________________
શાસ્ત્રાભ્યાસ
૧૨૭ તત્ત્વ-જિજ્ઞાસુ હતા; તેમાંય એ તેમનાં વર્ષો, ગાંધીજીનાં આત્મ-મંથનવર્ષોના જેવાં જ ક્રાંતિકારી હતાં. ત્યારે તે પોતે જ પોતાના અંતરમાં અંતિમ તરવવિષયક નિશ્ચયભાવ મેળવવાના ચિંતનમનનાદિ-વ્યવસાયમાં હતા. તે દરમિયાન જ, જેમ કે, તેમણે શ્રી. મનસુખરામ ત્રિપાઠીને પત્રસમાગમ કરેલો. તેની તુલનામાં, ૨૭મા વર્ષે તે સ્થિતિ પ્રાપ્ત, “લબ્ધભૂમિક’ પુરુષ છે, અને તેવી દશાએથી (પૂર્વની પોતાની દશા જેવા) જિજ્ઞાસુ ગાંધીજીને પોતાની તત્ત્વ-પ્રતીતિથી જવાબ આપે છે.
એટલે એમ માનવું જોઈએ કે, તેમણે આ સમયે અમુક જે તત્ત્વ-નિશ્ચય પોતામાંથી અને પોતાના અનુભવોના ઊંડાણને આધારે મેળવ્યો, તે તેમાં જણાવ્યો છે. મતલબ કે, તેમને સ્વાવબોધ અથવા તેમની તે કાળે બંધાયેલી પ્રત્યયબુદ્ધિ, તે પૂર્વેનાં વર્ષો દરમિયાનની તેમની સ્થિતિ શી હતી તે જોઈને, તે વિષે વિચાર કરવો ઘટે. તેમાં એ વાત ખરી કે, કવિ સર્વ ધર્મત વિશે અમુક સમાન શ્રદ્ધાભાવ ધરાવતા થયા હતા. . પરંતુ તેમના આત્માદયના પ્રારંભકાળે તેમનો ભાવ કાંઈક એકાંગી નહિ તે પણ એકાગ્રહી હતો, અને તેમાંથી સ્યાદ્વાદી ઉદાર-ભાવ તે પછીનાં વર્ષોમાં જેમ જેમ પ્રત્યક્ષ સાધના પોતે કરતા ગયા, તેમ તેમ તેમની પ્રતીતિમાં પેદા થતો ગયો કે તેમના ચિંતનમાં પ્રવેશ્યો હશે, એમ દેખાય છે.
તેમ જ, એ પણ ખરું કે, શ્રીરામકૃષ્ણ પરમહંસ પેઠે, તેમણે વિવિધ ધર્મોના સાધનાપ્રકારનું તથ્ય જાતે અજમાવી જોવાની ઇચ્છા પણ કરી હોય, એમ નથી લાગતું. ધર્માત્મક તુલનાબુદ્ધિથી તત્ત્વ સમજવાની એમની પ્રતિભા એવી હતી કે, ભક્તરાજ પરમહંસ પેઠે તે અનેકધા-ભક્તિ તરફ ન વળે. તેથી જ તેમની ભક્તિ કેવળ જિનેશ્વર નિગ્રંથ પ્રત્યે એકાગ્ર બની હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org