________________
૯૮
જ્ઞાની ભકતની પ્રતિભા બુદ્ધ-મહાવીર કે ક્રાઈસ્ટથી માંડીને જુઓ, – આત્મસિદ્ધિને રસ્તે જવા આવી મહા “હનુમાન’–છલાંગ મારવાની હોય જ છે – તે પછી જ જીવાત્માની આત્મસાધના શરૂ થાય છે: ચરમ પુરુષાર્થનાં દ્વાર ઊઘડે છે.
શ્રીમદ્ એ છલંગ મારવામાં બરોબર કટિબદ્ધ થયેલા આ કાળે (તેમનાં લખાણો પરથી) જોવા મળે છે. વવાણિયાથી (વૈશાખ સુદ ૬, સોમ, ૧૯૪૫ રોજ) સ્વ. મનસુખરામ સૂર્યરામને લખેલો પત્ર (શ્રી.૧૨૧૧) અહીં જોવા જેવો છે. તેમાં તે, પોતાના પુનર્જન્મ વિષે વિચારો બંધાયા છે, તેનો ઉલ્લેખ કરે છે :- “ધર્મ સંબંધી માધ્યસ્થ, ઉચ્ચ, અને અદંભી વિચારોથી આપના ‘પર કંઈક મારી વિશેષ પ્રશસ્ત અનુરક્તતા થવાથી, કોઈ કોઈ વેળા આધ્યામિક શૈલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાનો આપને પરિશ્રમ આપું છું; યોગ્ય લાગે તો આપ અનુકૂળ થશો.
હું અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી; તે પણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. મારું
આ બાળવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે; તેથી કંઈ પણ સમજાયું હોય, તો (ત) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત વિશેષ કરી શકું; એ પ્રયાચના આ પત્રથી છે.”
આવી કાંઈક ભારે લાગે એવી શૈલીમાં શરૂમાં લખીને પોતાને આ સમયે “કંઈ પણ સમજાયું’ તે શું, એ છેલ્લે પત્રમાં તે જણાવે છે કે –
“આ કાળમાં પુનર્જન્મને નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણીમાં કરી શકે, તે સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે, જો આપની આજ્ઞા હોય તે, આપની સમીપ મૂકીશ.
“વિ૦ આપના માદસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org