________________
વેદમત-સમાગમ
૧૪૯ પણ રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતો. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તો કવિ વેદાંતી જ જણાય.
“મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તો કહ્યું જ નહિ કે, મારે મોક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબો જોઈએ. મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું.
પુસ્તકો કયાં વાંચવાં એ પ્રશ્ન ઊઠતાં, મારું વલણ અને મારા બચપણના સંસ્કાર વિચારી, તેમણે મને ગીતાજી વાંચતો તેમાં ઉત્તેજન આપેલું. અને બીજાં પુસ્તકોમાં પંચીકરણ, મણિરત્નમાળા, યોગવાસિષ્ઠનું વૈરાગ્ય પ્રકરણ, કાવ્યદોહન પહેલો ભાગ, અને પોતાની “મોક્ષમાળા’ વાંચવાનું સૂચવ્યું હતું.”
ગાંધીજી સાથે પત્રવ્યવહાર કવિની આત્મસિદ્ધિની સ્થિતિ પછીનો છે; તેમાં નોંધપાત્ર એ છે કે, કવિની દૃષ્ટિએ ગીતા ગ્રંથનું અમુક મૂલ્ય અંકાયેલું જોવા મળે છે. તે અંગે તેમનાં લખાણોમાં કેટલાક ઉલ્લેખ મળે છે, તે જોતાં જણાય છે કે, કવિને આમ તો ગીતા એક મહત્ત્વને અધ્યાત્મગ્રંથ લાગ્યો, પણ તેમાં તે યુક્તિકતા કે સંગતતા પૂરતી નથી પામ્યા. ‘દાવતી, જુઓ કે, “વિ૦સં૦ ૧૯૪૪'ની એક નોંધ હિન્દીમાં છે, તેમાં
અંતે કવિશ્રી કહે છે – . “વેદ વેદાન્ત, સપ્ત સિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જો જ્ઞેય જાનને યોગ્ય આત્મા છે, તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કંસે ન હોવે?"
મુંબઈ, શ્રાવણ સુદ ૪, બુધ, ૧૯૪૮નો પત્ર છે, તેમાં માત્ર “યા નિશા સર્વભૂતાનામ્” (૨ - ૬૯) એ ગીતાના શ્લોકનો અનુવાદ લખી મોકલ્યો છે, અને અંતે સહી કરી છે – “આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર.” - સૌથી નોંધપાત્ર અભિપ્રાય તેમણે ગાંધીજીનો સીધો પ્રશ્ન (ગીતા કોણે બનાવી? ઈશ્વરકૃત તે નથી? જો તેમ હોય તો તેને કાંઈ પુરાવો?”) – એના જવાબમાં (શ્રી.૧-૯૮૫) જોવા મળે છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org