________________
૧૪૬
જ્ઞાની ભકતની પ્રતિભા મકલભાઈનું પુસ્તક જુએ, તો તે એમાં એ વિષેની બધી સામગ્રી એકઠી કરી આપે છે, તેમાં સંઘરાયેલો આ બે પુરુષોનો પત્રવ્યવહાર કવિના ધર્મમત વિષે સરસ સાર આપી શકે. '
આ પત્રવ્યવહારમાં કુલ ત્રણ પત્રો મળે છે. તે ત્રણે કવિએ લખેલા જવાબો છે; ગાંધીજીએ લખેલા પત્રો તે સાથે નથી. આ મળી શકે તે મેળવવા જેવી “અક્ષર”-સામગ્રી ગણાય. - કવિએ જવાબો લખ્યાને સમય – “સં. ૧૯૫૦ આસો વદ
૬, શનિ, મુંબઈ’ (પ્રથમ પત્ર); “સં. ૧૯૫૧ના ફાગણ વદ ૫, શનિ, તા. ૧૫-૩-૯૫ મુંબઈથી” (બીજો પત્ર); અને “સ, ૧૯૫૨ના આસો સુદ ૩, શુક્ર, આણંદ' (ત્રીજો પત્ર) – એ પ્રમાણે છે. આ સમય એટલે કવિની જ્ઞાનસ્થિતિને સિદ્ધિકડળ ગણાય. એટલે કે, જે ધર્મમત વિષે મનોમંથન કવિ-જીવનનાં તે પૂર્વેનાં વર્ષોમાં ચાલ્યું, તેમાંથી જે નિચોડ કે નિશ્ચય પર તે આવ્યા, તે આ પત્રવ્યવહારમાંથી મળી શકે છે.
બીજી તરફ જતાં, આ સમય ગાંધીજીના જીવનમાં પણ કવિ જેવા જ ધર્મમંથનની મુસીબતોનો કાળ હતો. એટલે પોતે કરેલા આ પત્રવ્યવહાર વિશે “આત્મકથામાં તે કહે છે, “મેં (ગાંધીજીએ) મારી મુસીબત રાયચંદભાઈ આગળ મૂકી. . રાયચંદભાઈના પત્રથી મને કાંઈક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા અને હિંદુ ધર્મને ઊિંડો અભ્યાસ કરવા ભલામણ કરી.... મારો પત્રવ્યવહાર જારી હતો. રાયચંદભાઈ મને દોરી રહ્યા હતા. ....... મારે હિંદુ ધર્મ પ્રત્યેનો આદર વધ્યો. તેની ખૂબી હું સમજવા લાગ્યો.” (ગાંધીજીની આત્મકથા, ભા. ૨, પ્ર૦ ૧૫ અને ૨૨માંથી તારવેલું.)
આ પરથી એક તો આપણે એ જોઈ શકીએ કે, કવિનાં જૈન મતપ્રેમ અને જિનેશ્વર-ભક્તિ એકરગિયાં કે ધર્માતરખર વલણવાળાં નહોતાં; સાધકે પોતાને માટે, પોતામાંથી, અને પોતે જાતે મેળવવાની નિષ્ઠાન એ વિષય હતો. તેથી તેમના સંપર્કથી ગાંધીજી હિંદુધર્મમત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org