________________
જિનેશ્વરની ભકિત”
૧૩૭ સત્યતત્ત્વ માનવ હૃદય-ગુહામાં નિગૂઢ પડેલું છે, ત્યાં પહોંચી તેને પકડવું પડે છે – તેમ જ તેને પકડી કે પામી શકાય છે. અને તેમ કરવાને માટે ધર્મગ્રંથોના આઘને દરિયો ડહોળીને તરવો પડે, એમ બને. તર્કપ્રધાન વૃત્તિ અને પ્રતિભા જેમની હોય, તેમણે તો આવો શાસ્ત્રાર્થ-સાગર ઓળંગવો પડે. અને કવિ એવી વૃત્તિ-પ્રતિભાવાળા મુખ્યત્વે હતા. તેથી, તે ઉપર મુજબ અન્યાન્ય ધર્મ-પંથાદિ તથા વેદમતો વિશે કહીને, જૈન ધર્મસાધનામાં જે તર્કબદ્ધ શ્રેણીબંધ વિકાસમાર્ગનો જે આલેખ કે નકશો જુએ છે, તેની તારીફ કરે છે અને તેને એ મુખ્ય ગુણ નોંધે છે અને તે પરથી તેને પૂર્ણ દર્શન ગણાવતાં કહે છે – “જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે, તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે..... જૈન દર્શનની સર્વજ્ઞતાની સર્વોત્કૃષ્ટપણાની .... બહુ મનનથી સર્વ ધર્મમત જાણી પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.”
આમ, કવિશ્રીના સાધક-જીવનને પ્રારંભે તેમની નિષ્ઠા આ પ્રકારની બંધાઈ હતી. વેદો કે દર્શન અને શાસ્ત્રોને પાર નથી; તેમ જ ગુરુઓને અને પંથે તથા સંત-મહંતોને પણ પાર નથી. કુરાન કહે છે એમ, સર્વ કાળે સર્વ કોમોને પોતપોતાના દેશ-કાલ-સંજોગ મુજબ, પીર પેગંબરો ઈ૦ મળતા જ હોય છે; અને તે સૌ તે તે વ્યક્તિ તથા દેશ-કાળ-વિશેષને માટે ખપપૂરતા ઈશ્વરી મનાય છે. તેથી આ ક્ષેત્રો તેમાંના કોઈ અમુકનો જ એકાંતિક મતવાદ ન સંભવે. શાસ્ત્રાદિના આ વિષયમાં તો ગીતાકારે કહેલી પેલી ઉક્તિ સાચી છે –
“યાવાનર્થ ઉદપાને સર્વત: સંલુદકે, તાવાનું સર્વે, વિદેપુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ” (૨-૪૬). તત્ત્વને પામવાની જિજ્ઞાસુ પુરુષે ' જ અહીં એ નોંધવા જેવું કે, તેમનું જાણીતું કાવ્ય (“અવસર એ ક્યારે આવશે”...) આ જ વિકાસમાર્ગની ઝંખના વ્યક્ત કરે છે. તેમાં સાધનાની પાયરીઓ વર્ણવી છે, તે જૈન-ધર્મ-પ્રણીત પરંપરાનુસારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org