અજ્ઞાની હર્ષવિષાદને પ્રાપ્ત થાય છે.
“જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે, ત્યાં તે સ્ત્રી આદિ પરિગ્રહનો પણ અપ્રસંગ છે. તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાનદશામાં (ચોથે પાંચમે ગુણસ્થાનકે જ્યાં તે યોગનો પ્રસંગ સંભવે છે, તે દશામાં) વર્તતા જ્ઞાની સમકદૃષ્ટિને સ્ત્રી આદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે.”
રાજજયંતી વ્યાખ્યાનો” પુસ્તકમાં “શ્રીમાન રાજચંદ્ર સંસારનાં કપડાંમાં એ મથાળે રા. જીવાભાઈ અમીચંદનું વ્યાખ્યાન (ઈ.સ. ૧૯૦૯) આપ્યું છે, તેમાં કવિ-જીવનનો આ જ ભાવ વર્ણવતાં (પા. ૧૧૮) તેમણે કહ્યું છે:
આપણા સ્થૂળ દૃષ્ટિપાતની સાથે જ પ્રથમ દર્શન એ થાય છે કે, જેને આપણે ત્યાગી જીવન કહીએ છીએ, તેવું ત્યાગી જીવન શ્રીમદે ગાળ્યું નથી, પણ ગૃહસ્થી જીવન ગાળ્યું છે. ત્યાગી જીવનની અને ગૃહસ્થી જીવનની સંસારે દોરેલી વ્યાખ્યા-મર્યાદા શુદ્ર છે. સંસારવ્યવહારને સંસાર દેખે તે ત્યાગ કરીને વર્તવું તે ત્યાગી જીવન; અને ઘરસંસાર ચલાવવો તે ગૃહસ્થી જીવન, એમ સંસાર માને છે. અલબત્ત, આ માનીનતા ખોટી છે. અચલ ત્યાગવૃત્તિ વિનાના કોઈ પણ પ્રકારના સવાસનિક જીવનને ત્યાગી જીવન કહી શકાય નહિ,
જ્યારે સંસારના પ્રપંચ-વ્યવહારની વચમાં પણ જો કોઈ નિર્વાસનિક જીવન ગાળે, તો તે જીવન ખરું ત્યાગી જીવન કહી શકાય. શ્રીમાનના ભૂલ કે સૂક્ષ્મ જીવનની ગમે તે કાળની પ્રવૃત્તિ પર આપણે નજર ફેંકીશું તો એ જ જણાઈ આવશે કે, તેમણે સંસાર-વ્યવહારની વચમાં પણ કેવળ નિર્વાસનિક જીવન જ વહન કીધું છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org