________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૦
૧૧૯
बालो मूढ इत्यनर्थान्तरम्, तस्य तपो बालतपः तच्चाग्निप्रवेशमरुत्प्रपातजलप्रवेशादि । तदेवं सरागसंयमसंयमासंयमादीनि च दैवस्यायुष आस्रवा भवन्तीति । ६ / २० ।।
ભાષ્યાર્થ :
संयमो ભવન્તીતિ ।। સંયમ, વિરતિ, વ્રત તે અનર્થાન્તર છે. “હિંસા, અમૃત=અસત્ય, સ્તેય=ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરતિ વ્રત છે” તે પ્રમાણે કહેવાશે=અધ્યાય-૭, સૂત્ર-૧માં કહેવાશે. સંયમાસંયમ, દેશવિરતિ, અણુવ્રત એ અનર્થાન્તર છે=એકાર્થવાચી શબ્દો છે. “દેશથી અને સર્વથી અણુ અને મહા છે” એ પ્રમાણે પણ કહેવાશે=અધ્યાય-૭, સૂત્ર-૨માં કહેવાશે. પરાધીનતાથી, અનુરોધથી, અકુશલની નિવૃત્તિ અને આહાર આદિનો નિરોધ છે તે અકામનિર્જરા છે. બાલતપ : બાલ, મૂઢ એ અનર્થાન્તર છે=એકાર્થવાચી શબ્દો છે. તેનો=બાલનો, તપ બાલતપ છે અને તે અગ્નિપ્રવેશ, પર્વત ઉપરથી પ્રપાત, જલપ્રવેશ આદિરૂપ છે. આ રીતે સરાગસંયમ, સંયમાસંયમ આદિ દેવઆયુષ્યના આશ્રવો છે. ‘કૃતિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૬/૨૦ના
*****
ભાવાર્થ:
જે જીવોને પાપથી વિરામનો પરિણામ થવાના કારણે પાપના વિરામરૂપ સંયમ પર રાગ થવાથી સંયમના રાગપૂર્વક સંયમનું પાલન કરે છે તે સ૨ાગસંયમવાળા છે. આ સંયમ વિરતિસ્વરૂપ છે=હિંસા આદિ પાંચ પાપસ્થાનકની વિરતિ સ્વરૂપ છે. તેથી જેઓ હિંસા આદિ પાંચ પાપની વિરતિના રાગપૂર્વક મહાવ્રતોને પાળે છે તે સરાગસંયમ છે, જે દેવઆયુષ્યનું કારણ છે.
વળી જેઓ તે પાંચ પાપસ્થાનકનો સ્થૂલથી ત્યાગ કરીને દેશવિરતિ પાળે છે તેઓ સંયમાસંયમવાળા છે. આ સંયમાસંયમ પણ દેવઆયુષ્યનો આશ્રવ છે.
વળી પરાધીનતાને કા૨ણે કે કોઈના અનુરોધના કારણે અકુશલ એવા પાપની નિવૃત્તિ કે પરાધીનતાને કારણે આહાર આદિનો નિરોધ તે અકામનિર્જરા છે. અર્થાત્ તે અકુશલ એવી પાપ પ્રવૃત્તિની નિવૃત્તિથી કે આહાર આદિના નિરોધથી જીવ અકામનિર્જરાને પ્રાપ્ત કરે છે. આ અકામનિર્જરાને કારણે જીવને જે શુભ અધ્યવસાય થાય છે તે દેવઆયુષ્યનો આશ્રવ છે. જેમ અકામનિર્જરા તેવા પ્રકારના કર્મના વિગમનને કારણે સમકિતનું કારણ બને છે તે સ્થાનમાં તે અકામનિર્જરાથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય પણ ક્ષીણ થાય તેવો અધ્યવસાય થાય છે. તેથી અકામનિર્જરાથી જેમ તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ નિર્મળ દૃષ્ટિરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તેમ કેટલાક જીવોને અકામનિર્જરાથી મિથ્યાત્વ મંદ થાય છે અને ઉત્તમ દેવભવની પ્રાપ્તિ થાય તેવા પણ અધ્યવસાયની પ્રાપ્તિ થાય છે. વળી, કેટલાકને અકામનિર્જરાથી મિથ્યાત્વ મંદ થતું નથી, માત્ર દેવભવ પ્રાપ્ત થાય છે.
વળી કેટલાક જીવો બાલતપ કરે છે. પ્રસ્તુતમાં બાલ શબ્દનો અર્થ મૂઢભાવ છે. મૂઢભાવથી જે તપ કરાય તે બાલતપ છે. આ બાલતપ અગ્નિપ્રવેશાદિરૂપ છે. આ બાલતપ કરનારા જીવો તે બાલતપના પ્રભાવથી