________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂચ-૬ વગરનાં છે, તેથી નિષ્ક્રિય છે અર્થાત્ શાશ્વત કાળ એક સ્વરૂપે એ જ રીતે અવસ્થિત છે. જીવ અને પુદ્ગલો ક્રિયાવાળા છે. આથી જ પુદ્ગલો ક્યારેક કોઈક આકાશપ્રદેશ ઉપર સ્થિર હોવા છતાં તે જ આકાશપ્રદેશ ઉપર સદા ધર્માસ્તિકાયાદિની જેમ સ્થિર રહેતા નથી પરંતુ જે જે પુદ્ગલોમાં જ્યારે જ્યારે કોઈકના પ્રયોગથી કે વિસસાના પરિણામથી ગતિપરિણામ થાય છે ત્યારે ત્યારે તે તે પુદ્ગલો તેના ગતિપરિણામને અનુકૂળ અન્ય અન્ય આકાશપ્રદેશ પ્રત્યે સંચરણ કરે છે. આથી જ પરમાણુમાં મંદ ગતિનો પરિણામ થાય તો નજીકના આકાશપ્રદેશ પર બીજા સમયે પહોંચે છે અને તીવ્ર ગતિનો પરિણામ થાય તો પોતાના સ્થાનથી લોકના છેડે બીજા સમયે પહોંચે છે. આ રીતે પરમાણુથી માંડીને અનંત પરમાણુના સ્કંધોમાં ક્યારેક સ્થિતિનો પરિણામ થાય તો તે સ્કંધો સ્થિર પડ્યા હોય છે અને જ્યારે ગતિનો પરિણામ થાય છે ત્યારે ક્ષેત્રમંતરમાં ગમન કરે છે.
વળી જેવદ્રવ્ય પણ કર્મજન્ય ગતિપરિણામવાળું છે અને સ્વાભાવિક ગતિપરિણામવાળું પણ છે. તેથી કર્મવાળા જીવો સ્થાનાંતરની પ્રાપ્તિ કર્મને આધીન કરે છે અને જ્યારે સર્વકર્મ રહિત થાય છે ત્યારે પોતાના ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે સિદ્ધશિલા તરફ જાય છે. ફક્ત સંસારીઅવસ્થામાં જે મન, વચન અને કાયાના યોગમાં જીવની જે પ્રવૃત્તિ હતી તે કર્મજન્ય હતી, આથી જ મહાત્માઓ સાધના કરીને તે પ્રકારની કર્મજન્ય યોગની પ્રવૃત્તિનો નિરોધ કરે છે ત્યારે યોગનિરોધના બલથી મન, વચન અને કાયાના વ્યાપાર વગરના નિષ્ક્રિય થાય છે. તેવી આત્મપ્રદેશોનાં અકંપનરૂપ નિષ્ક્રિયતા જીવમાં મુક્ત અવસ્થામાં શાશ્વત રહે છે; પરંતુ પ્રસ્તુત સૂત્રમાં કહેલ નિષ્ક્રિયતા જીવમાં નથી તેથી જ્યારે તે મહાત્મા યોગનિરોધના બલથી સર્વકર્મ રહિત બને છે, ત્યારે જીવન ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે સિદ્ધશિલા ઉપર ગમન કરે છે. ભાષ્ય :
अत्राह - उक्तं भवता - प्रदेशावयवबहुत्वं कायसंज्ञमिति, तत् क एष धर्मादीनां प्रदेशावयवनियम इति ?, अत्रोच्यते - सर्वेषां प्रदेशाः सन्ति, अन्यत्र परमाणोः अवयवास्तु स्कन्धानामेव । वक्ष्यते દિ – ‘બળવઃ સ્કન્યાશ્વ' (ગ, સૂ૦ ર૬) “સસ્થાપે... ૩Fાન્ત' (મધ, સૂ૦ ર૬) કૃતિ T૬/૬
ભાષ્યાર્થ :
અન્નાદ ....... તિ છે. અહીં=પહેલા સૂત્રના ભાગમાં, તમારા વડે કહેવાયું – પ્રદેશઅવયવબહત્વ કાયસંજ્ઞા છે. તે કારણથી કયો આ ધમદિના પ્રદેશ અવયવનો નિયમ છે? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – પરમાણુને છોડીને સર્વ દ્રવ્યોને પ્રદેશો છે, વળી અવયવો સ્કંધને જ છે. કેમ સ્કંધને અવયવ છે? તેથી કહે છે –
જે કારણથી “અણુઓ અને સ્કંધો છે.” (અધ્યાય-૫, સૂત્ર-૨૫) “સંઘાત અને ભેદથી સ્કંધો ઉત્પન્ન થાય છે” (અધ્યાય-૫, સૂત્ર-૨૬) એ પ્રમાણે કહેવાશે. 1પ/૬